________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૩
૭૫ નથી. ફક્ત કોઈકને ભ્રમ થાય કે જેમ સત્યભાષા છે તેના જેવી જ આજ્ઞાપનીભાષા છે અથવા દુષ્ટ વિવક્ષાપૂર્વક બોલાયેલી મૃષાભાષા છે તેના જેવી આજ્ઞાપનીભાષા છે તેના નિષેધ અર્થે જ આજ્ઞાપનીભાષાને તેનાથી પૃથગુ બતાવેલ છે. આમ છતાં કોઈક પુરુષ દુષ્ટ વિવક્ષાથી કોઈકને કોઈ કાર્ય કરવાનું કહે ત્યારે તેની ભાષા આજ્ઞાપની હોવા છતાં વિરાધક હોવાને કારણે મૃષાભાષા જ બને છે તે રીતે સુગુરુ પણ શિષ્યના હિત અર્થે આજ્ઞાપનીભાષા કહે જેમ તું વિધિપૂર્વક પડિલેહણ કર તો તે ભાષામાં પંચમી આદિરૂપ કરણવચન હોવાથી આજ્ઞાપનીભાષા જ છે, છતાં તે ભાષા બોલીને ગુરુ શિષ્યના હિતને અનુકૂળ શુભ અધ્યવસાયવાળા હોવાથી તે ભાષા દ્વારા પણ આરાધક જ બને છે.
નનુથી શંકા કરે છે કે યોગ્ય ગુરુ આજ્ઞાના વિષયમાં શિષ્યને આજ્ઞા કરે ત્યારે કેમ તેનું સત્યવાદીપણું નથી અર્થાત્ તે ગુરુને સત્યવાદી જ કહેવા જોઈએ ક્વચિત્ શ્રોતા તે પ્રમાણે પ્રવૃત્તિ ન કરે તેમાં નિમિત્તાન્તર જ કારણ છે અર્થાત્ શ્રોતાનું અજ્ઞાન, શ્રોતાનો પ્રસાદ અથવા શ્રોતાનો વિપરીત બોધ આદિ કારણ છે પરંતુ આજ્ઞા આપનાર ગુરુ તો તેનું હિત થાય તેવી ઉચિત પ્રવૃત્તિની આજ્ઞા કરે છે માટે તેને સત્યવાદી કહેવા જોઈએ આ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું; કેમ કે આજ્ઞાવચન પ્રવર્તક હોવાથી તે વચનાનુસાર શિષ્ય પ્રવૃત્તિ ન કરે તો તેવી આજ્ઞા કરનારમાં પરમાર્થથી અસત્યપણું જ છે.
આશય એ છે કે શિષ્યના કલ્યાણના અર્થી ગુરુ શિષ્યની યોગ્યતાનો નિર્ણય કરીને તેનું હિત થાય તેવી જ પ્રવૃત્તિ કરવાની આજ્ઞા કરે જેથી તે વચનને સાંભળીને શ્રોતા અવશ્ય તે પ્રવૃત્તિ કરીને હિત સાધે અને ગુરુને જણાય કે મારા આજ્ઞાવચનથી આ પ્રવૃત્તિ કરશે નહિ છતાં શિષ્યને તે પ્રવૃત્તિ કરવાની કહે તો તે ભાષા પરમાર્થથી અસત્ય જ છે; કેમ કે તેનાથી શિષ્યનું અધિક અહિત થાય છે, આથી જ જમાલીએ પૃથગુ વિહાર માટે અનેક વખત પૃચ્છા કરી છતાં ભગવાને પૃથગુ વિહારનો નિષેધ પણ ન કર્યો અને આજ્ઞા પણ આપી નહિ. અને ગૌતમસ્વામીએ અષ્ટાપદ ઉપર જવા માટે અનુજ્ઞા માંગી ત્યારે ભગવાને જવાની અનુજ્ઞા આપી; કેમ કે ભગવાનની આજ્ઞા ગૌતમસ્વામીને પ્રવર્તક બનાવીને હિતનું કારણ બની અને જમાલીને ભગવાન નિષેધ કરત તોપણ જમાલી અવશ્ય જશે તેથી ભગવાને જવાની આજ્ઞા પણ ન આપી અને નિષેધ પણ કર્યો નહિ; કેમ કે નિષેધરૂપ આજ્ઞાપણ જમાલીને અપ્રવર્તક બને તો જમાલીનું અધિક અહિત થાય, માટે ભગવાને મૌન જ ધારણ કર્યું. વળી કોઈ સુસાધુને આ શિષ્યને હું આજ્ઞા કરીશ અને તે પ્રમાણે તે પ્રવૃત્તિ કરશે કે નહિ તેનો યથાર્થ નિર્ણય ન હોય છતાં આજ્ઞા કરે તો આજ્ઞા કરનાર ગુરુના એ પ્રયોગમાં ભાવભાષાત્વનો નિયામક સમ્ય ઉપયોગનો અનિર્વાહ હોવાથી તે ભાષા સત્ય બને નહિ અર્થાત્ ગુરુએ મારા વચનને સાંભળીને આ શિષ્ય તે પ્રમાણે પ્રવૃત્તિ કરીને હિત સાધશે તેનો સમ્યગુ ઉપયોગ મૂકીને નિર્ણય કર્યા પછી તેમને સંભાવના દેખાતી હોય કે મારા વચનથી પ્રેરાઈને આ શિષ્ય હિતાનુકૂલ પ્રવૃત્તિ કરશે તો તે ગુરુની આજ્ઞાપની ભાષામાં ભાવભાષાપણું હોવાથી સત્યવાદીપણું પ્રાપ્ત થાય, પરંતુ જે ગુરુ મારા વચન અનુસાર શિષ્ય પ્રવૃત્તિ કરશે કે નહિ તેવો કોઈ નિર્ણય કર્યા વગર આજ્ઞા કરે તો શિષ્યના હિતને અનુરૂપ જ તે વચન હોવા છતાં તે ભાષા શિષ્યના મલિનભાવ થવાનું કારણ થવાથી પરમાર્થથી તે