________________
૧૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૪૫, ૪૬ ગાથાર્થ -
લોભાવિષ્ટ પુરુષ જે ભાષાને કહે છે ખરેખર તે લોભનિઃસૃતભાષા છે જે પ્રમાણે પૂર્ણ આ પ્રમાણ છે અથવા સર્વ પણ તેનું વચન લોભાવિષ્ટ પુરુષનું સર્વ પણ વચન અસત્યભાષા છે. ૪પા ટીકા :
स्पष्टा । नवरं पूर्णमिदं मानमिति कूटतुलादौ ग्राहकं प्रति लुब्धस्य वणिजो वचनं शेषं प्राग्वत् ४ T૪૬TI
ટીકાર્ય :
અષ્ટા..કાવત્ ૪ | ટીકા સ્પષ્ટ છે. કેવલ આ પૂર્ણ માન છે એ પ્રમાણે કૂટતુલાદિમાં ગ્રાહક પ્રત્યે લુબ્ધ એવા વાણિયાનું વચન લોભને વશ એવા વાણિયાનું વચન, અસત્યભાષા છે. શેષ પૂર્વની જેમ=સર્વ પણ તેનું વચન અસત્ય છે એમ ગાથા-૪રની જેમ, જાણવું. ૪પા ભાવાર્થ :(૪) લોભનિઃસૃત અસત્યભાષા :
કોઈ સુસાધુ હોય આમ છતાં પ્રમાદને વશ પર્ષદાનો લોભ થાય, શિષ્યનો લોભ થાય કે અન્ય કોઈ સુંદર વસ્તુ પ્રત્યે લોભ થાય અને તેને વશ સત્યવચન બોલે તોપણ લોભના પરિણામને અનુકૂળ કર્મબંધનું કારણ હોવાથી તે લોભનિઃસૃત અસત્યવચન છે, આથી જ કોઈ સાધુ સંવેગપૂર્વક ગુણસ્થાનકની વૃદ્ધિમાં ઉપયુક્ત થઈને સ્વપરના કલ્યાણનું કારણ બને તેવું ઉચિત વચન બોલે તો જ તે સત્યવચન બને અન્યથા જે વચન બોલતી વખતે જે પ્રકારનો પર્ષદાદિના લોભકષાયનો ઉપયોગ પ્રવર્તતો હોય તે કષાયને અનુરૂપ તે વચનપ્રયોગ કર્મબંધનું કારણ હોવાથી સત્ય પણ હોય અથવા અસત્ય પણ હોય પરંતુ પરમાર્થથી તો તે અસત્યવચન જ છે. ભાજપા અવતરણિકા :
उक्ता लोभनिःसृता । अथ प्रेमनिःसृतामाह - અવતારણિકાર્ચ - લોભનિઃસૃતભાષા કહેવાઈ. હવે પ્રેમનિઃસૃતભાષાને કહે છે –
ગાથા :
सा पेम्मणिस्सिया खलु पेम्माविट्ठो कहेइ जं भासं । जह तुज्ज अहं दासो अहवा सव्वं पि तव्वयणं ।।४६।।