________________
૩૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૫૬-૫૭ આદિનું ઉપલક્ષણપણું છે એમ કહ્યું એના દ્વારા, જ્ઞાનમાં જે પ્રમાણે અતમાં તદ્અવગાહિત્યરૂપ ભ્રમત્વ અને તદ્દાનમાં તદ્અવગાહિત્યરૂપ પ્રમાત્વ એકત્ર જ છે=એક જ જ્ઞાનમાં છે, આ રજત છે એ જ્ઞાનનું ધર્મી અંશમાં પ્રમાપણું હોવાથી અને રજત અંશમાં ભ્રમપણું હોવાથી એ રીતે અઘટવાળા પણ ભૂતલમાં ભૂતલ ઘટવાળું છે એ ભાષાનું ભૂતલ અંશમાં પ્રમાજનકપણું હોવાથી અને ઘટાંશમાં ભ્રમજનકપણું હોવાથી સત્યામૃષાપણું છે એ પ્રમાણે કહેવા છતાં પણ ક્ષતિ નથી.
કોઈક વયની દૃષ્ટિથી તે કથન સંગત હોવા છતાં સર્વથા સંગત નથી તે બતાવવા અર્થે ‘વસ્તુતઃ'થી કહે છે –
વળી આ રીતે હોતે છતે અતક્માં તદ્અવગાહિ મિથ્યાજ્ઞાનને પણ સત્ય કહ્યું એ રીતે હોતે છતે, મૃષાભેદના ઉચ્છેદની આપત્તિ છે=સર્વ મૃષાભાષા મિશ્રભાષામાં અંતર્ભાવ થવાથી મૃષાભેદના ઉચ્છેદની આપત્તિ છે; કેમ કે સર્વ પણ અસત્યભાષાનું અંશમાં સત્યપણું છે. કેમ સર્વ અસત્યભાષાનું અંશમાં સત્યપણું છે ? એથી કહે છે –
સર્વજ્ઞાન ધર્મી અંશમાં અભ્રાત છે એ વ્યાયથી ધર્મી અંશમાં પ્રમાજનકપણું છે. તે કારણથી પૂર્વમાં કહ્યું એ પ્રમાણે મૃષાભાષાને પણ મિશ્રભાષામાં અંતર્ભાવ કરવામાં આવે તો મૃષાભેદના ઉચ્છેદની આપત્તિ છે તે કારણથી, ધર્મી અંશતા વિલિકથી પરિસ્થલ ભ્રમ-પ્રમાજવકત્વને ગ્રહણ કરીને જ આ ભેદ મિશ્રભાષાનો ભેદ, અતિરેક છે મૃષાભાષાથી ભિન્ન છે એ પ્રમાણે જાણવું.
નનુથી પૂર્વપક્ષી શંકા કરે છે – તો પણ “મૂલમાં વૃક્ષ કપિસંયોગવાળો છે" એ પ્રકારના પ્રયોગમાં મૂલતા કપિસંયોગ અવચ્છેદકત્વના અંશમાં અસત્યપણું હોવા છતાં પણ વૃક્ષના કપિસંયોગત્વ અંશમાં સત્યપણું થવાથી સત્યામૃષાપણું થાય=મૂળમાં વૃક્ષ કપિસંયોગવાળું છે એ વચનનું સત્યામૃષાપણું થાય. એમ જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે મૂલાવચ્છિન્ન કપિસંયોગવત્ અંશમાં અથવા મૂલાવચ્છિન્ન સમવાયસંબંધથી તદ્ અંશમાં કપિસંયોગના અંશમાં, અપ્રમાપણું જ છે, એ પ્રમાણે દિશાસૂચન છે. I૫૬-૫શા ભાવાર્થ :સત્યામૃષાભાષાનું લક્ષણ :
સત્ય હોતે છતે જે મૃષાભાષા તે સત્યામૃષાભાષા છે, જેને શાસ્ત્રમાં મિશ્રભાષા કહેવાય છે. મિશ્રભાષામાં એક અંશ બાધિત હોય છે અને અન્ય અંશ અબાધિત હોય છે. મિશ્રભાષામાં જે અંશ અબાધિત છે તે અંશથી વિચારીએ તો સત્ય હોવાને કારણે સ્વરૂપથી આરાધક કહેવાય અને જે અંશ અસત્ય છે તે અંશથી તે ભાષા સ્વરૂપથી વિરાધક કહેવાય. અર્થાત્ પરિણામની અપેક્ષાએ ગુપ્તિના પરિણામવાળા મહાત્મા ભાષાસમિતિની મર્યાદાથી જે ભાષા બોલે તે નિર્જરાનું કારણ હોવાથી આરાધક છે અને ભાષાસમિતિની