________________
૪3
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૫૮
સો રૂપિયા આપીશ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પચાસ રૂપિયા આપવામાં અમૃષાભાષીપણું વાસ્તવિક વ્યવહાર કરાતું નથી પરંતુ તત્કાર્યકારિવારિરૂપ ગૌણ જ અમૃષાભાષીપણું વ્યવહાર કરાય છે. આથી જ સો રૂપિયા આપવાનું કહીને પચાસ રૂપિયા આપવામાં વાસ્તવિક મૃષાપણું છે જ આથી જ, તેનું પચાસ રૂપિયા આપીને સો રૂપિયા આપ્યા છે એ વાણીથી લોકોને સાક્ષી કરતા એવા તેનું મૃષાભાષીપણાથી જ વિગ્રહ છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે તે સ્થાનમાં=સો રૂપિયા કહીને પચાસ રૂપિયા આપે તે સ્થાનમાં, આંશિક મૃષાભાષીપણું નહિ અપાયેલાના અપલાપ દ્વારા નિગ્રહનું પ્રયોજકપણું છે. અન્યથા–આંશિક મૃષાભાષિત્વથી અદત્તના અપલાપ દ્વારા નિગ્રહનું પ્રયોજકપણું ન સ્વીકારવામાં આવે તો, થયેલા અને તહિ થયેલાના વિષયના ભેદથી ઉત્પન્ન મિશ્રભાષામાં થયેલા બાળકના અને નહિ થયેલા બાળકના વિષયના ભેદથી, પ્રકૃતિ પ્રયોગના ઉચ્છેદનો પ્રસંગ આવે ઉત્પન્ન મિશ્રિતરૂપ મિશ્રભાષાના પ્રયોગના ઉચ્છેદનો પ્રસંગ આવે.
અને દશસંખ્યાની પર્યાપ્તિનો આજે થયેલા બાળકોમાં બાધ હોવાથી સર્વથા મૃષાપણું છે, એવું ન માનવામાં આવે તો=પાંચ ઉત્પન્ન થયેલા બાળકોમાં દશ સંખ્યાની પર્યાપ્તિ નહિ હોવાને કારણે તે ભાષાને મૃષાભાષા સ્વીકારવામાં ન આવે તો એક બે નથી એવો પ્રયોગ થાય નહિ, એમ ન કહેવું; કેમ કે દશમાં દશ બાળકોમાં, આ કાળમાં ઉત્પત્તિરૂપ અભેદ અંશથી સંવાદ છે એ પ્રકારે દિશાસૂચન છે=દશ બાળકોમાં વર્તમાનકાળની ઉત્પત્તિનો અભેદ અંશ કરવાથી કંઈક સત્ય અને કાંઈક અસત્ય અંશરૂપ મિશ્રભાષાની પ્રાપ્તિ છે. એ રીતે=જે રીતે દશ સંખ્યામાં ઉત્પન્ન મિશ્રભાષા બતાવી એ રીતે, અન્યત્ર પણ ઊહ કરવો જોઈએ. પ૮II ભાવાર્થ :(૧) ઉત્પન્નમિશ્રિતમિશ્રભાષા :
ઉત્પન્નમિશ્રભાષાનું લક્ષણ કરવા અર્થે ‘ગસ્થ'થી માંડીને ગાથાનો વિશેષ અંશ ઉદ્દેશ્યનો નિર્દેશ કરે છે. તેથી તે અંશને ઉદ્દેશીને ગાથાના પૂર્વાર્ધમાં કહેલ અંશ ઉત્પન્ન મિશ્રભાષાનું વિધાન કરે છે, જેનાથી ઉત્પન્ન મિશ્રભાષાના લક્ષણની પ્રાપ્તિ છે. જેમ કોઈક સ્થાનમાં પાંચ પુત્રો ઉત્પન્ન થયા હોય અને પાંચ અન્ય પુત્રો હજુ થયા નથી તોપણ નજીકમાં થવાની સંભાવનાને સામે રાખીને કહે કે આજે દશ પુત્રો થયા છે. તેથી તેનું વચન અર્ધસત્ય છે; કેમ કે આજે પાંચ જ પુત્રો થવા છતાં અનુત્પન્નભાવની સંખ્યાને ગ્રહણ કરીને દશ પુત્રો થયા છે એમ કહેવામાં આવે ત્યારે ઉત્પન્ન અને અનુત્પન્ન એ બે અંશોથી મિશ્રિત વસ્તુમાં ઉત્પન્ન થયા છે એ પ્રકારનો પ્રયોગ હોવાથી તે ભાષા મિશ્રભાષા છે.
વળી ક્યારેક દશથી અધિક પુત્રો થયા હોય તો પણ કોઈક વિચાર્યા વગર સામાન્યથી કહે કે દશ પુત્રો થયા છે તે સ્થાનમાં પણ અધિક ઉત્પન્નનો અપલાપ કરનાર તે વચનપ્રયોગ હોવાથી ઉત્પન્ન મિશ્રભાષા છે; કેમ કે દશ અંશમાં સત્ય છે અને અધિક અંશમાં અસત્ય છે. પાંચ પુત્રો થયા હોય અને દશ થયા