________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૨, ૭૩
૭૧
શ્રોતા શ્રવણને અભિમુખ બને છે જેમ કોઈ વ્યક્તિ કોઈને અયે હે ભો શબ્દથી સંબોધન કરે તે સાંભળીને શ્રોતાને બોધ થાય છે કે કોઈક વસ્તુનું કથન કરવા માટે કોઈ પુરુષ મને કહે છે આ પ્રકારના આમંત્રણીભાષાના સ્વરૂપના કથનથી બે લક્ષણોની પ્રાપ્તિ થાય છે.
(૧) સંબોધનપદથી ઘટિત જે ભાષા હોય તે આમંત્રણીભાષા છે જેમ અયે હૈ ભો આદિ શબ્દોથી ઘટિત શ્રોતાને સંબોધન કરાય છે તે ભાષા સંબોધનપદઘટિત છે.
(૨) વળી તે પ્રકા૨ના વચનપ્રયોગથી અર્થથી પ્રાપ્ત બીજું લક્ષણ છે. જેમ ‘હે’ વગેરે સંબોધન કરવાથી શ્રોતા શ્રવણ અભિમુખ થાય છે, તેનું પ્રયોજક ભાષાપણું તે સંબોધનમાં છે, તેથી જે ભાષા શ્રોતાને શ્રવણ અભિમુખ કરવાના પ્રયોજનથી બોલાયેલી હોય તે આમંત્રણીભાષા છે.
આ આમંત્રણીભાષા અસત્યામૃષા કેમ છે તે બતાવવા માટે દશવૈકાલિકમાં ત્રણ હેતુ બતાવ્યા છે. સત્યભાષા, તૃષાભાષા કે મિશ્રભાષા સાંભળીને શ્રોતાની તે વચનાનુસાર પ્રવૃત્તિ થાય છે. તેમાં સત્યભાષાથી શ્રોતાની સમ્યક્ હિતમાં પ્રવૃત્તિ થાય છે, તૃષાભાષાથી શ્રોતાની અહિતમાં પ્રવૃત્તિ થાય છે અને મિશ્રભાષાથી મિશ્રબોધ થવાથી તે પ્રકારે પ્રવૃત્તિનું ફળ મળે છે. તેથી તે ત્રણ ભાષા શ્રોતાની પ્રવૃત્તિમાં પ્રવર્તક છે, જ્યારે આમંત્રણીભાષા અપ્રવર્તક છે માટે અસત્યાકૃષા છે.
બીજો હેતુ કહ્યો કે સત્યભાષા આદિ ભાષાત્રયના લક્ષણનો વિયોગ છે, તેથી આમંત્રણીભાષામાં અસત્યામૃષાભાષાનું જ લક્ષણ પ્રાપ્ત થાય છે; કેમ કે તે ત્રણેય ભાષાથી વિલક્ષણ એવી અસત્યાકૃષાભાષા છે. વળી ત્રીજો હેતુ કહ્યો કે તેવા પ્રકારના દલની ઉત્પત્તિ હોવાથી આ અસત્યામૃષાભાષા છે.
તેથી એ પ્રાપ્ત થાય કે ત્રણ ભાષા કરતાં જુદા પ્રકારના ભાષાવર્ગણાવિશેષજન્ય આ અસત્યાકૃષાભાષા છે એમ કહીને આ અસત્યામૃષાભાષાનું લક્ષણ જ બતાવેલ છે; કેમ કે તથાવિધદલશબ્દથી ભાષાવર્ગણાના તેવા પ્રકારના પુદ્ગલવિશેષથી આ ભાષાની ઉત્પત્તિ છે એવો અર્થ પ્રાપ્ત થાય છે, જે અસત્યાકૃષાભાષાનું લક્ષણ જ છે. શા
અવતરણિકા :
उक्ताऽऽमन्त्रणी १ । अथ आज्ञापनीमाह
અવતરણિકાર્થ :
આમંત્રણીભાષા કહેવાઈ હવે આજ્ઞાપતીભાષાને કહે છે
ગાથા:
-
आणावयणेण जुआ, आणवणी पुव्वभणिअभासाओ । करणाकरणाणियमादुट्ठविवक्खाइ सा भिण्णा ।। ७३ ।।