________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૬ उत्पन्नत्वेऽप्यनुमतिरूपोपाये कालविलम्बरूपानिष्टसाधनत्वशङ्कानिरासेनोपायेच्छोत्पादनेनेच्छानुलोमत्वनिर्वाहात् ।
'विध्यादिभिन्नप्रवृत्त्यप्रतिबन्धकवचनत्वमेवेच्छानुलोमत्वम्' इत्यपि कश्चित् ।।७६।। ટીકાર્ય :
પ્રથ0 .. શ્વત્ યાચિતવસ્તુનું જે નિષેધવચન તે ભગવાન વડે પ્રત્યાખ્યાતીભાષા કહેવાઈ છે. જે પ્રમાણે આ હું નહિ આપું ઇત્યાદિ વચનો પ્રત્યાખ્યાની ભાષા છે. પ્રાર્થિતનું એ=ગાથામાં કહેલ પ્રાર્થિતનું એ વચન, દુરાચરિતના નિષેધના વચનનું પણ ઉપલક્ષણ છે; કેમ કે હું પાપ કરીશ નહિ ઈત્યાદિ આકારનું તથાપણું છે પ્રત્યાખ્યાતીભાષાપણું છે. તે કારણથી નિષેધના વિષયમાં નિષેધની પ્રતિજ્ઞા જ પ્રત્યાખ્યાની છે. પ્રત્યાખ્યાતીભાષા કહેવાઈ. દ્રા હવે ઈચ્છાનુલોમભાષાને ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –
સ્વઈચ્છા વિષયપણારૂપ નિજ ઈણિતત્વ અને તેનું કથત=ગુરુના ઉત્તરરૂપે તું કર એ પ્રકારનું કથન, ઇચ્છાનુલોમભાષા જાણવી. જે પ્રમાણે – કોઈક પુરુષ કોઈક કાર્યના આરંભને કરતો કોઈક પુરુષને પૂછે છે “આ હું કરું ?” તે=જેને પૃચ્છા કરાય છે તે કહે છે – 'તમો કરો, મને પણ આ અભિપ્રેત છે.' ‘તિ’ શબ્દ ઇચ્છાનુલોમભાષાના દષ્ટાંતની સમાપ્તિ માટે છે.
અને અહીં=ઈચ્છાનુલોમભાષામાં, આપ્તની ઇચ્છાના વિષયપણાથી ઇચ્છાનુલોમત્વ છે=આપ્ત દ્વારા અપાયેલા પ્રત્યુત્તરમાં ઇચ્છાનુલોમત છે; કેમ કે સ્વઈષ્ટસાધનતાની શંકાના પ્રતિરોધથી=પૃચ્છા પૂર્વે પૃચ્છાના વિષયભૂત પોતાની ઈચ્છામાં સ્વઈષ્ટસાધનત્વની જે શંકા હતી તેનો ગુરુના પ્રત્યુત્તર વડે પ્રતિરોધથી, તેનો નિશ્ચય થવાને કારણે=આ કૃત્ય મારા ઈષ્ટનું સાધન છે તેનો નિશ્ચય થવાને કારણે, સ્વઈચ્છાથી અવિલંબન વડે પ્રાદુર્ભાવ હોવાથી=કાર્યનો પ્રાદુર્ભાવ હોવાથી, ઈચ્છાનુલોમપણું છે=આપ્તની ઈચ્છાતા વિષયપણારૂપે આપ્ત પુરુષની પ્રત્યુત્તરની ભાષામાં ઈચ્છાનુલોમત્વ છે. જેમાં પણ શિષ્યની પૃચ્છાના જે ઉત્તરમાં પણ, આ શોભન છે એ પ્રમાણે જ કહેવાય છે ત્યાં પણ, અર્થથી વક્તાની ઈચ્છાનું વિષયપણું પ્રતીત જ થાય છે માટે તે ઇચ્છાનુલોમભાષા છે=આ શોભન છે એ પ્રકારનું વચન ઈચ્છાનુલોમભાષા છે.
‘'થી શંકા કરે છે – જે ઇચ્છાનુલોમભાષામાં દીક્ષાની ઇચ્છાવાળા પણ પુરુષની પિતાદિની અનુમતિ માટે ગુરુને પૃચ્છા છે ત્યાં “યથા સુખ ઊપજે તેમ કર, પ્રતિબંધ કરતો નહિ" એ પ્રકારનો ઉત્તર છે ત્યાં=ગુરુના તે ઉત્તરમાં, ઇચ્છાનુલોમવ કેમ છે ? અર્થાત્ નથી; કેમ કે ઇચ્છાનું ઉત્પન્નપણું હોવાને કારણે ફરી ઈચ્છાનો અનુત્પાદ છે–દીક્ષા લેનાર પુરુષને પૃચ્છા પૂર્વે જ દીક્ષાની ઇચ્છાનું ઉત્પન્નપણું હોવાને કારણે ગુરુના પ્રત્યુત્તરથી ફરી ઈચ્છાનું ઉત્પાદન નથી, એ પ્રકારની શંકામાં