Book Title: Sadhak Bhavna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001286/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના #Na CONSER * CARRAS ネパ MA A 'BIGIT VAGA શ્રી વિવેચકઃ પૂજ્ય શ્રી આત્માનંદજી સત્ક્રુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા ૩૮૨૦૦૭ (ગુજરાત) Page #2 -------------------------------------------------------------------------- ________________ ઋાધ5-ભાવના મેરીભાવના અને અમિતગતિ સામાયિક પાઠ નું વિવેચન વિવેચક : પૂ. સંત શ્રી આત્માનંદજી re S : પ્રકાશક : થીમ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્ડ (શ્રી સત્યુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત). કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭ ૨૧૯/૪૮૩ ફેકલ્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ E-mail : srask@rediffmail.com Wain Education International Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : જયંતભાઈ એમ. શાહ, પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬ ૨૧૯/૪૮૩ ફેકસ: (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ પ્રથમ આવૃત્તિ ૧૧૦૦ દ્વિતીય આવૃત્તિ ૧૦૦૦ તૃતીય આવૃત્તિ ૧૦૦૦ ઈ. સ. ૧૯૮૮ ઈ. સ. ૧૯૯૪ ઈ. સ. ૨૦૦૫ મૂલ્ય : રૂ. ૧૬ : ટાઈપસેટિંગ : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા જિ. ગાંધીનગર, ગુજરાત શેન નં. ૨૩૨૭ ૬ ૨૧૯-૪૮૩ : મુદ્રક : ભગવતી ફ્લેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફોન નં. ૨૨૧૬ ૭૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ જેઓનાં જીવન અને ઉપદેશ-વચનામૃતથી આ ગ્રંથના લેખકના વર્તમાન જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું, પરમ પવિત્રતા પ્રાપ્ત કરવાની પુનઃ પુનઃ પ્રેરણા મળી અને જેમનો પ્રત્યુપકાર કોઈ પણ રીતે વાળી શકાવો સંભવતો નથી, તેવી લૌકિક અને લોકોત્તર ગુણોથી વિભૂષિત મહાન ત્રિપુટી (૧) શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, (૨) અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદસ્વામી, (૩) પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી, તેઓના ચરણકમળ વિશે સાદર સમર્પિત દાસાનુદાસ લેખક-વિવેચક Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અભ્યાસી અને સાધકોને ઉપયોગી થાય તેવા ઉચ્ચ કોટિના સત્સાહિત્યની પુસ્તક પરંપરામાં આ સાધક-ભાવના પ્રગટ કરતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. આ પુસ્તક ‘મેરી ભાવના’ તથા ‘શ્રી અમિતગતિ સામાયિક પાઠ' એ બંને સાધકની પરમપદની ભાવનાઓના વિશેષાર્થોને પ્રગટ કરતું ગ્રંથ-યુગલ છે. મૂળ કૃતિઓ જેના ઉપર પ્રસ્તુત ટીકા - વિવેચન લખાયું છે તે મૂળ કૃતિઓમાં પહેલી કૃતિ ‘મેરી ભાવના’ છે. આ કૃતિની રચના મૂળ હિંદી ભાષામાં પ્રસિદ્ધ લેખક વિદ્વાન અને ઇતિહાસ અનુસંધાનવેત્તા શ્રી જુગલકિશોર મુખ્તારે કરી હતી. આ કૃતિમાં ખૂબ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી આધ્યાત્મિક વિકાસ માટેની વિવિધ ભાવનાઓનું બહુજનસમ્મત, સરળ, સહજ અને પ્રાસાદિક વર્ણન છે. વળી તે સુંદર રીતે સ્વરબદ્ધ થઈ શકે છે. જેથી પ્રાર્થના – ભક્તિભાવના પૂજા માંગલિકમાં તેનો ઉપયોગ થાય છે. આ કૃતિની હિંદી, અંગ્રેજી, મરાઠી, કન્નડ આદિ ભાષાઓમાં મળીને ૫૦ લાખ ઉપરાંત કોપીઓ બહાર પડી છે. જે તેની આત્યંતિક લોકપ્રિયતા અને ઉપયોગિતાનું સૂચક છે. આ ગ્રંથ-યુગલમાં બીજી મૂળ કૃતિ આચાર્યશ્રી અમિતગતિ કૃત સામાયિક - પાઠ (ધ્યાનની ભાવના) છે. આ કૃતિ ૧૧મી સદીમાં થયેલા માથુરસંઘના મહાન યોગનિષ્ઠ આચાર્યે મૂળ સંસ્કૃતમાં ૩૨ કડીઓમાં રચી છે અને તેનું મૂળ નામ ‘ભાવનાદ્વાત્રિંશતિકા' છે. તે પણ સમસ્ત જૈન સમાજમાં અને યોગસાધકોમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રચલિત થઈ છે અને તેની પહેલી કડી તો સમસ્ત ભારતના અનેક સાહિત્યપ્રેમીઓ દ્વારા શુભ ભાવનારૂપે બોલવામાં આવે છે. આ કૃતિનું ગુજરાતી ભાષાંતર ઘણા દાયકાઓ પહેલાં શ્રી સુખલાલ જીવરાજજીએ સુંદર ગેય હરિગીત છંદોમાં કર્યું હતું. અનેક જૈન ભક્તિ-પૂજા-સંગ્રહોમાં પણ તે મૂર્ધન્ય સ્થાન પામેલ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ટીકા વિવેચન ઉપરોક્ત બન્ને કૃતિઓ પર શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ એક લેખમાળા ઇ.સ. ૧૯૮૨ના મે માસથી પ્રારંભ કરી જુલાઈ ૧૯૮૬ દરમ્યાન લખી હતી. અને તે સંસ્થાના માસિક 'દિવ્યધ્વનિ'માં આપવામાં આવી હતી. આ લેખમાળા તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં વૈરાગ્યભાવના ભાવવામાં ઘણા વાચકોને પ્રભુ - ગુરુની ભક્તિની વૃદ્ધિમાં અને વ્યક્તિગત સાધનામાં ચિત્તવૃત્તિની શુદ્ધિ અને એકાગ્રતા સાધવામાં ઉપયોગી પુરવાર થઈ હોવાથી તે પુસ્તકરૂપે હોય તો વારંવાર વાંચવા મળી શકે અને સાધનામાર્ગમાં વધારે ઉપયોગી થાય તેવી માગણી રહેતાં, આ લેખમાળાને પુસ્તકરૂપે બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવેલ છે. 5 આ ગ્રંથયુગલ સાધક ભાવના માટે રાજકોટના મુમુક્ષુ શ્રી ચમનલાલ અજમેરા પરિવારે અર્થ સહયોગ આપ્યો છે. જે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. જીવન વિકાસ સાહિત્ય ગ્રંથમાળાના પુષ્પ - ૫ તરીકે આ પુસ્તક પ્રગટ કરતાં સંસ્થા હર્ષ અનુભવે છે. બન્ને પુસ્તકની શરૂઆતમાં તે તે કાવ્યોના સળંગ પઘાનુવાદ પણ આપવામાં આવ્યા છે. જેથી સાધકને મુખપાઠ કરવામાં તથા પારાયણ કરવામાં સગવડતા રહે. આ પુસ્તક સૌ સાધક અને અભ્યાસીઓને સાધનામાં ઉપકારી થાઓ અને તેના વારંવારના રટણથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના ભાવી વિરમીએ છીએ. શ્રી રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા ૩૯૨ ૦૦૯ શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર વતી સાહિત્ય પ્રકાશન સમિતિ. જિ. ગાંધીનગર, સં. ૨૦૪૪ અષાડ શુદિ ૧૫, ગુરુપૂર્ણિમા Page #7 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવૃત્તિ પ્રસંગ પ્રથમ આવૃત્તિની સઘળી નકલો પુરી થઈ જવાથી અને મુમુક્ષુઓ તરફથી સતત માંગ રહેતી હોવાથી આ દ્વિતીય આવૃત્તિ અમદાવાદ સ્થિત પ્રભાવક ટ્રસ્ટના અર્થ સહયોગથી બહાર પાડવામાં આવેલ છે. જ્ઞાન-પ્રભાવનાના આ કાર્ય માટે ટ્રસ્ટના વ્યવસ્થાપકોનો આભાર માનીએ છીએ. કોબા ગુરુપૂર્ણિમા, ઈ. સ. ૧૯૯૪ સાહિત્ય પ્રકાશક સમિતિ વતી પ્રકાશ શાંહ તૃતિયાવૃત્તિનું નમ્ર નિવેદન આ ગ્રંથની દ્વિતીય આવૃત્તિની નકલ છેલ્લા ઘણાં વર્ષોથી અપ્રાપ્ય હોવાને કારણે અને આ વિવેચન ગ્રંથ પ્રત્યેની સજિજ્ઞાસુઓની સુરુચિને લક્ષમાં લેતાં આ તૃતિયાવૃત્તિનું પુનઃ પ્રકાશન કરતાં સંસ્થાની સાહિત્ય પ્રકાશન સમિતિ આનંદ અનુભવે છે. આ વિવેચન ગ્રંથનો યત્નાપૂર્વક સદ્ઉપયોગ કરવા મુમુક્ષુગણને અમારી નમ્ર વિનંતી છે. સાહિત્ય પ્રકાશક સમિતિ કોબા, ગાંઘીનગર ગુરુપૂર્ણિમા, ઈ. સ. ૨૦૦૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ચારિત્ર સુવાસ.. આપણો સંસ્કાર વારસો. યોગ, સ્વાસ્થ્ય અને માનવ મૂલ્યો.. તીર્થસૌરભ... શ્રીમદ્ રાજચંદ્રની જીવન સાધના. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો... પુષ્પમાળા........ શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર-હસ્તલિખિત. સાધક સાથી....... સાધના સોપાન. સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ. અધ્યાત્મ જ્ઞાન પ્રવેશિકા.. બોધસાર.. સંસ્થાનાં પ્રકાશનોની સૂચિ સાધક ભાવના.. અધ્યાત્મ પાથેય.. અધ્યાત્મ પંથની યાત્રા.. દૈનિક ભકિતક્રમ... ભકિતમાર્ગની આરાધના. રાજવંદના.... બૃહદ્ આલોચનાદિ પદ્યસંગ્રહ દિવાળી-પુસ્તિકાઓ... Aspirant's Guide.. Adhyatma-Gnan-praveshika.. Prayer and its Power....... Jain Approach to self-Realization.. Our Cultural Heritage.. Diwali-Booklets.... અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા.. ચારિત્ર સુવાસ... ૧૫.૦૦ ૧૬.૦૦ ૧૫.૦૦ ૪૦,૦૦ ૨૦.૦૦ ૨૫.૦૦ ૦૫.૦૦ ૧૦.૦૦ ૮૦.૦૦ ૩૦.૦૦ ૪૦,૦૦ ૧૦.૦૦ ૦૫.૦૦ ૦૯.૦૦ ૧૦.૦૦ ૩૦,૦૦ ૭૫.૦૦ ૬૦.૦૦ ૫.૦૦ ૧૦.૦૦ ૪.૦૦ 50.00 5.00 20.00 20.00 30.00 5.00 ૩.૦૦ ૨૫.૦૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. મેરી ભાવના ૧૧. પ્રભુવાણી ! તું... ૦ ગાથા ૧૨. સ્મરણ કરે યોગી..૩ ૧. જિસને રાગદ્વેષ... ૩ ૧૩. જેનું સ્વરૂપ... ૨. વિષયોંકી... ૫ ૧૪. જે કઠિન કો.. ૩. રહે સદા સત્સંગ... ૮ ૧૫. જન્મમરણનાં... ૭૩ ૪. અહંકારકા ભાવ... ૧૦ ૧૬. આ વિશ્વનાં... ૭૭ ૫. મૈત્રીભાવ... ૧૨ ૧૭. ત્રિલોકમાં વ્યાપી... ૭૯ ક. ગુણીજનોંકો દેખ... ૧૪ ૧૮. સ્પર્શ તલભાર... ૮૨ ૭. કોઈ બૂરા કહો... ૧૬ ૧૯. રવિતેજ વિણ.. ૮૪ ૮. હોકર સુખમેં... ૧૯. ૨૦. જો થાય દર્શન... ૮૫ ૯. સુખી રહે સબ... ૨૧] ૨૧. જેણે હસ્યાં નિજ... ૮૮ ૧૦. ઈતિ-ભીતિ વ્યાપે...૨૪ ૨૨. હું માગતો નહિ... ૯૨ ૧૧. ફેલે પ્રેમ પરસ્પર... ૨૭ ૨૩. મેળા બધા મુજ... ૯૪ ૨. શ્રી અમિતગતિ ૨૪. આ જગતની કો... ૯૬ સામાયિક પાઠ ૨૫. જે જ્ઞાનમય... ૯૮ ૧. સૌ પ્રાણી આ ..” ૨. આ આત્મ મારો..૧૦૨ ૨. અતિ જ્ઞાનવંત... ૨૭. જો આત્મ જોડે...૧૦૬ ૩. સુખદુઃખમાં... ૪૩ ૨૮. આ વિશ્વની કો... ૧૧૦ ૪. તુજ ચરણ... ૪ ૨૯. સંસાર રૂપી... ૧૧૨ ૫. પ્રમાદથી પ્રયાણ... ૪૯ ૩૦. કર્મો કર્યા છે... ૧૧૫ ૬. કષાયને પરવશ... ૫૧ ૩૧. સંસારનાં સૌ... ૧૧૫ ૭. મન વચન કાયા... પ૩ ૩૨. શ્રી અમિતગતિ... ૧૧૮ ૮. મુજ બુદ્ધિના... ૫ ૩. અશુદ્ધાત્માની સુદ્ધાત્માને ૯. મુજ મલિન મન... ૫૮ અરજ ૧૨૨ ૧૦. મુજ વચન વાણી...૦ 8 Page #10 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના ૧ ૨ જિસને રાગદ્વેષકામાદિક જીતે, સબ જગ જાન લિયા, સબ જીવકો મોક્ષમાર્ગકા નિસ્પૃહ હો, ઉપદેશ દિયા, બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો યહ, ચિત્ત ઉસમેં લીન રહો. વિષયોંકી આશા નહિ જિનકે, સામ્યભાવ ધન રખતે હૈ, નિજ પરકે હિત સાધનમેં જો, નિશદિન તત્પર રહતે હૈ. સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ જગતકે, દુઃખસમૂહકો હરતે હૈં. રહે સદા સત્સંગ ઉન્હીંકા ધ્યાન ઉન્હીકા નિત્ય રહે, નહી જેસી ચર્યામેં યહ, ચિત્ત સદા અનુરક્ત રહે, નહીં સતાઉં કિસી જીવકો, જૂઠ કભી નહિ કહા કરું, પરધન વનિતા પર ન ઉભાઉં, સંતોષામૃત પિયા કરું. અહંકારકા ભાવ ના રફખું, નહીં કિસી પર ક્રોધ કરું, દેખ દૂસરોંકી બઢતીકો, કભી ન ઈર્ષા-ભાવ ઘરું, રહે ભાવના ઐસી મેરી, સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાં તક ઈસ જીવનમેં, ઔરોંકા ઉપકાર કરું. મૈત્રીભાવ જગતમેં મેરા સબ જીવોંસે નિત્ય રહે. દીન દુઃખી જીવો પર મેરે ઉરસે કરુણાસ્રોત બહે, દુર્જન-જૂર-કુમાર્ગરતો પર, લોભ નહીં મુજકો આવે, સામ્યભાવ રકબૂ ઉન પર ઐસી પરિણતિ હો જાવે. ૩ ૪ ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ સાધક ભાવન ગુણીજનોંકો દેખ હ્રદય, મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાં તક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે, હોઉં નહીં કૃતઘ્ન કભી મેં દ્રોહ ન મેરે ઉ૨ આવે, ગુણ-ગ્રહણકા ભાવ ૨હે નિત, દ્રષ્ટિ ન દોષોં પર જાવે. હુ કોઈ બૂરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખો વર્ષો તક જીઊં યા, મૃત્યુ આજ હી આ જાવે, અથવા કોઈ કૈસા હી ભય, યા લાલચ દેને આવે, તો ભી ન્યાયમાર્ગસે મે૨ા, કભી ન પદ ડિગને પાવે. ૭ હોકર સુખમેં મગ્ન ન ફૂલે, દુ:ખમેં કભી ન ઘબરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક, અટવીસે નહીં ભય આવે, રહે અડોલ અકંપ નિરંતર, યહ મન દઢતર બન જાવે, ઇષ્ટ વિયોગ-અનિષ્ટયોગમેં, સહનશીલતા દિખલાવે. ૮ સુખી ૨હેં સબ જીવ જગત કે, કોઇ કભી ન ઘબરાવે, વૈર પાપ-અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે, ઘર ઘર ચર્ચા રહે ધર્મકી, દુષ્કૃત દુષ્કર હો જાયેં. જ્ઞાનચરિત ઉન્નત કર અપના મનુજ જન્મફલ સબ પાવૈં. ૯ ઈતિ-ભીતિ વ્યાપે નહીં જગમે, વૃષ્ટિ સમયપર હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા-ભી ન્યાય પ્રજાકા કિયા કરે, રોગ-મરી-દુર્ભિક્ષ ન ફૈલેં, પ્રજા શાંતિસે જિયા કરે, પરમ અહિંસા ધર્મ જગતમેં ફૈલ, સર્વ હિત ક્રિયા કરે. ૧૦ ફૈલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂ૨ પ૨ ૨હા કરે, અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં, કોઈ મુખસે કહા કરે, બનકર સબ ‘યુગ-વીર' હ્રદયસે, દેશોન્નતિરત રહા કરે, વસ્તુસ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુઃખ-સંકટ સહા કરે. ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના ભૂમિકા આત્મવિકાસને અર્થે વારંવાર ભાવવાથી, જે કોઈ પણ સાધકને ખૂબ ખૂબ ઉપયોગી છે એવા, અગિયાર કડીઓમાં રચાયેલા આ કાવ્યની રચના સમીપવર્તી વિદ્વદ્ વર્ય શ્રદ્ધેય શ્રી જુગલકિશોર મુખ્તારે લગભગ પચાસ વર્ષ પહેલાં કરી હતી. ભારતની અને વિદેશની વિવિધ ભાષાઓમાં મળીને તેની પચાસ લાખ પ્રતો છપાઈ છે અને આ રીતે અનેક મુમુક્ષુ-સાધકોને તેનો લાભ મળેલ છે. આ પદને અધિકારી સંગીતજ્ઞો અને સાધકો દ્વારા ટેપ-રેકોર્ડમાં પણ ઉતારવામાં આવ્યું છે જેથી સામાન્ય જનતા અને યુવકોમાં પણ તે લોકપ્રિય બન્યું છે. આપણે પણ આ પદના શબ્દોના અર્થ સારી રીતે સમજી, તેમાં કહેલા ભાવોને વારંવાર વિચાર-મનન દ્વારા અને શ્રદ્ધા દ્વારા દૃઢ કરીને આપણા જીવનમાં ઊતરે એ આશયથી તેના વિશેષાર્થોનો સ્વાધ્યાય કરીશું. પ્રથમ કડી આ પ્રમાણે છે : જિસને રાગદ્વેષ કામાદિક જીતે, સબ જગ જાન લિયા સબ જીવોંકો મોક્ષમાર્ગકા નિસ્પૃહ હો ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો યહ ચિત્ત ઉસમેં લીન રહો. ૧ અહીં, પ્રથમ જ સાધકને પ્રયોજનભૂત અવલંબન બને એવાં ત્રણ તત્ત્વો (શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ) મળે, પ્રથમ એવા દેવતત્ત્વનું સ્વરૂપ કહે છે. જેઓએ આત્મજાગૃતિ, આત્મજ્ઞાન અને આત્મસંયમરૂપ વિધેયાત્મક ભાવોથી તથા વિરક્તિ, ત્યાગભાવ અને તપસ્યારૂપ Page #13 -------------------------------------------------------------------------- ________________ સાયનત્યાના નિષેધાત્મક ભાવોને પોતાના જીવનમાં વૈજ્ઞાનિક ક્રમથી ઉતારી તે અર્થે સત્સંગ, સ્વાધ્યાય, સગુણસંપન્નતા અને શુદ્ધ આત્મધ્યાનાદિનો ઉગ્રપણે આશ્રય કર્યો અને આ રીતે સર્વ પ્રકારના રાગથી, દ્વેષથી અને કામાદિક ઇચ્છાઓથી રહિત થયા તેમને હું પ્રણામ કરું છું. રાગદ્વેષનો સંપૂર્ણપણે અભાવ કરીને જેમણે આત્માનું અનંત જ્ઞાન પ્રગટ કર્યું છે તેવા આ પરમાત્મા સર્વજ્ઞ છે, એટલે કે જગતના સમસ્ત પદાર્થોની સર્વ અવસ્થાઓને સંપૂર્ણપણે જાણે છે. તેમના જ્ઞાનને હવે કોઈ પણ આવરણ રહ્યું નથી એવા સર્વથા નિરાવરણ જ્ઞાનવાળા આ પરમાત્મા છે. - હવે ત્રીજો ગુણ કહે છે. પરમાત્મા નિઃસ્પૃહ ઉપદેશક છે. રાગદ્વેષ નથી તેથી કોઈને સારું કે બૂરું લગાડવા તેઓ કાંઈ કહેતા નથી. તેમ વળી પૂર્ણજ્ઞાની હોવાને લીધે ભૂલથી પણ અસત્ય કહેતા નથી. આવા પરમાત્મા (અરિહંત-તીર્થંકર)નો ઉપદેશ કેવળ નિષ્કારણ કરુણામાંથી ઉદ્ભવેલો હોવાને લીધે વિશ્વના સમસ્ત જીવોના કલ્યાણને અર્થે હોય છે. ત્યાં નાત, જાત, દેશ, વેષ કે ભાષાવાળાનો કોઈ ભેદ નથી. ભગવાનનો ઉપદેશ કેવો છે ? સકળ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે. (શ્રીમદ્ રાજચંદ્ર) આવા ગુણોથી સંપન્ન જે પરમાત્મા છે તેમને ગમે તે નામથી સંબોધો એમાં અમને કોઈ વાંધો નથી. સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થવાથી તેઓ બુદ્ધ છે, અતિ દુષ્કરતાથી જિતાવા યોગ્ય એવા કામક્રોધાદિ વિકારોને હરાવ્યા હોવાથી તેઓ વીર છે, સમસ્ત ઇન્દ્રિયો અને કર્મરૂપી શત્રુઓને જીતનાર હોવાથી તેઓ જિન છે, સર્વ પ્રકારના તાપ અને પાપને હરવાવાળા હોવાથી તે હરિ છે, સર્વ પ્રકારના Page #14 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના દેવો વડે સ્વર્ગના દેવો વડે) પૂજ્ય હોવાથી તેઓ મહાદેવ અથવા હર છે, સંસારસાગર તરવા માટેનો રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગ તેના વિધાતા હોવાથી તેઓ બ્રહ્મા છે અને પોતાનું જે સુખ તે વડે જ તૃમ હોવાથી કોઈના પણ ઉપર આધાર કે અવલંબનની જેમને જરૂર નથી એવા સ્વાધીન છે. આવા પરમાત્મામાં મારું ચિત્ત નિરંતર પ્રેમરૂપી રંગથી રંગાઈને લીનતા પામે, તેમનું જ સ્મરણ, તેમનું જ ધ્યાન, તેમનો જ લક્ષ, તેમનામાં જ મગ્નતા પામે એવી મારી ભાવના છે. આ પરમાત્માપદમાં લીનતા થવી તે જ અધ્યાત્મસાધનાની સફળતાની પરાકાષ્ઠા છે. તેને જ પરાભક્તિ અથવા પ્રેમસમાધિ કહે છે. માટે જ કહ્યું : ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સુમિરનકો ચાવ, નર ભવ સફલો જો કરે, દાન શીલ તપ ભાવ.” (બૃહદ-આલોચના) મન ઐસા નિર્મલ ભયા, જૈસે ગંગા નીર પીછે પીછે હરિ ફિરે, કહત કબીર કબીર.' પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.” (શ્રીમદ્ રાજચન્દ્ર) બીજી કડીમાં હવે સદગુરુતત્ત્વની મીમાંસા કરે છે : વિષયોંકી આશા નહીં જિનકે, સામ્યભાવ ધન રખતે હૈં, નિજપરકે હિત સાધનમેં જો નિશદિન તત્પર રહતે હૈ, સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા બિના ખેદ જો કરતે હૈ, ઐસે શાની સાધુ જગતકે દુઃખ સમૂહકો હરતે હૈં. ૨ જેમ આ જગતને વિષે સમુદ્રની પાર જવું હોય તો સ્ટીમર અને તેનો સંચાલક (captain) ઉત્તમ હોવાં જોઈએ તેમ આ Page #15 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના સંસારરૂપી સાગરથી ઊતરીને અનંત સુખ-સ્વરૂપ એવા મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉત્તમ માર્ગદર્શક સિદ્ગુરુ)ની જરૂર છે. જેમણે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એવી પાંચેય ઇન્દ્રિયોના ભોગના પદાર્થોની આશાનો ત્યાગ કર્યો હોય તે જ નિઃસ્પૃહ ગુરુ ઉત્તમ છે. વળી શાન વૈરાગ્ય અને ઇન્દ્રિયવિજય દ્વારા જેઓએ શુદ્ધ એવા આત્મપદનો અનુભવ કર્યો હોય તેવા પરમ સમરસીભાવના ભોગી હોવાથી જગતના સમસ્ત પદાર્થોમાં તેમને સમબુદ્ધિ જ રહે છે; ગમો-અણગમો, માન-અપમાન, સુખ-દુઃખ, ભૂખ-તરસ, ઠંડી-ગરમી, ઊંચ-નીચ વગેરે ભાવોથી તેઓ ઉપર ઊઠી ગયા - નાસ્તિ-અસ્તિથી સરુનાં બે લક્ષણોનું વર્ણન કરી હવે ત્રીજું લક્ષણ કહે છે. આ ગુણ તેમની સતત આત્મજાગૃતિ અને જીવમાત્રના કલ્યાણની ભાવના છે. રૂડે પ્રકારે પોતાની શ્રદ્ધાને, જ્ઞાનને, સંયમ અને તપને નિરંતર વધારી પોતાના જીવનને કલ્યાણમાર્ગમાં જોડેલું રાખીને તેને સૂર્ય સમાન તેજસ્વી, સાગર સમાન ગંભીર, ચન્દ્ર સમાન શીતળ અને ધરતી સમાન ક્ષમાવત બનાવે છે. વળી પોતાના સંસર્ગમાં આવતાં બીજા મનુષ્યોને પણ, તેમની યોગ્યતા પ્રમાણે, આત્મકલ્યાણનો બોધ આપી, તેઓ જ્યાં હોય ત્યાંથી તેમને ઉપર ઉઠાવે છે અને આમ જગતના જીવોના પરમ ઉપકારી અને પરમ ઉદ્ધારક બની રહે છે. હવે આગળ સાચી અધ્યાત્મદશાનું લક્ષણ કહે છે. જેમ જેમ સાધક સાધનામાર્ગમાં ખરેખર આગળ વધે છે તેમ તેમ સાધકની પોતાની અંગત જરૂરિયાતો ઘટતી જાય છે. ભગવાનનો માર્ગ સ્વાધીનતાના રસ્તે ચાલી પૂર્ણપણે સ્વાધીન (સિદ્ધ) થવાનો છે. સાચા સંત સદ્દગુર “સહજ મિલા સો દૂધ બરાબર' એ ઉક્તિથી જીવે છે. For Private & Personal Use'Only Page #16 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના સાદું જીવન સાદો ખોરાક, સાદું રહેઠાણ – બધું જ સહજ, સરળ, અલ્પ મૂલ્યવાન, યથાપ્રારબ્ધ. આ પ્રકારે કઠણ અને નૈસર્ગિક જીવન જીવવા છતાં તેમનું મન નિરંતર પ્રસન્ન રહે છે, કારણ કે પોતાના આત્મામાંથી જ સહજાનંદની પ્રાપ્તિ થવાથી જગતના પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિથી તેઓનું ચિત્ત વિક્ષેપ પામતું નથી; નિજાનંદથી તૃપ્ત જ રહે છે. તેઓ ધીરગંભીર હોવા છતાં શોગિયા કે ઉદાસ નથી પરંતુ પ્રસન્ન, શાંત અને સ્વંયમ છે. નિરંતર નિજાનંદનું પ્રતિબિંબ તેમના મુખમળ પર વિલસે છે, પણ આને ઓળખવા માટે યોગ્યતા – પાત્રતા – નિર્મળ અંતઃકરણ જોઈએ. મુમુક્ષુતા-રૂપી નેત્રો મેળવે તો મહાત્માની ઓળખાણ ક્રમે કરીને થાય. ― આવા જે કોઈ સંતો – જ્ઞાનીજનો – સાધુપુરુષો કે સત્પુરુષો દુનિયામાં હોય છે તેમની પવિત્રતાના અને પુણ્યના યોગે જ સત્કાર્યો સહજપણે થતાં રહે છે. લોકોને તનનું, મનનું, ધનનું, વચનનું, અન્નનું કે આત્માનું જે કોઈ સુખ મળવા યોગ્ય છે તે સર્વ પ્રકારનાં સુખોનું મૂળ આ મહાજ્ઞાની પુરુષો જ છે, જેઓ પોતે કલ્યાણરૂપ થયા છે અને અનેક યોગ્ય મનુષ્યોને કલ્યાણ પામવાનું નિમિત્ત બને છે. આપણને તેવા મહાસમર્થ યુગપ્રધાન સત્પુરુષોનું શરણ હો ! જ્ઞાનીજનો પણ તેમ જ કહે છે ઃ સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.' (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર/૯) પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે, પંચેન્દ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. (શ્રી નિયમસાર/૭૩) Page #17 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના “તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ, આપ તિરહિં પર તારહીં, ઐસે શ્રી ઋષિરાજ. તે ગુર) (અધ્યાત્મકવિ શ્રી ભૂધરદાસજી) પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન; જિ. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિવ ઘર્મ0' (શ્રીમદ્ આનંદઘનજી મહારાજ) આ પ્રસિદ્ધ તત્વપ્રરૂપક કાવ્યની પહેલી બે કડીઓનો આપણે આગલા સ્વાધ્યાયમાં વિચાર કર્યો હતો. જેમાં બીજી કડીમાં સરતત્ત્વની પ્રરૂપણા કરવામાં આવી હતી. ગુરુના આવા સ્વરૂપને જાણીને સાધક શું કરે છે તે આગળની કડીમાં કહે છે : રહે સદા સત્સંગ ઉનડીંકા, ધ્યાન નહીંકા નિત્ય રહે, ઉનહી જૈસી ચર્યામેં યહ ચિત્ત સદા અનુરક્ત રહે; નહીં સતાઊં કિસી જીવકો, ઝૂઠ કભી નહીં કહા કરું, પરધન-વનિતા પર ન ઉભાઊં, સંતોષામૃત પિયા કરું. ૩. સત્સંગની ભાવના અને સાધના : આગળ કહ્યા હતા તેવા નિઃસ્પૃહ અને જ્ઞાન-ધ્યાન-તપમાં અનુરક્ત સત્પુરુષોનો, હે પ્રભુ ! મને નિરંતર સમાગમ રહો. અહીં સાધક પોતાના અંતરની સત્સંગની અભિલાષા વ્યક્ત કરીને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! આ જમાનામાં સર્વત્ર અસત્સંગ અને અસત્યસંગના જ પરિચય થાય તેવા સંજોગ દેખાય છે. માટે હવે હું એવો સંકલ્પ કરું છું કે નિયમિતપણે મને સત્સમાગમનો લાભ મળી શકે. આ માટે હું આપનો કે આપના જેવા જ્ઞાની પુરુષોનો સમાગમ થઈ શકે તેવી રીતે મારા જીવનના ક્રમને નીચે પ્રમાણે ગોઠવું છું. (૧) તદ્દન પ્રારંભિક ભૂમિકામાં, રવિવારના સવારના ત્રણેક કલાકનો સત્સંગ કરીશ. પછીના છબાર મહિનામાં અઠવાડિયામાં Page #18 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના ત્રણ વાર સત્સમાગમનો લાભ મળે તે પ્રમાણે કરીને ત્રણ-ચાર વર્ષના ગાળામાં દરરોજ લગભગ બે-ત્રણ કલાકની સાધના થઈ શકે તેમ કરવામાં ઉદ્યમવંત થાઉં છું. (૨) આવા દૈનિક સત્સંગ ઉપરાંત વર્ષમાં બે વખત ઘનિષ્ઠ સત્સંગનું આયોજન કરું છું. ઉનાળાની કે દિવાળીની રજાઓમાં આઠ-દસ દિવસ નિવૃત્તિક્ષેત્રમાં જઈ સવારથી રાત સુધી સાધના કરીશ. મારાં કુટુંબીજનો પણ મારી સાથે આવે તો ભલે આવે અને ન આવે તો જેવી તેઓની મરજી. e ગુણાનુરાગ : સત્સંગના યોગમાં, જ્ઞાની પુરુષનો સમાગમ થોડો કાળ મળે ત્યારે તેમના અલૌકિક વ્યક્તિત્વને નિહાળીશ, તેમની અપૂર્વ આત્માર્થપ્રેરક વાણીનો વિચાર કરીશ અને ક્રમે કરીને તેમના પ્રત્યે પ્રેમ ઉપજાવી તેમના જેવા ગુણો મારા જીવનમાં પ્રગટાવવા માટે દૃઢપણે અને સુઆયોજિતપણે પુરુષાર્થ કરીશ. જેવો તેમનો વૈરાગ્ય છે, જ્ઞાન છે, ક્ષમા અને વિનય છે, સર્વ જીવો પ્રત્યે મૈત્રી છે અને નિરંતર આત્મજાગૃતિને લીધે અંર્તદૃષ્ટિની સાધના છે તેવા પ્રકારો, તેવા ગુણો અને તેવી દિનચર્યા મારી પણ બને તેવો હું પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરું છું અને તેઓશ્રી મને જે કંઈ આશા આપે તે જાગ્રતપણે પાળવા કટિબદ્ધ થાઉં છું. પાપનિવૃત્તિ સહિત સદ્ગુણોની વૃદ્ધિ : સાચા આધ્યાત્મિક વિકાસ માટે જીવનશુદ્ધિ, સદ્ગુણવૃદ્ધિ અને ચિત્તની નિર્મળતા અનિવાર્ય છે. આની સિદ્ધિ માટે બુદ્ધિપૂર્વકની શારીરિક, વાચિક અને માનસિક પાપવૃત્તિમાંથી નિવૃત્ત થવું જ જોઈએ અર્થાત્ પાપોનો ત્યાગ કરવો જોઈએ. માટે કોઈ પણ નાનામોટા પ્રાણીને કે મનુષ્યને હું સંકલ્પપૂર્વક દુઃખ ન ઊપજે એ રીતે મારું જીવન ઘડું છું. વળી વ્યવહારસત્ય વિના પરમાર્થસત્યની પ્રાપ્તિ ન થતી હોવાથી, મારા જીવનના બધા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાધક ભાવના પ્રસંગોમાં હું સત્ય બોલવાનો પ્રયત્ન કરું છું અને અસત્યનો અનાદર કરી તે પ્રત્યે અરુચિ કેળવું છું. વળી આ જગતમાં મોહિત જીવને કાંચન-કામિની પ્રત્યે તીવ્ર મમતા હોય છે અને તેમનો જીવનવ્યવહાર પણ દોષપૂર્ણ હોય છે. સત્સંગના યોગે હવે હું, મારો ન્યાયપૂર્ણ હક જેના પર નથી એવા સર્વ ઘનનો, અને સમાજ અને અગ્નિ સાક્ષીએ સહધર્મચારિણી તરીકે સ્વીકારેલી સ્વપત્ની સિવાય જગતની સર્વ સ્ત્રીઓ પ્રત્યેની સદોષ ચર્યાનો પણ નિયમપૂર્વક ત્યાગ કરું છું. આ પ્રમાણે હું સ્ત્રી-ધનાદિ જગતના પદાર્થોમાં સંતોષને ધારણ કરું છું. વિનય-શમા-સરળતા-સેવા-પરોપકારાદિ ગુણોની આરાધના : જીવનશુદ્ધિના ક્રમને કેવી રીતે વિશેષપણે સાધવો તે આગળની કડીમાં કહે છે : અહંકારકા ભાવ ન રખૂં, નહીં કિસી પર કોઇ કરું, દેખ દૂસરોંકી બઢતીકો કભી ન ઈર્ષાભાવ ઘણું રહે ભાવના ઐસી મેરી સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાં તક ઇસ જીવનમેં ઔરોંકા ઉપકાર કરું. ૪ માન મનુષ્યનો મોટો દુશ્મન છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અભિમાન જતું નથી. જ્યારે પોતાના સાચા સ્વરૂપનું ભાન પ્રગટે ત્યારે જગતના કોઈ પણ પદાર્થનું સ્વામીપણું માને નહિ અને જો જગતના પદાર્થોનું સ્વામીપણું ટળે તો તે પદાર્થોથી પોતાની મોટાઈ કેવી રીતે માને ? જ્ઞાનીઓ કહે છે કે જડ પદાર્થોથી પોતાને મોટો માને છે તે હલકો છે માટે જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, રિદ્ધિ, તપ અને શરીર એમ આઠેય પ્રકારના અભિમાનનો, હે ભવ્ય જીવો ! તમે અપરિચય કરો, અનભ્યાસ કરો અને પોતાથી સ્વયંપૂર્ણ અને સ્વયંમ એવા તમારા આત્મતત્ત્વની શ્રદ્ધા અને લક્ષ વર્ધમાન કરો. વિનય વિના વિદ્યા, વિવેક કે વિજ્ઞાનની પ્રાપ્તિ સંભવતી નથી Page #20 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના તેથી નમ્ર, અતિ નમ્ર થાઓ તો સાચી મહત્તા સ્વયં પ્રાપ્ત થશે. ક્રોધનો કે આક્રોશનો ભાવ સાધકને પોતાનું ભાન ભુલાવી દે છે અને ક્ષમાસ્વભાવને ચૂકેલો સાધક આત્માનો ઘાત કરી અપવિત્ર અને દુઃખી થાય છે. આ ક્રોધ-માનની કલરૂપ જોડીને છોડીને પોતાના સહજ ક્ષમા-વિનયરૂપ આત્મસ્વભાવને ફરી ફરી યાદ કરો અને પૂર્વે થયેલા મહાન પુરુષોના ચરિત્રોનું વારંવાર સ્મરણ કરી પોતાના આત્માને પ્રેરણા આપીને ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે સાધનામાર્ગમાં જોડો. પુણ્ય-પાપમાં યથાર્થ શ્રદ્ધાઃ જગતના જીવોને જે જે પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ થાય છે તે તે સર્વ તેમનાં કરેલાં કર્મોનું જ ફળ છે એમ જેને યથાર્થપણે સમજાય છે તે અન્ય મનુષ્યોના વૈભવાદિને જોઈને મનમાં ખેદખિન્ન થતો નથી. અંતરમાં ક્લેશભાવ કરતો નથી, પરંતુ ઊલટો, જગતના જીવોને તન -મન-ધન-અન્ન-આત્માદિનું સુખ પામતા જોઈને સંતુષ્ટ જ રહે છે, અને સાર્વજનિક કલ્યાણની ભાવના ભાવે છે. હું હવે સાચો સાધક થયો છું. તેથી પણ આવા જ ભાવો કરું છું. વળી સાહજિકતાને અને સરળતાને અપનાવતો થકો જેવું મનમાં વિચારું છું, તેવું જ મુખેથી બોલું છું અને જેવું બોલું તે પ્રમાણેનું આચરણ કરવાનો પુરુષાર્થ કરું છું. આ પ્રમાણે શારીરિક, વાચિક અને માનસિક ત્રણેય સ્તરોએ હું ઋજુતાના એટલે સરળપણાના ભાવને અંગીકાર કરીને સર્વ પ્રકારનાં છળ-કપટ-માયાચાર -પ્રપંચ-વિશ્વાસઘાતનાં કાર્યોને છોડું છું. સેવાભાવથી પ્રેરાઈને સૌ કોઈને યથાશક્તિ – યથાપદવી સહાયક થવાનો પ્રયત્ન કરીને મારા જીવનમાંથી સ્વાર્થના અંશોને ઘટાડું છું. સર્વ જીવોના સુખમાં જે રાજી રહે છે, અન્ય જીવોને Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાધક-ભાવના સુખી જોઈને તેમને મદદરૂપ થઈને જે પ્રસન્ન થાય છે તે ક્રમે કરીને સાચો મહાત્મા બને છે અને એ રીતે મોક્ષમાર્ગમાં આગળ વધે છે. - શ્રીદેવ-ગુરુનું યથાર્થ સ્વરૂપ ઓળખી તેમના પ્રત્યે વિશિષ્ટ ભક્તિભાવ ઉપજાવીને અને પાંચ પાપોનો (હિંસા, ચોરી, જૂઠ, કુશીલ, પરિગ્રહ) સ્થળપણે ત્યાગ કરીને, સાધક કેવી રીતે આગળ વધે છે તે હવે જણાવે છે : મૈત્રીભાવ જગતમેં મેરા સબ જીવસે નિત્ય રહે, દીન દુઃખી જીવોં પર મેરે ઉરસે કરુણાસ્રોત બહે. દુર્જન-જૂર-કુમાર્ગરતોં પર, લોભ નહીં મુજકો આવે, સામ્યભાવ રબૂ મેં ઉન પર, ઐસી પરિણતિ હો જાવે. ૫ જેવો મારો આત્મા છે તેવો જ સૌનો આત્મા છે એમ પોતાને આત્મસ્વરૂપપણે નિર્ધારિત કરીને, અન્ય દેહધારીઓમાં પણ પોતાના જેવો જ આત્મા વિલસી રહ્યો છે એમ યથાર્થ અંતરંગ શ્રદ્ધા થવાથી જગતના સર્વ મનુષ્યો – અને સર્વ જીવો – પ્રત્યે સાહજિક નિર્વેરબુદ્ધિ ઊપજે છે. આવો સાધક હવે માતા, પિતા, સ્ત્રી, પુત્ર, પરિવાર, મિત્રાદિને તો સૌમ્ય દૃષ્ટિથી નિહાળે જ છે પરંતુ તેથી આગળ વધીને નોકર-ચાકર, રસોઇયા, ડ્રાઈવર, આયાબાઈ, મુનીમ, ચોકીદાર, ઘરાક, દરદી, અસીલ, પડોશી, ભિખારી, કૂતરાં, બિલાડી, માખી, મચ્છર કે કીડી પ્રત્યે પણ તેવો જ આત્મતુલ્ય ભાવ પ્રગટવાથી પ્રેમપૂર્ણ સૌમ્ય વ્યવહાર કરે છે. આ પ્રમાણે વર્તવાથી કોઈની નિંદા, કોઈની ચુગલી-ચાડી, કોઈની સાથે ક્રોધભાવ, કોઈને છેતરવાનો ભાવ, કોઈને ખોટી સલાહ આપવાનો ભાવ, કોઈનું ઝૂંટવી લેવાનો ભાવ તે કરતો નથી, કારણ કે સૌમાં જાણે કે તેના પોતાના આત્માનું જ પ્રતિબિંબ દેખાય છે. આવો સમીચીન વ્યવહાર સવારથી સાંજ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મેરી ભાવના સુધી કરવાને લીધે હવે તેના જીવનમાં એક આમૂલ પરિવર્તન આવે - જ્યારે જ્યારે જગતના દુઃખી જીવોને તે જુએ છે ત્યારે ત્યારે એનું અંતર દ્રવી જાય છે. કારણ કે તે હવે બહુ કોમળ બની ગયું છે. જેમ જેમ મોક્ષમાર્ગમાં આગળ વધાય તેમ તેમ અહિંસાનો ભાવ વર્ધમાન થતો જાય છે. આવા સાધકનું સ્વરૂપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી નીચે પ્રમાણે વર્ણવે છે : “મંદ વિષય ને સરલતા, સહ આશા સુવિચાર, કરુણા, કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.” – પત્રાંક૯િ૫૪ જગતમાં મોટા ભાગના જીવોને તો નિરંતર પાપકર્મનો જ ઉદય દેખવામાં આવે છે તેથી આધિ, વ્યાધિ ઉપાધિ, નિર્ધનતા, ભૂખ, તરસ, અપમાન આદિ અનેક પ્રકારનાં દુ:ખના સંયોગોની તેમને પ્રાપ્તિ થાય છે. આવાં મનુષ્યો કે પ્રાણીઓને જોઈને સાધક પોતાની શક્તિ પ્રમાણે તેમને તનથી, મનથી, ધનથી કે વચનથી સહાયક થાય છે, પણ સહાય કરીને અહંપણું કે કર્તાપણું કરતા નથી કારણ કે કર્મના સિદ્ધાંતને તેમણે યથાર્થપણે જામ્યો છે. આ ભૌતિકવાદનો અને અર્થવાદનો જમાનો છે. રાજા, પ્રજા, અધિકારી વર્ગ કે કહેવાતો ત્યાગી વર્ગ પણ બાહ્યદૃષ્ટિથી પ્રસાયેલો છે. સાદાઈ, સંતોષ સદાચાર, તત્ત્વજ્ઞાન અને ધર્માચરણને જીવનમાં સ્થાન આપનારા મનુષ્યોની સંખ્યા બહુ જ ઓછી છે. આના પરિણામે હલકી વૃત્તિવાળા મનુષ્યો હિંસા કરનારા અને કરાવનાર મનુષ્યો અને અનાર્ય એવી ચોરી, જૂઠ, છેતરપિંડી, વિષયલોલુપતા આદિ ખોટા માર્ગની પ્રવૃત્તિવાળા મનુષ્યોની જ મુખ્યતા થઈ ગઈ છે. સાધકને જ્યારે આવા મનુષ્યોના સંસર્ગમાં આવવાનું થાય ત્યારે તે . Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાધક-ભાવના તેમના પર ક્રોધાદિ કે દ્વેષાદિ ભાવ કરતો નથી પણ તેમનું ભવિતવ્ય રૂડું નથી એમ જાણી તેમના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખે છે. તેણે યથાર્થ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાથી એક બાજુ જેમ તે દુનિયાને સુધારી દેવાની અહંભાવયુક્ત પ્રવૃત્તિ કરતો નથી તેમ બીજી બાજુ તે પોતાના જીવનમાં જ્ઞાન-ધ્યાન-વૈરાગ્યભાવની વૃદ્ધિ કરવાનું પણ છોડતો નથી. કોઈ પણ પ્રકારના બાહ્ય કે અંતરના અવરોધો જીવનમાં આવી પડતાં જે દૃઢપણે ધર્મને વળગી રહે છે અને પોતાના જીવનને અવિરતપણે વિકાસશીલ બનાવવાનો પ્રયત્ન કર્યા કરે છે તે સાધક થોડા કાળમાં વિશિષ્ટ મહાત્મા થઈ પરમાત્મા થઈ જાય છે. આગળની કડીમાં સાધકને પાત્રતા અર્પનાર એવા ત્રણ ગુણો મૈત્રી, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓનો આપણે વિચાર કર્યો હતો. હવેની કડીમાં ખૂબ જ અગત્યનો એવો ચોથો ગુણ જે પ્રમોદ તેનું વર્ણન કરે છે : ગુણી જનોંકો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાઁ તક ઉનકી સેવા કરકે યહ મન સુખ પાવે, હોઊં નહીં કૃતઘ્ન કભી મૈં દ્રોહ ન મેરે ઉર આવે, ગુણ-ગ્રહણકા ભાવ રહે નિત, દૃષ્ટિ ન દોષોં પર જાવે. S ન સાધક એવી ભાવના ભાવે છે કે તેના જીવનમાં જ્યારે જ્યારે તેને ગુણવાન પુરુષોનો સમાગમ થાય ત્યારે ત્યારે તેમનામાં પ્રગટેલા વિવિધ ગુણોને દેખીને હે પ્રભુ ! મારા હૃદયમાં તેમના પ્રત્યે અત્યંત પ્રેમ પ્રગટો. ‘વદુરના વસુન્ધરા' એ ઉક્તિ અનુસાર આ વિશાળ વિશ્વની અંદર અનેક પ્રકારના ગુણોથી વિભૂષિત જીવનવાળા મનુષ્યો જોવામાં આવે છે. પૂર્વભવોની આરાધનાના ફળરૂપે, બાળપણના ધર્મ સંસ્કારોથી અનુભવી સદ્ગુરુના સાન્નિધ્યના ફળરૂપે, આધ્યાત્મિક ડાયરીની નોંધ રાખવાની ટેવથી અને સતત આત્યંતિક ગુણજિજ્ઞાસા Page #24 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના ૧૫ આદિ વિવિધ કારણોથી કોઇક મનુષ્યોમાં જ્ઞાનની, કોઈકમાં ક્ષમાનો, કોઈકમાં વિનયની, કોઈકમાં ત્યાગની, કોઈકમાં તપની, કોઈકમાં દાનની, કોઈકમાં ધ્યાનની, કોઈકમાં સેવાની, કોઈકમાં પરોપકારની, કોઈકમાં ન્યાયનીતિપૂર્ણ વ્યવહારની, કોઈકમાં સરળતાની, કોઈકમાં પ્રજ્ઞાવિશેષની કોઈકમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની સર્વસમર્પણતાની, કોઈકમાં સહજ ઉદાસીનતાની, કોઈકમાં દેશ-કાળનાં એંધાણને પરખી લેવાની, કોઈકમાં ધીરજની, કોઈકમાં ખંતની, કોઈકમાં નિરંતર આત્મજાગૃતિની, કોઈકમાં અપૂર્વ ધર્મવક્તૃત્વની તો કોઈકમાં સળશાસ્ત્રપારંગતપણાની એમ વિવિધ શક્તિઓ પ્રગટપણે જોવામાં આવે છે. જ્યારે જ્યારે મને ખબર પડે કે મારી સોસાયટીમાં, પોળ કે શહેરમાં કોઈ આવા ગુણવાન મહાત્મા પધાર્યા છે ત્યારે ત્યારે હું અવશ્ય તેમનો સત્સંગ કરવા જઈશ. અને તેમણે તેવા ગુણો પોતાના જીવનમાં કેવી રીતે વિકસાવ્યા તે જાણીને હું તે તે ગુણોને મારા જીવનમાં ઉતારવાનો એ સુનિયત ક્રમ બનાવીશ. વળી તેમા મહાન ગુણોની મનથી, વચનથી અને તનથી પ્રશંસા અનુમોદના કરી તેમની પદવી અનુસાર હું તેમનો આદર-સત્કાર, પુરસ્કાર-સન્માન અવશ્ય કરીશ અને મારા આજુબાજુના સાથીદારોને પણ તેમ કરવા પ્રેરણા કરીશ. મહાપુરુષોના કૃપાપાત્ર થવા માટે ગુણગ્રાહકતા કેળવવાનો અને તે માટે તેમના પવિત્ર સાન્નિધ્યમાં રહી તેમની આજ્ઞાને સર્વશક્તિથી ઉપસાવવાનો મેં નિર્ધાર કર્યો છે. જે જેને સેવે છે તે તેના જેવો થાય છે, એ ન્યાય જ્ઞાની પુરુષોએ નીચે પ્રમાણે વ્યક્ત કર્યો છે (૧) આત્મા વિનયી થઈ, સરળ અને લધુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે, તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. (શ્રીમદ્ રાજચંદ્ર/૫૫) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧ (૨) શાનીના આશ્રયે જ્ઞાન, અશથી અક્ષતા મળે, હોય જેની કને જે તે, આપે” લોકોકિત એ ફો. (ઇષ્ટોપદેશ/ગાથા ૨૩.) જે કોઈ મનુષ્યોએ આ જીવનમાં મારા ઉપર ઉપકાર કર્યો છે તે સર્વેનો હું ઋણી છું. વ્યવહારની અપેક્ષાએ માતા-પિતા-વિદ્યાગુરુ વગેરેના અને નિશ્ચયથી પરમાર્થ માર્ગમાં પ્રત્યેક કે પરોક્ષ માર્ગદર્શન આપી જેમણે મારી ધર્મશ્રદ્ધામાં વૃદ્ધિ કરી, ધર્મમાર્ગમાં વિવિધ પ્રકારનો ઉત્તમ ઉપદેશ આપી મારા જ્ઞાનની વૃદ્ધિ કરી તથા આત્માની ઉન્નતિમાં પરમ ઉપકારી એવા વિવિધ પ્રકારના નિયમો, વ્રત, તપ, જપ, ધ્યાન, ભાવના અનુપ્રેક્ષા આદિમાં મને પ્રવર્તાવ્યો એવા શ્રી સદ્ગુરુદેવનાં ચરણકમળોમાં હું મન, વચન અને કાયાથી ફરી ફરી નમસ્કાર કરું છું. તેમના તે અનેક ઉપકારોનો બદલો હું કેવી રીતે વાળી શકું ? હું સર્વપ્રકારે તેઓ પ્રત્યેની મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. સાકભાવના મહાપુરુષો તો અનેકાનેક ગુણોના ભંડાર છે પણ કાળદોષ કે કર્મદોષે તેમનામાં કોઈ દોષ કદાચ દેખાય તોપણ તે પ્રત્યે હું ઉપેક્ષાભાવ કરી તેમના ગુણોના ગ્રહણમાં જ સર્વ પ્રકારે ઉદ્યમવંત થાઉં છુ છેલ્લી બે કડીઓમાં સાધકને પાત્રતા વધારવામાં ખૂબ ઉપયોગી એવી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ ભાવવામાં આવી હતી. હવે, સમતાની સાધના વ્યાવહારિક જીવનમાં કરતી વખતે કેવા કેવા પ્રસંગોમાં કેવી કેવી સાવધાની રાખવી પડે છે તેનું આલેખન કરે છે : કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખો વર્ષોં તક જીઊં યા, મૃત્યુ આજ હી આ જાવે; . - Page #26 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના 39 અથવા કોઈ કૈસા હી ભય, યા લાલચ દેને આવે તો ભી ન્યાયમાર્ગ સે મેરા કભી ન પદ ડિગને પાવે. ૭ સાધકનું જીવન અનેક પ્રકારની કસોટીમાંથી પસાર થયા પછી જ સુવર્ણની જેમ શોભે છે. જ્યારે મનુષ્ય પરમાર્થના માર્ગે પ્રયાણ કરે છે ત્યારે સમાજ તરફથી અને સ્વજનો તરફથી તેને અનેક પ્રકારના ઉપાલંભ (ઠપકો) અને બહિષ્કારનો સામનો કરવો પડે છે. પરંતુ આ સાધક તો કહે છે કે કોઈ આસન્નભવ્ય જીવો મારા સત્કાર્યને બિરદાવીને મારા વિશે સારો અભિપ્રાય બાંધે કે મોટા ભાગના મનુષ્યો મારા પ્રત્યે પ્રગટ અપ્રગટ અણગમો વ્યક્ત કરે તોપણ મેં તો સમભાવ રાખવાનો જ નિર્ણય કર્યો છે. વળી કોઈ પૂર્વપુણ્યોદયના પ્રતાપે અંતરાયનો ઉપશમ થવાથી ધન-લક્ષ્મી મને મળો અથવા પાપકર્મના ઉદયથી લક્ષ્મી મારી પાસેથી ચાલી જાઓ તોપણ હું તો મધ્યસ્થ જ રહું છું. તેવા સંયોગ-વિયોગમાં હું વિષમ ભાવને પ્રાપ્ત થતો નથી. સન્માર્ગ પર ચાલતા એવા મને તે માર્ગ છોડી દેવા માટે મજબૂર કરવામાં આવે અથવા અનેક પ્રકારના ભયો દેખાડી ભયભીત કરવામાં આવે કે જેમાં મારા નોકરી-ધંધા છીનવાઈ જાય, સ્વજનાદિને હેરાનગતિ થાય કે શારીરિક ઉપદ્રવ કરવામાં આવે તો પણ મારા અંતરમાં જે સન્માર્ગની શ્રદ્ધા થઈ છે તે એવી અવિચળ છે કે તે માર્ગથી હું ચુત થાઉં તેમ નથી. વળી આ ભૌતિક જગતના અનેકવિધ જડ પદાર્થોના આકર્ષણ વડે વર્તમાન જીવનને જન્મ અને મૃત્યુ વચ્ચેના એક નાના વિશ્રામ તરીકે જેણે જાણ્યું છે એવો હું મૃત્યુનો ભય કેમ રાખું ? પોતાના શાશ્વત સ્વરૂપનો સદ્ગુરુના બોધથી, ભાવાર્થથી અને સંવેદનથી મને નિર્ણય થયો છે તેથી સાતેય પ્રકારના ભયથી હું રહિત છું. કદાચ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સાધક-ભાવના બહુ લાંબું આયુષ્યકર્મ હોય અને ઘણાં ઘણાં વર્ષો જીવવું પડે કે કોઈ કારણ વિશેષથી મૃત્યુ આજકાલમાં જ આવી જાય તોપણ હું ભયભીત થતો નથી, કારણ કે મૃત્યુ મારું નથી પણ આ ક્ષણિક અને વિનશ્વર એવા આ દેહનું જ છે એમ મારો નિર્ધાર છે. મને લલચાવવામાં આવે તો પણ મારા અંતરમાં જે વિવેકજ્યોતિ પ્રગટ થઈ છે તે દ્વારા જડચેતનનો અને સ્વપરનો મને અફર અને અબાધિત નિર્ણય થયો છે તેથી મારા માર્ગથી મને કોઈ ચળાવી શકશે નહિ. “શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણી'માં જ્ઞાની પોતાના દૃઢ નિશ્ચયને નીચે પ્રમાણે જાહેર કરે છે : પરમ બ્રહ્મ ચિંતન તલ્લીન હું મને કોઈ ભય શાપ દીયે, વસ્તુહરણ, ચૂરણ, વધ, તાડન, છેદ ભેદ બહુ દુઃખ દીયે; ગિરિ અગ્નિ અબ્ધિ વન ફૂપે ફેકે વજે હણે ભલે, ભલે હાસ્ય નિંદાદિ કરો પણ અલ્પ ચિત્ત મુજ નહીં ચળે. શ્રી જ્ઞાનભૂષણજી વિરચિત “તત્ત્વજ્ઞાનતરંગિણી' આ પ્રમાણે ઉત્તમ મુમુક્ષુઓ અને જ્ઞાની પુરુષો ન્યાયનીતિના માર્ગને વળગી રહે છે અને અનેકવિધ લાલચો અને લોભામણી વૃત્તિઓનો દૃઢપણે પ્રતિકાર કરી સન્માર્ગથી જરા પણ ડગતા નથી અને કદાચ તીવ્ર કર્મોદયના પ્રસંગે તેમનો પગ લથડી જાય તો તુરત જ સંભાળી લે છે, અને નિર્ધારિત માર્ગે આગળ વધે છે. આવું દૃઢપણે જેમના જીવનમાં પ્રકાશ પામે છે તેઓ જ આગળ જતાં મુનિદશામાં ગમે તેવા પરિષદો અને ઉપસર્ગો વચ્ચે પણ ગજસુકુમાર કે સુકોશલ મુનિની જેમ અડોલ રહી પોતાના કાર્યની સિદ્ધિ કરે છે. આ પ્રમાણે ગમે તેવા સંજોગોમાં અને ગમે તે ક્ષેત્રમાં પણ હું સમતાભાવ રાખીશ જ એવો પોતાનો નિર્ણય, આ કડીમાં જાહેર કરીને સાધક જીવ પોતાની ધર્મભાવનાને દૃઢ કરે છે. ૐ Page #28 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના જેણે પાત્રતાની પ્રાપ્તિ કરી છે તેવો સાધક કેવી રીતે જગતથી નિર્ભય બની જાય છે અને અનેકવિધ લાલચો વચ્ચે પણ પોતાની સમતા કેવી રીતે જાળવી રાખે છે તે આપણે આગળ જોયું. કેવા કેવા વિષમ પ્રસંગોમાં અને દ્વન્દ્રોમાં સાધક પોતાની શ્રદ્ધા અને અભ્યાસને વધારીને ચારિત્ર-માર્ગમાં આગળ વધે છે તેનું હવે વર્ણન કરે છે : હોકર સુખમેં મગ્ન ન ફૂલે, દુઃખમેં કભી ન ઘબરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક અટવીસે નહીં ભય આવે; રહે અડોલ અકંપ નિરંતર, યહ મન દૃઢતર બન જાવે, ઈષ્ટ વિયોગ અનિષ્ટ યોગમેં, સહનશીલતા દિખલાવે. ૮ જગતનાં સુખ અને દુઃખ બન્નેનું સ્વરૂપ જ્ઞાનીએ યથાર્થ જાણ્યું છે. ઇન્દ્રિયોને ગમે અને તેમાં રતિભાવ ઉત્પન્ન થઈ જાય તેને લોકો સુખ કહે છે અને ઇન્દ્રિયોને જેનાથી અણગમો ઊપજે અને દ્વેષભાવ ઊપજી જાય તેને લોકો દુઃખ કહે છે. સાધક આત્મા પોતાને આ બંનેથી ભિન્ન, જુદો, નિરાળો જાણે છે અને આ ભાવોને ખરેખર પરમાર્થથી પોતાના સ્વરૂપરૂપ ન માનતો હોવાને લીધે તેમાં એકાકાર થઈ જતો નથી. જેમ લોકવ્યવહારમાં પારકાનું ધન કે કીર્તિ આદિ નષ્ટ થતાં લોકો દુઃખ માનતા નથી તેમ સુખદુઃખના પ્રસંગોને અને ભાવોને પોતાના ન જાણનાર અને ન માનનાર જ્ઞાની તેમાં કેવી રીતે તલ્લીન થઈ જાય ? અર્થાત્ દુઃખમાં ડરે નહિ અને સુખમાં છકી જાય નહિ પણ નિસ્વરૂપના બળનો ભાવના, અનુપ્રેક્ષા, સ્થિરતા, સહનશીલતા અને ત્યાગવૃત્તિ દ્વારા ક્રમિકપણે વિકાસ સાધે જગતના મનુષ્યો અનેક વસ્તુથી ડરે છે. વસ્તીથી દૂર રહેલા પર્વતો કે પહાડો, ઊંડા અને પહોળા વહેણવાળી નદીઓ, મનુષ્યોને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સાધક-ભાવના જ્યાં અગ્નિસંસ્કાર આપવામાં આવે છે અને જ્યાં “અવગતે ગયેલા જીવો ભૂતપિશાચ તરીકે રખડતા-ભમતા માનવામાં આવે છે. તેવી સ્મશાનભૂમિઓ અને સિંહ, વાઘ, ગેંડા વગેરે વિવિધ પ્રકારનાં હિંસક પશુઓથી ભરપૂર અને સૂર્યનો પ્રકાશ પણ પૃથ્વી પર ન પહોંચે એવી ગીચ ઝાડીના ઝુંડો અને વૃક્ષોવાળાં જંગલો વગેરે સ્થળો લોકોને ભય ઉપજાવવાનાં મુખ્ય સ્થાનો છે. આવાં મહાભયંકર સ્થાનોમાં જવાનો મને પ્રસંગ પડે તોપણ હું ભયભીત ન થાઉં કારણ કે અજર-અમર અને સદાય શાન-સ્વભાવે રહેવાની શક્તિવાળા એવા મારા આત્માને હું કોઈથી પણ ભય પામવા યોગ્ય માનતો નથી. મારા આવા અવિનાશી નિજતત્ત્વની ભાવના હું વારંવાર ભાવું છું. આ ભાવના જ ભવનાશિની છે એવી મને અંતરંગ શ્રદ્ધા ઊપજેલી જ્યારે જ્યારે જીવનમાં વિપરીતતાના એટલે કે વિપત્તિના પ્રસંગો આવે ત્યારે મારું ચિત્ત તેવા પ્રસંગોથી ચલાયમાન ન થાય પણ હિમાલયની જેમ અડગ, અડોલ, નિષ્કપ, સ્થિર રહે તેવો હું અભ્યાસ કરું છું. મારા સદ્ગુરુએ મને બોધ કર્યો છે કે અભ્યાસ દ્વારા ઘણાં ઘણાં કઠિન કાર્યો પણ સરળ થઈ જાય છે માટે હું એવી ટેવો પાડું છું કે જેથી સહનશીલતાની વૃદ્ધિ થાય. જેમ જેમ જગતના પ્રતિબંધોની ઉપેક્ષા કરવાનો અભ્યાસ કરવામાં આવે છે, જેમ જેમ પાપવૃત્તિથી આયોજનપૂર્વક અને પ્રતિજ્ઞાપૂર્વક પાછા વળીએ છીએ, જેમ જેમ ઠંડી-ગરમી, ભૂખ-તરસ, સરોગાવસ્થા-નીરોગાવસ્થા, પેટના, માથાના, કમરના કે છાતીના દુખાવા પ્રત્યે કે તાવઉધરસ, દમ, ચક્કર, કબજિયાત વગેરે અવસ્થાઓ પ્રત્યે ઉદાસીનભાવ કેળવાય છે. તેમ તેમ દેહાધ્યાસ ઘટતો જાય છે. આનો અર્થ અધ્યાત્મસાધનાની દૃષ્ટિએ એમ થયો કે જેમ જેમ આત્માની દૃષ્ટિ, આત્માની શ્રદ્ધા, આત્માનો લક્ષ, આત્માનું સ્મરણ, Page #30 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના આત્માનો વિચાર, આત્માનું ચિંતન, આત્માની યાદી, આત્માની સાવધાની, આત્માની જાગૃતિ, આત્માનું અનુપ્રેક્ષણ વધતું જાય છે તેમ તેમ સાધકમાં એક વિરાટ વિભૂતિનો ઉદય થાય છે જે પોતાના સંકલ્પબળે–ચારિત્રબળે દુનિયાના ગમે તેવા સંયોગ-વિયોગમાં પણ પોતાના ચિત્તની સમતુલા જાળવી શકે છે અને આને જ જ્ઞાનીઓએ સાક્ષાત્ ધર્મ કહ્યો છે પછી તેને સમતા કહો, આત્મસ્વસ્થતા કહો, સમાધિ કહો, યોગ કહો, સહજસમાધિ કહો, શુદ્ધભાવ કહો, સામ્યભાવ કહો, ચિત્તપ્રસન્નતા કહો કે ચારિત્રદશા કહો. કહ્યું છે કે, चारितं खलु धम्मो जो सो समो त्ति जिद्दिठ्ठो । मोहक्खोहविहीणो परिणामो अप्पणो हुं समो ॥