________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૪૩
અન્વયાર્થઃ
માઇવિદો માનથી આવિષ્ટ જીવ, નં ભા=જે ભાષાને, દે કહે છે, સા=, greખરેખર, માિિસ્લી=માનનિઃસૃતભાષા છે, નદં=જે પ્રમાણે, વહુવંતોડÉ=બહુધનવાળો છું અલ્પધનવાળો પણ માનથી કહે કે હું બહુધનવાળો છું કરવા અથવા, સä પિ તદ્વયoi=સર્વ પણ તેનું વચન=માતથી બોલાયેલું સર્વ પણ તેનું વચન, માનનિશ્રિત અસત્યભાષા છે, એમ અત્રય છે. In૪૩ ગાથાર્થ :
માનથી આવિષ્ટ જીવ જે ભાષાને કહે છે તે ખરેખર માનનિઃસૃતભાષા છે જે પ્રમાણે બહુધનવાળો હું છું અNધનવાળો પણ માનથી કહે કે હું બહુધનવાળો છું અથવા સર્વ પણ તેનું વચન=માનથી બોલાયેલું સર્વ પણ તેનું વચન, માનનિશ્રિત અસત્યભાષા છે. ll૪૩ ટીકા :
स्पष्टा । नवरं यथा बहुधनवानहमिति वचनमल्पधनस्याऽपि मानिनः क्वचित्केनचित्पृष्टस्येत्यवधेयम् । शेषं प्राग्वत् २ ।।४३।। ટીકાર્ય :
અષ્ટા ..... પ્રવત્ ૨ | ગાથા સ્પષ્ટ છે. ફક્ત જે પ્રમાણે – બહુધલવાળો હું છું તે અલ્પધનવાળા પણ માનીનું વચન ક્યારેક કોઈકના વડે પુછાયેલાનું જાણવું. શેષ અંશ=ગાથામાં બતાવેલ સર્વ પણ તેનું વચન એ રૂપ શેષ અંશ, પૂર્વની જેમ જાણવું મારાવિષ્ટ પુરુષની સત્યભાષા દુષ્ટતર છે એ પ્રમાણે ક્રોધની જેમ જાણવું. ૪૩ ભાવાર્થ :(૨) માનનિઃસૃત અસત્યભાષા :
માનને વશ જે કાંઈ ભાષા બોલાય તે માનનિઃસૃત ભાષા કહેવાય.
માનને વશ કોઈક અસત્યભાષા બોલે તે વ્યવહારથી પણ અસત્ય છે. જેમ અલ્પધનવાળો માનને વશ કોઈકને કહે કે હું ઘણા ધનવાળો છું. વળી આત્મકલ્યાણનું કારણ નહિ હોવાથી અને કર્મબંધનું કારણ હોવાથી પરમાર્થથી પણ અસત્ય છે.
વળી માનને વશ ક્વચિત્ સત્યભાષા બોલે તોપણ પરમાર્થથી તે અસત્યભાષા છે, આથી જ આરાધક સાધુ ક્વચિત્ માનને વશ થઈને પોતાની વિદ્વત્તા બતાવવાના પરિણામથી નિપુણતાપૂર્વક જિનવચનનું યથાર્થ કથન કરતા હોય તોપણ તે ભાષા અસત્યભાષા છે, તેથી કર્મબંધનું જ કારણ છે, છતાં અનાભોગથી કે સહસાત્કારથી તેવો પરિણામ થયો હોય અને સૂક્ષ્મબોધને કારણે પોતાની તે સ્કૂલના છે તેવું જાણીને નિંદા ગહ કરતા હોય તો તે પરિણામના અનુમોદનની પ્રાપ્તિ થતી નથી તેથી અભિનિવેશની પ્રાપ્તિ થાય