________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૩૮-૩૯
भणइ-णत्थि, एस दव्वओ मुसावाओ, णो भावओ १। भावओ णो दव्वओ जहा मुसं भणिहामि त्ति, तओ तस्स वंजणाणि सहसत्ति सच्चगाणि विणिग्गयाणि ताणि, एस भावओ णो दव्वओ २ । दव्वओ वि भावओ वि जहा मुसावायपरिणओ कोई तमेव मुसावायं वदेज्जा ३ । चउत्थो भंगो सुण्णो त्ति" ।।३८।।
सा पुनरुक्तलक्षणाऽसत्या दशधा । तथाहि-कोहे त्ति, अत्र सप्तमी पञ्चम्यर्थे तथा च क्रोधानिःसृता-निर्गता इत्यादि व्याख्येयम् अथवा निश्रा जाताऽस्याः सा निश्रिता, क्रोधे निश्रिता-क्रोधनिश्रितेति यथाश्रुतमेव क्रोधे इति । शिष्टं स्पष्टम् ।।३९।। ટીકાર્ય :
સત્યાતિઃ ... 0ષ્ટમ્ II સત્યથી વિપરીત અસત્યભાષા થાય છે. અતક્માં તવચન એ પ્રકારનો વિપરીતનો અર્થ છે. અને ચરિતઉપમાદિમાં અતિવ્યાપ્તિ નથી=અસત્યભાષાના લક્ષણની અતિવ્યાપ્તિ નથી; કેમ કે યથાર્થ તાત્પર્યતા વિરહથી તવચન=આતમાં તવચન, એ પ્રકારે ગાથાનો અર્થ છે=ગાથામાં કરેલા અસત્યતા લક્ષણનો અર્થ છે. પરિભાષાના અનુરોધથી કહે છે–પરિભાષાને આશ્રયીને અસત્યભાષાના લક્ષણને કહે છે – વિરાધિકાભાષા અસત્યભાષા છે એ પ્રકારનો અર્થ છે. આકવિરાધિકા અસત્યભાષા છે એ, લક્ષણાન્તર છે-અસત્યભાષાનું લક્ષણાત્તર છે, અને વિરાધકપણું સદ્ભૂતના પ્રતિષેધત્વાદિથી છે એથી અનુપપત્તિ નથી=અસત્યભાષામાં વિરાધકત્વરૂપ લક્ષણની અનુપપત્તિ નથી, ત્યાં=અસત્યભાષામાં દ્રવ્યાદિ ચારભંગો જાણવા. ગાથામાં જ્ઞાતવ્યા શબ્દ અધ્યાહાર છે તે બતાવવા ટીકામાં ‘જ્ઞાતવ્યા તિ શેષ:' એ પ્રમાણે કહેલ છે. એ ચાર ભાંગાઓ તથાદિથી બતાવે છે – ચાર પ્રકારની અસત્યભાષા પ્રવર્તે છે – (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાલથી અને (૪) ભાવથી.
તિ' શબ્દ ચાર ભેદોની કથનની સમાપ્તિ માટે છે. દ્રવ્યથી સર્વદ્રવ્યના વિષયમાં અસત્યભાષા હોય છે. ક્ષેત્રથી લોકતા કે અલોકના વિષયમાં અસત્યભાષા હોય છે. કઈ રીતે ક્ષેત્રથી લોકના વિષયમાં અસત્યભાષા હોય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
અનંતપ્રદેશમય લોક છે ઈત્યાદિ લોકવિષયક અસત્યભાષા છે અને અલોકમાં જીવ અને પુદ્ગલો રહેલા છે અથવા અલોક નથી ઈત્યાદિ અલોકવિષયક અસત્યભાષા છે.
કાલથી દિવસવિષયક કે રાત્રિવિષયક અસત્યભાષા પ્રવર્તે છે. ભાવથી વળી ક્રોધથી અથવા લોભથી અથવા ભયથી અથવા હાસ્યથી અસત્યભાષા પ્રવર્તે છે એમ અવાય છે. અહીં “એકતા ગ્રહણમાં તજ્જાતીયનું ગ્રહણ છે' એ ન્યાયથી ક્રોધના ગ્રહણથી માનનું ગ્રહણ અને લોભના ગ્રહણથી માયાનું ગ્રહણ છે. ભય-હાસ્યના ગ્રહણથી પ્રેમ-દ્વેષ કલહ અભ્યાખ્યાતાદિનું ગ્રહણ છે એ પ્રકારે વૃદ્ધ સંપ્રદાય છે.