* આગળની બે કડીઓમાં સાધક કેવી રીતે સમતાની સાધના કરે છે અને જીવનનાં વિવિધ દ્વન્દ્વોમાં પણ પોતાના ચિત્તની સમતુલા જાળવતો થકો સામ્યયોગની સાધનામાં કેવી રીતે આગળ વધતો જાય છે તેની વિચારણા કરવામાં આવી હતી. હવે આગળની કડીમાં, વ્યક્તિગત ક્લ્યાણ સાથે સામૂહિક કલ્યાણની ભાવનાને પણ સાધક જીવ અવશ્ય સ્થાન આપે છે એ વિચારને વ્યક્ત કરતી ભાવના રજૂ કરે છે. સુખી રહેં સબ જીવ જગતકે, કોઈ કભી ન ધબરાવે; વૈર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે; ઘર-ઘર ચર્ચા રહે ધર્મકી, દુષ્કૃત દુષ્કર હો જાવે; જ્ઞાન ચરિત ઉન્નત કર અપના મનુજજન્મ-ફલ સબ પાવે. ૯ *ચારિત્ર તે ખરે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. ૨૧ - શ્રી પ્રવચનસાર, ગાથા ૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સૌના હિતની અભિલાષા સંતપુરુષો કેવી રીતે સમસ્ત જગતના મિત્ર થઈને પરોપકારમય જીવન પાળે છે તે સમજવા જેવું છે. સંતને એવી શ્રદ્ધા અને અનુભવ હોય છે કે દેહમાં રહેલ હું ચૈતન્ય-આત્મતત્ત્વ છું. જેવો હું આત્મા છું તેવા આ સમસ્ત પશુપક્ષીઓ મનુષ્યો વગેરે પણ છે. જેમ દુઃખાદિના પ્રસંગોને હું ઇચ્છતો નથી તેમ આ સૌ દેહધારીઓ પણ દુઃખને ઇચ્છતા નથી. તેથી મારા તરફથી કોઈને દુઃખ દેવાનો, અપમાન કરવાનો, ભયભીત કરવાનો, નિંદા કરવાનો, ઇર્ષ્યાના કે બીજા કોઈ અપ્રિય લાગે તેવા ભાવો મનથી, વચનથી કાયાથી ન હો. નાનાં-મોટાં, નિર્ધન-ધનવાન, સ્ત્રી-પુરુષ, કાળા-ગોરા, યુવાન-વૃદ્ધ સૌ પ્રત્યે મને સમભાવ છે. સાકભાવના પોતાનાથી વિરુદ્ધ માન્યતાવાળા અને આચરણવાળા જીવો પ્રત્યે મનુષ્યને દ્વેષભાવના હોય છે અને તેથી તેમના પ્રત્યે દુશ્મનાવટના ભાવો રાખી તે પ્રમાણે વર્તે છે. આને વૈરભાવ કહે છે. વળી જન્મજન્માંતરનાં દુષ્ટ કાર્યો કરવાના જીવને સંસ્કાર પડી ગયેલાં છે. પૂર્વસંસ્કારોને વશ થઈને વ્યસનલપંટ બનવું, હિંસા કરવી, જૂઠું બોલવું, ચોરી કરવી, કુશીલ સેવવું, પરિગ્રહની અત્યંત મમતા કરવી વગેરે અનેક પ્રકારનાં તીવ્ર પાપોની પ્રવૃત્તિ જગતના અજ્ઞાની જીવોમાં દેખવામાં આવે છે. પોતે બીજાથી ઉચ્ચ દરજ્જાનો છે, આ બધા જીવો મારી સરખામણીમાં તુચ્છ છે, એવો અહંભાવ પણ મનુષ્યોમાં આરૂઢ થયેલો દેખવામાં આવે છે. જ્ઞાનમાં હું અધિક છું, લોકો મને પૂજે છે, મારા પૂર્વજો ઉચ્ચ કુળ-જાતિના છે, મારી પાસે પુષ્કળ તન-મન-ધન-વચનનું બળ છે, મારી પાસે અનેક રિદ્ધિસિદ્ધિઓ છે, હું આવાં આવાં દુષ્કર તપ કરું છું, મારા જેવું શરીર કે વૈભવ કોઈના નથી – આમ વિવિધ પ્રકારે મનુષ્ય પોતાના અભિમાનને Page #32 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના પોષે છે. આવા ઉપરોક્ત સર્વ પ્રકારના તુચ્છ ભાવોને તિલાંજલિ આપીને સૌ કોઈનું જીવન નિર્વિન બને અને આ લોક અને પરલોકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સૌને પ્રાપ્ત થાઓ તેવી કલ્યાણકારક ભાવનાનો હું આશ્રય કરું છું. ઘર્મરૂપી પુરુષાર્થ ઘર્મ, અર્થ, કામ, અને મોક્ષ – એવા મનુષ્યજીવનના આ ચાર પુરુષાર્થમાં ધર્મની જ મુખ્યતા છે કારણ કે તે હોતાં જ બાકીના પુરુષાર્થની સિદ્ધિ સંભવે છે. આ ધર્મની શ્રદ્ધા થવા, આ ધર્મનું શાન થવાં અને આ ધર્મનું આચરણ થવા માટે ધર્મનું સારી રીતે શ્રવણ થવું જરૂરી છે. તેથી હું એવી ભાવના કરું છું કે લોકોમાં ધર્મ પ્રત્યે એવો પ્રેમ જાગો કે દરેક ઘરમાં ઘર્મની કાંઈક અને કાંઈક વાતો થતી રહે, જેથી નવી પેઢીમાં પણ ઘર્મના ઉત્તમ સંસ્કાર પડે. જ્યાં ઘર્મના સંસ્કાર સારા પ્રમાણમાં હોય છે ત્યાં અધર્મની વાતો અને અધર્મનું આચરણ ઘટે છે અને આ રીતે પાપાચાર ઘટવાથી વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ થવા ઉપરાંત સમસ્ત સમાજમાં સંપ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. માનવભવની સફળતા નૃજન્મનઃ ફલં સાર જ્ઞાનસેવનમ્ | અનિગૂહિતવીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ્ II પૂર્વાચાર્યોએ મનુષ્યભવને ખરેખર સફળ બનાવવામાં મુખ્ય બે સાધનો બતાવ્યાં છે, એક જ્ઞાન અને બીજું સંયમ. કોઈ પણ ઉપાય કરીને જેનાથી પોતાના સાચા સ્વરૂપની ખરેખર ઓળખાણ થાય તે પ્રકારના જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. સારા ગ્રંથોના વાચનથી, લખાણથી, પ્રશ્નોત્તરીથી, મનનથી, અર્થ સમજવાથી, પારાયણ કરવાથી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાધક ભાવના એમ અનેક રીતે જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્યમ કરવો જોઈએ. મોટાં પાપોનો ત્યાગ કરવાથી અને જીવનની બધી ક્રિયાઓને નિયમિત અને પવિત્ર બનાવવાથી ગૃહસ્થ ધર્મ કે ત્યાગીધર્મમાં સંયમનો ઉદય થાય છે. સંયમથી સંતોષ શાંતિ અને સમતાનો લાભ થાય છે અને આમ થતાં મનુષ્યભવ સફળ થાય છે. આ પ્રમાણે અહીં સ્વ -પર-કલ્યાણનાં માર્ગની સિધ્ધિ માટે યથાયોગ્ય ભાવના કરી. છેલ્લી કડીમાં ધર્માત્મા મનુષ્ય કેવી રીતે સમસ્ત વિશ્વનો હિતચિંતક હોય છે તેનો વિચાર કર્યો હતો અને એવા નિશ્વય પર આવ્યા હતા કે ધર્મમય વાતાવરણમાં રહીને જો મનુષ્ય પોતાના સાચા જ્ઞાનની વૃધ્ધિ કરે અને સંયમનો આરાઘક બને તો જ મનુષ્યભવ સફળ થાય. હવે આગળની કડીમાં, સૌ કોઈ કેવી રીતે સુખી થાય અને વિશ્વમાં સંપ. સમાઘાન અને શાંતિ કેવી રીતે વિસ્તરી શકે તેવી આ ભાવના દ્વારા રજૂઆત કરે છે : ઈતિ-ભીતિ વ્યાપે નહીં જગમેં, વૃષ્ટિ સમય પર હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા ભી, ન્યાય પ્રજાકા કિયા કરે, રોગ-મરી-દુર્મિક્ષ ન ફેલૈં, પ્રજા શાન્તિસે જિયા કરે, પરમ અહિંસા-ધર્મ જગતમેં, ફેલ સર્વ હિત કિયા કરે. ૧૦ આ પ્રમાણે જગતમાં ભય ન ફેલાય, વરસાદ-પાણી આવ્યા કરે, રાજા પણ ધર્મદષ્ટિવાન થઈ પ્રજાને ન્યાયપૂર્વક રાખે, પ્લેગ વગેરે રોગો ન ફેલાય,દુકાળ ન પડે, પ્રજા સુખશાંતિપૂર્વક જીવે અને સમસ્ત પ્રાણીસૃષ્ટિને સુખદ એવો ઉત્કૃષ્ટ અહિંસા-ધર્મ સર્વત્ર ફેલાય એવી હું ભાવના કરું છું. નિર્ભયતા: આ વિશ્વમાં આલોકભય, પરલોકભય, અરક્ષાભય, વેદનાભય, અકસ્માતભય, અગુપ્તિભય અને મરણભય એમ મુખ્ય Page #34 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના ૨૫ સાત પ્રકારના ભયોથી જીવો પીડાય છે. ગુરુગમ દ્વારા પોતાનું જ્ઞાન-આનંદમય શાશ્વતપદ જો અંતર્મુખ થવાથી યથાર્થપણે ભાસે તો આ બધા પ્રકારના ભયોથી મહદંશે મુક્તિ પમાય. સામૂહિક સુખાકારી : વ્યક્તિ એ સમાજનું અભિન્ન અંગ છે, બંનેની સામાન્ય સુખાકારી અન્યોન્યાશ્રિત છે. વ્યક્તિગત વિકાસથી સુખી સમાજ અને ઉન્નત સમાજથી વ્યક્તિગત સુખાકારી સંભવે છે. તેથી જ્ઞાનીઓને સાર્વત્રિક કલ્યાણની પ્રાર્થના કરી ઃ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન, આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ-મર્મ મન ધ્યાન, સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન, હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. તન મન ધન ને અન્નનું, દે સુખ સુધા સમાન, આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. (શ્રીમદ્ રાજચંદ્ર) ૠતુ અનુસાર વરસાદ થવાથી સામાન્ય રીતે અનાજ વગેરે બરાબર પાકે અને રાજા જો ન્યાયપ્રિય હોય તો ગુનેગારને દંડ અને નિર્દોષનું યથાર્થ રક્ષણ થતાં સર્વ પ્રજાજનો ન્યાયનીતિપૂર્વક જીવન વિતાવે અને એકબીજાને સહાયક થાય. ‘યથા રાજા તથા પ્રજા'ની ઉક્તિ પ્રમાણે પ્રજા પણ ધર્મપ્રિય થાય અને ચોરી, જૂઠ, કુશીલ, ઝઘડા અને બીજી અસામાજિક પ્રવૃત્તિઓ ઘટે. આમ એક સુખી, શાંતિપ્રિય અને બળવાન સમાજનું સ્વયં નિર્માણ થાય. પ્રજાના આરોગ્યની જવાબદારી બંને પક્ષે છે. પ્રજા સ્વચ્છતા જાળવે, તંદુરસ્તીના નિયમો પાળે અને સરકાર પણ સામૂહિક સ્વચ્છતા 3 Page #35 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના માટે જાહેર આરોગ્ય સેવાઓનું યથાયોગ્ય આયોજન કરે તો સામૂહિક રોગો (epidemics)ની સંભાવના નહિવત્ થઈ જાય. આ પ્રમાણે તનનું, મનનું અને અન્નનું સુખ સામાન્યપણે લોકોને મળે અને સમાજ સુખી ગણાય. સાચું સુખ તો આનાથી આગળ છે. અહિંસા, પ્રેમ, બ્રહ્મચર્ય, ક્ષમા, વિનય, સત્ય, સરળતા વગેરે ગુણો જેટલા પ્રમાણમાં વ્યક્તિમાં વિકસેલા હોય અને સર્વ નાનામોટા જીવો પ્રત્યે સમાજ પણ દયાભાવ રાખવાવાળો હોય તો ધીમે ધીમે સાચા સુખની દિશામાં આગેકૂચ થાય. શાકાહાર, સાદાઈ, સ્વદેશીનું ચલણ, શિક્ષણમાં નીતિસદાચારનું મહત્ત્વ અને આધ્યાત્મિક જ્ઞાન વગેરેને અગ્રેસરતા અપાય તો સામૂહિક અને વ્યક્તિગત કલ્યાણનું સ્વપ્ન સિદ્ધિ થાય. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. (મુનિશ્રી સંતબાલ) . આપણે જે કડીની વિચારણા કરી હતી. તેમાં જગતના સર્વ જીવોને સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના હતી. હવે છેલ્લી કડીમાં સામાન્ય સદ્ગુણોનો અને વિશ્વપ્રેમનો વિકાસ કરી, સાચા જ્ઞાન અને સમતાની સૌ કોઈ પ્રાપ્તિ કરો તેવી ભાવના ભાવે છે. કૈલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂરિ પર રહા કરે, અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં, કોઈ મુખસે કહા કરે, બનકર સબ “યુગ-વીર' હૃદયસે દેશોન્નતિરત રહ કરે, વસ્તુસ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુઃખ સંકટ સહા કરે,૧૧ અધ્યાત્મજીવનના સાચા વિકાસ માટે નિઃસ્વાર્થપણાનો ગુણ અનિવાર્ય છે. જેમ જેમ મનુષ્ય આત્મવિકાસને સાધતો જાય છે તેમ Page #36 -------------------------------------------------------------------------- ________________ મેરી ભાવના તેમ જગતના વિષયભોગના પદાર્થો પ્રત્યે તેને સહજપણે ઉદાસીનતા આવતી જાય છે અને તેથી સ્વાર્થમય કાર્યો પ્રત્યેથી પણ તે વિરામ પામતો જાય છે. આમ એક બાજુ સ્વાર્થયુક્ત કાર્યો ઘટ્યાં અને સાક્ષાત્ સમાધિભાવની પ્રાપ્તિ નથી થઈ તે ગાળામાં તે જ્ઞાની સાધકના જીવનમાં પ્રેમધર્મનો વિકાસ થતો જાય છે. તેણે જેવો પોતાના આત્માને જોયો-જાણ્યો છે તેવા જ તે સર્વ અન્ય આત્માઓને જુએ-જાણે છે, જેના પરિણામે તેના જીવનમાં ‘મારા-તારા’નો ભાવ વિણસી જાય છે અને સહજ પરોપકાર, સેવાભાવ, ધર્મી મનુષ્યો પ્રત્યે આત્મીયતાનો ભાવ અને જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી કે કરુણાનો ભાવ ઉદય પામે છે. ૨૭ આવી પ્રક્રિયા જીવનમાં બનતાં સ્વ-પરના શ્રેયાર્થે જ જ્ઞાની જીવની સર્વ પ્રવૃત્તિ ગોઠવાય છે, એટલે કે સ્વાર્થનો વિલય અને પ્રેમનો ઉદય તેના જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. આવો શાની સાધક અન્યના હૃદયને ઠેસ પહોંચે તેવાં, ઝઘડા ઉપજાવે એવાં, કુસંપને અને દ્વેષને પોષે એવાં અને કાનમાં પડતાં જ કર્કશતાનો અનુભવ કરાવી દીર્ઘકાળના વેરનો અનુબંધ કરાવે તેવાં વચનોનો પ્રયોગ પોતાના જીવનમાં કરતો નથી. તેના જીવનનું સ્વાભાવિક સૂત્ર છે – ધીરેસે બોલો, પ્રેમસે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો,’ પોતાનાં વાણી-વર્તનથી તે હવે હિત-મિત-પ્રિય વચનોનો હિમાયતી બની જાય છે અને સર્વ ભવ્ય જીવો પણ તે પ્રમાણે વર્તી જીવનવિકાસને સાધો તેવી ભાવના ભાવે છે. મનુષ્યજીવનને દીપાવવાનું કાર્ય વીર્યવાન પુરુષો જ કરી શકે છે. આવા પુરુષો દ્વારા જ લોકહિતનાં, દેશહિતનાં કે જગતકલ્યામનાં કાર્યો થાય છે. આત્મોન્નતિ એ સર્વમાં શ્રેષ્ઠ છે અને તેનાં અંશોમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના જ આગળ કહ્યાં તેવાં જનકલ્યાણનાં કાર્યો સમાહિત છે. " જે ભવ્ય, પુણ્યશાળી અને પરાક્રમી પુરુષો આવાં સ્વ-પરહિતનાં ઉત્તમોત્તમ કાર્ય સિદ્ધ કરવાની ભાવના રાખતા હોય તેમણે યોગ્યતા પ્રાપ્તિ માટે બે કાર્યો કરવાં પડશે : (૧) વિશ્વ-સંચાલનની પારમાર્થિક વ્યવસ્થાનું જ્ઞાન (૨) સમતાની સાધના. પૂર્ણ જ્ઞાની પુરુષોએ જગતના જડ અને ચેતન પદાર્થોના પરિણમનની જે વ્યવસ્થા જોઈને વર્ણવી છે તેને, આજના વીસમી સદીના જમાનામાં પણ સન્શાસ્ત્રો દ્વારા સંત-સમાગમ દ્વારા, સુયુક્તિ દ્વારા અને ગુરુગમ દ્વારા, આપણે જાણી શકીએ છીએ. જો યથાર્થપણે તેનો બોધ પ્રાપ્ત થાય તો સ્વાભાવિકપણે જ શાંતભાવની સાધના પ્રત્યે આપણું જીવન પ્રેરાય છે, જેમાંથી ક્રમે કરીને ધીરજ, સહનશીલતા, ખંત, સતત