________________
૧૦૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૨
तुर्विशेषणे किं विशिनष्टि ? बहुश्रुतत्वादिगुणं, सत्या= सत्यैव भवति, विशुद्धाशयत्वादिति भावः
કાટા
ટીકાર્યઃ
भाषापदस्य ભાવ: ।। ભાષાપદનું પ્રકરણના મહિમાથી ભાવભાષાપરપણું હોવાના કારણે શ્રુતમાં=શ્રુતવિષયક ભાવભાષા ત્રણ પ્રકારની છે તે આ પ્રમાણે સત્ય, મૃષા, અસત્યામૃષા, ત્યાં=શ્રુતવિષયક ભાવભાષામાં, સમ્યક્ ઉપયુક્તને આગમાનુસાર યથાવદ્ બોલનારને, સત્યભાષા હોય છે
એમ અન્વય છે.
‘તુ’ શબ્દ વિશેષણ અર્થમાં છે.
શું વિશેષિત કરે છે ? એથી કહે છે
બહુશ્રુતત્વાદિગુણવિશિષ્ટ સમ્યક્ત્વયુક્તને સત્ય જ=સત્યભાષા જ, હોય છે; કેમ કે વિશુદ્ધ આશયપણું છે એ પ્રકારનો ભાવ છે. ।।૮૨ા
“વહુશ્રુતત્વવિભુળ” ટીકામાં પાઠ છે તે સ્થાને “વહુશ્રુતત્વવિષ્ણુિિશષ્ટસ્ય સભ્યત્ત્વયુત્તસ્ય" પાઠ મૂળ ગાથા પ્રમાણે સંભવે છે, ટીકામાં પાઠ અશુદ્ધ જણાય છે.
ભાવાર્થ:શ્રુતભાવભાષા :
શ્રુતજ્ઞાનને અવલંબીને બોધ કરાવાને અનુકૂળ પ્રવર્તતી ભાષા તે શ્રુતભાવભાષા છે. તે ભાષાના ત્રણ ભેદ પ્રાપ્ત થાય છે. સત્યશ્રુતભાવભાષા, મૃષાશ્રુતભાવભાષા, અને અસત્યાકૃષાશ્રુતભાવભાષા.
મિશ્રભાષાના ભેદની પ્રાપ્તિ શ્રુતભાવભાષામાં નથી. કેમ નથી ? તેની વિશેષ ચર્ચા પ્રતિમાશતક શ્લોક૮૯ની ટીકામાં કરાયેલા અમારા વિવેચનથી જાણવી.
(૧) સત્યશ્રુતભાવભાષા :
જે મહાત્મા સમ્યગ્દષ્ટિ છે, શાસ્ત્રાધ્યયન કરીને બહુશ્રુતત્વાદિ ગુણથી યુક્ત છે અર્થાત્ બહુશ્રુત છે, ગંભીર છે, સૂક્ષ્મ અર્થના પરિજ્ઞાનવાળા છે એવા સમ્યગ્દષ્ટિ જીવો આગમઅનુસાર યથાર્થ પદાર્થનું સ્થાપન કરતા હોય ત્યારે તેમનાથી બોલાયેલી ભાષા સત્યશ્રુતભાવભાષા હોય છે; કેમ કે તેઓ જિનવચનાનુસાર તત્ત્વનું સ્થાપન કરીને સ્વપરનું હિત કરવાને અનુકૂળ વિશુદ્ધ આશયવાળા છે.
આ કથનથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવ પણ બહુશ્રુતાદિ ગુણવાળા ન હોય તો પ્રાયઃ શ્રુતવિષયક શાસ્ત્રવચનોનું કથન કોઈને કરે નહિ; કેમ કે બહુશ્રુત નહિ હોવાથી વિપરીત કહેવાનો પ્રસંગ આવે અને ક્વચિત્ પ્રમાદને વશ બહુશ્રુત નહિ હોવા છતાં શાસ્ત્રવચનવિષયક કંઈક કહે ત્યારે અસત્યભાષાની પણ પ્રાપ્તિ થવાની સંભાવના રહે છે.