________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨| સ્તબક-૩ | ગાથા-પ૬,૫૭, ૫૮
૪૧ શાખામાં કપિસંયોગ હોય અને કોઈ વ્યક્તિ વચનપ્રયોગ કરે કે મૂળમાં વૃક્ષ કપિસંયોગવાળું છે તે સ્થાનમાં મૂળમાં કપિસંયોગ નહિ હોવાથી તે વચન ભ્રમજનક છે અને વૃક્ષમાં કપિસંયોગ હોવાથી પ્રમાજનક છે એમ અર્થ કરીને કોઈ તેને મિશ્રભાષામાં ગ્રહણ કરે. વસ્તુતઃ તે વચન મૃષા જ છે તેથી તે સ્થાનમાં તે વચન મૃષા કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
તે વચનથી મૂલાવચ્છિન્ન કપિસંયોગનો બોધ વૃક્ષમાં થયેલો હોવાથી અને કપિસંયોગવાળું વૃક્ષનું મૂલ નહીં હોવાથી તે વચન અપ્રમાણ જ છે અથવા મૂલાવચ્છિન્ન સમવાય સંબંધથી કપિનો સંયોગ નથી, છતાં કપિનો સંયોગ મૂલમાં છે એ પ્રમાણેનું વચન હોવાથી અપ્રમાણ છે અર્થાત્ સંયોગ સમવાય સંબંધથી ઉત્પન્ન થાય છે અને મૂલાવચ્છિન્ન સમવાય સંબંધથી કપિનો સંયોગ નથી અને વચનપ્રયોગ કરનારના વચનથી તે પ્રકારની ઉપસ્થિતિ થાય છે કે વૃક્ષના મૂળમાં કપિનો સંયોગ છે માટે તે વચનને મિશ્રવચન કહી શકાય નહિ, પરંતુ વૃક્ષના મૂળમાં કપિસંયોગ છે એ વચનપ્રયોગથી માત્ર ભ્રમાત્મક જ બોધ થાય છે, માટે મૃષાભાષા જ છે. IFપ૬-૫૭TI અવતરણિકા :
तत्रादावुत्पन्नमिश्रितामेवाऽऽह - અવતરણિકાર્ય :
ત્યાં=મિશ્રભાષામાં દશ ભેદો બતાવ્યા ત્યાં, આદિમાં ઉત્પન્નમિશ્રિતભાષાને જ કહે છે –
ગાથા :
उप्पन्नमीसिया सा उप्पन्ना जत्थ मीसिया हुंति । संखाइ पूरणत्थं सद्धिमणुप्पनभावेहिं ।।५८।।
છાયા :
उत्पन्नमिश्रिता सा उत्पन्ना यत्र मिश्रिता भवन्ति ।
संख्यायाः पूरणार्थं सार्धमनुत्पन्नभावैः ।।५८।। અન્વયાર્થ :
નન્દ=જ્યાં=જે વચનપ્રયોગમાં, અપમાદિ દ્ધzઅનુત્પન્નભાવોની સાથે, સંવાદૃ સંખ્યાના, પૂરભં=પૂરણ માટે, ૩ખન્ના-ઉત્પન્ન, મીસિયા=મિશ્રિત, હૃત્તિ થાય છે, સાંeતે, ૩uત્રીસિયા=ઉત્પન્નમિશ્રિતભાષા છે. પ૮ ગાથાર્થ :
જ્યાં જે વચન પ્રયોગમાં, અનુત્પન્નભાવોની સાથે સંખ્યાના પૂરણ માટે ઉત્પન્ન મિશ્રિત થાય છે તે ઉત્પન્નમિશ્રિતભાષા છે. I૫૮