________________
૨૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ- ૨ | તબક-૨ | ગાથા-૪૮ પ્રેક્ષકોના હાસ્ય માટે સ્પષ્ટ પણ વસ્તુમાં જોવાયું નથી એ પ્રકારનું વચન=હાસ્યપરિણત પુરુષનું વયન, અસત્યભાષા છે. I૪૮ll ટીકા :__ खलु निश्चये, सा हास्यनिःसृता हास्यं नाम हास्यमोहोदयजनितः परिणामविशेषः, तत्र परिणतः हास्यपरिणतः, यन्मृषां बाधितार्थं कथयेत्, यथा प्रेक्षकहास्यार्थं विलोकमानस्त्रीजनमित्रादिहास्योत्पादनकृते, कान्दर्पिकाणां दृष्टेऽपि वस्तुनि न दृष्टमिति वचनं, तथावचन एव परस्य प्रवृत्तिनिवृत्त्या हासोत्पत्तेः ७ ।।४८।। ટીકાર્ય -
વનુ ..... હાસોઃ ૭ II ગાથામાં ‘વતુ' શબ્દ નિશ્ચય અર્થમાં છે અર્થાત્ નક્કી મૃષાભાષા છે એ બતાવવા અર્થે છે.
તે હાસ્યનિઃસૃત ભાષામાં હાસ્ય શું છે ? તે કહે છે – હાસ્યમોહનીયના ઉદયથી જનિત પરિણામવિશેષ હાસ્ય છે. તેમાં પરિણત=હાસ્યમોહતા ઉદયમાં પરિણત હાસ્યપરિણત. જે મૃષા=બાધિત અર્થને, કહે છે તે હાસ્યનિઃસૃત મૃષાભાષા છે એમ અવય છે. તેમાં યથા'થી દૃષ્ટાંત બતાવે છે –
પ્રેક્ષકના હાસ્ય માટે–દેખાતા સ્ત્રી જન મિત્રાદિના હાસ્યના ઉત્પાદન માટે, કાંદપિંકોની દષ્ટ પણ વસ્તુમાં જોવાયું નથી એ પ્રકારનું વચન તે હાસ્યનિઃસૃત મૃષા વચન છે એમ અવય છે; કેમ કે તેવા પ્રકારના વચનમાં જ=કાંદપિકતા તેવા પ્રકારના વચનમાં જ, પરની પૃચ્છા કરનાર પુરુષની, પ્રવૃત્તિની નિવૃતિ થવાથી=પોતાની વસ્તુની પ્રાપ્તિ અર્થે જે પ્રવૃત્તિ હતી તેની નિવૃત્તિ થવાથી, હાસ્યની ઉત્પત્તિ છે= પ્રેક્ષકોને હાસ્યની ઉત્પત્તિ છે. ૪૮. ભાવાર્થ :(૭) હાસ્યનિઃસૃત અસત્યભાષા :
કોઈ સાધુને કોઈક નિમિત્તે હાસ્યમોહનો ઉદય થાય ત્યારે તે મોહના ઉદયને વશ રમૂજ અર્થે અન્યોને હાસ્ય ઉત્પન્ન થાય તેવું વચન બોલે તે વચન ક્યારેક અસત્ય હોય ત્યારે તે ભાષા વ્યવહારથી પણ અસત્ય છે અને હાસ્યના પરિણામથી બોલાયેલી હોવાથી પરમાર્થથી પણ અસત્ય છે અને ક્યારેક હાસ્યમોહના ઉદયવાળા સાધુ વ્યવહારથી સત્ય પણ વચન તે પ્રકારે લહેકાથી બોલે જેથી શ્રોતાને હાસ્ય ઉત્પન્ન થાય તેવી ભાષા હાસ્યનિઃસૃત હોવાથી વ્યવહારથી સત્ય હોવા છતાં પણ પરમાર્થથી નક્કી મૃષાભાષા છે. II૪૮II