________________
૧૦૨
(૧૨) અવ્યાકૃતભાષા :
વ્યાકૃતભાષાનું સ્વરૂપ બતાવ્યું. હવે અવ્યાકૃતભાષાનું સ્વરૂપ બતાવે છે
જે ભાષા અતિગંભીર હોય અને જેના તાત્પર્યનું જ્ઞાન દુઃખે થઈ શકે તેવું હોય છતાં મહાન અર્થવાળી હોય તે ભાષા અવ્યાકૃતભાષા કહેવાય.
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨
સ્તબક-૪ | ગાથા-૭૯, ૮૦
‘અથવા’થી અવ્યાકૃતભાષાનું અન્ય લક્ષણ કહે છે
બાલ અને મધ્યમ જીવોને જે ભાષાથી અર્થનો બોધ ન થઈ શકે તેવી ભાષા હોય તે અવ્યક્ત ભાષા કહેવાય અર્થાત્ અવ્યાકૃતભાષા કહેવાય. વિદ્વાનો સૂક્ષ્મ પદાર્થને કહેનારાં ગંભીર વચનોવાળી ભાષામાં કહે એ ભાષાથી અતિપ્રાજ્ઞ પુરુષને ઘણા સૂક્ષ્મ અર્થોની ઉપસ્થિતિ થાય છે અને તેવા પ્રાજ્ઞ પુરુષો તે ભાષાથી જ તત્ત્વની પ્રાપ્તિ કરે છે. જેમ ભગવાને ગણધરોને ‘ઉપ્પન્નેરૂ વા’ આદિ ત્રણ પદો કહ્યાં તે ત્રણ પદો દ્વારા જગતમાં થતા સર્વ પ્રકારના ઉત્પાદો, સર્વપ્રકારના થતા વ્યયો તે સર્વનું પ્રતિસંધાન કરીને જીવનાં સર્વ અધ્યવસાયસ્થાનો કઈ રીતે ઉત્પન્ન થાય છે, તેનાથી કઈ રીતે કર્મબંધ થાય છે ઇત્યાદિ ભગવાનના વચનથી ગણધરો નિર્ણય કરી શક્યા. તેથી ગણધરને આશ્રયીને કહેવાયેલી ભગવાનની તે ભાષા અવ્યાકૃતભાષા છે. વળી તે ત્રિપદીનાં જ વચનો અન્ય જીવોને સમ્યક્ત્વપ્રાપ્તિનું પણ કારણ બની શકે નહિ; કેમ કે તે વચનો દ્વારા ઉપાસ્ય દેવ-ગુરુ-ધર્મની શીઘ્ર ઉપસ્થિતિ બાલાદિ જીવોને થાય નહિ. જ્યારે ગણધરોને તો તે ત્રિપદી દ્વારા જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રના પારમાર્થિક સ્વરૂપની તો પ્રાપ્તિ થઈ પરંતુ ક્ષપકશ્રેણીને અભિમુખ જવા માટે દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ પદાર્થોનો પણ બોધ તે ત્રિપદીથી જ થયો.
-
તે રીતે અન્ય પણ મહાત્માઓ શાસ્ત્રીય પદાર્થોને અતિગંભી૨ ભાષાથી કહેતા હોય અને જે ભાષામાં મહાન અર્થો રહેલા હોય તે સર્વ ભાષા અવ્યાકૃતભાષા કહેવાય; કેમ કે તે ભાષાથી શીઘ્ર તાત્પર્યનું પ્રતિસંધાન થતું નથી. આ પ્રકારના કથનમાં કોઈને પ્રશ્ન થાય કે પ્રાજ્ઞ પુરુષને તો અતિગંભીર ભાષાથી પણ શીઘ્ર તાત્પર્યની પ્રાપ્તિ થાય છે તેથી તેવા પ્રાજ્ઞ માટે તે ભાષા અવ્યાકૃત કઈ રીતે કહી શકાય ? તેથી ‘અથવા’થી અન્ય લક્ષણ કરે છે
બાલાદિને માટે=નાનું બાળક નહીં પરંતુ ક્ષયોપશમની અપેક્ષાએ બાલ અને મધ્યમ માટે, જે ભાષાનો અર્થ અગ્રાહ્ય થતો હોય તેવી અવ્યક્તભાષા અવ્યાકૃતભાષા છે. II૭૯॥
અવતરણિકા :
उक्ताऽव्याकृता १२ ।। तदभिधानाच्चाऽभिहिता द्वादशाप्यसत्यामृषाभेदाः । अथोपसंहरति
અવતરણિકાર્ય :
અવ્યાકૃતભાષા કહેવાઈ. ।૧૨। અને તેના કથનથી=અવ્યાકૃતભાષાના કથનથી, બારે પણ અસત્યામૃષાભાષાના ભેદો કહેવાયા. હવે ઉપસંહાર કરે છે=અસત્યામૃષાભાષાના કથનનો ઉપસંહાર કરે છે
-
-