________________
૬૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૬૯-૭૦-૭૧
ટીકાર્ચ -
યા. વેતિ છે જે=ભાષા, ત્રણેમાં પણ સત્યા, મૃષા, સત્યામૃષારૂપભાષામાં અનધિકૃત છે અંતર્ભાવિત નથી. આના દ્વારા જે ભાષા ત્રણે પણ ભાષામાં અંતર્ભાવિત નથી એના દ્વારા, ઉક્ત ભાષાત્રયથી વિલક્ષણ ભાષાપણું આનું લક્ષણ અસત્યામૃષાભાષાનું લક્ષણ, કહેવાયું. વળી આરાધના, વિરાધનામાં ઉપયુક્ત નથી જે ભાષા ઉપયુક્ત નથી તે અસત્યામૃષાભાષા છે એમ અવય છે. આના દ્વારા પણ અસત્યામૃષાભાષાના સ્વરૂપને કહેનારા બીજા કથન દ્વારા પણ, પરિભાષાથી નિયંત્રિતત્રશાસ્ત્રીય પરિભાષાથી નિયંત્રિત, અનારાધક-વિરાધકપણારૂપ લક્ષણાત્તર=પ્રથમ લક્ષણ કરતાં અન્યલક્ષણ આક્ષિપ્ત છે. આ અસત્યામૃષાભાષા બાર પ્રકારની કહેવાઈ છે તે આ પ્રમાણે (૧) આમંત્રણી, (૨) આજ્ઞાપની, (૩) યાચની, (૪) પૃચ્છની, (૫) પ્રજ્ઞાપતી, (૬) ઈચ્છાનુલોમ, (૭) અનભિગૃહીતા, (૮) અભિગૃહીતા, (૯) સંશયકરણી, (૧૦) વ્યાકૃતા અને (૧૨) અવ્યાકૃતા.
ત્તિ' શબ્દ બાર ભેદોની સમાપ્તિ માટે છે. lig૯-૭૦-૭૧] ભાવાર્થ :અસત્યામૃષાભાષાનું લક્ષણ અને તેના ભેદોનું સ્વરૂપ :
પૂર્વમાં સત્યભાષા, મૃષાભાષા અને સત્યામૃષાભાષાનું સ્વરૂપ બતાવ્યું એ ત્રણેય ભાષાઓમાં જેનો અંતર્ભાવ ન થાય તેવી બોલાતી બાર પ્રકારની ભાષા અસત્યામૃષાભાષા છે એમ કહેવાથી આ ત્રણ ભાષાથી વિલક્ષણરૂપે અસત્યામૃષાભાષાના લક્ષણનો બોધ થાય છે.
વળી સત્યભાષા જિનવચનાનુસાર તત્ત્વને કહેનાર હોવાથી તે ભાષા સ્વયં સ્વરૂપે આરાધક છે અને તે ભાષા બોલનાર મુનિ કષાયના ઉપયોગ વગર તે ભાષા બોલતા હોય ત્યારે આરાધકભાષા બોલીને તે મુનિ સ્વયં આરાધક બને છે અર્થાત્ સ્વયં સંયમની શુદ્ધિને પ્રાપ્ત કરે છે અને સત્યભાષા જિનવચનના તત્ત્વને કહેનાર હોવાથી તે ભાષા સ્વરૂપથી આરાધક હોવા છતાં અર્થાત્ જિનવચનના તત્ત્વની આરાધનામાં પર હોવા છતાં બોલનાર સાધુ કષાયમાં ઉપયુક્ત હોય તો વિરાધક પણ બને છે અને મૃષાભાષા જિનવચનાનુસાર તત્ત્વને કહેનાર નહિ હોવાથી વિરાધકભાષા છે તેથી આરાધક સાધુ પ્રાયઃ તેવી વિરાધક ભાષા બોલે નહિ છતાં અપવાદથી સંયમવૃદ્ધિના પ્રયોજન અર્થે કે શાસનના ઉફાહ આદિના પરિવાર અર્થે મૃષાભાષા બોલે ત્યારે સ્વરૂપથી વિરાધક એવી પણ તે ભાષા બોલીને બોલતી વખતે કરાતા વિશુદ્ધ અધ્યવસાયના વશથી સાધુ આરાધક બને છે તોપણ તે ભાષા સ્વરૂપથી વિરાધક છે. તે રીતે મિશ્રભાષા પણ સ્વરૂપથી વિરાધક છે. જ્યારે અસત્યામૃષારૂપ ચોથા પ્રકારની ભાષા શાસ્ત્રીય પરિભાષા અનુસાર તત્ત્વને કહેનારી નહિ હોવાથી સ્વરૂપથી આરાધક નથી અને તત્ત્વનો અપલાપ કરનારી નહિ હોવાથી સ્વરૂપથી વિરાધક પણ નથી છતાં સંયમની વૃદ્ધિના પ્રયોજનથી બોલનાર સાધુ અસત્યામૃષાભાષા બોલીને પણ સંયમની શુદ્ધિને પ્રાપ્ત કરે છે અને પ્રમાદથી અસત્યામૃષાભાષા બોલીને જ સંયમની મલિનતા કરે છે. તોપણ સત્યભાષા