________________
૬૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૬૯-૭૦-૭૧
ચતુર્થ સ્તબક JILLI
અવતરણિકા :
अथ प्रतिज्ञातनिरूपणाया एवासत्यामृषाया लक्षणाभिधानपूर्वं विभागमाह
અવતરણિકાર્થ :
હવે પ્રતિજ્ઞાતના નિરૂપણરૂપ જ અસત્યામૃષાભાષાના લક્ષણના અભિધાનપૂર્વક વિભાગને= અસત્યામૃષાભાષાના ભેદોને, કહે છે –
ભાવાર્થ:
ત્રીજા સ્તબકના અંતિમ ગાથામાં પ્રતિજ્ઞા કરી કે હવે પછી અસત્યામૃષાભાષાને હું કહીશ તેથી તે પ્રતિજ્ઞાતના નિરૂપણરૂપ અસત્યામૃષાભાષા છે અને તે ભાષાના લક્ષણને કહીને તે ભાષાના ભેદોને ગ્રંથકારશ્રી બતાવે છે –
ગાથા :
છાયા :
अणहिगया जा तीसु वि, ण य आराहणविराहणुवत्ता । भासा असच्चामोसा, एसा भणिया दुवालसहा ।। ६९ ।।
अनधिकृता या तिसृष्वपि न चाराधनविराधनोपयुक्ता । भाषाऽसत्यामृषा एषा भणिता द्वादशधा ।।६९।।
અન્વયાર્થ:
अहिगया जातीसुवि, ण य आराहणविराहणुवउत्ता भासा असच्चमोसा, एसा भणिया दुवालसहा= ભાષા ત્રણેમાં પણ=સત્યભાષા, તૃષાભાષા કે સત્યામૃષાભાષામાં પણ, અનધિકૃત છે=અંતર્ભાવિત કે નથી અને આરાધના, વિરાધનામાં ઉપયુક્ત નથી એ અસત્યાકૃષાભાષા બાર પ્રકારની કહેવાઈ છે. IÇI'
ગાથાર્થ ઃ
જે ભાષા ત્રણેમાં પણ=સત્યભાષા, તૃષાભાષા કે સત્યામૃષાભાષામાં પણ, અનધિકૃત છે=અંતર્ભાવિત નથી અને આરાધના, વિરાધનામાં ઉપયુક્ત નથી એ અસત્યામૃષાભાષા બાર પ્રકારની કહેવાઈ છે. IIII