ઉદ્યમ, શ્રદ્ધા અને શુદ્ધ આચારનો ઉમેરો થતાં ઉત્કૃષ્ટ અધ્યાત્મદશા પ્રગટે છે. અંતરમાં પરમ સમરસી ભાવનો અનુભવ થતાં સમસ્ત આનંદ આનંદ છવાઈ જાય છે. અને મનુષ્યભવની સફળતાથી સમાધિમરણ અને મોક્ષદશાનું પ્રગટવું યથાસમયે બને છે. ઈતિ શમૂ. Page #38 -------------------------------------------------------------------------- ________________ મૂળમાર્ગ-રહસ્ય મૂ મૂ૦૨ મૂળ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂ નોય પ્રજાતિની જો કામના હૈ, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ મૂ૦૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત; માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ; જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશકાળાદિ ભેદ; પણ શાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. હવે શાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ; તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ મૂ૫ મૂ મૂ મૂ૦૪ મૂ મૂ મૂદ્ર મૂ મૂ૭ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. જે શાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. જેમ આવી પ્રતીત, જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂળ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂ૦૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂ૦૯ એવા મૂળ શાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ એમ દેવ જિનંદે ભાખિયું છે, મોક્ષ મારગનું શુદ્ધ સ્વરૂપ; ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂ મૂ૦૧૦ મૂ મૂ૧૧ આણંદ, આસો સુદ ૧, ૧૯૫૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમિતગતિ સામાયિક પાઠ વિવેચક : પૂ. શ્રી આત્માનંદજી શ્રી અમિતગતિ સામાયિક પાઠ પદ્યાનુવાદ (હરિગીત છંદ) સૌ પ્રાણી આ સંસારનાં સન્મિત્ર મુજ વ્હાલાં થજો, સદ્ગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુખિયા પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. અતિ જ્ઞાનવંત અનંત શક્તિ, દોષહીન આ આત્મ છે, એ મ્યાનથી તરવાર પેઠે, શરીરથી વિભિન્ન છે; ૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ હું શરીરથી જુદો ગણું એ, જ્ઞાનબળ મુજને મળો, ને ભીષણ જે અશાન મારું, નાથ ! તે સત્વર ટળો. સુખદુઃખમાં અરિ-મિત્રમાં, સંયોગકે વિયોગમાં, રખડું વને વા રાજભુવને, રાચતો સુખભોગમાં; મમ સર્વકાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મોહ કાપી, આ દશા કરુણાનિધિ. તુજ ચરણ કમળનો દીવડો રૂડો, હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો, આવાસ તુરત બાળજો; તરૂપી થઈ તે દીવડે, હું સ્થિર થઈ ચિત્ત બાંધતો, તુજ ચરણયુગ્મની રજમહીં, હું પ્રેમથી નિત્ય ડૂબતો. પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતાં પ્રભુ અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને, હણતાં કદી ડરતો નહીં; છેદી વિભેદી દુઃખ દઈ, મેં ત્રાસ આપ્યો તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક, નાથ વીનવું આપને. કષાયને પરવશ થઈ બહુ, વિષયસુખ મેં ભોગવ્યાં, ચારિત્ર્યના જે ભંગ વિભુ, મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા; કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત્, આચરણ મેં આદર્યું, કરજો ક્ષમા સૌ પાપ તે, મુજ અંકનું જે જે થયું. મન વચન કાયા કષાયથી, કીધાં પ્રભુ મેં પાપ બહુ, સંસારનાં દુઃખબીજ સૌ, વાવ્યાં અરે હું શું કહું ? તે પાપને આલોચના, નિંદા અને ધિક્કારથી, હું ભસ્મ કરતો મંત્રથી, જેમ વિષ જાતું વાદીથી. મુજ બુદ્ધિના વિકારથી, કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં,સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી; ર ૩ ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સાધક-ભાવના કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુક્તિ પામવા, માગું શમા હું હૃદયથી. મુજ મલિન મન જો થાય તો તે દોષ અતિક્રમ જાણતો, વળી સદાચારે ભંગ બનતાં, દોષ વ્યક્તિકમ માનતો; તે અતિચારી સમજવો, જે વિષયસુખમાં હાલતો, અતિ વિષયસુખ આસક્તને, હું અનાચારી ધારતો. ૯ મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તો, જો અર્થ માત્રા પદ મહીં, લવલેશ વધઘટ હોય તો; યથાર્થ વાણીભંગનો, દોષિત પ્રભુ હું આપનો, આપી શમા મુજને બનાવો, પાત્ર કેવલ બોધનો. ૧૦ પ્રભુવાણી ! તું મંગલમયી, મુજ શારદા હું સમજતો, વળી ઈષ્ટ વસ્તુ દાનમાં, ચિંતામણિ હું ધારતો; સુબોધ ને પરિણામશુદ્ધિ, સંયમને વરસાવતી, તું સ્વર્ગનાં દિવ્ય ગીત સુણાવી, મોકલવમી અર્પતી. ૧૧ સ્મરણ કરે યોગી જનો, જેનું ઘણા સન્માનથી, વળી ઈન્દ્ર નર ને દેવ પણ, સ્તુતિ કરે જેની અતિ; એ વેદ ને પુરાણ જેનાં, ગાય ગીતો હર્ષમાં, તે દેવના પણ દેવ હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. જેનું સ્વરૂપ સમજાય છે, સજ્ઞાન-દર્શન-યોગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી; પરમાત્મની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વહાલા, સિદ્ધ વસજો હૃદયમાં. ૧૩ જે કઠિન કષ્ટો કાપતા પણ વારમાં સંસારનાં, નિહાળતા જે સૃષ્ટિને જેમ બોરને નિજ હસ્તમાં, ૧૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ યોગીજનોને ભાસતા જે, સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં જન્મમરણનાં દુઃખને, નહિ જાણતા જે કદી પ્રભુ, જે મોક્ષપથ દાતાર છે, ત્રિલોકને જોતા વિભુ; કલંકહીન દિવ્યરૂપ જે, રહેતું નહિ પણ ચંદ્રમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. આ વિશ્વનાં સૌ પ્રાણી પર, શુદ્ધ પ્રેમ નિઃસ્પૃહ રાખતા, નહિ રાગ કે નહિ દ્વેષ જેને, અસંગ ભાવે વર્તતા; વિશુદ્ધ ઇન્દ્રિય શૂન્ય જેવા, જ્ઞાનમય છે રૂપમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે, નહિ કર્મ કેરા બંધ જેને, ધૂર્ત સમ ધૂતી શકે; વિકાર સૌ સળગી જતા, મન મસ્ત થાતાં ધ્યાનમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. સ્પર્શ તલભાર તિમિર કેરો, થાય નહિ જ્યમ સૂર્યને, ત્યમ દુષ્કલંકો કર્મનાં, અડકી શકે નહિ આપને; જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતા, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. રવિતેજ વિણ પ્રકાશ જે, ત્રણ ભુવનને અજવાળતો, તે જ્ઞાનદીપ પ્રકાશ તારા, આત્મમાં શું દીપતો; જે દેવ મંગળ બોધમીઠા, મનુજને નિત્ય આપતો, તેવા સુદૈવ સમર્થનું, સાચું શરણ હું માગતો. જો થાય દર્શન સિદ્ધનાં, તો વિશ્વદર્શન થાય છે, જ્યમ સૂર્યના દીવા થકી, સુસ્પષ્ટ સૌ દેખાય છે; ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના ૩૪ અનંત અનાદિ દેવ જે, અશાન તિમિર ટાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૨૦ જેણે હસ્યાં નિજ બળ વડે, મન્મથ અને વળી માનને, જેણે હણ્યાં આ લોકનાં, ભય શોક ચિતા મોહને, વિષાદ ને નિદ્રા હળ્યાં, જ્યમ અગ્નિ વૃક્ષો બાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માંગતો. ૨૧ હું માગતો નહિ કોઈ આસન, દર્ભ પથ્થર કાષ્ઠનું મુજ આત્મના નિર્વાણ કાજે, યોગ્ય આસન આત્મનું આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશમન વિણ જો, અણમૂલ આસન થાય છે, ક્ટ સાધવા સુસમાધિ તો. ૨૨ મેળા બધા મુજ સંઘના, નહિ લોકપૂજા કામની, જગબાહ્યની નહિ એક વસ્તુ, કામની મુજ ધ્યાનની; સંસારની સૌ વાસનાને, છોડ હાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા, યોગબળ લે હોંશથી. આ જગતની કો વસ્તુમાં તો, સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓને, સ્વાર્થ મુજમાં છે નહીં, આ તત્ત્વને સમજી ભલા, તું મોહ ઘરનો છોડજે, શુભ મોક્ષનાં ફળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે. ૨૪ જે જ્ઞાનમય સહજ આત્મ, તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા તું આત્મથી જો આત્મમાં. ૨૫ આ આત્મ મારો એક ને, શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે; ૨૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સામયિક પાઠ વિશ્વની સહુ વસ્તુનો, નિજ કર્મ ઉદ્ભવ થાય છે, નિજકર્મથી વળી વસ્તુનો, વિનાશ વિનિમય થાય છે. ૨ જો આત્મ જોડે એકતા, આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે. સ્ત્રી પુત્ર મિત્રો સાથની? જો થાય જુદી ચામડી, આ શરીરથી ઉતારતાં, તો રોમ સુંદર દેહ પર, પામે પછી શું સ્થિરતા? આ વિશ્વની કો વસ્તુમાં, જો સ્નેહ બંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચકમાં, ચેતન વધુ ભટકાય છે; મુજ મન, વચન ને કાયનો, સંયોગ પરનો છોડવો, શુભ મોક્ષના અભિલાષનો, આ માર્ગ સાચો જાણવો. ૨૮ સંસાર રૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા, તોડ સંયમ-જોરથી; વળી બાહ્યથી આત્મા છે જુદો, ભેદ મોટો જાણવો, તલ્લીન થઈ ભગવાનમાં, ભવપંથ વિકટ કાપવો. ર૯ કર્મો કર્યા જે આપણે, ભૂતકાળમાં જો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ, માર્ગ એકે છે નહીં, પરનું કરેલું કર્મ જો, પરિણામ આપે મુજને, તો મુજ કરેલાં કર્મનો, સમજાય નહિ કંઈ અર્થને. ૩૦ સંસારનાં સૌ પ્રાણીઓ, ફળ ભોગવે નિજ કર્મનું, નિજ કર્મના પરિપાકનો, ભોક્તા નહિ કો આપણું , લઈ શકે છે અન્ય તેને, છોડ એ ભમણા બૂરી, પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થા, તુજ આત્માનો આશ્રય કરી. ૩૧ શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી, ગુણ અસીમ છે આપના, આ દાસ તારો હૃદયથી, ગુણ ગાય તુજ સામર્થ્યના; Page #45 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના પ્રગટતા જો ગુણ બધા, મુજ આત્મમાં સદ્ભાવથી, શુભ મોક્ષને વરવા પછી, પ્રભુ વાર ક્યાંથી લાગતી? ૩૨ (દોહરો). બત્રીસ ચરણનું આ બન્યું, મંગળ સુંદર કાવ્ય; અનુભવતાં એક ધ્યાનથી, મોક્ષગતિ જીવ જાય. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમિતગતિ સામાયિક પાઠ વિવેચક પૂ. શ્રી આત્માનંદજી [મૂળ સંસ્કૃતમાં ૩૨ ગાથાઓમાં આ સામાયિક પાઠના રચિયતા માથુરસંઘના પ્રસિદ્ધ આચાર્ય શ્રી અમિતગતિ છે. તેઓ મહાસમર્થ યોગી હતા. તેમનો વિશેષ પરિચય ‘ભક્તિમાર્ગની આરાધના' પૃષ્ઠ ૮૮ પર આપેલ છે ત્યાંથી જાણવો. આ સંસ્કૃત પાઠને ‘ભાવના દ્વાત્રિંશતિકા’ એવું નામ આપવામાં આવ્યું છે. તેના ગુજરાતી અનુવાદનું અવતરણ કરી, તે ઉત્તમ પદનું ક્રમિક વિવરણ ઑગસ્ટ ૧૯૮૩થી જુલાઈ ૧૯૮૬ દરમ્યાન ‘દિવ્યધ્વનિ'ના વાચકવર્ગની સેવામાં રજૂ કરવામાં આવ્યું હતું તે અત્રે સળંગ પુસ્તકરૂપે રજૂ થાય છે. આશા છે વાચકો તેને ધ્યાનપૂર્વક વાંચી, જીવનમાં ઉતારવાનો પ્રયોગ કરી સ્વ-પર-કલ્યાણ સાધશે.] (પ્રકાશન સમિતિ) ભૂમિકા વીતરાગ ભગવંતોએ બોધેલ, શ્રાવકધર્મ અને મુનિધર્મમાં સામાયિકનું ખૂબ જ મહત્ત્વ છે. વ્રતી શ્રાવક અને મુનિને માટે સામાયિને આવશ્યક કામ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે અર્થાત્ તેઓએ આ અનુષ્ઠાન પ્રતિદિન કરવા યોગ્ય છે, એવી પૂર્વાચાર્યોની આજ્ઞા છે. સામાયિકની સાધના : સામાયિક કરવાની પરંપરા જૈન ધર્માવલંબીઓના બધા ઉપસંપ્રદાયોમાં જોવામાં આવે છે, પરંતુ એ ખ્યાલમાં રાખીએ કે સામાયિક એ કોઈ સાંપ્રદાયિક કે રૂઢિગત ક્રિયામાત્ર નથી. પરંતુ સમતાભાવ રાખવાનો એક વૈજ્ઞાનિક Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાધક ભાવના અભ્યાસક્રમ છે. અનાદિકાળનો આ જીવ અસત્ સંસ્કારોને વશ થઈ પોતાનું સાચું સ્વરૂપ ભૂલી ગયો છે. આ અસત્ સંસ્કારોની અસરને નાબૂદ કરવા સત્સંગના યોગમાં રહી સબોધના સંસ્કાર દ્વારા પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન શબ્દથી, અર્થથી અને વેદનથી પ્રાપ્ત કરવામાં આવે ત્યારે સમતા ભાવની અંશે સિધ્ધિ થાય છે અને ત્યાર પછી સાચું સામાયિક કરવાની મનુષ્યમાં યોગ્યતા આવે છે. આત્મસ્વરૂપનું અવલંબન લઈ રાગદ્વેષનાં ભાવ ટાળવાનું સામર્થ્ય પ્રથમ કે મધ્યમ ભૂમિકાના સાધકોને એકદમ પ્રાપ્ત થઈ શકતું નથી માટે સામાયિક કરતાં પહેલાં આત્મતૃપ્રાપ્ત પુરુષોનું (પંચપરમેષ્ઠીનું) ધ્યાન કરવાની આવશ્યકતા છે. તેમ જ મૈત્રી, પ્રમોદ વગેરે તથા વૈરાગ્યની ઉત્પાદક બાર ભાવનાઓ ભાવવી પણ આવશ્યક છે. આમ કરવાથી મનની નિર્મળતા અને એકાગ્રતા વધે છે અને સામાયિક કરવાની ક્ષમતા સાધકમાં આવે છે. માટે આચાર્યશ્રી પ્રારંભમાં જ પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! નીચેની ચાર ભાવનાઓ મારા હૃદયમાં સ્થિર થાઓ. - (હરિગીત) સૌ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ હાલાં થજો, સગુણામાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુખિયાં પ્રતિ કરુણા અને, દુશમન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. (૧) સાધકે જેવો પોતાના આત્માને જાણ્યો છે, તેવા જ જ્યારે અન્ય આત્માઓને પણ જુએ-જાણે છે ત્યારે તેનામાં સૌ જીવો પ્રત્યે નિર્વેરભાવ જન્મે છે. જેવી રીતે પોતે દુ:ખ, ગરીબાઈ, અપમાન, ભૂખ-તરસ, રોગ, શોક, ચિંતા ઈત્યાદિને ઈચ્છતો નથી, તો અન્ય જીવો સાથે પણ તેવી દુ:ખદાયક પરિસ્થિતિ ઊપજે તેવો વ્યવહાર Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સામાયિક પાઠ કરતો નથી. જેવી રીતે આપણો મિત્ર આપણને અનુકૂળ થઈ સુખ ઉપજાવવામાં તત્પર રહે છે તેવી રીતે સાચા સાધકો, જ્ઞાનીઓ અને ઘર્માત્માઓ જગતના સર્વ જીવો સાથે એવી મૃદુ, યથાર્થ અને ઉપકારક રીતે વર્તે છે કે તેઓ સહજપણે જગતના સર્વ જીવોના મિત્ર બની જાય છે અને વસુધૈવ ભૂત્વના સિદ્ધાંતને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે છે. નિષ્પક્ષ ગુણગ્રાહક્તા એ જ અધ્યાત્મવિકાસનું મૂળ છે એવો સ્પષ્ટ નિર્ણય સાચા સાધકને થયેલો હોય છે તેથી કોઈ પણ મનુષ્યમાં જ્યારે સદ્ગણોનું દર્શન થાય છે ત્યારે અંતરમાં રાજી થઈને સાધક તે ગુણોને તુરત જ ગ્રહણ કરવામાં ઉદ્યમી થાય છે. ગુણ તો ગુણ જ છે, માટે ગમે તેવા મનુષ્યમાંથી તે ગુણ ગ્રહણ કરવો પડતો હોય તોપણ તે ગ્રહણ કરવો એવો નિશ્ચય અને ઉદ્યમ મુમુક્ષુમાં વર્તે તો જ ગુણગ્રાહકતા સિદ્ધ થાય અને સાધકદશા ખીલે. પાપકર્મોને વશ થયેલા જગતના જીવોને અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ થાય છે ત્યારે તે તે જીવોનાં દુઃખોને જોઈને જેનું દિલ દ્રવે છે તે જ સાચો સાધક છે. પોતાની શક્તિ અને અવસ્થા પ્રમાણે સાધક તેવા જીને તનથી, મનથી, ધનથી અને વચનથી સહાયક થવા પ્રયત્ન કરે છે કારણ કે એવો જ સાધકનો સ્વભાવ છે – તે કોમળ છે, આર્ટ છે, દયાળુ છે, કરુણાસાગર છે. કોઈ પણ જીવ પ્રત્યે ધિક્કારની, દ્વેષની કે અણગમાની લાગણી ન થવા દેવી એવો સાધકનો સ્વભાવ છે. જ્યારે જગતના વિજ્ઞસંતોષી જીવો જ્ઞાનીને હેરાન કરે, તન-મન-ધનનું દુઃખ દે ત્યારે પણ તે પોતાનાં કર્મોનો દોષ જોઈ સમતાભાવનો અભ્યાસ કરે છે પણ તે જીવો પ્રત્યે વેરનો કે દ્વેષનો ભાવ લાવતા નથી. ક્વચિત ન્યાયની રક્ષા અર્થે સત્યનો પ્રતિકાર કરવાનો પ્રસંગ તેને આવે તો પણ તે Page #49 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના પ્રતિકારમાં ન્યાયની રક્ષાનો ભાવ હોય છે, અંતરંગ વિષમતા કે ક્ટર દ્વેષભાવ હોતો નથી. આવી જાગ્રત સાધના હોય તેને સામાયિકની સિદ્ધિ થાય છે. - હવે બીજીકડીમાં આચાર્ય મહારાજ, પ્રભુને જ્ઞાનબળની પ્રાપ્તિ માટે પાર્થના કરે છે. અતિ શાનવંત અનંતશક્તિ, દોષહીન આ આત્મ છે, એ મ્યાનથી તરવાર પેઠે, શરીરથી વિભિન્ન છે; હું શરીરથી જુદો ગણું એ, શાનબળ મુજને મળો, ને ભીષણ જે અશાન મારે, નાથ ! તે સત્વર ટળો. (૨) હે પ્રભુ ! સર્વ આત્માઓમાં શક્તિ અપેક્ષાએ અનંત જ્ઞાન અને અનંત શક્તિ ભરેલાં છે એમ આપનું વચન છે. યથા – १. जारिस सिद्धसहावो तारिस सहावो सबजीवाण' – સિદ્ધપ્રાભૃત ૨. અહો ! આ આત્મા અનંતવીર્યવાળો અને સમસ્ત) વિશ્વનો (જ્ઞાનથી) પ્રકાશ કરનારો છે. ધ્યાન શક્તિના પ્રભાવથી તે ત્રણ લોકને ચલાવી શકે છે. શ્રી જ્ઞાનાર્ણવ ૩. