________________
ઉર
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૬૬, ૬૭ કેમ કે રાત્રિને દિવસનો મિશ્રાંશ તે ભાષાનો વિષય નથી પરંતુ દિવસને જ રાત્રિરૂપે કહે છે અને આ પ્રયોગને લક્ષણારૂપે સ્વીકારીને કહેવામાં આવે કે નજીકમાં રાત્રિ થવાની છે તે રાત્રિમાં વર્તમાનમાં રાત્રિ થઈ છે એ પ્રકારનો પ્રયોગ છે. જેમ “અરિહંત ચેઈયાણ'માં ‘ઠામિ કાઉસ્સગ્ગ' શબ્દ દ્વારા હું કાઉસ્સગ્નમાં સ્થિર થાઉં છું એમ બોલ્યા પછી અન્નત્થસૂત્રના વ્યવધાન પછી કાઉસ્સગ્નમાં સ્થિર થવાય છે તે રીતે નજીકમાં થનારી રાત્રિને આશ્રયીને વર્તમાનમાં રાત્રિ છે એ પ્રકારનો પ્રયોગ થયો છે એમ લક્ષણાથી સ્વીકારવામાં આવે તો તે પ્રયોગને સત્યભાષા જ કહેવી પડે અને તેમ સ્વીકારીએ તો અદ્ધામિશ્રિત નામના સત્યામૃષા નામના ભેદની પ્રાપ્તિ થઈ શકે નહિ. આ પ્રકારની શંકાના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું; કેમ કે લક્ષણાથી દિવસના કાળમાં પણ રાત્રિ થઈ છે એ પ્રકારનો પ્રયોગ સ્વીકારવામાં આવે ત્યારે રાત્રિની પ્રાપ્તિમાં જે ઘણા સમયના વ્યવધાનનો અભાવ છે તે વ્યવધાનના અભાવના સમૂહમાં અંશથી બાધ છે અને અંશથી અબાધ છે માટે રાત્રિ અને દિવસની મિશ્રતાની પ્રાપ્તિ છે. જેમ યાં ધોગ:' એ પ્રયોગમાં ગંગાના એકદમ કિનારાને અડીને વાડો હોય તો લક્ષણાથી તે પ્રયોગ સત્ય બને પરંતુ ગંગાના કિનારાથી કંઈક નજીક હોય અને કંઈક દૂર હોય તે વખતે ગંગાશબ્દથી જે કિનારાની પ્રાપ્તિ છે તેનો કંઈક દૂર એવા ઘોષમાં બાધ છે, તેમ પ્રસ્તુતમાં પણ સૂર્યાસ્તના કંઈક ક્ષણો પૂર્વે કરાયેલા તે પ્રયોગમાં દૂરવર્તી ક્ષણોમાં લક્ષણા દ્વારા રાત્રિનો બાધ છે અને નજીકની ક્ષણોમાં લક્ષણા દ્વારા રાત્રિનો અબાધ છે તેથી તેને આશ્રયીને રાત્રિ-દિવસની મિશ્રતા પ્રાપ્ત થાય છે અને આવું ન સ્વીકારવામાં આવે તો જેમ રાત્રિની નજીકની ક્ષણમાં લક્ષણા થાય છે તેમ દૂરવર્તી ક્ષણમાં પણ લક્ષણા દ્વારા રાત્રિનો પ્રયોગ સત્ય સ્વીકારવામાં આવે તો રાત્રિ સાથે એક પ્રહરના અંતરનું વ્યવધાન હોય ત્યારે પણ રાત્રિ થઈ છે તે પ્રકારના પ્રયોગનો પ્રસંગ પ્રાપ્ત થાય માટે લક્ષણાથી નજીકના સમયમાં રાત્રિનો અબાધ છે અને દૂરના ક્ષણોમાં રાત્રિનો બાધ છે તેમ સ્વીકારીને મિશ્રભાષાને મૃષાભાષાથી કે સત્યભાષાથી પૃથક્ સ્વીકારવી જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે રાત્રિના નજીકના સમયને કહેનારા પદ કરતાં કંઈક દૂરવર્તી સમયમાં રાત્રિને કહેનારા પદાન્તરમાં લક્ષણા સ્વીકારીને તે ભાષાને સત્ય સ્વીકારી શકાશે. તેથી ગ્રંથકારશ્રી કહે છે –
કંઈક દૂરવર્તી સમયને કહેનારા પદાન્તરમાં લક્ષણા અનુશાસનસ્વરસસિદ્ધ નથી એ પ્રકારે ગ્રંથકારશ્રીને ભાસે છે; કેમ કે તેવી લક્ષણા સ્વીકારવામાં આવે તો અદ્ધામિશ્રિતભાષાના ઉચ્છેદની પ્રાપ્તિ થાય અર્થાત્ તે ભાષાને લક્ષણો દ્વારા સત્યભાષા સ્વીકારવાની આપત્તિ આવે અને શાસ્ત્રમાં અદ્ધામિશ્રિતભાષા સ્વીકારી છે તેથી પદાન્તરમાં લક્ષણા અનુશાસનસ્વરસસિદ્ધ નથી. IIકા અવતરણિકા :
उक्ताऽद्धामिश्रिता ९ । अथाऽद्धाद्धामिश्रितामाह - અવતરણિકાર્ય :અદ્ધામિશ્રિતભાષા કહેવાઈ. હવે અદ્ધદ્ધામિશ્રિતભાષા કહે છે –