________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૫૪, ૫૫
(૧) સદ્ભૂત પદાર્થનો નિષેધ :
જેમ કોઈ જગતમાં વિદ્યમાન વસ્તુનો નિષેધ કરે ત્યારે તે બોલાયેલી ભાષા વચનપ્રયોગને આશ્રયીને મૃષાભાષા છે અને તે ભાષામાં ધર્મીરૂપ વસ્તુમાત્રમાં નાસ્તિનું પ્રતિપાદન કરાય છે. જેમ જગતમાં જીવ છે, પુણ્ય છે, પાપ છે, છતાં મંદબુદ્ધિવાળા કે વિપર્યાસબુદ્ધિવાળા કહે છે કે જીવ નથી, પુણ્ય નથી, પાપ નથી, એ પ્રકારના વચનપ્રયોગો સદ્ભાવરૂપ વસ્તુના નિષેધ પર હોવાથી મૃષાભાષારૂપ છે.
33
(૨) અર્થમાં અસદ્ભૂત પદાર્થનું ઉદ્ભાવન -
વળી કેટલાક દર્શનકારો જીવને સ્વીકારે છે પરંતુ તેને અણુપરિમાણવાળો માને છે તો કેટલાક દર્શનકારો તેને વ્યાપક માને છે, તેઓ જીવરૂપ અર્થમાં અસદ્ભૂત અર્થનું ઉદ્ભાવન કરે છે, આથી જ સ્વમતિકલ્પના અનુસાર જીવરૂપ વસ્તુ જે સ્વરૂપે નથી તે સ્વરૂપે જીવને પ્રતિપાદન કરે છે. આ પ્રકારનો વચનપ્રયોગ અર્થમાં અસદ્ભૂતના ઉદ્ભાવનરૂપ મૃષાભાષા છે.
(૩) અર્થાતરનું સ્થાપન :
અર્થાન્તરરૂપ ત્રીજો ભેદ છે. જેમ અન્ય વસ્તુમાં અન્ય શબ્દનો પ્રયોગ કરાય તે અર્થાન્તરરૂપ મૃષાભાષા છે. જેમ ગાયને અશ્વ કહેવામાં આવે આ પ્રકારનો પ્રયોગ ભ્રમાદિને કારણે થાય તે પણ મૃષાભાષા જ છે. આથી જ સુસાધુ દૂર જતી ગાયને જોઈને તેને આશ્રયીને કોઈ વચનપ્રયોગ ક૨વાનું પ્રયોજન હોય ત્યારે આ ગોજાતીય છે તેવો ઉલ્લેખ કરે છે જેથી બળદમાં ગાયનો પ્રયોગ ન થાય. જો આ પ્રકારની ઉચિત યતના ન કરે તો મૃષાભાષાના પરિહાર પ્રત્યેનો ઉપેક્ષાભાવ વર્તે છે તેથી કર્મબંધની પ્રાપ્તિ થાય.
(૪) નિંદાકારી વચનપ્રયોગ :
વળી સત્ય પણ વચન ગહના અભિપ્રાયથી કહેવામાં આવે તો તે મૃષાભાષારૂપ છે. જેમ કાણાને આ કાણો છે એમ કહેવામાં આવે ત્યારે તે સત્યવચન તેના નીચપણાનો અભિભંજક હોવાથી અસત્યરૂપ છે.
આ પ્રકારે વચનપ્રયોગને આશ્રયીને ચાર પ્રકારની મૃષાભાષા ગ્રંથકારશ્રીએ બતાવી એ રીતે યથાયોગ્ય અન્ય રીતે વચનપ્રયોગને આશ્રયીને સર્વ મૃષાભાષાનો સંગ્રહ થાય તે રીતે વિચારણા કરવી જોઈએ, તેથી સર્વ પ્રકારની મૃષાભાષાનો બોધ થાય, જેના બળથી સાધુ ભાષાસમિતિના અને વચનગુપ્તિના પાલનમાં યત્ન ક૨વા અર્થે સર્વ પ્રકારના મૃષાભાવોને સ્મૃતિમાં રાખીને તે પ્રકારે વચનપ્રયોગ કરે કે જેથી કોઈ પણ પ્રકારે બોલાયેલું વચન ભાષાસમિતિનું અને વચનગુપ્તિનું વ્યાઘાતક બને નહિ. ૫૪॥
અવતરણિકા :
अथ मृषाभाषानिरूपणस्य सिद्धत्वं सत्यामृषानिरूपणप्रतिज्ञां चाह
અવતરણિકાર્ય :
હવે મૃષાભાષાના નિરૂપણનાં સિદ્ધપણાને અને સત્યામૃષાભાષાના નિરૂપણની પ્રતિજ્ઞાને કહે
છે -