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદ્ગર આશા જિન દશા, નિમિત્ત કારણ માંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર આ આત્માનો જ્યારે પરમાર્થ દૃષ્ટિથી વિચાર કરીએ ત્યારે તેના આ ચાર ગુણો સ્પષ્ટપણે તરી આવે છે. અનંતજ્ઞાન ૨ અનંતશક્તિ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સામાયિક પાઠ ૪ સર્વથા નિર્દોષપણું દેહથી જુદાપણું ગ અનંતજ્ઞાન : શાન એ આત્માનો – મારો – સ્વ પરને પ્રકાશનારો સ્વાભાવિક ગુણ છે. વર્તમાનમાં મારી વિભાવપરિણતિને લીધે અને જ્ઞાનાવરણાદિ કર્મોના નિમિત્તે કરીને જોકે તે જ્ઞાન યથાર્થપણે પ્રગટરૂપે પ્રકાયું નથી, તોપણ તે જ્ઞાનગુણની શક્તિ (Potentiality) નષ્ટ થઈ ગઈ નથી અને સત્યુષાથદિ સાધનોથી થોડા કાળમાં તે પ્રગટ થઈ જવાની છે. ૧ અનંતશક્તિ : અનંતશક્તિ, અનંતબળ – અનંતવીર્ય એ પણ મારો સ્વાભાવિક ગુણ છે. મારી આ શક્તિનું અસ્તિત્વ મારા આત્મામાં છે અને તેનું કાર્યક્ષેત્ર પણ મારા આત્મા સુધી મર્યાદિત, છે, કારણ કે સ્વની અપેક્ષાએ અતિરૂપે અને પરની અપેક્ષાએ નાસ્તિરૂપે એવી જ જગતના સર્વ પદાર્થોની વ્યવસ્થિતિ છે. મારી આ શક્તિના ક્રમિક વિકાસથી મોક્ષમાર્ગની આરાધના કરીને પ્રતિબંધક એવાં અંતરાય કર્મોને ટાળીને મારી આ શક્તિ હું પ્રગટ કરીશ અને તેના બળથી આગામી અનંત કાળમાં વિકારનો અનંતાંશ પણ મારા આત્મામાં પ્રગટવા નહિ દઉં. સર્વથા નિર્દોષપણું : જ્યારે શુદ્ધદૃષ્ટિથી હું મારા આત્માને જોઉં છું ત્યારે મારો આત્મા સર્વ પ્રકારના દોષોથી રહિતપણે દેખી-અનુભવી શકાય છે. જોકે મારી વર્તમાન અવસ્થામાં અનેક પ્રકારના દોષો વિદ્યમાનપણે છે. પણ તે તો મારા અજ્ઞાન-અસંયમકષાયાદિ ભાવોને લીધે, તથારૂપ કર્મોના નિમિત્તે કરીને છે – મારો સહજ-સ્વભાવ નથી. તેથી હવે હું મારા સર્વ પ્રકારના દોષોનો વિલય કરવા નિર્દોષ દેવગુરુ-ધર્મના અવલંબનપૂર્વક મારા આત્માની શુદ્ધિનો પુરુષાર્થ કરવાની ભાવના કરું છું. Page #51 -------------------------------------------------------------------------- ________________ સાકભાવના ૪ દેહથી જુદાપણું : શ્રી સદ્ગુરુદેવના ઉપદેશથી, તેનો અર્થ યથાર્થપણે સમજવાથી અને તથારૂપ વેદન કરવાથી હું અને આ દેહ જુદા છે એવો મારો નિર્ણય થયો છે. હું જાણવા-દેખવાના સ્વભાવવાળો અરૂપી, સહજાનંદી, અવિનાશી છું જ્યારે આ દેહ તો જડ-અચેતન, રૂપી, સુખદુઃખાદિથી સહિત અને થોડો કાળ ટકવાવાળો છે. આમ આ દેહરૂપી પદાર્થ – જોકે મારી નજીક અને એકક્ષેત્રાવગાહિ છે - તોપણ હું અને તે જુદા છીએ. જોકે તે તદ્દન નજીકનો પડોશી હોવાથી મારે તેની સાથે કથંચિત્ સંબંધ છે પણ અમારા સ્વભાવ એકબીજાથી તદ્દન જુદા છે અને પૂર્ણ મોક્ષ થતાં તો હું તેનાથી કાયમને માટે છૂટી જવાનો છું. તો અંશે મોક્ષ થવા (સંવર નિર્જરાની સિદ્ધિ માટે) હું તેને મારાથી જુદો જ માનું છું. ૪૨ અહીં આચાર્યશ્રી પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! આપની અનંતશક્તિ પ્રગટ થઈ ગઈ છે. આપ શરણાગતવત્સલ, તરણતારણ અને પતિતોદ્ધારક છો. જોકે હું દેહ અને આત્માને જુદા જુદા જાણું છું તોપણ ક્વચિત્ પ્રબળ એવા આ મોહને વશ થવાથી મારી પરિણતિ મલિન થાય છે. તમારા અનુગ્રહ દ્વારા હું હવે એવું બળ ચાહું છું કે જેના પ્રતાપથી દેહથી હું મારી જાતને સંપૂર્ણપણે જુદી અનુભવવા માટે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ કરી શકું અને જે કંઈ અજ્ઞાનના (અલ્પજ્ઞાનના) અંશો મારામાં બાકી રહ્યા છે તે નષ્ટ થઈ જાય અને મને મારું સહજાત્મસ્વરૂપ - પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રગટ થઈ જાઓ. આ રીતે પોતાના આત્માનું બળ વધે અને તે દ્વારા દેહથી ભિન્ન એવા પોતાના આત્માનો વિશેષ પરિચય કરી શકાય તે અર્થે આચાર્યશ્રીએ પરમાત્માને પ્રાર્થના કરી હતી. હવે આગળની કડીમાં તેઓ પ્રભુને, મોહ કાપીને સર્વ જીવોમાં આત્મતુલ્ય બુદ્ધિ રહે તેવી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સામાયિક પાઠ પ્રાર્થના કરે છે. સુખદુઃખમાં, અરિમિત્રમાં, સંયોગ કે વિયોગમાં, રખડું વને વા રાજભુવને, રાચતો સુખભોગમાં, મમ સર્વ કાળે સર્વ જીવમાં, આત્મવતુ બુદ્ધિ બધી, તું આપજે મુજ મોહ કાપી, આ દશા કરુણાનિધિ. (૩) અહીં આચાર્યશ્રીએ સમતાભાવની પ્રાપ્તિ માટે વિનંતી કરી છે. આ જીવનના અનેકવિધ પ્રસંગો અને પ્રકારોમાં જેટલા પ્રમાણમાં સમભાવ રહે તેટલા પ્રમાણમાં નિરાકુળતાનો સભાવ હોવાથી શાંતિ અને પ્રસન્નતા રહે છે અને નવાં કર્મો બંધાતાં નથી. વિષમ ભાવો ઊપજે તેવા પ્રસંગોનું વર્ણન કરતાં આચાર્યશ્રી કહે છે કે :- સુખદુઃખ ઇત્યાદિમાં ઇન્દ્રિયોને રતિ ઊપજે તેને સુખ કહેવામાં આવે છે અને ઇન્દ્રિયોને અણગમો ઊપજે તેને દુઃખ કહેવામાં આવે છે. જેઓ આપણું અપમાન કરે, મારામારી કરે, સ્ત્રી-ધનાદિ છીનવી લે તેમને અરિ એટલે દુશ્મન કહે છે. અને જેઓ આપણા વ્યાવહારિક જીવનમાં અનુકૂળ વર્તી આપણો ઉપકાર કરે તેમને મિત્ર કહેવામાં આવે છે. હિતકારી, ઉપકારક અને ઉપયોગી વસ્તુઓનું છીનવાઈ જવું, દૂર થઈ જવું તેને વિયોગ કહે છે અને અન્ય ઉપકારક કે અપકારક વસ્તુઓ કે વ્યક્તિઓનો સમાગમ થવો તેને સંયોગ કહે છે. પોતે કરેલાં પાપકર્મોનો ઉદય થતાં પશુગતિ વગેરેમાં ઊપજવું થાય ત્યારે મુખ્યપણે વનજંગલોમાં રખડવાનું થાય છે તથા વળી પુણ્યકર્મના ફળરૂપે સૂર્યવંશી સિસોદિયા વગેરે ઉચ્ચકુળાદિમાં – રાજા-મહારાજાના કુટુંબમાં જન્મ થાય છે અને રાજમહેલ વગેરેમાં રહેવાનું પણ બને છે. વિશેષ પુણ્યનો ઉદય હોય ત્યારે તેના ફળમાં સ્પર્શેન્દ્રિયનાં, નાસિકાનાં,રસનાનાં, નેત્ર-ઇજિનાં અને શ્રવણેન્દ્રિયનાં વિવિધ પ્રકારનાં સુખદાયક સાધનોનો શુભ યોગ થાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના આમ ઉપરોક્ત પ્રકારે શુભાશુભ કર્મોના ફળરૂપે સંસારપરિભ્રમણ કરતા એવા મારા આત્માને ભિન્ન ભિન્ન સંજોગોમાં આવવાનું બને અને અનેક પ્રકારના જીવોનો સમાગમ થાય ત્યારે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ન થાઓ અને સર્વત્ર સમભાવ રહો એવી મારી ભાવના છે. આનો સામાન્ય અર્થ એ થયો કે રોજબરોજના જીવનમાં “ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે' – આ સૂત્રનો હું અંતઃકરણપૂર્વક પ્રયોગ કરું તો મારી સમતાની સાધનામાં વૃદ્ધિ થાય. આવી સમતામાં હું દૃઢપણે ટકી શકું તે માટે ફરી ફરી હું શ્રી ગુરુઓનાં નીચેનાં વચનોનો ભાવ સ્મરણમાં રાખું છું :(૧) છેદાવ વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે; વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. શ્રી સમયસાર ગાથા ૨૦ (૨) દુઃખસુખ રૂપ કરમફલ જાણો; નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. - યોગીરાજ શ્રીઆનંદધનજી કૃત વાસુપૂજ્ય સ્તવન (૩) રાઈ માત્ર વધઘટ નહિ, દેખ્યા કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન.* – શ્રીબૃહદ આલોચના (૪) જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન હોય, જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય. શ્રીમદ્ રાજચન્દ્ર (૫) જગત આત્મરૂપ માનવામાં આવે છે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં * આર્તધ્યાન, કુધ્યાન, અપધ્યાન. Page #54 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ રહેવું યોગ્ય છે. બીજી રીતે નહિ, શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૦૧ (૬) હોકર સુખમેં મગ્ન ન ફૂલે, દુઃખમેં કભી ન ઘબરાવે; પર્વત નદી સ્મશાન ભયાનક, અટવીસે નહીં ભય આવે, રહે અડોલ અકંપ નિરંતર યહ મન દૃઢતર બન જાવે, ઇષ્ટવિયોગ અનિષ્ટયોગમેં સહનશીલતા દિખલાવે. જુગલકિશોર મુખ્તાર કૃત ‘મેરી ભાવના’ આ પ્રમાણે ઉપરોક્ત સત્પુરુષોના વિવિધ ઉત્તમબોધ દ્વારા વસ્તુસ્વરૂપનો, વિશ્વવ્યવસ્થાનો અને મારા શુદ્ધ આત્માનો સદ્ગુરુગમે અને સ્વપુરુષાર્થે નિર્ણય કરીને હું નિઃશંકતા, નિર્ભયતા અને નિઃસંગતાને પ્રાપ્ત કરું છું. મારા આ જાગ્રત પુરુષાર્થમાં હે પ્રભુ વીતરાગ ! આપ મને શક્તિ અને સહાય કરો. જગતના નાનામાં નાના જીવજંતુથી માંડીને દુનિયાના કહેવાતા મોટામાં મોટા જે રાજા-મહારાજા, શેઠ-શાહુકાર કે પ્રધાનાદિ સર્વ જીવોમાં મને સમબુદ્ધિ, કરુણાબદ્ધિ, આત્મવત્બુદ્ધિ સહજપ્રેમપૂર્ણ બુદ્ધિ રહે અને દિવસે દિવસે શેષ રહેલો મારો (ચારિત્ર) મોહ નષ્ટ થઈ જાય એ જ મારી ભાવના છે. તેનું આપની કૃપાથી હવે ભવન (પરિણમન) થાઓ. - ૪૫ આચાર્યશ્રીએ અહીં ભક્તિપ્રધાન દૃષ્ટિથી કથન કર્યું છે. જોકે તેઓ મહાસમર્થ અપ્રમત્ત યોગીશ્વર છે તોપણ જ્યાં સુધી પૂર્ણ સમતા ન પ્રગટે ત્યાં સુધી પ્રગટેલી સમતાનો સ્વીકાર કરીને મહાજ્ઞાની પુરુષો પૂર્ણ સમતાની પ્રાપ્તિ માટે આવો પુરુષાર્થ કરે છે. યથા – ‘આ હું અને તે કર્મરૂપી શત્રુ બન્નેય આપની સામે હાજર છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો, કારણ કે સજ્જનનું રક્ષણ કરવું અને દુષ્ટને દંડ દેવો એ ન્યાયપ્રિય પુરુષોનો ધર્મ છે.’ - શ્રી પદ્મનંદિપંચવિંશતિ, ૯/૨૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાવકભાવના તુજ ચરણકમળનો દીવડો, રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત જ બાળજો; તરૂપ થઈ તે દીવડે, હું સ્થિર થઈ ચિત્ત બાંધતો, તુજ ચરણયુગ્મની રજમહીં હું પ્રેમથી નિત્ય ડૂબતો. (૪) વિશેષાર્થ : આ કડીમાં આચાર્યશ્રીએ પરમાત્માની સાચી ભક્તિથી પ્રાપ્ત થવા યોગ્ય ઉત્તમ ફળનું વર્ણન કરી પોતે પણ તે ભક્તિના રંગમાં કેવી રીતે રંગાઈ ગયા છે તેનું એક અલૌકિક ભક્તની પદ્ધતિથી વર્ણન કર્યું છે. ઉત્તમ સાધકોને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનની પ્રાપ્તિ થઈ શકતી નથી ત્યારે, તેઓ વારંવાર અનેક પ્રયત્નો દ્વારા પરમાત્માના ચરણકમળનું પૂર્ણ પ્રેમથી ચિંતન કરે છે. પરમાત્માના ચરણકમળ પ્રબુદ્ધ સાધક માટે એક મહાન દીપક સમાન છે. આ દીપક તે જગતનો સામાન્ય દીપક નથી પરંતુ ચૈતન્યસત્તાથી ભરપૂર એવો જ્ઞાનદીપક છે. જો સાધકનું ચિત્ત આવા ચૈતન્યદીપકમાં લાગેલું રહે તો તેને વિશિષ્ટ સંવર-નિર્જરાની પ્રાપ્તિ થાય છે માટે આચાર્યશ્રી પરમાત્માને પ્રાર્થના કરે છે કે આપનાં ચરણોનું મને નિરંતર સ્મરણ રહેજો કે જેના ફળરૂપે મારા હૃદયમાં જે કાંઈ અજ્ઞાનના (અલ્પજ્ઞાનના) અંશો હોય તે ભસ્મીભૂત થઈ જાય! જુઓ આચાર્યશ્રીની પ્રભુભક્તિની નિષ્ઠા ! પ્રભુભક્તિનો આવો મહિમા અનેક પૂર્વાચાર્યો અને સંતોએ પણ ગાયો છે. (હરિગીત) (૧) જિનવર ચરણકમળે નમે, જે પરમ ભક્તિરાગથી; તે જન્મવેલી-મૂળ છેદે, ભાવ ઉત્તમ શસ્ત્રથી. શ્રી કુંદકુંદાચાર્ય : ભાવપ્રાભૃત, ૧૫૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૪૦. (મંદાક્રાંતા) (૨) મોટા મોટા મુનિજન તને, માનતા નાથ તો તે, તેજસ્વી છો રવિ સમ અને, દૂર અજ્ઞાનથીયે; સારી રીતે અમર બનતા આપને પામવાથી મુક્તિ માટે નવ કદી બીજો, માનજો માર્ગ આથી. શ્રી માનતુંગાચાર્ય : શ્રી ભક્તામરસ્તોત્ર ૨૩ (૩) (ઘન્ય રે દિવસ આ અહો... એ તજ) તારાં દર્શનથી જિનરાજ રે, ટળ્યા મોહપડળ મુજ આજ રે, વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મે અનૂપ રે. તારાં દર્શનથી જિનરાજ રે, મારાં મહા પાપોય પળાય રે, રવિ ઊગ્ય ન લાગે વાર રે, જાય રાત્રિ તણો અંધકાર રે. – જિનવરદર્શન ૩૫/શ્રી પદ્મનંદિપંચવિશતિ. (૪) ભાવ અપ્રતિબદ્ધતાથી નિરતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યમ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણાવિંદ તેણે સેવ્યાં છે તેની દશાને પામે છે. – શ્રીમદ્ રાજચંદ્ર : ૧૯૪ હવે આગળની બે લીટીઓમાં આચાર્યશ્રી પોતે કેવી રીતે પ્રભુભક્તિનો અભ્યાસ કરે છે તે જણાવતાં પ્રકાશે છે કે હું માત્ર આપનાં ચરણકમળોની ભક્તિ કરું છું એટલું જ નહિ પણ તે Page #57 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના ચરણકમળોનું અલૌકિક માહાત્મ્ય મને આપ્યું છે તેથી તેની રજમાં હું પ્રતિદિન જાણે કે ડૂબું છું. કેવી રીતે ? તો કહે છે કે (૪) હું તેમાં તરૂપ થાઉં છું, સ્થિર થાઉં છું. (૬) મારું ચિત્ત તેમાં જ લગાડેલું -- બાંધેલું રાખું છું. () અત્યંત વિશુદ્ધ પ્રેમથી હું આ કાર્ય કરું છું. શાસ્ત્રસિદ્ધાંત છે કે જેની જેમાં શ્રદ્ધા હોય તેને તેમાં પ્રીતિ ઊપજે છે, જેને જેમાં પ્રીતિ હોય તે વસ્તુનું તેને વારંવાર સ્મરણ રહે છે. વિશિષ્ટ પ્રેમ સહિત જો તે વસ્તુનું સ્મરણ વારંવાર કરવામાં આવે તો તેમાં તન્મયતા થાય છે. આ સિદ્ધાંત