________________
૧૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨/ સ્તબક-૨ / ગાથા-૪૨, ૪૩ ક્રોધના વશ સત્યભાષા બોલે છે તેઓને મિથ્યા અભિનિવેશ હોય છે કે હું સત્યભાષા બોલું છું; કેમ કે ક્રોધના વશ બોલાયેલી તે ભાષા પરમાર્થથી અસત્ય હોવા છતાં મારા વડે આ સમ્યક કહેવાયું છે એ પ્રકારના ક્રોધયુક્ત સત્ય એવા દુર્ભાષિત વચનમાં અનુમોદનનો પરિણામ વિદ્યમાન હોવાથી સામાન્યથી બોલાતી અસત્યભાષા કરતાં પણ મહાકર્મબંધના હેતુરૂપ તે સ્થૂલથી સત્યભાષા છે, પરમાર્થથી તો ક્લિષ્ટકર્મબંધનું કારણ હોવાથી અસત્ય જ છે.
જે સાધુને વાગૃપ્તિથી અને ભાષાસમિતિથી બોલાયેલી સત્યભાષા કેવા સ્વરૂપવાળી હોય છે તેનો પરમાર્થથી બોધ નથી તેથી સંવેગથી યુક્ત અને સ્વપરના કલ્યાણનું કારણ બને તેવી પોતાની સત્યભાષા નહિ હોવા છતાં સ્થૂલથી પોતાની બોલાયેલી ભાષા સત્ય છે તેમ નિર્ણય કરીને સાધ્વાચારની મર્યાદાથી વિરુદ્ધ એવું દુર્ભાષિત પોતાનું વચન હોવા છતાં “મારા વડે સમ્યફ કહેવાયું છે” એ પ્રકારની અનુમોદનાને કરતાં તે સાધુ મહાકર્મબંધને પ્રાપ્ત કરે છે.
વિવેકસંપન્ન શ્રાવક પણ સ્થૂલથી અસત્યનો વિરામ કરીને સૂક્ષ્મ અસત્યના વિરામવાળી ભાષા સુસાધુની કેવી હોય, તેનો પરમાર્થ જાણનારા હોવાથી પોતે જે સ્થૂલ અસત્યના વિરામપૂર્વક જે સત્યભાષા બોલે છે તે સત્યભાષાકાલીન વર્તતા પોતાના ક્રોધાદિ ભાવોને કે અરુચિ આદિના ભાવોને જાણીને પોતાની તે ભાષા દુર્ભાષિત છે તેવું જાણતા હોવાને કારણે તેની અનુમોદના કરતા નથી પરંતુ ક્રોધાદિવશ જે કાંઈ સત્યભાષા બોલે છે અથવા અસત્યભાષા બોલે છે તે પણ ભાષામાં ક્રોધાદિના પરિવારનો સંકલ્પ હોવાથી મહાકર્મબંધનો હેતુ તે ભાષા થતી નથી અને ક્વચિત્ સંયોગવશ વિવેકી શ્રાવક અસત્યભાષા બોલે તોપણ તે દુર્ભાષિતની નિંદા આદિનો પરિણામ હોવાથી તે ભાષા દુષ્ટતર બનતી નથી જ્યારે મિથ્યાભિનિવેશપૂર્વક બોલનારાની . સત્યભાષા પણ દુષ્ટતર છે. II૪શા અવતરણિકા:
उक्ता क्रोधनिःसृता । अथ माननिःसृतामाह - અવતરણિકાર્ય :ક્રોધનિઃસૃતભાષા કહેવાઈ. હવે માનથી નિઃસૃત માનથી બોલાયેલી, અસત્યભાષાને કહે છે –
ગાથા :
सा माणणिस्सिया खलु, माणाविट्ठो कहेइ जं भासं । जह बहुधणवंतोऽहं अहवा सव्वं पि तव्वयणं ।।४३।।
છાયા :
सा माननिश्रि(निःसृ)ता खलु मानाविष्टः कथयति यां भाषाम् । यथा बहुधनवानहं अथवा सर्वमपि तद्वचनम् ।।४३।।