________________
૯૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સબક-૪ | ગાથા-૭૮
એ રૂપ પ્રતિયોગી પદો દ્વારા, કોટિદ્વય અને વાકારથી વિરોધનું ઉપસ્થાપન કરીને દેખાતાં પદોમાં વિરોધનું ઉપસ્થાપન કરીને, સંશયને પેદા કરનારી તાદશી જ છે=સંશયકરણીભાષા જ છે એ પ્રમાણે જાણવું. I૭૮૫ ભાવાર્થ :(૯) અભિગૃહીતભાષા :
અભિગૃહીતભાષા અનભિગૃહીતભાષાથી વિપરીત છે તેથી કલ્યાણના અર્થી કોઈ શિષ્યને પોતાને કર્તવ્યરૂપે એકકાળમાં અનેક કાર્યો ઉપસ્થિત થાય અને તે સર્વકાર્યમાંથી કયું કૃત્ય બલવાન ઇષ્ટનું સાધન છે તેનો નિર્ણય કરવા અર્થે આપ્ત એવા ગુરુને પૂછે તેથી શાસ્ત્રથી પરિષ્કૃત મતિવાળા તે ગુરુ શિષ્યની ભૂમિકાને સ્મૃતિમાં લાવીને તે અનેક કાર્યમાંથી કયું કાર્ય અધિક ગુણવૃદ્ધિનું કારણ છે તેનો નિર્ણય કરીને જે એકતરનું અવધારણ કરે એવી ભાષા અર્થાત્ “હમણાં તને આ કર્તવ્ય છે” એ પ્રકારની ગુરુની અવધારણી ભાષા, અભિગૃહીતા ભાષા કહેવાય છે.
અનભિગૃહીતભાષાના આદેશાન્તરથી કરાયેલા લક્ષણને આશ્રયીને તેનાથી વિપરીત અભિગૃહીતભાષા તે આદેશાત્તરની અપેક્ષાએ કેવા પ્રકારની છે ? તે અથવાથી બતાવે છે –
જેમ કોઈ ઘટને જોઈને આ ઘટ છે એમ કહે ત્યારે તે વચન ડિત્ય ડવિન્દ જેવું નથી પરંતુ પ્રવૃત્તિ નિમિત્તક પદનું અભિધાન છે તેથી તે ભાષા અભિગૃહીત કહેવાય તેમ કોઈ ઉપદેશક શ્રોતાને તે રીતે ઉપદેશ આપે કે જેથી શ્રોતાને તે ઉપદેશ સાંભળીને કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ અને કઈ પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ તેનો યથાર્થ નિર્ણય થાય અને તે પ્રકારે નિર્ણય કરીને તે પ્રવૃત્તિ દ્વારા તે ગુણવૃદ્ધિને પ્રાપ્ત કરી શકે તેવી ભાષા અભિગૃહીતભાષા કહેવાય. (૧૦) સંશયકરણીભાષા :
અભિગૃહીતભાષા કહેવાઈ. હવે સંશયકરણીભાષા કહે છે – જે ભાષામાં બહુ અર્થને કહેનારા પદને સાંભળીને શ્રોતાને સંદેહ થાય છે. જેમ કોઈ કહે કે સૈધવ લાવ તે વખતે સૈન્ધવ શબ્દ લવણનો વાચક છે અને ઘોડાનો વાચક છે, છતાં ભોજનના પ્રકરણમાં પ્રયોગ કરાયેલો હોય તો લવણ લાવવાની ઉપસ્થિતિ થાય છે પરંતુ તેવું પ્રકરણ ઉપસ્થિત ન દેખાય અને સહસા કોઈ કહે કે સૈધવ લાવ તે શબ્દ સાંભળીને શ્રોતાને વક્તાના અભિપ્રાયમાં સંદેહ થાય છે તે રીતે ઉપદેશક પણ કેટલાંક વચનો ઉપદેશમાં તે રીતે કહે ત્યારે સંદેહ થાય. જેમ યોગ શબ્દ યોગમાર્ગનો વાચક છે અને મન-વચન-કાયાના વ્યાપારનો પણ વાચક છે તેથી ઉપદેશકાળમાં શ્રોતાને યોગશબ્દથી બન્ને અર્થની ઉપસ્થિતિ થાય તેવી સંભાવના હોય છતાં તેનો વિચાર કર્યા વગર કોઈક વચનપ્રયોગમાં યોગશબ્દનું કથન કરેલું હોય ત્યારે ઉપદેશકના તે વચનોથી શ્રોતાને અર્થનો સંશય થાય છે તે સંશયકરણીભાષા છે.
અહીં પ્રશ્ન થાય કે વચનપ્રયોગ સંશય કરાવે તેવો નથી પરંતુ શ્રોતાને પ્રકરણના પ્રતિસંધાનના