________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૬, ૭૭ ન કહ્યું કે પ્રતિબંધને કરતો નહિ તો દીક્ષાર્થીને એટલો જ બોધ થાય તને દીક્ષા લેવાનો પરિણામ થયો છે તે પ્રમાણે તું સુખ ઊપજે તેમ કર, પરંતુ ગુરુએ તો સાથે કહ્યું છે કે પ્રતિબંધને કરતો નહિ તેથી આપ્ત એવા ગુરુના વચનથી યોગ્ય એવા શ્રોતાને નિર્ણય થાય છે કે માતાપિતાની અનુમતિરૂપ ઉપાયમાં કાલવિલંબ કરવો તે અનિષ્ટનું સાધન છે; કેમ કે મારામાં સંયમની યોગ્યતા છે તેવો નિર્ણય ગુરુને છે તેથી જો હું કાલવિલંબ કરીશ તેટલા અંશમાં મારા મનુષ્યભવનો સાધનાનો કાળ વ્યર્થ જશે જે અનિષ્ટનું સાધન છે માટે મારે માતાપિતાના વચનથી પણ ગૃહવાસનો પ્રતિબંધ કરીને કાલવિલંબ કરવો ઉચિત નથી તેવો નિર્ણય ગુરુના પ્રત્યુત્તરથી થવાથી શક્ય એટલું શીઘ માતાપિતાની અનુમતિ લઈને મારે સંયમ ગ્રહણ કરવું જોઈએ એ રૂપ સંયમના ઉપાયમાં ઇચ્છાનું ઉત્પાદન ગુરુના વચનથી થાય છે માટે આપ્ત એવા ગુરુના તે વચનમાં ઇચ્છાનુલોમ7 ભાષાનો નિર્વાહ છે.
વળી કેટલાક તાર્કિકો ઇચ્છાનુલોમભાષાનું લક્ષણ કરતાં કહે છે કે વિધિ આદિ ભાષાથી ભિન્ન એવી ભાષાથી થનારી જે પ્રવૃત્તિ તેનું અપ્રતિબંધક એવું વચનપણું તે ઇચ્છાનુલોમભાષા છે. તેથી એ પ્રાપ્ત થાય કે યોગ્ય જીવો કલ્યાણ અર્થે જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિમાં પ્રતિબંધક ન બને તેવું વચન વિધિ આદિ ભાષામાં પણ છે અને ઇચ્છાનુલોમભાષામાં પણ છે. જેમ પ્રજ્ઞાપનીભાષામાં યોગ્ય શિષ્યને ગુરુ કહે કે આ કૃત્ય તારે કર્તવ્ય છે તે સાંભળીને આપ્ત એવા ગુરુના વચનથી તે પ્રકારની પ્રવૃત્તિ કરવાના પરિણામ યોગ્ય શિષ્યને થાય છે તેથી પ્રવૃત્તિનું અપ્રતિબંધક વચનપણું પ્રજ્ઞાપની ભાષામાં છે.
વળી યોગ્ય ગુરુ યોગ્ય શિષ્યને કોઈ કૃત્યવિષયક કહે કે તું આ કૃત્ય કરે ત્યારે તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં અપ્રતિબંધક વચનપણું આજ્ઞાપની ભાષામાં પણ છે, વળી ઇચ્છાનુલોમભાષામાં પણ પોતાને જે કૃત્ય કરવાની ઇચ્છા છે તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં અપ્રતિબંધક વચનપણું ગુરુની ઇચ્છાનુલોમભાષામાં છે. તેથી પ્રવૃત્તિ અપ્રતિબંધક વચનપણું લક્ષણ કરવામાં આવે તો આજ્ઞાપની, પ્રજ્ઞાપની અને ઇચ્છાનુલોમભાષા એ ત્રણ ભાષા સાધારણ લક્ષણ બને, તેના નિવારણ માટે વિધિ આદિથી ભિન્ન વિશેષણ આપેલ છે તેથી વિધિ આદિથી ભિન્ન એવી જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિનું અપ્રતિબંધક એવું વચનપણું ઇચ્છાનુલોમભાષાનું લક્ષણ છે. ll૭૬ાા અવતરણિકા -
उक्ता इच्छानुलोमा ७। अथाऽनभिगृहीतामाह - અવતરણિકાર્ય :ઈચ્છાનુલોમભાષા કહેવાઈ. હા હવે અનભિગૃહીતભાષાને કહે છે –
ગાથા :
सा होइ अणभिग्गहिया, जत्थ अणेगेसु पुट्ठकज्जेसु । एगयराणवहारणमहवा डित्थाइयं वयणं ।।७७।।