________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૫
૮૩
વળી અહીં પ્રસ્તુત=ગ્રંથમાં વિસ્તાર કરાતો નથી; કેમ કે ગ્રંથાતરનો પ્રસંગ છે=ગ્રંથમાં અપેક્ષિત વિસ્તારથી અધિક વિસ્તારનો પ્રસંગ છે. પ્રજ્ઞાપની ભાષામાં દષ્ટાંત બતાવે છે – જે પ્રમાણે પ્રાણિવધથી નિવૃત્ત થયેલા જીવો દીર્ઘ આયુષ્યવાળા થાય છે ત્તિ” શબ્દ દગંતની સમાપ્તિ માટે છે. આ ઉપલક્ષણ છે પ્રાણિવધથી નિવૃત્ત જીવો દીર્ધાયુષ્ય બાંધે છે એ કથન ઉપલક્ષણ છે. તેનાથી શું ઉપલલિત થાય છે ? તે બતાવે છે – હિંસાદિની પ્રવૃત્તિ કર્યો છતે જીવ દુઃખી થાય છે ઈત્યાદિ નિષેધ ઉપદેશનું પણ ઉપલક્ષણ છે એમ અવય છે અને કહેવાયું છે –
“પ્રાણિવાથી નિવૃત્ત જીવો દીર્ધાયુષ્યવાળા અને રોગવગરના થાય છે એ વગેરે વીતરાગ વડે પ્રજ્ઞાપની ભાષા કહેવાઈ છે.” ()
અને આ રીતે =અત્યાર સુધી પ્રજ્ઞાપતી ભાષાનું વર્ણન કરાયું એ રીતે, ભયઅપ્રયોજ્યપ્રવૃત્તિજનક ઈચ્છાપ્રયોજકભાષાપણું આનું પ્રજ્ઞાપનીભાષાનું, લક્ષણ છે.
ગ્રંથકારશ્રી વડે કરાયેલ લક્ષણનું સ્પષ્ટીકરણ કરે છે – આજ્ઞાપની ભાષામાં લક્ષણના વારણ માટે ભયઅપ્રયોજ્ય વિશેષણ છે અને તજ્જતક ઈષ્ટસાધતતા જ્ઞાતજનકપણાથીeતે પ્રવૃત્તિના જનક એવા વચનમાં ઈષ્ટસાધતતાના જ્ઞાનના જનકપણાથી, વિધિનું તાદશ ઈચ્છા પ્રયોજકપણું છે=ભયઅપ્રયોજ્યપ્રવૃત્તિજનક ઈચ્છા પ્રયોજકપણું છે અને વાક્યાતરનું હિંસાની પ્રવૃત્તિ કરાવે છતે જીવો દુઃખી થાય છે એ રૂપ વાક્યાત્તરવું, વિધિના ઉજ્ઞાયકપણાથી=પ્રાણિવધાદિમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ એ પ્રકારે વિધિના ઉજ્ઞાયકપણાથી, તાદશ ઈચ્છાનું પ્રયોજ્યપણું છે. વળી વિધિવાક્યમાં કાર્યકારણભાવ કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
અહિંસામાં તત્પર જીવો દીર્ધાયુષી થાય છે ઈત્યાદિ ઉપદેશોમાં ઉદ્દેશ્ય, વિધેયભાવના મહિમાથી જ=અહિંસાપર જીવોને ઉદ્દેશીને દીર્ધાયુષનું વિધાન કર્યું તેથી અહિંસાપર જીવોમાં ઉદ્દેશભાવ છે અને દીર્ધાયુષ થાય છે એમાં વિધેયભાવ છે તેના મહિમાથી જ, અહિંસા દીર્ધાયુષ આદિનો હેતુ-હેતુમદ્ભાવનો લાભ છે=અહિંસા દીર્ધાયુષનો હેતુ છે અને દીર્ધાયુષ અહિંસાપાલનનું કાર્ય છે એ પ્રકારે શ્રોતાને બોધ થાય છે અને તેનાથી આહત્ય શીઘ, વિવેકીઓની પ્રવૃત્તિ છે એ પ્રમાણે પણ કહે છે અર્થાત્ પ્રસ્તુત પ્રજ્ઞાપનીભાષાથી કૃતિસાધ્યત્વાદિ જ્ઞાનથી તો પ્રવૃત્તિ છે પરંતુ ઉદ્દેશ્ય, વિધેયભાવથી કાર્યકારણને ભાવનો બોધ થવાને કારણે પણ વિધેયની પ્રવૃત્તિ છે એમ પણ પ્રજ્ઞાપતીભાષાના લક્ષણને જાણનારા કહે છે. I૭પા