________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૧૪
પપ
ટીકાર્ચ -
નમ્નશ્રિતાપિ ..... વિન્ ૭ | અને અનંતમિશ્રિત પણ તે થાય છે=તે ભાષા થાય છે જેમાં પરિત જે પત્રાદિ છે= પ્રત્યેક શરીરવાળા જે પત્રાદિ છે. તેનાથી યુક્ત એવા મૂલાદિ કંદમાં સર્વત્ર પણ=પત્રાદિ અને મૂલનો વિભાગ કર્યા વગર સર્વાવચ્છેદથી પણ, આ અનંતકાય છે એ પ્રકારનો પ્રયોગ. નથી શંકા કરે છે –
અહીં=પ્રત્યેકથી યુક્ત મૂલકંદાદિમાં આ અનંતકાય છે એ પ્રયોગમાં, મૃષાપણું જ છે. અન્યથા–ત્યાં મૃષાપણું ન માનવામાં આવે અને મિશ્રપણું માનવામાં આવે તો, ઘટપટ બેમાં આ બે ઘટ છે એ વચન મૃષા ન થાય, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે દ્વિવાવચ્છિન્નનું પ્રત્યેક અને અનંતકાયરૂપ દ્વિવાવચ્છિન્નનું, દ્વિત્વવ્યાપકત્વરૂપનું એકત્વવ્યાપકત્વ દ્વયરૂ૫પણાથી ઉક્ત વચનનું પણ=પરિત્તપત્રાદિથી યુક્ત કંદમાં આ અનંતકાય છે એ વચનનું પણ, આંશિક સત્યપણું છે.
અહીં પ્રશ્ન થાય કે ઘટપટમાં આ બે ઘટ છે એ પ્રકારના સમુદિત વચનનું જેમ મૃષાપણું છે તેમ પરિત્તપત્રાદિયુક્ત કંદમાં ‘તે અનંતકાય છે એ પ્રયોગ કેમ મૃષા નથી ? તેમાં હેતુ કહે છે –
સમુદાય અવચ્છિન્નત્વનું પણ=પરિતપત્રાદિથી યુક્ત એવા મૂલાદિ કંદરૂપ સમુદાયનું પણ, પ્રકૃતમાં=આ અનંતકાય છે એ પ્રકારના પ્રયોગમાં, અવયવાચ્છિન્નત્વનો અતિરેક છે=પત્રાદિ અવયવના અવચ્છેદથી મૃષાત્ય છે અને કંદાદિ અવયવના અવચ્છેદથી સત્યત્વ કર્યું તે દૃષ્ટિથી તે કથન અવયવચ્છિન્નત્વની સાથે અભેદવાળું છે એ પ્રકારની દિશા છે. ૬૪ ભાવાર્થ :(૭) અનંતમિશ્રિત મિશ્રભાષા :
યોગ્ય જીવને ઉચિત બોધ કરાવવા અર્થે પત્રાદિથી યુક્ત મૂલાદિ કંદને જોઈને સાધુને આ અનંતકાય છે તેવો બોધ કરાવવાનું પ્રયોજન હોય ત્યારે સ્પષ્ટ કહેવું જોઈએ કે આ પત્રાદિ પ્રત્યેક છે અને મૂળ અનંતકાય છે આમ છતાં તેવો કોઈ વિભાગ કર્યા વગર સહસા કે નિર્વિચારક અવસ્થાને વશ થઈને સાધુ આ સર્વ અનંતકાય છે એ પ્રકારનો પ્રયોગ કરે તો અનંતમિશ્રિત ભાષાનો પ્રયોગ થયો કહેવાય, જેનાથી સાધુને કર્મબંધની પ્રાપ્તિ થાય, માટે ગુપ્તિવાળા સાધુએ પ્રયોજનથી બોલવું આવશ્યક જણાય ત્યારે અત્યંત ઉપયુક્ત થઈને એ પ્રકારે વચનપ્રયોગ કરવો જોઈએ કે જે પ્રકારે વસ્તુ સંસ્થિત હોય, તેથી પરિત્ત એવા પાંદડાને આ પ્રત્યેક છે અને મૂળ એવા કંદને આ અનંતકાય છે એમ જ કહેવું જોઈએ.
અહીં કોઈ શંકા કરે છે કે પરિત્ત અને અનંતકાયથી યુક્ત વસ્તુમાં આ અનંતકાય છે એ પ્રયોગને મૃષા જ કહેવો જોઈએ જેમ ઘટ પટને જોઈને આ બે ઘટ છે એમ કોઈ કહે તો તે મૃષા વચન છે. આ પ્રકારની શંકાના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે --