________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૫૬-૫૭
૩૯ મર્યાદા વગરની ભાષા કર્મબંધનું કારણ હોવાથી વિરાધક છે. તોપણ બોલાયેલી ભાષા વિષયભૂત પદાર્થને આશ્રયીને જે અંશ યથાર્થ છે તે અંશથી તે ભાષા સ્વરૂપથી આરાધક છે અને જે અંશથી પદાર્થને અયથાર્થ કહે છે, તે અંશથી વિરાધક છે.
સામાન્યથી વચનગુપ્તિવાળા મુનિ ભાષાસમિતિપૂર્વક બોલે ત્યારે વિશેષ કારણ ન હોય તો સ્વરૂપથી આરાધક જ ભાષા કહે પરંતુ સ્વરૂપથી વિરાધક ભાષા કહે નહિ. આથી જ દૂરથી ગાયને જોઈને સ્વરૂપથી વિરાધકભાષાનો પ્રયોગ ન થાય ત૬ અર્થે સાધુ તેને ગોજાતીયથી ઉલ્લેખ કરે છે. પ્રસ્તુતમાં જે મિશ્રભાષા છે તેમાં સ્વરૂપથી આરાધક અંશ છે અને સ્વરૂપથી વિરાધક અંશ છે તોપણ તે ભાષા બોલનારને એક સાથે આરાધકત્વ-વિરાધકત્વરૂપ ફળની ઉપપત્તિ થતી નથી, કેમ કે ભાષાસમિતિની મર્યાદાથી બોલાઈ હોય તો આરાધકત્વ ફળની પ્રાપ્તિ થાય અને ભાષાસમિતિની મર્યાદા વગર બોલાઈ હોય તો વિરાધકત્વરૂપ ફળની પ્રાપ્તિ થાય; પરંતુ કરાયેલ વચનપ્રયોગના વિષયભૂત સત્યાંશને અને અસત્યાંશને આશ્રયીને આરાધત્વવિરાધકત્વરૂપ બે ફળની પ્રાપ્તિ એક અધ્યવસાયથી થઈ શકે નહિ. તેથી જેમ આરાધકત્વ બુદ્ધિથી સત્યભાષા બોલાય છે કે કોઈકને ઠગવા આદિના પ્રયોજનથી અસત્યભાષા બોલાય છે તે બે પ્રકારના પરિણામથી પ્રયોજ્ય મિશ્રભાષા નથી, પરંતુ કોઈક અન્ય કારણાન્તરનો વિરહ હોવાને કારણે તે પ્રયોજનથી મિશ્રભાષા બોલાય છે. જેમ કોઈકને ઠગવાનો આશય ન હોવા છતાં તથા પ્રકારના બોધના અભાવને કારણે કે વિપરીત બોધને કારણે મિશ્રભાષા બોલાય છે તેથી સમ્યગુ ભાષા બોલવાના અધ્યવસાયવાળા પણ જીવો સમ્યફ બોલવાનાં જે કારણો છે તેના વિરહને કારણે મિશ્રભાષા બોલે છે, તેથી કારણોત્તર વિરહ પ્રયોજ્ય મિશ્રભાષા છે, તે દશ પ્રકારની છે; જેનું વર્ણન ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથામાં કરે છે.
અહીં દશ પ્રકારના મિશ્રભાષાના ભેદો બતાવ્યા ત્યાં કોઈકને શંકા થાય કે કોઈ વ્યક્તિને ૧૦૦ રૂપિયા આપવાના હોય અને ૫૦ રૂપિયા આપ્યા પછી તે કહે કે મેં સો રૂપિયા આપ્યા છે તે વખતે તે વચનપ્રયોગમાં રૂપિયા આપ્યા છે એ વચન અંશ સત્ય છે અને સો આપ્યા છે એ અંશ અસત્ય છે તેથી સ્વરૂપને આશ્રયીને તે મિશ્રભાષા છે; છતાં ગ્રંથકારશ્રીએ બતાવેલા દશ ભેદોમાં તેનો અંતર્ભાવ જણાતો નથી, એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે –
ઉત્પન્નમિશ્ર ઇત્યાદિ ભેદોમાં ઉત્પન્ન શબ્દ છે તેમાં રહેલ ઉત્પત્તિરૂપ ક્રિયા તે ક્રિયાન્તરનું ઉપલક્ષણ છે, તેથી ઉપલક્ષણથી દયક્રિયામાં જે મિશ્રપણું છે તેનો સંગ્રહ થાય છે.
વળી કોઈક વન ધવ, ખદિર, અશોકવૃક્ષોવાળું હોય અને કોઈ કહે કે આ અશોકવન છે તો તે વચનપ્રયોગમાં પણ વનમાં રહેલા અશોકવૃક્ષના અંશથી તે વચનપ્રયોગ સ્વરૂપથી સત્ય છે અને ધવ, ખદિર આદિના અંશથી તે વચનપ્રયોગ સ્વરૂપથી અસત્ય છે માટે તે મિશ્રભાષા છે અને તેનો અંતર્ભાવ પૂર્વમાં કહેલા દશ ભેદોમાં થતો નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જીવમિશ્રિત આદિમાં રહેલ જીવાદિ શબ્દ વસ્તૃતરનું ઉપલક્ષણ છે તેથી વસ્વન્તર શબ્દથી વનને ગ્રહણ કરીને પણ જે મિશ્રભાષા બોલાય તેનું ગ્રહણ છે.