________________
૮૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૫
કે પ્રાણિવધની નિવૃત્તિથી જીવો દીર્ધાયુષવાળા થાય છે તે સાંભળીને જે શ્રોતા સ્કૂલથી ઘણી હિંસા કરતો હોય તેની નિવૃત્તિ કરે છે ત્યારે તે શ્રોતાને આશ્રયીને તે ઉપદેશથી શ્રોતાને વિધિનો બોધ થાય છે, તે પ્રજ્ઞાપની ભાષા છે.
વળી ક્યારેક યોગ્ય ઉપદેશક કહે કે હિંસાની પ્રવૃત્તિથી જીવ ઘણા ભવો સુધી દુઃખી થાય છે તે વચન સાંભળીને શ્રોતાને વાક્યાન્તરની ઉપસ્થિતિ થાય છે કે મારે દુઃખી થવું ન હોય તો હિંસાથી નિવૃત્તિ કરવી જોઈએ. તેથી તે વચન પણ વાક્યાન્તરની ઉપસ્થિતિ દ્વારા તે શ્રોતાને આશ્રયીને વિધિનો ઉપદેશ બને છે જેનાથી તે શ્રોતા પોતાની શક્તિ અનુસાર કૃતિસાધ્યવાદિનો નિર્ણય કરીને હિંસાની નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરે છે, આથી જ યોગ્ય શ્રોતાને જ્ઞાન થાય કે હિંસાની પ્રવૃત્તિથી જીવ દુઃખી થાય છે માટે મારે સંપૂર્ણ અહિંસાના પાલનરૂપ સંયમમાં ઉદ્યમ કરવો આવશ્યક છે, છતાં સંપૂર્ણ અહિંસાનું પાલન અપ્રમાદી સાધુ કરી શકે છે એવો બોધ જેને થયો છે અને એવી અહિંસાની પ્રવૃત્તિ પોતાની કૃતિથી સાધ્ય નથી એવું જણાય તો તે શ્રોતા તેવી સંપૂર્ણ અહિંસાપાલનની શક્તિના સંચય અર્થે તેના ઉપાયભૂત દેશવિરતિ પોતાની કૃતિથી સાધ્ય છે. એવો નિર્ણય કરીને ઉપદેશકના વચનના બળથી દેશવિરતિમાં યત્ન કરે તો તે ઉપદેશકનું વચન તે યોગ્ય જીવને વિધિવાદનો બોધ કરાવનાર હોવાથી પ્રજ્ઞાપનીભાષા બને છે.
આ સર્વ કથનથી પ્રજ્ઞાપનીભાષાનું કેવું લક્ષણ પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ભયથી અપ્રયોજ્ય એવી પ્રવૃત્તિની જનક એવી ઇચ્છાનું પ્રયોજક એવું ભાષાપણું જે ભાષામાં હોય તે પ્રજ્ઞાપનીભાષા કહેવાય. આજ્ઞાપની ભાષા અને પ્રજ્ઞાપનીભાષાનો તફાવત :
ભય અપ્રયોજ્ય ન કહેવામાં આવે તો આ લક્ષણ આજ્ઞાપની ભાષામાં જાય છે, કેમ કે યોગ્ય ગુરુ શિષ્યને કહે કે તું આ કૃત્ય કર, તે વચન સાંભળીને તેને જ્ઞાન થાય છે કે જો હું આ કૃત્ય ગુરુવચનાનુસાર કરીશ નહિ તો મારા સંયમના કંડકોની વૃદ્ધિ થશે નહિ અથવા પાતથી રક્ષણ થશે નહિ તેથી તે પ્રકારના ભયથી પ્રયોજ્ય એવી ગુરુ વચનાનુસાર પ્રવૃત્તિનું જનક એવી ઇચ્છાનું પ્રયોજકપણું આજ્ઞાપની ભાષામાં છે, જ્યારે પ્રજ્ઞાપની ભાષામાં પોતાને હિતાનુકૂલ પ્રવૃત્તિની જનક એવી ઇચ્છાનું પ્રયોજક ભાષાપણું છે; કેમ કે આજ્ઞાપની ભાષામાં આજ્ઞાભંગના અનર્થોની ઉપસ્થિતિ થાય છે જ્યારે પ્રજ્ઞાપની ભાષામાં શું કરવાથી પોતાનું હિત થશે? તેવી વિધિનો બોધ થાય છે. તેથી પ્રજ્ઞાપનીભાષાથી કહેવાયેલા વચન અનુસાર પ્રવૃત્તિ કરવાથી પોતાને ઇષ્ટની પ્રાપ્તિ થશે એ પ્રકારનું જ્ઞાન થવાને કારણે તે શ્રોતાને તે ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થાય છે.
વળી પ્રજ્ઞાપનીભાષા ક્યારેક વિધિરૂપ હોય છે તો ક્યારેક નિષેધરૂપ પણ હોય છે. જેમ પ્રાણિવધથી નિવૃત્ત જીવો દીર્ધાયુષવાળા થાય છે એ વચન વિધિવચનરૂપ છે તેથી તે વચન ઇષ્ટસાધનતાશાનજનકપણાથી તે પ્રકારની પ્રવૃત્તિ કરવાની ઇચ્છાનું પ્રયોજક બને છે.