________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૪૬, ૪૭
છાયા :
सा प्रेमनिःसृता खलु प्रेमाविष्टः कथयति यां भाषाम् । यथा तवाहं दासोऽथवा सर्वमपि तद्वचनम् ।।४६।।
અન્વયાર્થ :માવિ=પ્રેમથી આવિષ્ટ પુરુષ નં માસં =જે ભાષા બોલે છે, સકતે હનુ=ખરેખર,
પેસિયાપ્રેમનિઃસૃત અસત્યભાષા છે. નદ=જેમ, ગદં તુક્ત લાસો હું તારો દાસ છું, હવા અથવા, સä પિ તવ્યમાં સર્વ પણ તેનું વચન=પ્રેમનિઃસૃતભાષા બોલનારનું વચન, અસત્યભાષા છે. I૪૬ ગાથાર્થ :
પ્રેમથી આવિષ્ટ પુરુષ જે ભાષા બોલે છે તે ખરેખર પ્રેમનિઃસૃત અસત્યભાષા છે. જેમ હું તારો દાસ છું અથવા સર્વ પણ તેનું વચન=પ્રેમનિઃસૃતભાષા બોલનારનું વચન, અસત્યભાષા છે. II૪છો. ટીકા -
स्पष्टा । नवरं 'तवाहं दास' इति स्नेहाकुलस्य प्रियतमस्य प्रियतमा प्रति वचनं, प्रेम च तीव्रतरमोहोदयजनितः परिणामविशेष इति ध्येयम् । शेषं स्पष्टम् ५ ।।४६।। ટીકાર્ય :
દા.... અષ્ટમ્ બ II ગાથા સ્પષ્ટ છે. ફક્ત તારો હું દાસ છું એ પ્રમાણે સ્નેહથી આકુળ પ્રિયતમ પુરુષનું પ્રિયતમા પત્ની પ્રત્યે વચન છે જે અસત્યભાષારૂપ છે અને પ્રેમ તીવ્રતર મોહના ઉદયથી જનિત પરિણામવિશેષ છે એ પ્રમાણે જાણવું. શેષ સ્પષ્ટ છે. II૪૬ ભાવાર્થ :(૫) પ્રેમનિઃસૃત અસત્યભાષા :
કોઈ સાધુ ભાવથી સંયમના પરિણામવાળા હોય તેથી ગુપ્તિથી ગુપ્ત થઈને ભાષાસમિતિની મર્યાદાથી સંયમની વૃદ્ધિના પ્રયોજનથી સંવેગપૂર્વક બોલતા હોય છતાં કોક નિમિત્તને પામીને કોઈક શિષ્યાદિ પ્રત્યે સ્નેહનો પરિણામ થાય અને સ્નેહથી આકુળ થઈને કંઈક સત્યવચન પણ કહે કે ક્યારેક અસત્યવચન પણ કહે તે સર્વ વચન પ્રેમનિઃસૃતભાષા થવાથી અસત્યભાષારૂપ બને છે. તે પ્રેમ કામરાગ આદિરૂપ હોય તો તીવ્ર મહોદયજનિત જીવનો પરિણામ વિશેષ છે. જવા
અવતરણિકા :
उक्ता प्रेमनिःसृता । अथ द्वेषनिःसृतामाह -