________________
૪૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ / ગાથા-પ૮ છે એ પ્રયોગમાં પાંચસંખ્યાહયમાંથી એક અંશનો બાધ છે અન્ય અંશનો અબાધ છે માટે સત્યાસત્યત્વરૂપ મિશ્ર છે પરંતુ સર્વાશથી અન્યતરનો અનુપ્રવેશ કરીને કહેવામાં આવે ત્યારે તે ભાષા અસત્ય જ બને છે. જેમ સર્વાશથી દશનો પ્રવેશ કરીને કહેવામાં આવે કે દશ પુત્રો થયા ત્યારે તે વચન અસત્ય બને છે અથવા સર્વાશથી દશેય પુત્રો થયા નથી તેમ અનુપ્રવેશ કરીને કહેવામાં આવે ત્યારે પણ તે ભાષા અસત્ય જ બને છે; કેમ કે સર્વાશથી દશ થયા છે એ પણ મૃષારૂપ છે અને સર્વાશથી દશ થયા નથી એ પણ વચનામૃષારૂપ છે.
વળી પાંચ પુત્રો થયા હોય અને દશ પુત્રો થયા છે એ સ્થાનમાં બાધ અબાધરૂપ બે અંશોને આશ્રયીને સત્યાસત્યત્વ છે, તેની જ પુષ્ટિ કરવા અર્થે કહે છે –
આથી જ કાલે હું સો રૂપિયા આપીશ એમ કહીને પચાસ રૂપિયાના દાનમાં પણ નહિ આપનારની જેમ મૃષાભાષિત્વનો વ્યવહાર થતો નથી પરંતુ તે કાંઈક સત્ય બોલે છે એ પ્રકારનો જ વ્યવહાર થાય છે. એ રીતે પાંચ પુત્રો થયા હોય અને પાંચ પુત્રો થવાની તૈયારીમાં હોય ત્યારે દશ પુત્રો થયા છે એ પ્રકારના વ્યવહારના અનુરોધથી એમ જ કહેવાય છે કે તેનું કાંઈક વચન સત્ય છે સર્વથા સત્ય નથી.
નનુથી પૂર્વપક્ષી શંકા કરે છે કે કોઈકને કોઈક કાર્ય માટે હું સો રૂપિયા આપીશ એમ કહીને પચાસ રૂપિયા જ આપે ત્યાં આ વ્યક્તિ અમૃષા બોલે છે તેવો વાસ્તવિક વ્યવહાર થતો નથી પરંતુ મૃષા જ બોલે છે તેવો વ્યવહાર થાય છે માટે પચાસ રૂપિયા આપવા એ આંશિક કાર્યકારિવારિરૂપ ગૌણ જ અમૃષાવાદ છે. આથી જ લોક સાક્ષી હોય તો પચાસ રૂપિયા આપીને સો રૂપિયા આપવાનું વચન કહેનારને “આ મૃષા બોલે છે” એમ જ નિગ્રહ કરાય છે પરંતુ “કંઈક સત્ય બોલે છે અને કાંઈક અસત્ય બોલે છે” એમ નિગ્રહ કરાતો નથી. માટે અર્ધસત્યવચનને મૃષાવચન જ સ્વીકારવું જોઈએ, મિશ્રવચન સ્વીકારવું ઉચિત નથી એ પ્રકારનો શંકાકારનો આશય છે તેને ગ્રંથકારશ્રી કહે છે --
પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે સો રૂપિયા આપીશ એમ કહીને પચાસ રૂપિયા આપે છે તે સ્થાનમાં આંશિક મૃષાભાષાનું નહિ અપાયેલા પચાસના અપલાપ દ્વારા જ આ મૃષા બોલે છે એ પ્રકારે નિગ્રહ કરાય છે છતાં તે સર્વથા મૃષા નથી અને તેવું ન સ્વીકારવામાં આવે તો પાંચ પુત્રો થયા હોય અને પાંચ પુત્રો થયા ન હોય તે પ્રકારના વિષયના ભેદથી ઉત્પન્ન મિશ્રભાષાનો જે પ્રયોગ શાસ્ત્રસંમત છે તેનો ઉચ્છેદ થાય. આથી જ સો રૂપિયા આપીશ એમ કહીને પચાસ રૂપિયા આપ્યા પછી અન્ય પચાસ રૂપિયા આપવાનો અપલાપ કરતો નથી તે સ્થાનમાં આ મૃષા બોલે છે એમ કહેવાતું નથી પરંતુ મિશ્રભાષા બોલે છે એમ કહેવાય છે.
અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે પાંચ પુત્ર થયા હોય અને દશ પુત્ર થયા છે એ સ્થાનમાં દશ સંખ્યાની પર્યાપ્તિનો આજે ઉત્પન્ન થયેલા પાંચ છોકરાઓમાં બાધ હોવાથી સર્વથા મૃષાપણું છે અને એવું ન માનો અને એમ કહેવામાં આવે કે કંઈક મૃષા છે અને કાંઈક સત્યભાષા છે એમ કહેવામાં આવે તો એક ઘડાને જોઈને આ બે નથી એ પ્રકારનો પ્રામાણિક વ્યવહાર થાય છે તે થવો જોઈએ નહિ; કેમ કે બે સંખ્યાની