________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૯
૧૦૧
જાણવી. જે પ્રમાણે આ દેવદત્તનો ભાઈ છે ઈત્યાદિ અને અર્થનું સુજ્ઞાતપણું તાત્પર્યજ્ઞાનાદિ બહુ હેતુના સંપતિના અવિલંબથી અચિરકાલમાં ઉત્પત્તિકનું પ્રતિસંધાન વિષયપણું જાણવું.
વ્યાકૃતભાષા કહેવાઈ. ૧૧ હવે અવ્યાકૃતભાષાને કહે છે –
અતિગંભીર=દુર્ગાન તાત્પર્યવાળી, મહાન અર્થ છે જેને તે અવ્યાકૃત થાય છે અથવા બાલાદિને અવ્યક્તભાષા અવ્યાકૃત થાય છે. I૭૯ો. ભાવાર્થ :(૧૧) વ્યાકૃતભાષા :
યોગ્ય ઉપદેશક શ્રોતાને હિતાનુકૂલ પ્રવૃત્તિ કરાવવા અર્થે જે ભાષા કહેતા હોય અને જે ભાષાનો અર્થ તે વચનપ્રયોગ દ્વારા સુખપૂર્વક ગ્રહણ થાય તેવો હોય જેનાથી શ્રોતાને પદાર્થનો યથાર્થ બોધ થાય અને જે બોધના બળથી તે ઉચિત પ્રવૃત્તિ કરી શકે. જેમ સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવવા માટે શ્રોતાને ઉપદેશક તે રૂપે જ પદાર્થ બતાવે કે જેથી સુદેવ, સુગુરુ અને સુધર્મનો સંક્ષેપથી પણ યથાર્થ બોધ થાય જેથી તેને બુદ્ધિમાં સ્થિર નિર્ણય થાય કે જીવને પ્રાપ્તવ્ય એવી સિદ્ધ અવસ્થા છે અને તેવી અવસ્થાને પામેલા કે તેવી અવસ્થાને પામવાને અભિમુખ થયેલા તીર્થકરો જ ઉપાસ્ય છે જેથી તેમની તે રીતે ઉપાસના કરીને પોતે પણ તતુલ્ય થઈ શકે. કઈ રીતે તેઓની ઉપાસના કરવાથી તતુલ્ય થવાય તેના ઉપાયરૂપે જ સુગુરુનું સ્વરૂપ બતાવવામાં આવે છે; કેમ કે સુગુરુઓ દશપ્રકારનો યતિધર્મ તે રીતે જ સેવે છે કે જેથી વીતરાગની જેમ શીધ્ર અસંગ અવસ્થા પ્રાપ્ત થાય અને સુગુરુઓથી સેવાતો સમ્યગુ ધર્મ જ શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિનું કારણ છે, અન્ય કોઈ કારણ નથી તેવી બુદ્ધિ સ્થિર કરાવવા અર્થે વ્યાકૃત ભાષામાં દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપનું કોઈ ઉપદેશક પ્રતિસંધાન કરાવે તો તે ભાષા વ્યાકૃતભાષા બને છે. જેમ કોઈ વ્યક્તિને જોઈને કહેવામાં આવે કે આ દેવદત્તનો ભાઈ છે તો દેવદત્તની સાથે પરિચિત વ્યક્તિને તેના ભાઈસ્વરૂપે શીધ્ર ઉપસ્થિતિ થાય છે, તેમ જીવને પ્રાપ્તવ્ય એવી સિદ્ધ અવસ્થા એ જ તત્ત્વ છે અને તેના માટે દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કઈ રીતે કારણ છે તેનો મર્મસ્પર્શી યથાર્થ બોધ શીધ્ર ઉપસ્થિત થાય તેમ સરળ ભાષાથી કહેવામાં આવે ત્યારે સાધુની તે અસત્યામૃષાભાષા વ્યાકૃતભાષા બને છે.
વ્યાકૃતભાષામાં અર્થનું સુજ્ઞાનપણું શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – વક્તાના વચનના તાત્પર્ય જ્ઞાનાદિ બહુ હેતુની સંપત્તિ અવિલંબથી ઉપસ્થિત થાય ત્યારે તે વચનપ્રયોગ અચિરકાલઉત્પત્તિકપ્રતિસંધાનવિષયવાળું બને છે તે અર્થનું સુજ્ઞાનપણું છે. જેમ નયસારના ભવમાં મહાત્માએ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ નયસારને એક જ દિવસમાં પરિમિત સમયમાં તે રીતે બતાવ્યું કે જેથી તે મહાત્માના ઉપદેશના બળથી દેવ-ગુરુ-ધર્મના અર્થનું સુજ્ઞાનપણું નયસારના જીવને તત્કાળના પ્રતિસંધાનથી થયું તેથી તે મહાત્માના ઉપદેશની ભાષા વ્યાકૃતભાષા કહેવાય.