________________
૮૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સબક-૪ | ગાથા-૭૪
ભિક્ષાના દાનમાં મુખ્ય દાતૃત્વ છે અને ઉપદેશના દાનમાં ગૌણ દાતૃત્વ છે તેમ સ્વીકારવામાં કોઈ વિનિગમક નથી. વસ્તુતઃ સંયમવૃદ્ધિના અર્થી સાધુ ભિક્ષાની યાચના કરે છે અને ભિક્ષાની પ્રાપ્તિ દ્વારા સંયમની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે તેમ આરોગ્ય, બોધિલાભના અર્થી વિવેકી મહાત્માઓ ભગવાન પાસે તેવી યાચના કરીને વિશેષ પ્રકારના આરોગ્ય અને બોધિલાભને અનુકૂળ સદ્વર્યને ઉલ્લસિત કરે છે, તેથી ભગવાનની પ્રાર્થનાથી જ તેઓને વિશેષ પ્રકારના આરોગ્યની અને બોધિલાભની પ્રાપ્તિ થઈ છે. તેથી ભિક્ષામાં જેમ ભિક્ષા આપનારમાં દાતૃત્વ છે તેમ ભગવાનમાં મોક્ષમાર્ગના ઉપદેશનું દાતૃત્વ છે અને જેમ યાચના કરનારને ભિક્ષાની પ્રાપ્તિથી સંયમની વૃદ્ધિ થાય છે તેમ વિવેકી સાધુને કે શ્રાવકને ભગવાન પાસે કરાયેલી યાચનાથી થયેલા શક્તિના પ્રકર્ષને કારણે આરોગ્ય અને બોધિલાભ પ્રાપ્ત થાય છે અર્થાત્ આરોગ્યની વૃદ્ધિને અને બોધિલાભની વૃદ્ધિને અનુકૂળ શક્તિનો પ્રકર્ષ થાય છે માટે ભગવાનનું દાતૃત્વ ગૌણ નથી પરંતુ ભિક્ષા દાતૃત્વ તુલ્ય જ છે, આથી જ કહેલ છે કે પ્રાર્થનાના વિષયભૂત ઉપાયની પ્રાપ્તિમાં પણ જેઓ તેના ઉપાયનું સેવન કરતા નથી તેઓની ભગવાન પાસે કરાયેલી પ્રાર્થના પરમાર્થથી મૃષા જ છે; કેમ કે પ્રાર્થના દ્વારા આરોગ્ય અને બોધિલાભ સેવવાને અનુકૂળ લેશ પણ પરિણામ તેઓ કરતા નથી પરંતુ ક્ષુલ્લક સાધુ દ્વારા કુંભારને કરાયેલ “મિચ્છા મિ દુક્કડતુલ્ય પ્રાર્થના માત્ર કરે છે જેનાથી પ્રાર્થનાના વિષયભૂત કોઈ અર્થની પ્રાપ્તિ તેઓને થતી નથી માટે પ્રાર્થનાના વિષયભૂત વસ્તુના અનર્થી જીવ પ્રાર્થના કરે તો તે પ્રાર્થના મૃષા જ કહેવાય. જેમ કોઈ કહે કે મને ભિક્ષા આપો અને ભિક્ષા ગ્રહણ ન કરે તો કહેવાય કે આ વ્યક્તિ ભિક્ષાની પ્રાર્થના કરે છે તે મૃષા છે તેમ ભગવાન પાસે આરોગ્યની અને બોધિલાભની પ્રાર્થના કર્યા પછી પોતાની શક્તિ અનુસાર આરોગ્યનું અને બોધિલાભનું કારણ ભગવાનનો ઉપદેશ પરિણમન પમાડવા માટે યત્ન ન કરે તેઓ મૃષા જ બોલે છે. તેથી એ ફલિત થાય કે જેમ ભિક્ષાની યાચનામાં દાતા ભિક્ષા આપે છે તેમ ભગવાનની પ્રાર્થનામાં ભગવાને જે ઉપદેશ આપેલો તે ઉપદેશ જ પોતાને વિશેષરૂપે પ્રાપ્ત થાય છે માટે ભગવાનમાં મુખ્ય દાતૃત્વ છે ફક્ત ગાથાના ઉત્તરાર્ધના ઉત્થાનમાં જે કહ્યું કે ભગવાન કાંઈ આપતા નથી તે કથન સાક્ષાત્ આપવાની ક્રિયાને આશ્રયીને માંગવાના કાળમાં ભગવાન કાંઈ આપતા નથી તેને આશ્રયીને છે અને આવશ્યકનિયુક્તિની સાક્ષીથી બતાવ્યું કે ભગવાનમાં દાતૃત્વ છે તે સર્વ તીર્થકરોએ ઉપદેશ આપેલો છે તે અપેક્ષાએ ભગવાન દાતા છે અને ભગવાનના શાસનને પામીને જેઓ તેમના ઉપદેશને સમ્યક પરિણમન પમાડવા યત્ન કરે છે તે જીવોમાં ભગવાનનું દાતૃત્વ પરમાર્થથી પ્રાપ્ત થાય છે અને જેઓ માત્ર તે તે સૂત્રો બોલે છે પરંતુ ભગવાનના ઉપદેશને જાણવાને અભિમુખ થતા નથી તેઓની તે પ્રાર્થનાથી વર્તમાનમાં પણ કાંઈ મળતું નથી અને જન્માત્તરમાં પણ કાંઈ પ્રાપ્ત થવાનું નથી. આથી જ આવશ્યકનિયુક્તિમાં કહ્યું કે ભગવાનના વચનરૂપ બોધિને પ્રાપ્ત કરીને જેઓ તે વચનના પરમાર્થને જાણવા માટે કાંઈ કરતા નથી તેઓને તે પ્રાર્થના વચન નિરર્થક છે તે બતાવવા માટે ‘ઉન્ન તારૂ' એ અસૂયા વચન કહે છે અર્થાત્ તે પ્રાર્થનાને નહિ સહન કરતાં આચાર્ય કહે છે – કયા મૂલ્યથી તું બોધિને પ્રાપ્ત કરીશ ? અર્થાતુ વર્તમાનમાં શક્તિ અનુસાર જિનવચનના પરમાર્થને જાણવા માટે કરાયેલા યત્નથી જે સૂક્ષ્મબોધ થયો છે અને જે જિનવચન પ્રત્યે રાગ થયો છે તે મૂલ્યથી જન્માન્તરમાં બોધિ