Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કર્તા કહે છે. આમ, જૈન સિવાયનાં જુદાં જુદાં દર્શનો આત્માનું સ્વરૂપ એકાંતિક રીતે કહે છે, પરંતુ વસ્તુનું સ્વરૂપ અનેકાંત હોવાથી તેનું સત્ય નિરૂપણ અનેકાંતદૃષ્ટિએ જ બતાવી શકાય એમ છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીગુરુ અનેકાંતદ્દષ્ટિએ સમાધાન કરતા હોવાથી કોઈ એક અપેક્ષાએ શિષ્યનો અભિપ્રાય સ્વીકારી, બીજી અપેક્ષાએ તેનો નિષેધ કરી શિષ્યને વસ્તુનું યથાર્થ સ્વરૂપ દર્શાવે છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ગર્ભિતપણે છએ દર્શનના પરિચય સાથે અનેકાંતિક એવા જૈન દર્શનની, દૃષ્ટિરાગથી નહીં પણ સ્યાદ્વાદશૈલીના કારણે ઉત્તમતા દર્શાવી છે. શિષ્યે કરેલી શંકાના સમાધાનમાં સદ્ગુરુ જૈન દર્શનનો અભિપ્રાય રજૂ કરે છે. જૈન દર્શનમાં આત્માને અનેકાંતર્દષ્ટિએ નિરૂપ્યો છે. અનેકાંતિક એવા જૈન દર્શનને સંપૂર્ણ દર્શન કહ્યું છે અને એકાંતિક એવાં અન્ય દર્શનોને જૈન દર્શનનાં જુદાં જુદાં અંગો કહ્યાં છે. એક અપેક્ષાએ જૈન દર્શન અન્ય દર્શનના અભિપ્રાય સ્વીકારી, અન્ય અપેક્ષાએ તેનો નિષેધ પણ કરે છે. જેમ કે સાંખ્ય દર્શન આત્માને એકાંતે અકર્તા માને છે, જ્યારે જૈન દર્શન આત્માને એક અપેક્ષાએ અકર્તા કહી, અન્ય અપેક્ષાએ તેને કર્મના કર્તારૂપે પણ સ્વીકારે છે. જૈન દર્શનમાં વ્યવહાર અને નિશ્ચય એમ બે નય છે. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા કર્મનો અકર્તા છે, તેથી નિશ્ચયનયની અપેક્ષાએ તે સાંખ્યમતને સ્વીકારે છે; પરંતુ વ્યવહારનયથી જૈન દર્શન આત્માને કર્મનો કર્તા માને છે, તેથી વ્યવહારનયની અપેક્ષાએ તે એકાંતિક એવા સાંખ્યમતનો નિષેધ કરે છે. આ પ્રમાણે અનેકાંતિક એવું જૈન દર્શન અન્ય એકાંતિક દર્શનોને પોતામાં સમાવિષ્ટ કરી, વસ્તુનું સત્ય સ્વરૂપ પ્રતિપાદિત કરે છે.
આમ, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છએ દર્શનોનું દોહન કરીને શુદ્ધાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. આ ષડ્દર્શનવ્યાપક ષટ્યદનું નિરૂપણ ખંડન-મંડનના પ્રયોજનથી કર્યું નથી, પણ આત્મહિતને મુખ્ય રાખીને પરમાર્થ સમજાવવા માટે કરવામાં આવ્યું છે અને તેનો સ્પષ્ટ ઉલ્લેખ આ ગાથાની બીજી પંક્તિમાં કરવામાં આવ્યો છે ‘સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.' કોઈ પણ દર્શનનું નામ મૂક્યા વિના પોતાનો અભિપ્રાય શ્રીમદે વ્યક્ત કર્યો છે, તે જ આ શાસ્ત્રના પરમાર્થપ્રયોજનની સાક્ષી પૂરે છે. તેમના આ નિષ્પક્ષપાતપણા વિષે શ્રી મનસુખભાઈ ૨વજીભાઈ મહેતા યોગ્ય જ કહે છે કે
‘શ્રીમાન્ આનંદઘનજી મહારાજ, પરમતખંડન અને સ્વમતમંડનની પદ્ધતિથી, એટલા માટે દૂર રહ્યા છે કે, જે મતનું ખંડન કરવામાં આવે છે તે મતના અનુયાયીઓ સત્ય સ્વીકારવાને બદલે ઊલટા વિમુખ થાય છે, તેમ શ્રીમાન્ રાજચંદ્રે આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર'માં આ વાદવિવાદનાં સ્થળોએ પણ એવી સૂક્ષ્મ કાળજી રાખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org