________________
૪૫
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૫૮-૫૯ પર્યાપ્તિથી એક ઘડામાં તે વચનનો બાધ છે અર્થાતું એક સંખ્યાની પર્યાપ્તિથી એક ઘડામાં બે ઘડા નથી એ પ્રયોગનો બાધ નથી, પરંતુ બે સંખ્યાની પર્યાપ્તિથી એક ઘડામાં તે વચનનો બાધ છે માટે તે વચનને મિશ્ર કહેવું જોઈએ.વસ્તુતઃ બે ઘડાની આકાંક્ષા કોઈને હોય અને એક જ ઘડો ત્યાં હોય ત્યારે પ્રામાણિક પુરુષ કહે છે કે અહીંયાં બે ઘડા નથી તે સ્થાનમાં પણ બે ઘડામાંથી એક ઘડો વિદ્યમાન છે એક ઘડો વિદ્યમાન નથી તેને આશ્રયીને બે ઘડા નથી એ વચન મિશ્રભાષા છે તેમ કહેવાતું નથી પરંતુ સત્યભાષા છે તેમ કહેવાય છે. તેથી જેમ એક ઘડો હોવા છતાં બે ઘડા નથી એ વચન સત્ય છે તેમ પાંચ બાળકો જન્મ્યા હોવા છતાં દશ જન્મ્યા નથી તે વચન સત્ય કહી શકાય, પરંતુ તેનાથી વિપરીત વચન મૃષા છે. માટે પાંચ પુત્રોના જન્મમાં દશ પુત્રો જન્મ્યા એ કથનમાં પણ દશ સંખ્યાનો બાધ હોવાથી મૃષાપણું જ સ્વીકારવું જોઈએ. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રમાણે ન કહેવું; કેમ કે દશ પુત્રોની ઉત્પત્તિના વચનમાં વર્તમાનકાલ ઉત્પત્તિવાળા પાંચના અભેદ અંશથી વિચારણા કરીએ તો એક અંશ સત્ય છે અને અન્ય અંશ અસત્ય છે એ પ્રકારનો સંવાદ થાય છે અર્થાત્ એ પ્રકારનો નિર્ણય થાય છે. આ રીતે ઉત્પન્ન મિશ્રભાષાને કહેનારાં સર્વ વચનોમાં ઊહ કરવો જોઈએ જેથી અસત્યભાષા કરતાં મિશ્રભાષાનો ભેદરૂપે સ્પષ્ટ બોધ થાય અને ઉચિત ભાષાની મર્યાદાનો બોધ કરીને સાધુ વાગુપ્તિના પરિણામનું અને ભાષાસમિતિનું રક્ષણ કરી શકે છે. પિતા અવતરણિકા -
उक्ता उत्पन्नमिश्रिता । अथ विगतमिश्रितामाह - અવતરણિતાર્થ - ઉત્પમિશ્રિતભાષા કહેવાઈ. હવે વિગતમિશ્રિતભાષાને કહે છે –
ગાથા :
सा विगयमीसिया खलु, विगया भन्नंति मीसिया जत्थ । संखाइ पूरणत्थं, सद्धिमविगएहि अन्नेहिं ।।५९।।
છાયા :
सा विगतमिश्रिता खलु विगता भण्यन्ते मिश्रिता यत्र ।
संख्यायाः पूरणार्थं सार्धमविगतैरन्यैः ।।५९।। અન્વયાર્થ :
નચિ=જ્યાં=જે ભાષામાં, વિલાયા=વિગત=પ્રધ્વસ્ત પદાર્થો, વિદિ અહિં દ્ધિ અવિગત એવા અન્યની સાથે, સંવા=સંખ્યા, પૂરવં પૂરણ માટે, મીસિયા મિશ્રિત મન્નતિ કહેવાય છે, સાંeતે તે ભાષા, રવનું=નક્કી, વિરાવનીસિયા=વિગત મિશ્રિત છે. પા.