________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા૪૪, ૪૫
૧૫
શક્રના પ્રદર્શક એવા ઈન્દ્રજાલિકનું માયા વચન અસત્યભાષા છે. શેષ પૂર્વની જેમ=સર્વ પણ તેનું વચન અસત્ય છે એમ ગાથા-૪૨ની જેમ જાણવું. li૪૪ના ભાવાર્થ :(૩) માયાનિઃસૃત અસત્યભાષા :
જેમ કોઈ ઇન્દ્રજાલિક કહે કે હું સાક્ષાત્ ઇન્દ્રને ઉપસ્થિત કરી શકું છું તેમ કહીને આ દેવેન્દ્ર છે એમ કહે ત્યારે વાસ્તવિક દેવેન્દ્ર નથી છતાં લોકોને ઠગવા માટે માયાથી કહે છે તે વચન માયાનિશ્રિત અસત્યવચન છે અથવા માયાપરિણતિવાળા સાધુનાં સર્વ વચનો માયાનિશ્રિત હોવાથી અસત્ય વચન છે. જેમ શાસ્ત્રના કોઈ પદાર્થમાં પોતાને સ્પષ્ટ નિર્ણય ન હોય છતાં સ્વમતિ અનુસાર અર્થો કરીને લોકોને તે અર્થો કહે ત્યારે તે વચનો અન્યથા હોવાને કારણે માયાનિશ્રિત મૃષા વચનો છે. ક્વચિત્ માયા પરિણામને કારણે સત્યવચન બોલે તોપણ તે માયાનિશ્રિત તેમનું વચન અસત્યવચન છે.
આથી જ સુસાધુ પણ માયાપરિણામથી જ્યારે તેનું કોઈ સત્યવચન કહે તોપણ કર્મબંધનું કારણ હોવાથી તે વચન મૃષા જ બને છે. ક્વચિત્ તે પરિણામને કારણે આકર્ષ દ્વારા ગુણસ્થાનકથી પણ પાત પામે છે. જેમ મલ્લિનાથ ભગવાને પૂર્વભવમાં માયા કરીને સ્ત્રીવેદ બાંધ્યું. ત્યારે ક્ષણભરના પ્રમાદને કારણે મિથ્યાત્વની પ્રાપ્તિ પણ થઈ. માટે માયાનિશ્રિત સત્ય કે અસત્ય સર્વવચન મૃષા વચન જ છે. I૪૪ના અવતરણિકા -
उक्ता मायानिःसृता । अथ लोभनिःसृतामाह - અવતરણિતાર્થ - માયાનિઃસૃતભાષા કહેવાઈ. હવે લોભનિઃસૃતભાષાને કહે છે –
ગાથા :
सा लोभणिस्सिया खलु लोभाविट्ठो कहेइ जं भासं ।
जह पुण्णमिणं माणं अहवा सव्वं पि तव्वयणं ।।४५।। છાયા :
सा लोभनिःसृता खलु लोभाविष्टः कथयति यां भाषाम् ।
यथा पूर्णमिदं मानं अथवा सर्वमपि तद्वचनम् ।।४५।। અન્વયાર્થ:
તમવિટ્ટો લોભાવિષ્ટ પુરુષ, i માસં=જે ભાષાને, દેડ઼ કહે છે, વસ્તુ ખરેખર, સા નોમસિયા તે લોભનિઃસૃતભાષા છે, જે પ્રમાણે, પુofમvi મri=પૂર્ણ આ પ્રમાણ છે, દવા=અથવા, સવ્વ પિ તવ્યથv=સર્વ પણ તેનું વચન લોભાવિષ્ટ પુરુષનું સર્વ પણ વચન, અસત્યભાષા છે. ૪પા.