________________
४५
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૫૯, ૬૦
ગાથાર્થ -
જ્યાં=જે ભાષામાં, વિગત=પ્રસ્ત પદાર્થો, અવિગત એવા અન્યની સાથે સંખ્યા પૂરણ માટે મિશ્રિત કહેવાય છે તે તે ભાષા, નક્કી વિગતમિશ્રિત છે. II૫II
ટીકા ઃ
खल्विति निश्चये, सा भाषा विगतमिश्रिता भण्यते यत्र = यस्यां विगताः = प्रध्वस्ताः पदार्थाः, संख्यायाः पूरणार्थमन्यैः अविगतैः = अप्रध्वस्तैः सार्धं मिश्रिता भण्यन्ते, यथा-एकं ग्राममधिकृत्य न्यूनाधिकेषु विगतेषु 'अद्य दश वृद्धा विगता' इत्युदाहरणम् २।।५९।।
ટીકાર્ય ઃ
खल्विति ફત્તુવાદરામ્ ૨ || ‘હતુ’ શબ્દ નિશ્ચય અર્થમાં છે. તે ભાષા વિગતમિશ્રિત કહેવાય છે જે ભાષામાં વિગત=નાશ પામેલા પદાર્થો, નહિ નાશ પામેલા એવા અન્ય પદાર્થોની સાથે સંખ્યા પૂરણ માટે મિશ્રિત કહેવાય છે. જે પ્રમાણે એક ગામને આશ્રયીને જે કારણથી જૂનાધિક વિગત થયે છતે=દશ સંખ્યાથી ન્યૂન સંખ્યામાં કે અધિક સંખ્યામાં મૃત્યુ પામે છતે, આજે દશ વૃદ્ધો મૃત્યો પામ્યા એ પ્રકારનું ઉદાહરણ છે. ૫૯
ભાવાર્થ:
(૨) વિગતમિશ્રિતમિશ્રભાષા :
ઉત્પન્નમિશ્રિત ભાષામાં ઉત્પન્નને આશ્રયીને મિશ્રભાષા બોલાય છે તે પ્રકારે જ નાશ થયેલા પદાર્થોનો સંગ્રહ કરીને જે મિશ્રભાષા બોલાય છે તે વિગતમિશ્રભાષા છે. જેમ કોઈક નગરમાં બે સાધુ કાળ કરી ગયા હોય છતાં બે દિવસ પૂર્વે જે બે સાધુ કાળ કરી ગયા હોય તેનો સંગ્રહ કરીને કોઈ સાધુ કહે કે આજે ચાર સાધુ કાળ કરી ગયા. આ પ્રકારની મિશ્રભાષા બોલવા પાછળ કોઈ ભાવ ન હોય છતાં શિષ્ટ આચાર પ્રમાણે સાધુએ નિષ્પ્રયોજન બોલવું જોઈએ નહિ અને પ્રયોજનથી જે બોલે તે પણ યથાર્થ પદાર્થને સ્પર્શીને જ બોલે જેથી પ્રવચનનું માલિન્ય ન થાય અને મૂઢની જેમ નિર્વિચા૨ક થઈને બોલવાની વૃત્તિ ન થાય. તેથી કહેવાનું પ્રયોજન ઉપસ્થિત થયું હોય તો સુસાધુ હંમેશાં બે સાધુ કાળ કરી ગયા હોય ત્યારે એમ જ કહે કે આજે બે સાધુ કાળ કરી ગયા છે. અનાભોગ આદિથી પણ પૂર્વના કાળ કરી ગયેલા સાધુને મિશ્રિત કરીને કહે તો વિગતમિશ્રિતભાષા બોલવારૂપ કર્મબંધની પ્રાપ્તિ થાય છે. Iપા
.....
અવતરણિકા :
उक्त विगतमिश्रिता । अथोत्पन्नविगतमिश्रितामाह -
અવતરણિકાર્ય :
વિગતમિશ્રિતભાષા કહેવાઈ. હવે ઉત્પન્નવિગતમિશ્રિતભાષાને કહે છે