________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૪૭, ૪૮
ભાવાર્થ :(૬) દ્વેષનિઃસૃત અસત્યભાષા :
કોઈ અન્યદર્શનવાળા જિનના અતિશયને જોઈને મત્સરવાળા થઈને કહે કે ઇન્દ્રજાલરૂપ વિદ્યાથી અથવા તેવા પ્રકારની કોઈક અતિશય શક્તિથી લોકોને પોતાનું ઐશ્વર્ય બતાવે છે પરંતુ કર્મક્ષયથી કૃતાર્થ થયેલા નથી. આ પ્રમાણે ભગવાનના ગુણ પ્રત્યેના મત્સરથી કોઈક પોતાના ભક્તને કહે જેમ ગોશાળો વીર ભગવાન પ્રત્યેના મત્સરથી એ પ્રમાણે કહેતો હતો તે દ્વેષનિઃસૃત અસત્યભાષા છે.
વળી કોઈના પ્રત્યેના માત્સર્યને કારણે તેનું જેવું સ્વરૂપ હોય તેવું યથાર્થ સ્વરૂપ કોઈ કહે ત્યારે સ્થૂલથી સત્ય બોલાતી પણ તે ભાષા વૈષનિઃસૃત હોવાથી અસત્યભાષા છે. આથી જ માત્સર્યને વશ કોઈ સુસાધુ કોઈકને હીન દેખાડવા માટે તેની હીનતાનું સ્વરૂપ જેવું હોય તેવું સત્ય પણ કહે તોપણ તે દ્વેષનિઃસૃત અસત્યભાષા બને છે. ફક્ત વાગુપ્તિના અને ભાષાસમિતિના પરિણામથી નિયંત્રિત થઈને કોઈકના હિતના પ્રયોજનથી સાધુ બોલે તો જ તે સત્યભાષા બને. I૪૭ના અવતરણિકા :
उक्ता द्वेषनिःसृता । अथ हास्यनिःसृतामाह - અવતરણિકાર્ય :
Àષનિઃસૃતભાષા કહેવાઈ. હવે હાસ્યનિઃસૃતભાષાને કહે છે – ગાથા :
सा हासणिस्सिया खलु हासपरिणओ कहेइ जं भासं । जह पेच्छगहासट्ठा, दिढे वि न दिट्ठमियवयणं ।।४८।।
છાયા :
सा हास्यनिःसृता खलु हास्यपरिणतः कथयति यां भाषाम् ।
यथा प्रेक्षकहास्यार्थाय दृष्टेऽपि न दृष्टमिति वचनम् ।।४८।। અન્વયાર્થ:
હાસરિ નમો હાસ્યપરિણત પુરુષ, ગં માસં=જે ભાષાને, દે કહે છે, સાકતે, gr=ખરેખર, રાસસ્મિથ =હાસ્યનિશ્રિત મૃષાભાષા છે. નદ=જે પ્રમાણે, છIEાસા=પ્રેક્ષકોના હાસ્ય માટે, હિ વિં=સ્પષ્ટ પણ વસ્તુમાં, ર દિદં=જોવાયું નથી, રૂવય એ પ્રકારનું વચન=હાસ્યપરિણત પુરુષનું વચન, અસત્યભાષા છે. II૪૮. ગાથાર્થ :હાસ્યપરિણત પુરુષ જે ભાષા કહે છે તે ખરેખર હાસ્યનિશ્રિત મૃષાભાષા છે. જે પ્રમાણે