________________
૩૧
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-પ૩, ૫૪. અભિપ્રાયથી અનાદિ કાળથી પૂર્વમાં વર્ણન કરાયેલ દશ પ્રકારનો વિભાગ છે; કેમ કે અતિસંક્ષેપ નહિ અને અતિવિસ્તાર નહિ તે દૃષ્ટિથી વિચાર કરનારને જે પ્રકારનો પ્રયોગ થાય છે તે પ્રમાણે જ તે ભાષાના વિભાગને સ્વીકારે છે. જેમ કોઈ ક્રોધથી બોલતું હોય, કોઈ માનથી બોલતું હોય, કોઈ ઉપઘાતના પરિણામથી બોલતું હોય, તે પ્રકારના તેના પ્રયોગને આશ્રયીને તે મૃષાભાષાનો ભેદ કરે છે; કેમ કે તે પ્રકારે જ વિભાગ કરવાથી વ્યવહારની સિદ્ધિ થાય છે અર્થાત્ લોકવ્યવહારમાં પ્રતીતિ થાય છે કે આ ક્રોધથી મૃષા બોલે છે, આ માનથી મૃષા બોલે છે કે આ અન્યને ઉપઘાત કરવાના આશયથી મૃષા બોલે છે ઇત્યાદિ વ્યવહારની સિદ્ધિ થાય છે. જ્યારે બોલાયેલા વચનને આશ્રયીને વિભાગ કરવામાં આવે તો જેમ સ્થાપના સત્ય આદિ ભાષાના વિભાગો છે તે વિભાગો અનુસાર સ્થાપનાઅસત્ય આદિ મૃષાભાષાના ભેદો પ્રાપ્ત થાય. જેમ જિનપ્રતિમાને જિન કહેવાથી સ્થાપના સત્યભાષા છે તેના બદલે જિનપ્રતિમાને જ આ ઇન્દ્ર છે ઇત્યાદિ અન્યરૂપે કહેવામાં આવે તો તો વચનપ્રયોગને આશ્રયીને મૃષાભાષા બને છતાં તે સર્વ મૃષાભાષાનો અંતર્ભાવ રાગ, દ્વેષ અને મોહમાં જ થાય છે, માટે મૃષાભાષાના પરિવારના અર્થી સાધુએ રાગાદિ આકુળતા વગર અને વીતરાગના વચનમાં મોહ ધારણ કર્યા વગર ભાષાસમિતિની અને વચનગુપ્તિની વૃદ્ધિ થાય તે રીતે જ બોલવું જોઈએ. એ પ્રકારનો પરમાર્થ છે. Ivall અવતરણિકા -
भङ्ग्यन्तरेण चतुर्द्धाऽपि मृषाभाषाविभागमाह - અવતરણિકાર્ય -
ભંગ્યારથી ચાર પ્રકારની પણ મૃષાભાષાના વિભાગને કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં કારણના ભેદકૃત કાર્યરૂપ મૃષાભાષાનો ભેદ સ્વીકારીને મૃષાભાષાના દશ પ્રકાર અથવા ત્રણ પ્રકાર બતાવ્યા. હવે વચનપ્રયોગને આશ્રયીને મૃષાભાષાના ચાર પ્રકારના ભેદોને બતાવે છે --
ગાથા :
सब्भावस्स णिसेहोऽसब्भयब्भावणं च अत्थम्मि ।
अत्यंतरं च गरहा, इय चउहा वा मुसा भासा ।।५४।। છાયા :
सद्भावस्य निषेधोऽसद्भूतोद्भावनं चार्थे ।
अर्थान्तरं च गर्दा इति चतुर्धा वा मृषाभाषा ।।५४।। અન્વયાર્થ :सम्भावस्स णिसेहोऽसब्भूयुब्भावणं च अत्थम्मि अत्यंतरं च गरहा, इय चउहा वा मुसा भासा अथवा