________________
૬૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ- ૨ | સ્તબક-૩ | ગાથા-ઉ૭, ૧૮
દેશ અદ્ધા કહેવાય અને રાત્રિ કે દિવસનો જે એકદેશ અદ્ધાસ્વરૂપ છે તે દેશ અન્યદેશ સાથે મિશ્રિત કરીને કહેવામાં આવે ત્યારે તે ભાષા અદ્ધાદ્વામિશ્રિતસત્યામૃષાભાષા બને છે. જેમાં પ્રથમ પોરિસી તે દિવસનો દેશ છે તેથી અદ્ધા છે તે પ્રથમ પ્રહર વર્તમાન હોય અને ઉતાવળને કારણે કોઈ કહે કે ચાલ મધ્યાહ્ન થયો છે તે વખતે દિવસના પ્રથમ પ્રહરરૂપ અદ્ધાની સાથે બીજા પ્રહરનું મિશ્રણ કરીને તે ભાષા બોલાયેલી છે તેથી શાસ્ત્રીયભાષાથી તે અદ્ધાદ્ધામિશ્રિત ભાષા કહેવાઈ છે અને સાધુ ક્યારેય તેવી ભાષા બોલે નહિ; કેમ કે તે પ્રકારે બોલવાથી સત્યભાષા બોલવાના શુભ પરિણામનો નાશ થાય છે. llsળા અવતરણિકા :
तदेवमुपदर्शिताः सत्यामृषाभेदाः । अथैतनिरूपणसिद्धत्वमसत्यामृषानिरूपणप्रतिज्ञां चाऽऽह - અવતરણિકાર્ચ -
આ રીતે સત્યામૃષાભાષાના ભેદો બતાવાયા. હવે આના નિરૂપણનું સિદ્ધપણું=સત્યામૃષાભાષાના નિરૂપણ, સિદ્ધપણું, અને અસત્યામૃષાભાષાના તિરૂપણની પ્રતિજ્ઞાને કહે છે –
ગાથા :
एवं सच्चामोसाभेया उवदंसिया समयसिद्धा । भासं असच्चमोसं अओ परं कित्तइस्सामि ।।६८।।
છાયા :
एवं सत्यामृषाभेदा उपदर्शिताः समयसिद्धाः ।
भाषामसत्यामृषामतः परं कीर्तयिष्यामि ।।६८।। અન્વયાર્થી :
પર્વ આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સામસામેવા સત્યામૃષાભાષાના ભેદો, સમયસિદ્ધા=શાસ્ત્રસિદ્ધ, લવવંસિયા=બતાવાયા. ગગો પરં=હવે પછી, મસમો ભાસં અસત્યામૃષાભાષાને, વિસ્તફક્સમિ=હું કહીશ. In૬૮ ગાથાર્થ :
આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સત્યામૃષાભાષાના ભેદો શાસ્ત્રસિદ્ધ બતાવાયા. હવે પછી અસત્યામૃષાભાષાને હું કહીશ. IIકટા ટીકા :
અષ્ટા T૬૮ાા.