________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૬૮
ટીકાર્થ ઃ
સ્પષ્ટા ।। ગાથા સ્પષ્ટ હોવાથી ટીકાકારશ્રીએ ટીકા કરેલ નથી. II૬૮।।
૬૫
ભાવાર્થ -
ત્રીજા સ્તબકનું નિગમન કરતાં ગાથાના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે કે શાસ્ત્રસિદ્ધ સત્યામૃષાભાષા અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે બતાવાઈ. સત્યામૃષાભાષાના જે ભેદો છે, તે ગ્રંથકારશ્રીએ સ્વયં કર્યા નથી પરંતુ દશવૈકાલિકસૂત્ર આદિ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી સાધુને વાગ્ગુપ્તિ અર્થે અને ભાષાસમિતિ અર્થે ભાષાના જ્ઞાનના અંગભૂત આ દશ ભેદો છે, જેના જ્ઞાનથી સુસાધુ મિશ્રભાષાના પ્રયોગનો પરિહાર કરી શકે છે. વળી ગાથાના ઉત્તરાર્ધથી અસત્યામૃષારૂપ ચોથા ભાષાના ભેદને કહેવાની પ્રતિજ્ઞા ગ્રંથકા૨શ્રી કરે છે. છતા