________________
૨૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-પ૧
ગાથા :
जं उपघायपरिणओ भासइ वयणं अलीअमिह जीवो ।
उवघायणिस्सिआ सा, जहा अचोरे वि चोरो त्ति ।।५१।। છાયા :
यदुपघातपरिणतो भाषते वचनमलीकमिह जीवः ।
उपघातनिःसृता सा यथाऽचौरेऽपि चौर इति ।।५१।। અન્વયાર્થ :
૩પયા પરિપત્રો નીવો-ઉપઘાતપરિણત જીવ, ફુદ અહીં=જગતમાં, ગં ગતi aavi માસ જે અલીક વચન=મૃષા વચન, બોલે છે, સા વે ક્સિંગ તે ઉપઘાતનિઃસૃતમૃષાભાષા છે, નહીં=જે પ્રમાણે, નવો વિ અચોરમાં પણ, ચોરો ત્તિ ચોર એ પ્રકારનું વચન. પલા. ગાથાર્થ :
ઉપઘાતપરિણત જીવ અહીં=જગતમાં, જે અલીક વચન=મૃષા વચન, બોલે છે તે ઉપઘાતનિઃસૃતમૃષાભાષા છે. જે પ્રમાણે અયોરમાં પણ ચોર એ પ્રકારનું વચન. I૫૧II. ટીકા :
उपघातपरिणतः पराशुभचिन्तनपरिणतः, इह-जगति जीवो यदलीकं अनृतं, वचनं भाषते सा उपघातनिःसृता यथाऽचौरे 'चोर' इति, वचनमिति शेषः १० ।।५१।। ટીકાર્ચ -
૩૫તિપરિતિ? .... તિ શેષ: ૨૦ | ઉપઘાતપરિણત પરના અશુભના ચિંતનમાં પરિણત, જીવ અહીં=જગતમાં, જે અલીક-અસત્યવચન, બોલે છે તે ઉપઘાતનિઃસૃત અસત્યભાષા છે. જે પ્રમાણે અચોરમાં ચોર એ પ્રકારનું વચન. ગાથામાં વચન એ પ્રમાણે શબ્દ અધ્યાહાર છે એ બતાવવા માટે વરમિતિ શેષઃ' એ પ્રમાણે કહેલ છે. પલા ભાવાર્થ(૧૦) ઉપઘાતનિઃસૃત અસત્યભાષા :
કોઈક કષાયને વશ પરનું અશુભ કરવાના પરિણામથી પરિણત જીવ જે બોલે છે તે ઉપઘાતનિઃસૃત અસત્યભાષા છે. સામાન્યથી રાગથી. વેષથી ક્રોધથી જે ભાષા બોલાય છે તે સર્વ ભાષામાં બીજાને ઉપઘાત કરવાનો પરિણામ ન પણ હોય તેથી તે તે કષાયવશ તે તે ભાષા અસત્ય બને છે. જ્યારે ઉપઘાતનિઃસૃતભાષામાં તો કોઈકનું અહિત કરવાનો અધ્યવસાય સાક્ષાત્ રહેલો હોય છે. સામાન્યથી સુસાધુ બીજાનું અહિત કરવાનો અધ્યવસાય ધરાવતા નથી છતાં કોઈક નિમિત્તથી કોઈક પ્રત્યે દ્વેષ થયો હોય ત્યારે તે જીવને અન્ય