________________
30
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૫૩
ભાવાર્થ:
વચનપ્રયોગ કરનાર રાગથી કે દ્વેષથી કે મોહથી મૃષાભાષાને બોલે છે તોપણ અનાદિનિર્દેશસંસિદ્ધ દશ પ્રકારનો વિભાગ :
અવતરણિકામાં શંકા કરેલ કે ક્રોધાદિ કારણના ભેદથી મૃષાભાષારૂપ કાર્યનો વિભાગ ગ્રહણ કરીને ગ્રંથકારશ્રીએ દશ ભેદો મૃષાભાષાના બતાવ્યા. પરંતુ જેમ ક્રોધાદિ પૃષાભાષાનાં કારણો છે તેમ ભ્રમ, પ્રમાદ બીજાને ઠગવાની ઇચ્છા, કરણની અપટુતા પણ મૃષાભાષાનાં કારણો છે એમ અન્યદર્શનકારો માને છે. તેથી તેને આશ્રયીને પણ મૃષાભાષાના ભેદો સ્વીકા૨વા જોઈએ. જો આમ સ્વીકારીએ તો મૃષાભાષાના ક્રોધાદિકૃત દશ વિભાગો છે તેમ કહી શકાય નહિ. તેનો ઉત્તર આપતાં ગાથામાં ગ્રંથકારશ્રી કહે છે
મૃષાભાષાનાં ત્રણ કારણો છે રાગ, દ્વેષ અને મોહ=જ્ઞાનનો અભાવ, આ ત્રણ કારણથી અતિરિક્ત મૃષાભાષાનું કારણ કોઈ નથી. આથી જ કહેવાયું છે કે વીતરાગ સર્વજ્ઞ એવા તીર્થંકરો કેવળજ્ઞાન પછી જે માર્ગ બતાવે છે તે વખતે વીતરાગ હોવાથી રાગ, દ્વેષ નથી અને જ્ઞાનાવરણીયનો ક્ષય થયેલો હોવાથી મોહ નથી તેથી તેમનું વચન લેશ પણ મૃષા બને નહિ અને એ રીતે જ ભગવાનના વચનને પરતન્ત્ર જે સાધુ બોલે છે તેઓ વીતરાગ નહિ હોવા છતાં રાગાદિના ઉન્મૂલનનો યત્ન કરનારા હોવાથી વચનપ્રયોગકાળમાં રાગથી કે દ્વેષથી બોલતા નથી અને સર્વજ્ઞના વચનથી નિર્ણીત વસ્તુ જ બોલે છે માટે અજ્ઞાનથી પણ બોલતા નથી તેથી તેમનું વચન મૃષા સંભવે નહિ અને ક્રોધ, ભય આદિ દશ પ્રકારો જે પૂર્વમાં બતાવ્યા તે સર્વ રાગદ્વેષમાં અંતર્ભાવ પામે છે અને ૫૨દર્શનને અભિમત ભ્રમ, પ્રમાદ, કરણની અપટુતા=ઇન્દ્રિયનું અસામર્થ્ય મોહમાં જ અંતર્ભાવ પામે છે અર્થાત્ અજ્ઞાનમાં જ અંતર્ભાવ પામે છે; કેમ કે ભ્રમ અજ્ઞાનને કારણે થાય છે અને ચિત્તના અનુપયોગરૂપ પ્રમાદ પણ અજ્ઞાનને કારણે થાય છે અને ઇન્દ્રિયોની અપટુતાને કારણે જે વિપરીત બોધ થાય છે તે અજ્ઞાનને કારણે થાય છે અને બીજાને ઠગવાનો પરિણામ દ્વેષમાં અંતર્ભાવ પામે છે, તેથી પૂર્વમાં વર્ણન કરાયેલા ક્રોધાદિને આશ્રયીને દશ ભેદો અને અન્યદર્શનને અભિમત ભ્રમાદિને કા૨ણે થતા મૃષાભાષાના ભેદો પરમાર્થથી રાગ, દ્વેષ અને મોહમાં જ અંતર્ભાવ પામે છે તેથી પરમાર્થથી મૃષાભાષાનાં કારણોના ભેદથી મૃષાભાષાનો ભેદ કરવામાં આવે તો મૃષાભાષા ત્રણ પ્રકારે જ પ્રાપ્ત થાય છે.
-
અહીં પ્રશ્ન થાય કે જો મૃષાભાષાના કારણને આશ્રયીને ત્રણ જ ભેદો હોય તો પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કારણોને આશ્રયીને દશ ભેદો કેમ બતાવ્યા ? તેથી ગાથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે -
અનાદિ નિર્દેશથી સંસિદ્ધ મૃષાભાષાના દશ ભેદોનો વિભાગ છે.
આનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે –
સંગ્રહનયના અભિપ્રાયથી મૃષાભાષાનો સંગ્રહ ત્રણ ભેદોથી જ થાય છે.
વળી અતિવિસ્તાર નહિ અને અતિસંક્ષેપ નહિ એ પ્રકારના પદાર્થને જોનાર જે દૃષ્ટિ તે દૃષ્ટિરૂપ નયના