________________
૭૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સ્તબક-૪ | ગાથા-૭૪
ભક્તિથી પ્રયુક્ત એવી આ યાચનીભાષા, વિષય વગર પણ=તીર્થંકર પાસેથી યાચિત વિષયની અપ્રાપ્તિ હોવાને કારણે વિષય વગર પણ, ગુણથી=અસત્યામૃષાલક્ષણરૂપ ગુણથી, યુક્ત છે, વળી નિશ્ચયથી સત્યાંતપ્રવેશલક્ષણ ગુણથી યુક્ત છે, પરંતુ દુષ્ટ નથી એ પ્રકારનો ભાવ છે. આથી જ કહેવાયું છે –
“ભાષા અસત્યામૃષા છે, ફક્ત ભક્તિથી બોલાયેલી આ છે=ભગવાન પાસે પ્રાર્થનાવચન છે, ક્ષીણ પ્રેમ-દ્વેષવાળા ભગવાન સમાધિ અને બોધિ આપતા નથી.” (આવશ્યકનિર્યુક્તિ ગાથા-૧૦૯૫).
પરમાર્થથી તેઓમાં=ભગવાનમાં દાતૃત્વ છે જ. આથી જ ભગવાનમાં દાતૃત્વ છે આથી જ, કહેવાયું છે – “જે તેઓ વડે દાતવ્ય છે તે સર્વ જિનેશ્વરો વડે અપાયું છે. . શું અપાયું છે ? તે સ્પષ્ટ કરે છે – દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ અપાયો છે.” (આવશ્યકતિર્થંક્તિ ગાથા-૧૦૯૬)
અને આત્રમાર્ગના ઉપદેશનું દાતૃત્વ, ગૌણ જ છે એમ ન કહેવું; કેમ કે દાતૃત્વાંતરનાકઉપદેશ સિવાય સાક્ષાત્ દેયવસ્તુરૂપ બાહ્યપદાર્થના દાતામાં વર્તતા દાતૃત્વાંતરના, તથાત્વમાં મુખ્યત્વમાં, વિનિગમકનો અભાવ છે અને પ્રાર્થિત ઉપાયની પ્રાપ્તિમાં પણ તેના અકરણમાં ઉપાયના અકરણમાં, પ્રાર્થના પરમાર્થથી મૃષા જ છે.
તે કહેવાયું છેઃપ્રાર્થિતના ઉપાયમાં શક્તિ અનુસાર અપ્રવૃત્તિ હોતે છતે પ્રાર્થના મૃષા છે એમ કહ્યું તે આવશ્યકતિર્થંક્તિમાં કહેવાયું છે –
બોધિને પ્રાપ્ત કરીને નહિ કરતો=જિનવચનના પરમાર્થને જાણવા યત્ન નહિ કરતો, અને અનાગતને પ્રાર્થતા=ભવિષ્યમાં ભગવાનના શાસનની પ્રાપ્તિ થાઓ એ રૂપ બોધિની પ્રાર્થના કરતો, કયા મૂલ્યથી તું બોધિને પ્રાપ્ત કરીશ.” (આવશ્યકનિર્યુક્તિ ગાથા-૧૧૦૦)
છે ‘ટાણું એ પદ અસૂયા અર્થમાં નિપાત છે. આ પ્રમાણે સ્વબુદ્ધિથી ઊહ કરવો યાચતીભાષાના સ્વરૂપનો સ્વબુદ્ધિથી ઊહ કરવો. ૭૪ ભાવાર્થ :- . (૩) યાચનીભાષા :
તે યાચનીભાષા છે જેમાં પોતાની ઇચ્છાના વિષયભૂત કોઈક વસ્તુની યાચના કરાય છે. જેમ સુસાધુ ભિક્ષા અર્થે જાય ત્યારે કહે કે “મને ભિક્ષા આપો' તો તે ભાષા યાચનીભાષા કહેવાય.
વળી સત્યભાષા પદાર્થના પારમાર્થિક સ્વરૂપને બતાવનાર છે, અસત્યભાષા વિપરીત તત્ત્વને બતાવનાર છે, જ્યારે યાચનીભાષા સત્યભાષા જેવી પણ નથી, અસત્યભાષા જેવી પણ નથી અને મિશ્રભાષા જેવી પણ નથી; તેથી અસત્યામૃષારૂપ ચોથા ભેદમાં અંતર્ભાવ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાન પાસે આરોગ્ય, બોધિલાભ આદિની યાચના કરાય છે અને ભગવાન