________________
૯૫
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૭, ૭૮ તેને જ ગ્રહણ કરવાનું છે, તેથી સર્વ પ્રવૃત્તિના નિષેધવચનમાં એકતરનું અનવધારણ હોવા છતાં પ્રકૃત પ્રવૃત્તિના પ્રતિબંઘકરૂપ તે નિષેધ વચન છે માટે લક્ષણનો પરિષ્કાર કરવાથી=પ્રકૃતપ્રવૃત્તિના અપ્રતિબંધક અનવધારણના ગ્રહણરૂપ લક્ષણનો પરિષ્કાર કરવાથી, અતિવ્યાપ્તિદોષની પ્રાપ્તિ થશે નહિ.
અનભિગૃહીતભાષા બોલવાનું ફળ સર્વ કૃત્યોમાં શિષ્યને તુલ્ય ફળના હેતુત્વનું પ્રતિસંધાન થાય છે. જેમ યોગ્ય શિષ્યને ત્રણ ચાર કાર્યો નિર્જરા અર્થે કર્તવ્ય જણાતાં હોય છતાં પોતાને સ્પષ્ટ નિર્ણય ન હોય કે આ કૃત્યોમાંથી કયા કૃત્યથી પોતાને અધિક નિર્જરાની પ્રાપ્તિ થશે તે વખતે ગુરુને પૃચ્છા કરે કે પ્રસ્તુત કૃત્યમાંથી વર્તમાનમાં મારે કયું કૃત્ય કરવું જોઈએ ? અને ગુરુને તે સર્વકૃત્યો દ્વારા શિષ્યને સમાન શુભભાવની વૃદ્ધિ દ્વારા સમાન ગુણસ્થાનકની વૃદ્ધિ જણાય ત્યારે કહે કે જે તને પ્રતિભાસ થાય તે તું કર, ત્યારે શિષ્યને તે સર્વકૃત્યોમાં સમાન નિર્જરારૂપ ફળના હેતુત્વનું પ્રતિસંધાન થાય છે; કેમ કે આપ્ત એવા ગુરુ જિનવચનાનુસાર શિષ્યની યોગ્યતાનો નિર્ણય કરીને જે કૃત્યથી શિષ્યને અધિક નિર્જરા થાય એવા કૃત્યની અનુજ્ઞા આપે છે તેથી સર્વકૃત્યોમાં સમાન ફળનો નિર્ણય કરીને શિષ્ય તે સર્વકૃત્યોમાંથી પ્રથમ ઉપસ્થિતિ કૃત્યોમાં શીધ્ર પ્રવૃત્તિ કરે છે પરંતુ અધિક નિર્જરાની ઇચ્છાથી કર્માન્તરની સામગ્રીના વિલંબથી તે કૃત્યનો વિલંબ કરતો નથી અર્થાત્ શિષ્યના પ્રશ્ન પૂર્વે શિષ્યને શંકા હતી કે આ સર્વત્યમાંથી જે કૃત્યમાં અધિક નિર્જરા થશે તે કૃત્ય હું કરીશ તેથી અન્યકૃત્યની સામગ્રીના કારણે પ્રથમ કૃત્યમાં વિલંબ થવાનો સંભવ હતો પરંતુ ગુરુના વચનથી સ્પષ્ટ નિર્ણય થવાથી સર્વકૃત્યોમાં સમાન ફળનો નિર્ણય થવાને કારણે પ્રથમ ઉપસ્થિત કૃત્યમાં વિલંબ થતો નથી.
અનભિગૃહીતભાષાના લક્ષણવિષયક મતાન્તરને કહે છે – યદચ્છામાત્ર મૂલકવચન અનભિગૃહીતભાષા છે.
જેમ કોઈ ઉપદેશક યોગ્ય શ્રોતાને ઉપદેશ આપતા હોય અને તે ઉપદેશકના વચનથી આત્માના હિતને અનુકૂળ મારે શું કરવું જોઈએ તે વિષયક યોગ્ય બોધ તે ઉપદેશકનું વચન કરાવી શકે નહિ પરંતુ મોક્ષમાર્ગને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિના કારણભૂત “યત્ તત્ નાં સંબંધ વગરનાં જે તે વચનોથી તે ઉપદેશ પ્રવર્તતો હોય તો તે વચન દ્વારા વિહિત ઉચિત પ્રવૃત્તિનો યથાર્થ બોધ થાય નહિ. એવા ઉપદેશકની ઉપદેશની પ્રવૃત્તિ અનભિગૃહીતભાષા છે= દૃચ્છામાત્રમૂલક તે વચનો છે તેથી ડિલ્થ-ડવિત્થ તુલ્ય તે વચનો છે. અને આ મતાન્તરની અપેક્ષાએ પૂર્વમાં કહેલ અનભિગૃહીતભાષાવચન આજ્ઞાપની વિશેષમાં જ અંતર્ભાવ પામે છે. I૭ળા અવતરણિકા :
उक्ताऽनभिगृहीता ८ । अथाभिगृहीतामाह - અવતરણિકાર્ચ - અનભિગૃહીતભાષા કહેવાઈ. ૮હવે અભિગૃહીતભાષાને કહે છે –