________________
૯૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૬
ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે ત્યાં-દીક્ષા લેનાર પુરુષના પ્રશ્નમાં, ઉપેયની ઈચ્છાનું ઉત્પન્નપણું હોવા છતાં પણ દીક્ષા ગ્રહણની ઈચ્છાનું ઉત્પાપણું હોવા છતાં પણ, અનુમતિરૂપ ઉપાયમાંe માતાપિતાની અનુમતિરૂપ ઉપાયમાં, કાલવિલંબરૂપ અનિષ્ટસાધતત્વની શંકાના નિરાસસ્વરૂપે કાલવિલંબ કરવો એ અનિષ્ટનું સાધન છે કે નહિ ? એ પ્રકારની શંકાનો ગુરુના ઉત્તર વડે નિરાસ થવા સ્વરૂપે, ઉપાયની ઈચ્છાના ઉત્પાદન દ્વારા=વિલંબ વગર દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છાના ઉત્પાદન દ્વારા, ઈચ્છાનુલોમત્વનો નિર્વાહ છેeગુરુના પ્રત્યુત્તરમાં ઇચ્છાનુલોમત્વનો નિર્વાહ છે. વિધિ આદિથી ભિન્ન પ્રવૃત્તિનું અપ્રતિબંધક-વચનત્વ જ ઈચ્છાનુલોમત્વ છે એ પ્રમાણે પણ કેટલાક કહે છે. ૭૬ ભાવાર્થ(૬) પ્રત્યાખ્યાનીભાષા :પ્રત્યાખ્યાનીભાષાનું લક્ષણ કરે છે – કોઈ સાધુ કોઈ વસ્તુની કોઈ પાસે યાચના કરે અને તે યાચિત વસ્તુનો તે પુરુષ નિષેધ કરે અર્થાતુ આ આપીશ નહિ એ પ્રમાણે કહે તે પ્રત્યાખ્યાની ભાષા છે.
વળી પ્રત્યાખ્યાનીભાષાના લક્ષણમાં પ્રાર્થિતનો નિષેધ એમ જે કહ્યું તે ઉપલક્ષણ છે તેથી દુરાચરિતમાં નિષેધનું લક્ષણ પણ પ્રત્યાખ્યાની ભાષા છે, આથી જ કોઈ વિવેકી ઉપદેશક પાસેથી પાપના સ્વરૂપનું જ્ઞાન કરીને તે પાપના પરિવારની ઇચ્છાવાળો પુરુષ પાપ નહિ કરવાના અધ્યવસાયની નિષ્પત્તિ અર્થે પચ્ચખ્ખાણ કરે છે તે પ્રત્યાખ્યાનીભાષા છે. ફક્ત “જ્ઞાત્વા અભ્યપેયકરણ” એ પ્રકારની ઉચિત પ્રવૃત્તિ જ પ્રત્યાખ્યાનરૂપ છે તેથી જેને પાપની પ્રવૃત્તિ મનથી, વચનથી અને કાયાથી કેવા પ્રકારની છે તેના સ્વરૂપનો બોધ છે તેમાંથી શક્તિ અનુસાર કરવાનો અભિલાષ છે અને શક્તિ અનુસાર કરવાના અભિલાષને આચરણારૂપે પ્રગટ કરવા અર્થે દઢ પ્રણિધાનપૂર્વક પ્રતિજ્ઞા કરે ત્યારે તે પાપને અનુકૂળ પ્રતિજ્ઞા અનુસાર જે પાપની નિવૃત્તિનો પરિણામ થાય છે તે પરિણામના કારણભૂત જે પ્રતિજ્ઞા વચન તે પ્રત્યાખ્યાની ભાષા છે. (૭) ઇચ્છાનુલોમભાષા :
આ રીતે પ્રત્યાખ્યાનીભાષાને કહીને ગાથાના ઉત્તરાર્ધથી ઇચ્છાનુલોમભાષાને કહે છે – કલ્યાણના અર્થીએ પોતાના કલ્યાણના પ્રયોજનથી જે કૃત્ય કરવાની ઇચ્છા થયેલ હોય તે ઇચ્છાના વિષયભૂત કૃત્યનું ગુરુને કથન કરે અને ગુરુ તેની સંમતિનું વચન કહે તે ઇચ્છાનુલોમભાષા છે. જેમ કોઈ શિષ્ય કોઈક કાર્ય આરંભ કરવાની ઇચ્છાવાળો હોય અને ગુરુને પૂછે કે હું આ કૃત્ય કરું ? અને ગુરુ ઉત્તર આપે કે તું કર મને પણ તે કાર્ય તું કરે એ અભિપ્રેત છે. ગુરુનું તે વચન ઇચ્છાનુલોમભાષા છે. કેમ ગુરુનું તે વચન ઇચ્છાનુલોમભાષા છે? તેથી કહે છે – આપ્ત એવા ગુરુની ઇચ્છાના વિષયપણાથી ગુરુનું તે વચન ઇચ્છાનુલોમભાષા છે.