________________
પર
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૨, ૬૩
ગાથાર્થ :
અને ઉભયરાશિના વિષયવાળી પણ જીવ અજીવ ઉભયરાશિના વિષયવાળી પણ, અન્ય વિષયને વર્જીને અજીવથી અન્ય એવા જીવના વિષયને વર્જીને, આ બહુ અજીવરાશિ છે એ પ્રમાણે જે કહેવાય છે તે અજીવમિશ્રિત જ ભાષા છે. ll
ટીકા :
स्पष्टा । नवरं बहुषु मृतेषु स्तोकेषु च जीवत्सु शङ्खादिषु 'महानयमजीवराशिः' इत्येवोदाहरणम्
५।।६२।।
ટીકાર્ય :
અષ્ટા ....... વોલાદરાન્ ધ / ગાથા સ્પષ્ટ છે. ફક્ત ઘણા મરેલા અને થોડા જીવિત શંખાદિમાં મહાન આ અજીવરાશિ છે એ પ્રકારનો વચનપ્રયોગ એ જ ઉદાહરણ છે=આજીવમિશ્રિતભાષાનું ઉદાહરણ છે. li૬રા ભાવાર્થ(૫) અજીવમિશ્રિત મિશ્રભાષા :
સામાન્યથી સંયમના પ્રયોજન અર્થે સાધુ ભાષા બોલે છે અને કોઈક મરેલા શંખલા આદિનો સમુદાય જોઈને કોઈક વખતે કહેવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તોપણ ઘણા મૃત અને થોડા જીવિત શંખલાને જોઈને વિચાર્યા વગર મહાન આ અજીવરાશિ છે એ પ્રકારનો પ્રયોગ કરે તો અજીવમિશ્રિત ભાષાની પ્રાપ્તિ થાય તેથી સાવદ્યભાષાના પરિવારના અર્થી સાધુએ વસ્તુનો યથાર્થ નિર્ણય કરીને વસ્તુનો અપલાપ ન થાય તે પ્રકારે જ કથન કરવું જોઈએ. અન્યથા કોઈ મલિન આશય ન હોય તોપણ ભાષાસમિતિના મર્યાદાના
સ્મૃતિપૂર્વક બોલાયેલું તે વચન નહિં હોવાથી અગુપ્તિના પરિણામજન્ય અને ભાષાસમિતિના ભંગજન્ય કર્મબંધની પ્રાપ્તિ થાય છે. IIકશા અવતરણિકા -
उक्ताऽजीवमिश्रिता । अथ जीवाजीवमिश्रितामाह - અવતરણિકાર્ય :અજીવમિશ્રિતભાષા કહેવાઈ. હવે જીવાજીવમિશ્રિતભાષાને કહે છે –
ગાથા :
सा उभयमिस्सिया वि य, जीवाजीवाण जत्थ रासिम्मि । किज्जइ फुडो पओगो, ऊणब्भहिआइ संखाए ।।६३।।