________________
૧૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | તબક-૨ / ગાથા-૪૧, ૪૨
ભાવાર્થ :ક્રોધનિઃસૃતભાષા વ્યવહારથી સત્ય હોવા છતાં પરમાર્થથી અસત્યભાષા હોવાનું કારણ :
યોગની માત્રાથી કર્મના ગ્રહણરૂપ કર્મબંધ હોવા છતાં કર્મોની સ્થિતિ અને કર્મોના રસબંધનું કારણ કષાયો જ છે, એથી જે પ્રકારનો કષાય વર્તતો હોય તેને અનુરૂપ જ યોગોથી પ્રકૃતિ અને પ્રદેશરૂપ કર્મનો બંધ થાય છે પરંતુ કષાય કરતાં અન્ય પ્રકારે યોગ અનુસાર કર્મબંધ થતો નથી, આથી કોઈ પુરુષ ઘુણાક્ષરન્યાયથી કે સત્ય બોલવાના પક્ષપાતપૂર્વક પણ સત્યભાષા બોલે છે ત્યારે, તે વ્યવહારથી પદાર્થના યથાર્થ સ્વરૂપને કહેનાર હોવાથી સત્યભાષા છે તોપણ, ક્રોધથી અભિભૂત થયેલા પુરુષની તે ભાષાથી તેના કષાયને અનુરૂપ જ અશુભ પ્રકૃતિઓ, અશુભ રસ અને અશુભ સ્થિતિવાળાં કર્મો બંધાય છે પરંતુ તે કષાય સહવર્તી સત્ય બોલવાનો વચનનો પ્રયોગ સ્વતંત્રથી શુભકર્મબંધનો હેતુ બનતો નથી. પરંતુ કષાયના પરિણામથી યુક્ત તે સત્યવચનનો પ્રયોગ હોય તોપણ અશુભ કર્મબંધ જ થાય છે. કેવલ અકષાયના પરિણામરૂપ ગુપ્તિના પરિણામથી બોલાયેલ સત્યવચન શુભકર્મના બંધમાં હેતુ બને છે, માટે ક્રોધાવિષ્ટ વ્યક્તિ ઘુણાક્ષરન્યાયથી સત્યભાષા બોલતો હોય કે સ્કૂલ વ્યવહારથી સત્યભાષા બોલવાનો આગ્રહી હોય તેથી સત્યભાષા બોલતો હોય તોપણ, કર્મબંધના કારણભૂત સંક્લેશના વર્જનના અભિપ્રાયવાળો પરિણામ નહિ હોવાથી તેની બોલાયેલી તે સત્યભાષા પણ પરમાર્થથી અસત્ય જ છે; કેમ કે અસત્યભાષાના કાર્યરૂપ કર્મબંધની પ્રાપ્તિ કરાવે છે. ૪૧
અવતરણિકા :
न तावदस्याः शुभफलाहेतुत्वमेव प्रत्युताऽशुभफलजनकत्वमपीत्याह - અવતરણિકાર્ય :
વળી આનું ઘુણાક્ષર વ્યાયથી પણ બોલાયેલી સત્યભાષાનું, શુભફળ અહેતુપણું જ નથી પરંતુ અશુભફળજવકત્વ પણ છે એને કહે છે –
ગાથા :
दुट्ठयरा वा सच्चा कोहाविट्ठाण जेण सप्पसरा । मिच्छाभिणिवेसकए, जीवाण हंदि सा होइ ।।४२।।
છાયા :
दुष्टतरा वा सत्या क्रोधाविष्टानां येन सप्रसरा । मिथ्याभिनिवेशकृते जीवानां हन्दि सा भवति ।।४२।।