________________
૮૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ- ૨ | સ્તબક-૪ | ગાથા-૭૫
ભાવાર્થ(૪) પૃચ્છનીભાષા :
કોઈ મહાત્માને તત્ત્વને જાણવાની ઇચ્છા થાય તેથી ઉચિત સ્થાને તત્ત્વને જાણવા માટે જિજ્ઞાસિત અર્થની પૃચ્છા કરે તે ભાષાને પૃચ્છનીભાષા કહેવાય છે. આ પ્રકારનું લક્ષણ કરવાથી ભગવાનને નિગ્રહ કરવાના આશયથી સોમિલ બ્રાહ્મણે જે પ્રશ્નો કરેલા ત્યાં પણ કોઈને ભ્રમ થાય કે તે પૃચ્છનીભાષા છે.
જેમ સોમિલ બ્રાહ્મણે ભગવાનનો પરાભવ કરવા અર્થે વિચારેલ હું ભગવાનને પ્રશ્ન કરું કે “તમે એક છો કે બે છો ?” વળી વિચારેલ કે ભગવાન એક છે એમ કહેશે તો હું તેમના વચનથી જ તેમનો આ રીતે પરાભવ કરીશ. બે છે એમ કહેશે તો હું આ રીતે તેમના વચનથી જ તેમનો પરાભવ કરીશ. આ રીતે વિકલ્પ કરીને ભગવાનને પ્રશ્ન કર્યા છે. સોમિલ બ્રાહ્મણે તત્ત્વને જાણવાની જિજ્ઞાસાથી પ્રશ્ન કરેલ નથી પરંતુ છલપૂર્વક ભગવાનનો પરાભવ કરવાના આશયથી પૃચ્છા કરી છે. સોમિલના પ્રશ્નની ભાષા પ્રચ્છનીભાષાથી અલક્ષ્ય છે તેથી તેમાં પૃચ્છનીભાષાનું લક્ષણ જતું નથી.
જિજ્ઞાસાથી જે અર્થની પૃચ્છા કરાય છે ત્યાં જ પૃચ્છનીભાષાનું લક્ષણ જાય છે. જેમ કોઈ મહાત્મા કોઈક પ્રયોજનથી પૂછે કે તમે ક્યાંથી આવ્યા છો ? અથવા વિહાર કરીને ક્યાં જશો ? તે જિજ્ઞાસિત અર્થની પૃચ્છારૂપ હોવાથી પૃચ્છનીભાષા છે.
વળી તત્ત્વની જિજ્ઞાસાથી પણ શાસ્ત્રમાં કહ્યું કે કેટલા પ્રકારના જીવો કહેવાયા છે ?' આ પ્રકારનો જે ગૌતમસ્વામીનો પ્રશ્ન છે તે પૃચ્છનીભાષા છે, તેથી તેવી ભાષાને લક્ષ્ય કરીને તેમાં પૃચ્છનીભાષાનું લક્ષણ પ્રાપ્ત થાય છે. બહુલતાએ આ પૃચ્છનીભાષા તત્ત્વને જાણવાના પ્રયોજનથી પ્રવર્તે છે. તે સિવાય સોમિલ બ્રાહ્મણની જેમ કે અન્ય કોઈ પ્રયોજનથી પુછાયેલી ભાષા હોય તે સ્થૂલથી પૃચ્છનીભાષા સદશ દેખાય પરંતુ પરમાર્થથી મૃષાભાષા જ છે. (૫) પ્રજ્ઞાપનીભાષા :
પૃચ્છનીભાષા બતાવ્યા પછી હવે ગાથાના ઉત્તરાર્ધથી પ્રજ્ઞાપનીભાષા કહે છે – વિનીત શિષ્યમાં વિધિનો જે ઉપદેશ છે તે પ્રજ્ઞાપની ભાષા છે. વિધિનો ઉપદેશ પ્રજ્ઞાપનીભાષામાં શું છે ? તે સ્પષ્ટ કરે છે – | વિનીત શિષ્યને કર્તવ્યત્વના પ્રતિપાદકના પ્રત્યય થાય છે=કર્તવ્યત્વનો બોધ થાય છે. જેમ યોગ્ય શિષ્યને ગુરુ કહે કે પ્રાણિવધથી નિવૃત્ત થયેલા જીવો દીર્ધાયુષવાળા થાય છે તે વચનને સાંભળીને વિનીત શિષ્યને બોધ થાય કે કોઈ જીવને પીડા થાય, કોઈ જીવનો પ્રાણનાશ થાય તેવી મન, વચન કાયાથી મારે પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ તેથી પ્રાણિવધના નિવૃત્તિમાં કર્તવ્યત્વનો પ્રતિપાદક એવો બોધ એ વિધિવાદ છે અથવા તેવો બોધ કરાવે એવું વાક્ય તે વિધિવાદ છે, તેથી ઉપદેશકે યોગ્ય શિષ્યને કહ્યું હોય કે પ્રાણિવધથી નિવૃત્ત જીવો દીર્ધાયુષવાળા થાય છે તે વાક્ય કર્તવ્યત્વના પ્રતિપાદક એવા બોધથી ઘટિત છે માટે તેવું ગુરુનું વચન