________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-ઉ૧
૪૯
अन्यं अजीवाख्यं विषयं, वर्जयित्वा एष बहुः जीवराशिरिति भण्यते, अत्र हि जीवांशे सत्यत्वमजीवांशे चासत्यत्वम्, न च बहुषु जीवत्सु शङ्खादिष्वल्पेषु च मृतेषु ‘महानयं जीवराशिः' इत्यभिधाने जीवप्राधान्यविवक्षणान्न दोषः, बाहुल्येन प्रयोगोपलम्भादिति वाच्यम् एवं हि प्रयोगसमर्थनेऽप्युभयीयसमूहे एकीयत्वाऽसमर्थनात्, उभयीयस्यैकीयत्वनियमेऽपि प्रतिनियतैकत्वानियमात्, न च प्रतिनियतत्वस्याऽबोध एव, बोधे वा मृषात्वमेव स्यादिति वाच्यम् बोधसामग्रीमहिम्नैव तद्बोधात्, समूहस्य सामान्यत एकीकृतस्याऽपि विशेषार्पणया विभेदाच्च न मृषात्वमिति पर्यालोचनीयं सूक्ष्मेक्षिकया नयनिपुणैः, एवमन्यत्राऽप्यवसेयम् ४ ।।६१।। ટીકાર્ચ -
સી ..... અવવન્ ૪ . તે નક્કી જીવ મિશ્રિતભાષા છે જે ઉભયરાશિના વિષયવાળી પણ જીવ અજીવના સમૂહના વિષયવાળી પણ અજીવતામના અન્ય વિષયને છોડીને આ બહુ જીવરાશિ છે એ પ્રમાણે કહેવાય છે. અહીં જીવમિશ્રિતભાષામાં, જીવાંશમાં સત્યપણું છે, અને અજીવ અંશમાં અસત્યપણું છે. અને બહુ જીવતા શંખાદિમાં અને અલ્પ મરેલામાં “આ મહાન જીવરાશિ છે' એ પ્રકારના કથનમાં જીવતા પ્રાધાન્ચની વિવેક્ષા હોવાથી દોષ નથી મિશ્રભાષા નથી પરંતુ સત્યભાષા છે; કેમ કે બાહુલ્યથી પ્રયોગનો ઉપલંભ છેeઘણા જીવિત હોવાને કારણે તે પ્રકારનો લોકમાં પ્રયોગ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ન કહેવું; કેમ કે આ રીતે બહુલતાની વિવેક્ષા છે એ રીતે, પ્રયોગના સમર્થનમાં પણ જીવમિશ્રિતભાષાને સત્યભાષાના પ્રયોગના સમર્થનમાં પણ, ઉભયીય સમૂહમાં=જીવિત અને અજીવિત-રૂપ ઉભયીયતા સમૂહમાં, એકીયત્વનું અસમર્થન છેઃજીવિત જીવરાશિરૂપ એકીયત્વનું અસમર્થન છે.
અહીં પ્રશ્ન થાય કે મરેલા શંખલા અને જીવિત શંખલા તે બેમાં શંખલારૂપે ઉભયમાં એકીયત્વનું નિયમન કરી શકાશે, તેથી તે ભાષા સત્ય કહી શકાશે. તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે –
ઉભયીય એકીયત્વનું નિયમન કરાયે છતે પણઃજીવિત અજીવિત ઉભયીય શંખલાનું શંખલારૂપે એકીયત્વનું નિયમન કરાવે છતે પણ, પ્રતિનિયત એકત્વતો અનિયમ છેઃજીવિત રૂપ કે અજીવિતરૂપ એવા પ્રતિબિયત એકત્વનો અનિયમ છે, માટે મિશ્રભાષા છે એમ અત્રય છે.
અને પ્રતિનિયતનો અબોધ જ છે અર્થાત્ આ સર્વે શંખલા જીવિત જ છે કે અજીવિત છે એ પ્રકારના પ્રતિનિયતત્વનો તે પ્રકારનો વચનપ્રયોગ કરનાર જીવને અબોધ જ છે, અથવા બોધમાં પ્રતિબિયતત્વના બોધમાં=આ શંખલામાં કેટલાક જીવિત છે અને કેટલાક અજીવિત છે એ પ્રકારે પ્રતિબિયત્વના બોધમાં, અથવા સર્વ અજીવિત જ છે એ પ્રકારના બોધમાં, મૃષાત્વ જ થાય=આ જીવરાશિનો સમૂહ છે એ પ્રકારે બોલનારના વચનનું મૃષાત્વ જ થાય એમ ન કહેવું; કેમ કે બોધ સામગ્રીના મહિમાથી જ તેનો બોધ થાય છે. (તેથી પ્રતિનિયતત્વનો અબોધ છે એ પ્રકારનું પૂર્વપક્ષીનું