________________
પ૯
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | બક-૩ | ગાથા-કપ ઉત્પન્ન થયા હોય છતાં તે પ્લાન મૂલાદિના મધ્યભાગમાં અનંતકાય જીવો વિદ્યમાન હોય અને તેવા મૂલાદિને જોઈને કોઈ સાધુ વિચાર્યા વગર કહે કે આ પ્લાન મૂલ હોવાથી પરિત્ત છે તો તે સાધુની ભાષા પરમપુરુષ એવા તીર્થકરોએ પરિત્તમિશ્રિતભાષા કહી છે; કેમ કે તે મૂલના પ્લાનસ્થાનમાં પરિત્ત અંશો છે તેથી સત્ય છે અને મૂળના મધ્યમાં પ્લાન થયેલ નહિ હોવાથી અનંતકાય છે તેથી અનંત અંશમાં અસત્ય છે. માટે આ પ્લાનમૂલ હોવાથી પ્રત્યેક છે એ રૂપ બોલાયેલું વચન સત્યામૃષાભાષારૂપ બને છે. તેથી એ ફલિત થાય કે સાધુએ કોઈ પ્રયોજન ન હોય તો કોઈ પ્રકારનો વચનપ્રયોગ કરવો જોઈએ નહિ. ક્યારેક કોઈ યોગ્ય જીવને ઉચિત બોધ કરાવવાના પ્રયોજનથી કોઈ વચનપ્રયોગ કરવાની આવશ્યકતા હોય ત્યારે પ્લાન મૂલાદિને જોઈને માત્ર તેના પ્લાન અંશને વિચારીને આ પ્રત્યેક વનસ્પતિકાય છે તેવું કહેવામાં આવે તો તે સાધુને અંશથી મૃષા અને અંશથી સત્યભાષા બોલવાનો પ્રસંગ આવે માટે વસ્તુનો સમ્યક નિર્ણય કરીને વચનપ્રયોગ કરવો જોઈએ.
વળી આ વિષયમાં ગ્રંથકારશ્રી ટીકાના અંતે સ્પષ્ટતા કરે છે કે પ્રાયિકપ્રયોગની વિવક્ષા વગર પ્લાન મૂલાદિને કોઈ સાધુ પ્રત્યેક વનસ્પતિકાય કહે તો તે સત્યમિશ્ર હોવા છતાં મૃષા જ જણાય છે; કેમ કે વિચાર્યા વગર બોલવાથી વિપરીત કથન થયેલ છે. વળી આ ભાષાને મિશ્રભાષા કહેવી કે મૃષાભાષા કહેવી તે વિષયમાં તત્ત્વ બહુશ્રુતો જાણે એ પ્રકારે ગ્રંથકારશ્રી કહે છે.
અહીં કોઈને શંકા થાય કે કોઈ મ્યાનમૂલાદિ હોય તે પ્રત્યેક અને અનંતકાયવાળું છે તેથી ઉભય સંવલિત છે તેમાં કોઈ કહે કે આટલા અનંતકાય છે અને આટલા પ્રત્યેક છે અને તે પ્રકારના તેના વચનમાં તેની પ્રમાણની સંખ્યામાં વિસંવાદ થાય તો પરિત્તઅનંતમિશ્રિત નામની પણ મિશ્રભાષા જુદી પ્રાપ્ત થાય માટે તે ભાષાની વિવક્ષા ગ્રંથકારશ્રીએ કેમ કરી નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું; કેમ કે પ્લાનમૂલાદિને જોઈને આટલા અનંતકાય છે અને આટલા પ્રત્યેક છે એ પ્રકારનો પ્રયોગ જ થતો નથી, તેથી તે પ્રકારના પ્રયોગના અસંભવને કારણે પરિzઅનંતમિશ્રિત તે પ્રકારનો ભેદ શાસ્ત્રમાં કહેલો નથી. કેમ તેવો પ્રયોગ થતો નથી ? તેમાં યુક્તિ આપે છે –
બન્નેના તે પ્રકારના ભેદના નિયમને અનુકૂળ બુદ્ધિવિશેષનો જ અભાવ છે અર્થાત્ પ્લાન મૂલકંદને જોઈને તેમાં આટલા પ્રત્યેક જીવો છે અને આટલા અનંતકાય જીવો છે એ પ્રકારે નિર્ણય કરવાને અનુકૂળ એવી બુદ્ધિવિશેષ છબસ્થને થતી નથી માટે તેવો પ્રયોગ થતો નથી. અહીં પ્રશ્ન થાય કે તો મ્યાનમૂલાદિમાં પણ પ્રત્યેક અને અનંત પ્રયોગને નિર્ણય કેવી રીતે થાય? તેથી
નહિ કરમાયેલા મૂલાદિ કરતાં કરમાયેલા મૂલાદિમાં આ પ્રત્યેક અને અનંતકાયવાળું છે એ પ્રકારના પ્રયોગનું નિમિત્ત બને તે પ્રકારનું વિલક્ષણપણું છે જ. Iઉપાય