________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૪૦, ૪૧
આ પણ અયુક્ત છે; કેમ કે ક્રોધાવિષ્ટ પુરુષનું પણ ગાયને ગાય જ બોલનારાના વચનમાં અસત્યત્વનો અભાવ છે.
તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે ક્રોધાકુળચિત્તપણું હોવાને કારણે તેનું ગાયમાં ગાયતા અભિધાનનું પણ અપ્રમાણપણું છે એ પ્રમાણે સંપ્રદાય છે.
વળી આ જાણવું ત્યાં-ક્રોધાવિષ્ટ પુરુષની સત્યભાષામાં, સંમુગ્ધ વ્યવહારના પવિકસત્યપણામાં પણ ફળઓપથિકસત્યપણું નથી ફળને ઉપયોગી સત્યપણું નથી; કેમ કે સંક્લિષ્ટ આચરણનું ક્રોધના આવશેથી સંક્લિષ્ટ એવા વચનપ્રયોગ રૂપ આચરણનું, નિષ્ફળપણું છે=સત્યભાષાજવ્ય નિર્જરારૂપ ફળનું અજનકપણું છે.
તિ' શબ્દ “રુદ્રા ધ્યેય'ના કથનની સમાપ્તિ માટે છે. II૪૦ ભાવાર્થ(૧) ક્રોધનિઃસૃત અસત્યભાષા :
કોઈ પિતા કુપિત થઈને પુત્રને કહે કે “તું મારો પુત્ર નથી' તે સ્થાનમાં સ્કૂલ વ્યવહારથી તે તેનો પુત્ર હોવા છતાં ક્રોધથી બોલાયેલું તે વચન હોવાથી ક્રોધજન્ય કર્મબંધના ફળમાં પર્યવસાન પામે છે; કેમ કે બોલનારના હૈયામાં વર્તતો ક્રોધ તે વચનપ્રયોગ દ્વારા વર્ધમાન થાય છે, તેથી તે વચનપ્રયોગ દ્વારા જીવને વિશેષ કર્મબંધ થાય છે તેથી સત્યભાષાનન્ય ગુપ્તિની વૃદ્ધિ અને નિર્જરાફળની પ્રાપ્તિ ક્રોધથી યુક્ત ભાષાથી થતી નથી, માટે ક્રોધાવિષ્ટ પુરુષની અન્ય કોઈ સત્યભાષા પણ મૃષાભાષા છે આથી સહેજ પણ અરુચિ, દ્વેષ, ઈર્ષ્યા આદિથી બોલાયેલાં સત્યવચનો પણ સાધુની ગુપ્તિને મલિન કરીને કર્મબંધની પ્રાપ્તિનું કારણ બને છે. વળી, કષાયને વશ અસત્ય બોલે ત્યારે તે કષાયનો પરિણામ અધિક તીવ્ર બને છે અને કષાયને વશ સત્ય પણ બોલતો હોય તોપણ જેટલી કષાયની સંક્લિષ્ટતા તેટલા અંશમાં કર્મબંધની પ્રાપ્તિ છે, તેથી કષાયને વશ સાધુ સત્ય પણ વચન કહે તો તે વખતે સત્યભાષાજન્ય નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. I૪૦માં અવતરણિકા :
ननु कुपितस्य घुणाक्षरन्यायेनाऽपि सत्यभाषणेनाऽप्रशस्तक्रोधवशात् क्लिष्टकर्म बध्नतोऽपि सत्यभाषाप्रत्ययं शुभं कर्म किमिति न बध्यत इति मुग्धाशङ्कायामाह - અવતરણિકાર્ય :
ન'થી શંકા કરે છે – કુપિત પુરુષ ઘણાક્ષરત્યાયથી પણ સત્યભાષણ દ્વારા અપ્રશસ્ત ક્રોધના વશને કારણે ક્લિષ્ટ કર્મને બાંધતો પણ સત્યભાષા નિમિત્તક શુભ કર્મ કેમ નથી બાંધતો ? એ પ્રકારની મુગ્ધની આશંકામાં કહે છે –