________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ ગાથા-૮૦ ગાથા :
છાયા :
एवमसच्चामोसा दुवालसविहा परूविआ सम्मं । दव्वम्मि भावभासा, तेण समत्ता समासेणं ॥ ८० ॥
एवमसत्यामृषा द्वादशविधा प्ररूपिता सम्यक् ।
द्रव्ये भावभाषा तेन समाप्ता समासेन ||८०||
૧૦૩
અન્વયાર્થ:
i=આ રીતે=ગાથા-૧૫માં ભાવભાષાના ત્રણ ભેદો છે તેમ બતાવીને ભાવભાષાના દ્રવ્યરૂપ ભેદમાં ચાર ભાષા છે તેમ બતાવ્યું, તેમાંથી તેના ચોથા ભેદરૂપ અસત્યામૃષાભાષા ગાથા-૬૯થી અત્યાર સુધી બતાવી એ રીતે, સસથ્થામોસા=અસત્યામૃષાભાષા, જુવાનસવિજ્ઞા=બાર પ્રકારની, સમ્મ= સમ્યક્, પવિઞા=પ્રરૂપણા કરાઈ, તે=તેથી=અસત્યામૃષાભાષાનું વર્ણન પૂર્ણ થયું તેથી, વૅમ્બ્રિ=દ્રવ્યમાં દ્રવ્યવિષયક, ભાવમાસા=ભાવભાષા, સમાસેİ=સમાસથી, સમત્ત=સમાપ્ત થઈ. II૮૦ના
ગાથાર્થ ઃ
આ રીતે=ગાથા-૧૫માં ભાવભાષાના ત્રણ ભેદો છે તેમ બતાવીને ભાવભાષાના દ્રવ્યરૂપ ભેદમાં ચાર ભાષા છે તેમ બતાવ્યું તેમાંથી તેના ચોથા ભેદરૂપ અસત્યામૃષાભાષા ગાથા-૬૯થી અત્યાર સુધી બતાવી એ રીતે, અસત્યામૃષાભાષા બાર પ્રકારની સમ્યક્ પ્રરૂપણા કરાઈ તેથી=અસત્યામૃષાભાષાનું વર્ણન પૂર્ણ થયું તેથી, દ્રવ્યમાં=દ્રવ્યવિષયક, ભાવભાષા સમાસથી સમાપ્ત થઈ. II૮૦|| ટીકા ઃ
સ્પષ્ટા કાઢના
ટીકાર્ય :
સ્પષ્ટા ।। ગાથા સ્પષ્ટ હોવાથી આ ગાથાની ટીકાકારશ્રીએ ટીકા કરી નથી. II૮૦।।
ભાવાર્થ:
ગ્રંથકારશ્રીએ ભાષાના નિરૂપણમાં ચાર નિક્ષેપાથી ભાષાને બતાવવા અર્થે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ભાષા ચાર પ્રકારની છે તેમ બતાવી. ત્યારપછી દ્રવ્યભાષાના ત્રણ ભેદો છે તેમ બતાવ્યા પછી ગાથા-૧૫માં ભાવભાષાના ત્રણ ભેદો છે તેમ કહ્યું. તેમાંથી બોલાયેલી દ્રવ્યભાષારૂપ પુદ્ગલો વિષયક જે ભાવભાષા છે તે ચાર ભેદવાળી છે તેમ કહ્યું અને તે ચાર ભેદોને અર્થાત્ સત્યભાષા, અસત્યભાષા, મિશ્રભાષા અને અસત્યામૃષારૂપ ચાર ભેદોને, અત્યાર સુધી બતાવ્યા. તેથી દ્રવ્ય વિષયક ભાવભાષા સંક્ષેપથી અહીં પૂર્ણ થાય છે એ પ્રકારે ગ્રંથકારશ્રી ઉપસંહાર કરે છે. II૮૦ના