________________
૭૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૩ સંયમની વૃદ્ધિ તે કરી શકે તેમ હોય તેના અભાવરૂપ બલવાન અનિષ્ટરૂપે ફળ તેને પ્રાપ્ત થાય તેવા અર્થને કહેનારું વચન તે આજ્ઞાવચન છે. તેવા વચનથી યુક્ત જે ભાષા તે આજ્ઞાપની ભાષા છે.
આજ્ઞાપની ભાષામાં ‘તું આ કર’ એ પ્રમાણે જે કરવચન છે તે પંચમી સંજ્ઞાથી કે લોટુ સંજ્ઞાથી નિર્દિષ્ટ છે અર્થાત્ સિદ્ધહેમવ્યાકરણમાં પંચમી સંજ્ઞાથી નિર્દિષ્ટ છે અને પાણિનીવ્યાકરણમાં લો સંજ્ઞાથી નિર્દિષ્ટ છે અને તેવા પ્રકારની આજ્ઞાથી યુક્ત જે ભાષા તે આજ્ઞાપની ભાષા છે. પ્રસ્તુતમાં મુનિને આશ્રયીને ભાષાનું વર્ણન દશવૈકાલિકમાં કરેલ છે તેથી મુનિની આજ્ઞાપનીભાષા કેવી હોય તેનું સ્વરૂપ અહીં બતાવેલ છે.
ક્વચિત્ તેવી આજ્ઞાપનીભાષાનો સંસારી જીવો પણ પ્રયોગ કરતા હોય પરંતુ તે આજ્ઞાપનીભાષા કર્મબંધનું કારણ હોવાથી વિરાધકભાષા બને જ્યારે સુગુરુ પણ કે કેવલી પણ ભાષા બોલે તે ભાષા કાં સત્યભાષા હોય અથવા અસત્યામૃષાભાષા હોય તેથી સુગુરુની આજ્ઞાપનીભાષા કર્મબંધનું કારણ નથી છતાં પ્રમાદવશ કોઈપણ ભાષા બોલે ત્યારે સુસાધુને પણ કર્મબંધની પ્રાપ્તિ થાય છે.
અહીં શંકા કરે છે કે આજ્ઞાપનીભાષાનો સત્યાદિ ત્રણ ભાષાઓથી ભેદ કેવી રીતે છે ? તેથી કહે છે - પૂર્વમાં કહેવાયેલી ત્રણ ભાષાથી આજ્ઞાપનીભાષા જુદી છે. કેમ જુદી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
કરણના નિયમમાં આ ભાષા સત્ય થાય. વળી અકરણના નિયમમાં મૃષા થાય અને આજ્ઞાપની ભાષામાં ઉભયનો અનિયમ હોવાથી=કરણ અને અકરણ ઉભયનો અનિયમ હોવાથી ઉભયથી ભિન્ન છે.
આશય એ છે કે સત્યભાષામાં કરણનો નિયમ હોય છે અર્થાત્ તે વચનાનુસાર કૃત્ય કરવું જોઈએ એ પ્રકારે કરણનો નિયમ હોય છે જેમ “આશ્રવ સર્વથા હેય છે અને સંવર ઉપાદેય છે એ પ્રકારનું વચન પદાર્થના વાસ્તવિક સ્વરૂપને બતાવનાર હોવાથી તે ભાષાથી કરણનો નિયમ પ્રાપ્ત થાય છે અર્થાત્ તે વચન સાંભળીને આશ્રવ હેય છે અને સંવર કર્તવ્ય છે એ પ્રકારનો કરણના નિયમનો બોધ થાય છે અને મૃષાભાષામાં અકરણનિયમની પ્રાપ્તિ છે. જેમ કોઈ કહે કે સંવર હેય છે તો તેનું તે વચન મૃષાભાષારૂપ હોવાથી તેમાં કરણનો નિયમ પ્રાપ્ત થતો નથી પરંતુ તે વચનાનુસાર પ્રવૃત્તિ અકર્તવ્ય છે તેવો બોધ થાય છે, તેથી મૃષાવચનમાં અકરણ નિયમની પ્રાપ્તિ છે અને સત્યવચનમાં કરણનિયમની પ્રાપ્તિ છે અને આજ્ઞાપની ભાષામાં ઉભયના અનિયમની પ્રાપ્તિ છે; કેમ કે સત્ય વચન જેમ આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે તેવો બોધ કરાવે છે તેના જેવો બોધ આજ્ઞાપનીભાષાથી થતો નથી પરંતુ વિવક્ષિત કૃત્ય તું કર તેવો બોધ થાય છે અને આપ્ત વચનાનુસાર તે આજ્ઞાપનીભાષા અનુસાર કૃત્ય નહિ કરે તો પોતાને બળવાન અનિષ્ટ પ્રાપ્ત થશે તેવો બોધ થાય છે માટે સત્યભાષા અને મૃષાભાષાથી આજ્ઞાપનીભાષા વિલક્ષણ ભાષા છે.
વળી મૃષાભાષા દુષ્ટ વિવલાપૂર્વક હોય છે અને ગુણવાન ગુરુની આજ્ઞાપનીભાષા દુષ્ટ વિવક્ષાપૂર્વકની નથી માટે મૃષા કરતાં ભિન્ન પ્રકારની ભાષા છે.
વળી સત્યામૃષાભાષાનો આજ્ઞાપની ભાષામાં અંતર્ભાવ થતો નથી તેથી તેનો પ્રતિષેધ ગ્રંથકારશ્રીએ કર્યો