પ્રમાણે વારંવાર પરમાત્મપદનું સ્મરણ યથાર્થ પ્રતીતિ અને પ્રચુર પ્રીતિથી કરવામાં આવે ત્યારે પરમાત્મપદમાં તન્મયતા આવે છે. ૪૮ આમ સાધક આત્મા, કે જે શક્તિઅપેક્ષાએ પરમાત્મા છે, તે પરમાત્મપદના અવલંબન સહિત તન્મયતા થતાં પ્રગટપણે પરમાત્મા થાય છે. કહ્યું છે કે : પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા પ્રગટે ગુણરાશ દેવચન્દ્રની સેવના, આપે હો મુજ અવિચળ વાસ ૠષભ જિણંદશું પ્રીતડી શ્રીમદ્ દેવચન્દ્રજીકૃત ઋષભસ્તવન આમ યથાર્થપણે પરમાત્માને ભજતાં પરમાત્મા થવાય છે તેથી, આચાર્યશ્રીએ અત્રે પરમાત્મપદમાં પ્રેમસહિત નિરંતર ડૂબવાની પોતાની ભાવના વ્યક્ત કરી છે. ભગવાનના ચરણકમળરૂપી દીવાને પોતાને હૃદયમાં સ્થાપીને અને તેમાં તન્મય થઈને પોતાના અજ્ઞાનનો નાશ કરવાની ભાવના છેલ્લી કડીમાં ભાવવામાં આવી હતી. હવે પછીની કડીમાં પોતાથી થયેલા દોષોનું કથન કરીને સર્વ પ્રથમ હિંસાના દોષની ક્ષમા માગવામાં Page #58 -------------------------------------------------------------------------- ________________ માયિક પાઠ આવે છે : પ્રમાદથી પ્રયાણ કરીને, વિચરતા પ્રભુ અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને હણતાં કદી ડરતો નહીં; છેદી વિભેદી દુઃખ દઈ, મેં ત્રાસ આપ્યો તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક, નાથ વિનવું આપને. (૫) વિશેષાર્થ : પાપોથી બચવા માટે અને આત્મસ્થિરતાના વિકાસ માટે ભગવાને ગૃહસ્થો માટે મહાવ્રતોનું પાલન કરવાની આજ્ઞા કરેલી છે. પોતપોતાની શકિત અનુસાર આ આજ્ઞાનું સમ્યકપણે પાલન કરવાથી મોક્ષમાર્ગમાં જલદીથી આગળ વધી શકાય છે. સર્વ વ્રતોમાં પ્રથમ વ્રત અહિંસા છે અને બાકીનાં ચાર વ્રતોનું પાલન પણ તે અહિંસાના પાલન પણ તે અહિંસાના પાલનની વૃધ્ધિ અર્થે કરવામાં આવે છે. પ્રમાદ એ વ્રતપાલનનો શત્રુ છે કારણ કે પ્રમાદથી આત્માની સાવધાનીનો અને સંયમનો નાશ થાય છે. તેથી આચાર્યશ્રી કહે છે કે હે ભગવાન! સંયમપાલનમાં અસાવધાન એવા મેં પ્રમાદથી હલનચલનની ક્રિયાઓ કરી. ખરેખર તો મારે ઈર્વાસ મિતિથી (ચાર હાથ આગળની ભૂમિ જોઈ-તપાસીને કોઈ જીવની વિરાધના ન થાય તેમ સમ્યકપણે વિહાર કરવો) ચાલવું જોઈતું હતું, પણ હું આપની આજ્ઞાના પાલનમાં પ્રમાદી રહ્યો અને તેથી ગમે તેમ (સ્વછંદપણે) ચાલવાથી એક ઈન્દ્રિય, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય કે પંચ ઈન્દ્રિયવાળા જીવોને મારા પગ નીચે દબાઈ જવાથી જે દુ:ખ દર્દ, પીડા કે મૃત્યની વેદના થઈ તેનો હું પાપી-દેણદાર છું. સર્વજ્ઞ-સદ્ગુરુની આજ્ઞાને આધીન થઈ, આત્મકલ્યાણના માર્ગે ચાલવાને બદલે, મહાન સ્વચ્છેદ અને મૂઢતાને મેં પોષ્યાં. સર્વ જીવો પ્રત્યેની પરમ મૈત્રી હું ભૂલી ગયો અને આ સૌ મારા જેવા જ આત્માઓ છે એવો આપનો જે દિવ્ય બોધ તેને ભૂલીને મેં અનેક Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સાધક-ભાવના નાનાં મોટાં, ત્રાસ-સ્થાવર, મૂંગા-બોલતા, નિબળા-સબળ વગેરે અનેક જીવોને વધ, બંધન, તાડન, છેદન, ભેદન ઈત્યાદિ પ્રકારનાં દુઃખો દીધાં. વળી આવાં દુઃખો દેતી વખતે અંતરમાં દયા તો ન આણી, પણ બેધડકપણે તેઓને હેરાન કરીને આનંદ માન્યો (આ પ્રકારને શાસ્ત્રમાં હિંસાનંદી નામનું ઘોર રૌદ્રધ્યાન કહેવામાં આવે છે જે મુખ્યપણે નરકાદિ ગતિનો હેતુ થાય છે). આવાં, અન્ય જીવોને પીડા ઉપજાવવાનાં અનેકવિધ મહા અનર્થકારી કુકર્મો કર્યાં તેની હું ક્યાં સુધી કથની કરું? હું દયામય ઘર્મને આચરવાવાળા એવા રૂડા શ્રાવકકુળમાં જન્મ્યો પણ આચરણ વડે તો હિંસક જ રહ્યો એવો હું મહા નીચ છું તેનો હે પ્રભુ ! આપ ઉદ્ધાર કરો. પોતાની હિંસક કૃતિઓ માટે આલોચનાપાઠમાં પણ આ પ્રકારે પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે : હા ! હા ! મેં દુઠ અપરાધી, ત્રસજીવનરાશિ વિરાધી, થાવરકી જતન ન કીની, ઉરમેં કરુણા નહીં લીની.” આલોચના-પાઠ ૧૮ અહીં પણ સાધકનો આત્મા પ્રભુની પાસે આર્દ્ર હૃદયવાળો થઈને પ્રાર્થે છે કે હે પ્રભુ! મેં આવાં હિંસાનાં જે ઘોર પાપ આદર્યા અને તેથી જે તીવ્ર કર્મો બાંધ્યાં તે માફ કરજો, હવે હું આપનું શરણ ગ્રહીને આપની આજ્ઞાનું પાલન કરવાનો દૃઢ સંકલ્પ કરું છું. અગાઉ આપણે પાંચમી કડીની વિશેષ વિચારણા કરી હતી જેમાં પ્રમાદને વશ થઈ જવાથી હિંસારૂપી મહાન પાપકર્મનું ઉપાર્જન થયાની વાત હતી. પ્રમાદ પછી સાધકનો મહાન શત્રુ કષાય છે, જેનું વર્ણન હવેની કડીમાં કરવામાં આવે છે. કષાયને પરવશ થઈ બહુ, વિષયસુખ મેં ભોગવ્યાં, ચારિત્રના જે ભંગ વિભુ, મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા; Page #60 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત, આચરણ મેં આદર્યું, કરજો કામા સૌ પાપ તે, મુજ રંકનું જે જે થયું. (૬) વિશેષાર્થ : પાંચ પ્રકારનાં કારણોથી કર્મનું બંધન જીવને થાય છે આમ સિદ્ધાંતમાં કહ્યું છે : (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. કષાય એ કર્મબંધનનું એક ખૂબ અગત્યનું કારણ છે. આત્માને જે દુઃખ આપે, મલિન કરે તેવા ક્રોધાદિ ભાવોને કષાય કહેવામાં આવે છે તેના, તરતમતાની અપેક્ષાએ અનંતાનુબંધી આદિ સોળ પ્રકાર અને હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને ત્રણ વેદ, એમ કરીને મુખ્ય પચીસ પ્રકાર કહ્યા છે. ધર્માત્મા સાધક આત્મજાગૃતિએ કરી, સંયમે કરી, વીતરાગતાના (સમતાના) અભ્યાસ કરી, આ કષાયોનો અપરિચય કરે છે, તેમને મંદ કરે છે. ઉપશાંત કરે છે. મોક્ષમાર્ગમાં, સામાન્ય સાધક જીવ નિરંતર એકસરખો પુરુષાર્થ કરી શકતો નથી. કોઈક વાર તે કર્મને આધીન થઈ જાય છે અને સંયમાદિના માર્ગથી ચલિત થઈ જાય છે. ક્રોધ, અભિમાન, માયાચાર કે લોભને વશ થઈ કોઈક વાર આઠ પ્રકારના સ્પર્શેન્દ્રિયના વિષયો, પાંચ પ્રકારના રસવાળી જુદી જુદી વાનગીઓ, બે પ્રકારની ગંધો કે પાંચ પ્રકારના જુદા જુદા રંગોના વિષયો અંધ થઈને મેં ભોગવ્યા. આ પ્રમાણે જુદા જુદા પ્રકારના વિષય કષાયોને વશ થવાથી મારા ચારિત્રનો ભંગ થઈ ગયો છે અને જે ચારિત્ર અને મોક્ષનું કારણ થવાનું હતું તે કષાયોને વશ થવાથી હવે બંધનનું કારણ થઈ ગયું છે. જ્યાં સારાસારનું ભાન ન રહ્યું આત્મા વિષયાંધ થઈ ગયો ત્યાં આત્મકલ્યાણનો માર્ગ કેવી રીતે ટકી શકે ? જેથી સાધક હવે * તત્ત્વાર્થસૂત્ર. Page #61 -------------------------------------------------------------------------- ________________ પર સાધક-ભાવના પશ્ચાત્તાપપૂર્વક પ્રભુને વિનંતી કરે છે ? સપરસ રસના ધાનનકો, ચખ કાન વિષયસેવન કો, બહુ કરમ કિયે મનમાને, કછુ ન્યાય અન્યાય ન જાને. – આલોચનાપાઠ ૯ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સતું સાધન સમજ્યો નહીં, ત્યા બંધન શું જાય. - વીસ દોહરા ૧૭ જ્યારે પોતાની જાગૃતિનો અભાવ થવાથી અથવા સગુરુએ દર્શાવેલા સન્માર્ગ પ્રત્યે બેદરકાર થવાથી અને ચારિત્રમોહનીય કર્મનો ઉદય થવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે ત્યારે હિત-અહિતનો લક્ષ વીસરી જઈને મનુષ્ય કેવળ પશુ જેવું વર્તન કરે છે. જે મનુષ્યનું આચરણ શિથિલ થઈ જાય છે તેનું અનેકવિધ પતન થાય છે કારણકે દુર્બુદ્ધિવાળા થયેલા તે મનુષ્યને વડીલોની, વિદ્વાનોની, સંતોની કે સરુઓની - કોઈની પણ શિખામણ ગમતી નથી અને સ્વચ્છંદાધીન થઈ તે આ લોક પરલોકનાં સર્વ સત્કાર્યોથી ભ્રષ્ટ થઈને અપયશ, રોગ, દુર્ગતિ અને બંધનનાં તીવ્ર દુઃખોને પામે છે. અહીં તો સાધક હવે સન્માર્ગ પર આવી જઈને પ્રભુની પાસે માફી માગે છે. તે કહે છે કે હે પ્રભુ! મેં નીચ જીવે જે જે પણ કાંઈ પાપ કર્યું તેનો હવે મને પશ્ચાત્તાપ થાય છે હે કરુણાના સાગર ! તમોએ અનેક ભક્તોને તાર્યા છે તો હવે મને તારવામાં કેમ વિલંબ કરો છો? હવે હું જરૂર આપની આજ્ઞાનું આરાધન કરવાનો પ્રયત્ન કરીશ, મને માફ કરો, માફ કરો. “મેરે અવગુણ ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારો, સબ દોષરહિત કરી સ્વામી, દુઃખ મેટહુ અંતરજામી. આલોચનાપાઠ ૩૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૫૩ મન વચન કાય કષાયથી, કીધાં પ્રભુ મેં પાપ બહુ સંસારનાં દુખબીજ સૌ, વાવ્યાં અરે હું શું કહું ? તે પાપને આલોચના, નિંદા અને ધિક્કારથી, હું ભસ્મ કરતો મંત્રથી, જેમ વિષ જીતું વાદીથી. (૭) વિશેષાર્થ ઃ ગઈ કડીમાં આચાર્યશ્રીએ કષાય અને વિષયોની પ્રવૃત્તિથી કઈ રીતે જીવ દુઃખી થાય છે તે વાત સમજાવી હતી સિદ્ધાંતમાં બંધનાં જે પાંચ કારણ કહ્યાં છે તેમાંના પાંચમા કારણરૂપ એવી મનની, વચનની અને શરીરની પાપવૃત્તિથી થયેલાં બંધનોનો એકરાર કરી તેથી નિવૃત્ત થવાની વિધિ આ કડીમાં દર્શાવી છે. હે પ્રભુ! મેં મારા જીવનમાં અનેક વિકારો આદર્યા મારું ધાર્યું ન થયું ત્યારે હું ખૂબ ગુસ્સે થયો, બીજાથી અનેક રીતે ઊંચો છું એમ સાબિત કરવા મેં અભિમાન કર્યું, અનેક જીવોને છેતર્યા અને તૃષ્ણાવશ ધન મેળવવા વિવિધ પ્રકારના હિંસારૂપ મહાન પાપારંભો ર્યા. બીજાઓને કુરૂપવાળાં જોઈને કે એવાં બીજાં તુચ્છ કારણોથી હાંસી કરી, મનગમતી વસ્તુઓમાં અતિરાગ અને અણગમતી વસ્તુઓમાં અતિષ કર્યો, ઈષ્ટ વસ્તુ કે વ્યક્તિનો વિયોગ થતાં મનમાં ખૂબ ખેદ પામ્યો, સાત પ્રકારના ભયને આધીન થઈને ડરપોક થઈ રહ્યો, અનેક વિચિત્ર, મલિન વસ્તુઓ જોઈને જુગુપ્સા કરી તથા કામવિકારોને રૂડા ગણી, તેમને વશ થઈ મેં અનેક પ્રકારનાં વિષયસુખ ભોગવી તેમાં જ જીવનની કૃતાર્થતા માની. સાચા દેવ-ગુરુ-ધર્મનું શરણ કદાપિ લીધું નહિ, તેઓએ ઉપદેશેલાં જીવ-અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધા કરી નહિ અને પોતાને દેહરૂપે જ માન્યો અને આખુંય જીવન ઊંધી પ્રવૃત્તિ કરી જીવનને વધારે ને વધારે બંધનમાં અને દુઃખમાં જ વિતાવ્યું એ મારો મહાન અપરાધ થયો. યથા – Page #63 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના ૫૪ (૧) એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગુણ પણ મુખ બતાવું શુંય ? (૨) હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી... આખી જિંદગી વીતી જવા આવી તોપણ કોઈ રૂડો સત્સંગ ન કર્યો, સદ્ગુરુની શોધ કરી તેમને ચરણે રહી આત્માની શાંતિ અને સાચો સંતોષ કેમ મળે તેનો કાંઈ પણ પ્રયત્ન નહિ કરતાં રાતદિવસ હિંસા, ચોરી, જૂઠ, અને ધનતૃષ્ણાની પ્રવૃત્તિ આદરી. મનુષ્યનો ભવ મળ્યો પણ કામ તો પશુ જેવાં જ કર્યાં. ખાવાપીવામાં, ઊઠવા-બેસવામાં, હાલવા-ચાલવામાં, કે જીવનના કોઈ પણ કાર્યમાં કાંઈ પણ વિચાર-વિવેકપૂર્વક જીવન વિતાવ્યું નહિ. વાણી અને મન મળ્યાં તોપણ સત્ય, પ્રિય, હિતકર અને બીજા જીવોને ઠંડક ઉપજાવે તેવી વાણી કદાપિ બોલ્યો નહિ પણ કઠોર, નિંઘ અને હૃદયભેદક ક્રૂર વચનો બોલી લોકોનાં દિલને દૂભવ્યાં. સત્શાસ્ત્રોની વાણી વાંચી નહિ, માની નહિ, માત્ર નાસ્તિક પુરુષોના વચનમાં જ રાચ્યો. અને આ રીતે નિરંતર સ્વાર્થી, દુઃખદાયક અને પાપબંધનની જ વૃદ્ધિ કરનારા વિચારોમાં જીવન વીતી ગયું. હે પ્રભુ ! હું ક્યાં સુધી મારાં પાપોનું વર્ણન કરું ? આપ સર્વ જાણો જ છો. હવે તો હું સાચા હૃદયથી આપના શરણે આવ્યો છું અને જે જે દોષો મેં કર્યા છે, જાણતાં કે અજાણતાં, શરીરથી, વચનથી કે મનથી, પોતે કર્યા, બીજા પાસે કરાવ્યા કે કરતાને અનુમોદન આપ્યું, કોઈ પણ કાળે કર્યા, કોઈ પણ જગ્યાએ ર્યા, કોઈ પણ પ્રકારના આશયથી કર્યા તે સર્વને હું મન-વચન -કાયાની શુદ્ધિપૂર્વક, આપના ચરણોમાં સંપૂર્ણપણે શરણાગત થઈને આલોચું છું. મારાં તે સર્વ પાપો મિથ્યા થાઓ, મિથ્યા થાઓ. Page #64 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૫૫ આ પ્રકારે શ્રીસદ્દગુરુની અને આપની સાક્ષીએ હું જીવનશુદ્ધિનો મહાન પુરુષાર્થ આદરવા ઇચ્છું છું અને જે દુષ્ટ કર્મો ક્યાં તેને સાચા હૃદયથી નિંદીને, ધિક્કારીને હેયપણે નિર્ધારિત કરીને હવે ભવિષ્યમાં તેવાં પાપો મારે નથી જ કરવાં તેવો સંકલ્પ કરું છું. દરરોજ માફી માગવી અને વળી પાછો તેવાં ને તેવાં પાપો કરવાં એ જૂઠી પદ્ધતિ હું હવે છોડી દઉં છું. જોકે હજુ મારી શક્તિ ઓછી છે તોપણ આપના અને સત્પરુષના સાચા શરણથી હવે મને દુનિયાની કોઈ વસ્તુઓનો ડર નથી. સર્વજ્ઞ-સદ્ગુરુના શરણથી હવે હું મારા અંતરમાં મહાન દિવ્યશક્તિનો અનુભવ કરું છું અને જરૂર વિશ્વાસ રાખું છું કે આપે દીધેલા મંત્રના સમજણપૂર્વકના જાપથી મારા ભાવોની નિર્મળતા વધતી જ જશે અને જેમ મંત્રના જોરથી વાદી સર્પનું ઝેર ઉતારે છે તેમ મારા જીવન ઉપર ચડેલું પાપવિકારોનું જોર નષ્ટ થઈ જશે અને ક્રમે કરીને આપે બતાવેલા સાચી શ્રદ્ધા, સાચા જ્ઞાન, સાચા આચરણ અને સાચા તપના માર્ગે ચાલીને, આપના ચરણનું (ચરણ એટલે પગ, ચરણ એટલે વચનરૂપી આજ્ઞા અને ચરણ એટલે આપનું પરમશુદ્ધ ચારિત્ર) યથાર્થપણે સેવન કરીને થોડા જ કાળમાં સર્વ કર્મબંધનોને નષ્ટ કરીને હું પણ આપના જેવું જ પદ પામીશ. મારી આ ભાવના સિદ્ધ થવા હે વીતરાગ પ્રભુ ! હે જ્ઞાની-નિગ્રંથ ગુરુ ! આપ મને શક્તિ આપો, આશીર્વાદ આપો. મારે આપ સિવાય કોઈ શરણ નથી. अतिक्रमं यद् विमतेः व्यतिक्रमम् जिनातिचारं सुचारित्र-कर्मणः । व्यधाम् अनाचारमपि प्रमादतः । प्रतिक्रमं तस्य करोमि शुद्धये ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સાધક-ભાવના (પદ્યાનુવાદ) મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં, સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી, કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી; સૌ દોષ મુક્તિ પામવા, માગું મા હું હૃદયથી. (૮) વિશેષાર્થઃ સંસારના પ્રત્યેક જીવને કર્મનો ઉદય ક્ષણે ક્ષણે ચાલુ જ છે. પોતાના પુરુષાર્થનો અને કર્મકૃત વિકારનો સરવાળો થાય છે અને તે પ્રમાણે જીવનાં પરિણામ થયા કરે છે. અહીં સાધક પોતાના દોષોને કબૂલ કરતાં કહે છે કે હે પરમાત્મા ! હું મારી બુદ્ધિને સારા સારા ભાવો દ્વારા અને આત્મચિંતન દ્વારા નિર્વિકાર રાખવાનો પ્રયત્ન કરું છું છતાં પણ તેમાં કંઈ ને કંઈ ખોટી અને પાપમય કલ્પનાઓ આવી જાય છે અને મારી બુદ્ધિ મલિન બની જાય છે. વળી તે ભગવાન ! તમોએ છ પ્રકારે ઇન્દ્રિયસંયમ (૫ ઈન્દ્રિયો + ૧ મન) તથા છ પ્રકારે પ્રાણીસંયમ (પ સ્થાવર + ૧ ત્રસ) પાળવાની અમોને આજ્ઞા કરી છે. આવા સંયમ વિના અમારું મુનિપણું કેમ યથાર્થ પળે ? હું આપની આજ્ઞા પ્રમાણે ચાલવાનો ઉદ્યમ કરું છું પણ કોઈ વાર કોઈ ઈન્દ્રિય, કોઈ વાર મન કે કોઈ વાર સમિતિરૂપ યત્નાથી ચાલવું વગેરે) સાધનામાં ભૂલ થઈ જાય છે અને પરિણામે જેવો જોઈએ તેવો સંયમ મારાથી પાળી શકાતો નથી. આમ ઈન્દ્રિયાધીન કે વિષયાધીન થઈ જવાથી સ્પર્શેન્દ્રિયવશતા, રસનેન્દ્રિયવશતા, ધ્રાણેન્દ્રિયવશતા, ચક્ષુ-ઇન્દ્રિયવશતા, શ્રોત્રેન્દ્રિયવશતા, મનની વિવશતા કે એવા બીજા અનેક દોષોને વશ થઈને મારો સંયમ નષ્ટ થઈ જાય છે અને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૫૭ આચાર્યશ્રીએ સંયમપાલનની કઠણાઈની જે વાત આ પાઠમાં રજૂ કરી છે તે સંપૂર્ણપણે સાચી છે. તથારૂપ દૃઢ ચારિત્રનું પાલન આ કાળે ઘણું ઘણું વિકટ છે. સમ્યક્ ચારિત્રના યથાર્થ પાલનની આ કઠિનતાનો ઉલ્લેખ અનેક પૂર્વાચાર્યોએ કરેલ છે [જુઓ નિયમસાર : ગાથા ૧૫૪; તથા શ્રીપદ્મનંદિપંચવિંશતિ ૯/૩૦ (આલોચના અધિકાર સળંગ ગાથા નં. ૫૫૪)]. - ધર્મ-આરાધનાનો મોટો શત્રુ પ્રમાદ : ઘણાં મનુષ્યો ધર્મ કરવો સારો એમ તો માનતા હોય છે. પરંતુ અનિશ્ચય અને પ્રમાદને લીધે ‘કાલે કરીશ, હવે પછી કરીશ' એમ વાયદાબાજીમાં અને મંદતામાં રહી જાય છે. દુનિયાના કાર્યમાં જેવી ત્વરાથી પ્રવર્તે છે તેના કરતાં અનેકગણી સ્ફૂર્તિ, વિવેક અને ચેતનવંતી ગતિથી ધર્મજીવનમાં ઝંપલાવવું જોઈએ. કોઈ વિદ્યમાન સત્પુરુષ કે સત્શાસ્ત્રનું અવલંબન લઈ નક્કીપણે અને સુનિયોજિતપણે ધર્મની આરાધનામાં લાગી ઊંઘ, આળસ, દીર્ઘસૂત્રીપણું અને શિથિલતાનો ત્યાગ કરી મહાન ઉદ્યમ કરવો જોઈએ. આમ કર્યા પછી જેમ બનવું હોય તેમ બને. હિતકર તો એ છે કે બાળપણમાં જ પોતાની સંતતિને ધર્મસંસ્કાર આપવા જોઈએ. પોતે સત્સંગમાં, તીર્થયાત્રામાં, દાનમાં, ભક્તિમાં, સાંચન વગેરે સત્તાધનોમાં પ્રવર્તે તો દીકરા-દીકરી ઉપર તેની અસર થાય. ચાળીશ વર્ષની ઉંમરે નિયમિત આરાધના ચાલુ કરવી જોઈએ અને પચાસ વર્ષ પછી ખાસ જવાબદારી વિના ગૃહકાર્યનો બધો ભાર ઘીમે ઘીમે છોડી દેવો જોઈએ અને સમાજસેવા, પરોપકાર, દાનવૃત્તિ અને આધ્યાત્મિક વાચનનો વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ. અહીં સાધક પોતાના પ્રમાદને બૂલ કરીને કહે છે કે હે ભગવાન ! જેવી આપે આજ્ઞા કરી છે તે પ્રમાણે હું વર્ષો નહિ. કરવા યોગ્ય કાર્યો (મુનિચર્યાનાં કે ગૃહસ્થની ચર્યાનાં) કર્યાં નહિ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાધક-ભાવના અજ્ઞાનથી દેહ તે જ હું છું એમ માન્યું. દાન-શીલ-તપ-ભાવ તથા નિયમ-વ્રત વગેરેનું પાલન કરવાનું હું ચૂકી ગયો. અનેક પ્રકારે સ્વચ્છેદ કર્યો અને પાપકર્મોમાં જ પ્રવર્યો. પરંતુ હવે સાચા ભાવથી સર્વ પ્રકારના દોષોની માફી માગી, મારાં તે ખોટાં કાર્યો મિથ્યા થાઓ અને હવે મારે એવા પાપભાવો અને પાપકાર્યો ભવિષ્યમાં નથી જ કરવાં તેવી પ્રતિજ્ઞા કરે છે. મારો આત્મા પ્રાયશ્ચિત્તરૂપી તપના અગ્નિ દ્વારા નિર્મળ થાઓ અને મોક્ષમાર્ગમાં હું આગળ વધી શકે તેવી પ્રાર્થના કરે છે. યથા મેરે અવગુન ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારો; સબ દોષરહિત કરિ સ્વામી, દુઃખ મેટહુ અંતરજામી. (આલોચના પાઠ ૩૨) “મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું પશ્ચાત્તાપ કરું છું.... માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.” – શ્રીમદ્ રાજચન્દ્રપ્રણીત ક્ષમાપના. क्षतिं मनःशुद्धि-विधेरतिक्रमं व्यतिक्रमं शील-विधेविलंघनम् प्रभोऽतिचारं विषयेषु वर्तनं वदन्त्यनाचारमिहातिसक्तताम् ॥ મુજ મલિન મન જો થાય તો તે દોષ અતિકમ જાણતો, વળી સદાચારે ભંગ બનતાં દોષ વ્યતિકમ માનતો; તે અતિચારી સમજવો, જે વિષયસુખમાં હાલતો, અતિ વિષયસુખ આસક્તને, હું અનાચારી ધારતો. (૯) વિશેષાર્થ : અહીં સામાયિકનો વિષય ચાલે છે. સામાયિકમાં રાગ-દ્વેષરહિત થવા માટે સમતાનો અભ્યાસ કરવાનો છે, તે અભ્યાસ નિર્વિકલ્પતા-એકાગ્રતા સિદ્ધ કરવાથી બની શકે છે. હવે ચિત્તને એકાગ્ર કરવું હોય તો તેની મલિનતાનો નાશ કરી - ઘટાડી - તેને Page #68 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ નિર્મળ કરવું પડે છે. જેમ જેમ તત્ત્વજ્ઞાનપૂર્વક મન નિર્મળ થતું જાય છે તેમ તેમ એકાગ્રતાની ખરેખર સિદ્ધિ થઈ સાચું-પરમાર્થ સામાયિક પ્રગટે છે; અને આ ધ્યેયને સિદ્ધ કરવા અહીં મલિનતાની વિવિધ શ્રેણીઓનું સ્વરૂપ સમજાવે છે. - તત્ત્વચિતનમાં સાધક, પોતે બુદ્ધિપૂર્વક પોતાના ઉદ્યમથી શુભ ભાવો કરી રહ્યો હોય ત્યારે તેના ચિંતનની અંદર દેહાત્મબુદ્ધિ, હિંસા, ચોરી, અસત્ય, કુશીલસેવન, તીવ્રતૃષ્ણા, શોક, નિંદા કે એવો કોઈ ભાવ એકાએક આવી જાય છે ત્યારે તે દોષને અતિક્રમ કહેવામાં આવે છે આ અતિ સૂક્ષ્મ દોષ છે અને સાધક તુરત સાવધાન થઈ જાય તો ફરી પાછો પોતાના ચિંતનની કેડીએ લાગી શકે છે. પ્રમાદના જોરને લીધે આ ભાવ અબુદ્ધિપૂર્વક થયેલો હોવાથી સાધકને થોડો જ દોષ (આગ્નવ-બંધ) લાગે છે. ઉપર કહ્યો તેવો ચિત્તનો દોષ જો ચાલુ રહે અને સાધક ચિત્તની મલિનતાને વશ થઈને વાણીથી કે શરીરથી પણ તેના માલિન ભાવને અનુસરે તો ચિત્ત (ઉપયોગ)ની મલિનતા સાથે શરીર અને વાણીની અશુદ્ધિનો દોષ ભળતાં તે દોષ સદાચારનો નાશ કરે છે અને આ રીતે મોટા દોષનો તે સાધક ભાગીદાર બને છે અને તેને વ્યતિક્રમ કહેવામાં આવે છે. ઉપરનો દોષ કે જેમાં વાણી-શરીર અશુદ્ધ થયાં, તેવી અશુદ્ધિ-વિકાર-વિભાવમાં જો સાધકને સુખબુદ્ધિની ઉપ્તતિ થઈ જાય, . એટલે કે તેને એમ લાગે કે મને આમાં મજા આવે છે, હું કેવો સુખી છું, તો તે વધારે મોટા દોષને પાત્ર બને છે એને અતિચારી કહેવાય છે. આ જ ઉપરોક્ત દોષની માત્રા જ્યારે ઘણી વધી જાય છે Page #69 -------------------------------------------------------------------------- ________________ so સાધક-ભાવના અને સત્યાસત્યનો વિવેક ચૂકી જઈને તીવ્ર રાગથી તે સાધક પાંચ ઇન્દ્રિયના વિષયોમાંથી કોઈ પણ એક વિષયને વિષે તલ્લીન થઈ જાય છે ત્યારે તે દોષને અનાચાર કહેવામાં આવે છે અર્થાતુ અનું + આચાર કહેતાં તેનું ચારિત્ર (આચરણ) નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે વ્રતાદિરૂપ ચારિત્રમાં પ્રવર્તતા જ્ઞાની સાધકને ચાર કક્ષાના દોષો લાગે છે. આ ઉપરાંત કેટલાય વિદ્વાનોએ “આભોગ” નામનો પાંચમો દોષ પણ કહ્યો છે, જેમાં વ્રતભંગને અવગણીને બુદ્ધિપૂર્વક, અહંકારપૂર્વક, વારંવાર તેમાં પ્રવર્તવામાં આવે છે. આવો સાધક મોક્ષમાર્ગનાં સર્વ સાધનોથી સર્વ પ્રકારે ભ્રષ્ટ થઈ જાય છે. વ્રતપાલનના આ વિવિઘ દોષોને ટાળીને, નિરતિચારપણે શુદ્ધવ્રતોનું અનુષ્ઠાન કરી ચારિત્રવૃદ્ધિથી આસન્નભવ્યો ત્વરાથી મોક્ષને સાધે છે, જે આપણું કર્તવ્ય છે. મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તો, જો અર્થ-માત્રા-પદ મહીં, લવલેશ વધઘટ હોય તો, યથાર્થ વાણીભંગનો, દોષિત પ્રભુ હું આપનો, આપી ક્ષમા મુજને બનાવો, પાત્ર કેવળ બોધનો. (૧૦) પ્રભુવાણી ! તું મંગલમયી, મુજ શારદા હું સમજતો, વળી ઈષ્ટ વસ્તુ, દાનમાં, ચિંતામણિ હું ધારતો, સુબોધ ને પરિણામ શુદ્ધિ, સંયમને વરસાવતી, તું સ્વર્ગનાં દિવ્ય ગીત સુણાવી, મોક્ષલક્ષમી અર્પતી. (૧૧) | વિશેષાર્થ આગળની કડીમાં અતિક્રમ, વ્યતિક્રમ વગેરે દોષોની આલોચના કરી હતી. હવેની બે કડીઓમાં વાણી સંબંધી દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને પ્રભુવાણીનો મહિમા બતાવે છે. સામાયિક એ શ્રાવક અને યુનિ.બન્ને માટે આત્મશુદ્ધિ પામવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. પરંતુ તેનું યથાર્થ ફળ પ્રાપ્ત કરવા માટે તેને Page #70 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૬૧ મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક કરવું જોઈએ. અહીં વાણી સંબંધી દોષો બાબત કથન કરતાં કહે છે કે પાઠ ઉચ્ચારણમાં જો મારાથી કાંઈ પણ વધઘટ થઈ જાય અથવા હસ્વ-દીર્ઘ, કાનો-માત્ર, અસ્પષ્ટ ઉચ્ચાર વગેરે કાંઈ પણ દોષો ઉતાવળ, પ્રમાદ કે અનુપયોગને લીધે થઈ જાય તો હે પ્રભુ ! હું આપનો દોષિત છું, કારણ કે આપની આજ્ઞા પ્રમાણે ન કરતાં મેં તેથી વિપરીતપણે કર્યું. આવો મારો કોઈ પણ દોષ થયો હોય તો હું આપની સાક્ષીએ તેની શુદ્ધિ કરું છું અને મને ક્રમે કરીને સર્વ આવરણોથી રહિત એવું પૂર્ણ જ્ઞાન પ્રગટે તેવી પાત્રતા આપવા પ્રાર્થના કરું છું. પૂર્વાચાર્યોએ અને જ્ઞાની પુરુષોએ જે વિવિધ પ્રકારના દોષો ટાળીને સામાયિક કરવાની આજ્ઞા કરી છે, તેનો સુંદર ઉપસંહાર સંક્ષેપમાં “શ્રીમોક્ષમાળા',શિક્ષાપાઠ ૩૭-૩૮-૩૯માં આપેલ છે. તેમાં મનના દસ, વચનના દસ અને કાયાના બાર એમ બત્રીસ દોષો અને પાંચ અતિચારો ટાળવાની આજ્ઞા કરેલ છે. સાધક મુમુક્ષુઓએ તે વાંચી અભ્યાસવાથી પરમ કલ્યાણનું કારણ છે. હવે આગળની કડીમાં શ્રીજિનવાણી-વીતરાગવાણીનું અલૌકિક માહાભ્ય બતાવે છે. સર્વજ્ઞ-વીતરાગ-હિતોપદેશક એવા પરમાત્માની વાણી જગતના સર્વ જીવોને કલ્યાણમાર્ગનું યથાર્થ દિગ્દર્શન કરાવે છે. તેની આચાર્ય શ્રી અહીં ત્રણ વિશેષણોથી પરમભક્તિ કરે છે : (૧) મંગલમયી : મમ્રૂગલ એટલે મમકારને ગાળનારી અને મંગલા એટલે અતીન્દ્રિય - આત્મિક સુખને લાવનારી એમ બે પ્રકારે મંગલ શબ્દનો અર્થ જ્ઞાની પુરુષોએ કર્યો છે. જે જીવ ભગવાનની વાણીને સમજીને તેનો ભાવ હૃદયમાં ધારણ કરે છે તેનાં પાપો નષ્ટ થાય છે અને તે ઉત્તમ પદને પામે છે : Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ મંત્ર, તંત્ર, ઔષધ નહીં જેથી પાપ પળાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ, ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. શ્રીમદ્ રાજચંદ્ર, પૃષ્ઠ ૩૧ (૨) શારદા : આ નામ વિદ્યાની દેવીનું છે. તેને સરસ્વતી પણ કહે છે. વીતરાગવાણીને યથાર્થપણે વાંચવાવિચારવાથીઅનુસરવાથી સાચું જ્ઞાન પ્રગટે છે. જેનું જ્ઞાન સાચું થાય તેનું ચારિત્ર પણ નિર્મળ થાય છે. માટે સદ્બુદ્ધિને દેનારી શ્રીશારદાદેવી તે વીતરાગવાણી જ છે ઃ સાધક-ભાવના - ઉત્કટ બોધને દેનારી, વિવેક જગાડનારી, હિતમાં જોડનારી, ક્રોધાદિને શાંત કરનારી અને સમ્યક્ તત્ત્વનો ઉપદેશ કરનારી જ્ઞાનીની-સંતોની-ભગવંતોની વાણી હોય છે.' શ્રી શાનાર્ણવ (૩) ચિંતામણિ : ઇચ્છિત વસ્તુને આપનાર એવો એક રત્નચિંતામણિ માનવામાં આવ્યો છે. અહીં વીતરાગવાણીને રત્નચિંતામણિ કહી તે યોગ્ય જ છે કારણ કે જીવમાત્રને ઇષ્ટ એવાં ઊંચી કક્ષાનાં સ્વર્ગ-મોક્ષનાં સુખોને જીવ વીતરાગવાણીના પ્રભાવથી સહેજે પામે છે. પરંતુ ઉપર કહ્યા તેવા સ્વર્ગ-મોક્ષના સુખની સાચી પ્રાપ્તિ કોને થઈ શકે છે ? પૂર્વાચાર્યોનું વિધાન છે કે શ્રીસદ્ગુરુના ઉપદેશથી આત્માદિ તત્ત્વોનો યથાર્થ બોધ પ્રાપ્ત કરવો જોઈએ. પાત્રતા સહિત જે આવા ઉત્તમ બોધને શબ્દ દ્વારા, અર્થ અને અનુક્રમે અભ્યાસ અને વેદન દ્વારા ગ્રહણ કરવાને સમર્થ થાય છે તેને બોધબીજ (નિશ્ચય-સમ્યક્ત્વ) પ્રાપ્ત હોય છે. તેનો આત્મા વિશેષપણે નિર્મળ Page #72 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૩ થવાનો યત્ન કરે છે તેથી તેને પરિણામોની શુદ્ધિ થતી જાય છે. આવો મહાન ધર્માત્મા સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલી વીતરાગવાણીના સાચા રહસ્યને પામ્યો કહેવાય છે અને આગળની સાધનાનાં ભિન્ન ભિન્ન વ્રત-નિયમ -સંયમ-તપ-ક્ષમા આદિ અંગોને ધર્મધ્યાનપૂર્વક ધારણ કરે છે. આવા ધ્યાનપૂર્વકની સાધના દ્વારા જેને સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે તેઓ ઉત્તરોત્તર ઊંચી પદવીને પામીને અલ્પકાળમાં મોક્ષને પામે છે. પરંતુ જેમની પાસે આ ધર્મધ્યાનની કળા અને વિજ્ઞાન નથી હોતાં તેઓ સામાન્ય સ્વર્ગને પ્રાપ્ત કરીને પણ મોહાસક્ત થઈ શકે છે અને છેવટે દુર્ગતિને પણ પામી શકે છે. ઉપસંહાર : આચાર્યશ્રી આપણને સાવધાનીથી અને વિનય-વિવેકપૂર્વક વીતરાગવાણીને અંગીકાર કરવાની પ્રેરણા આપે છે, જેથી દિવસે દિવસે આપણા જીવનમાં જ્ઞાનવૈરાગ્ય અને આત્મશાંતિ વધતાં જાય અને આત્મગુણોનો વિકાસ થતો જાય. જે કોઈ સાધકના જીવનમાં વધતેઓછે અંશે પણ આમ બન્યું હોય તેણે જ જ્ઞાનીની વાણીનો ખરેખર સ્વીકાર કર્યો કહેવાય. માટે સ્વજીવનનો વિચાર કરવો. સ્મરણ કરે યોગી જનો, જેનું ઘણા સન્માનથી, વળી ઇન્દ્ર નર ને દેવ પણ, સ્તુતિ કરે જેની અતિ; એ વેદ ને પુરાણ જેનાં, ગાય ગીતો હર્ષમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. (૧૨) ભાવાર્થ : આત્માની સાધના કરવામાં નિરત એવા યોગીપુરુષો જેમનું અંતરના આદર સહિત સ્મરણ-ચિંતન કરે છે, દુનિયામાં મહાન ગણાતા એવા ઇન્દ્રાદિક દેવો અને અન્ય મહાપુરુષો પણ જેમની અતિશયપણે સ્તુતિ-ભક્તિ કરે છે, જગતનાં પ્રસિદ્ધ એવાં Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪ સાકભાવના વેદ-પુરાણ વગેરે અનેક મોટાં શાસ્ત્રો પણ જેમનો સહર્ષ મહિમા ગાય છે, તેવા સર્વ દેવોના દેવ સિદ્ધ પરમાત્માને હું મારા હૃદયમાં નિવાસ કરે તેવી વિનંતી – પ્રાર્થના કરું છું. www વિશેષાર્થ : યુન્-યોગતિ-to unite, to communicate, એમ યુગ્ ધાતુ પરથી યોગ શબ્દ બન્યો છે. પોતાના આત્માને સમ્યક્ષણે જે પરમાત્મપદ સાથે જોડવાનો ઉદ્યમ કરે છે તેને યોગી કહે છે. અષ્ટાંગ યોગમાંનાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપ આઠ અંગોમાં મુખ્યતા ધ્યાનસમાધિની છે, કારણ કે તેની સિદ્ધિ અર્થે જ બાકીનાં અંગોની સાધના કરવામાં આવે છે. વિવિધ અંગોની સાધના દ્વારા પોતાના ચિત્ત-ઉપયોગની નિર્મળતાને પામીને, તેની વિશેષ નિર્મળતા કરવા માટે યોગીપુરુષો વારંવાર પરમાત્માનું સ્મરણ કરે છે, ચિંતન કરે છે, વિચાર કરે છે, વાર્તા કરે છે પૃચ્છના કરે છે, નામસ્મરણ કરે છે, સર્વ પ્રકારે તેનો જ પરિચય થાય તેવો પ્રયત્ન કરે છે. હવે યોગીજનો જેનું ચિંતન-મનન કરે છે તે પરમાત્મા કેવા છે ? શાસ્ત્રમાં તે પરમાત્મા દેહસહિત હોય તો તેને જિન-અરિહંતતીર્થંકર-વીતરાગ ભગવાન કહેવામાં આવે છે. જ્યારે તે દેહનો ત્યાગ થઈ તેઓ નિર્વાણ પધારે છે ત્યારે તેમને સિદ્ધ -વિકલ-અશરીરી પરમાત્મા કહે છે. આ બે પ્રકારોમાંથી ગમે તે પ્રકારના પ્રભુનું ધ્યાન કરવામાં આવે તોપણ તેમના પરમાર્થગુણો તો એકસરખા જ છે. શાસ્ત્રોમાં તેમનું વર્ણન વિવિધ રીતે નીચે પ્રકારે કર્યું છે : (૧) છે અષ્ટકર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે; શાશ્વત પરમ ને લોક-અગ્ન, વિરાજમાન શ્રી સિદ્ધ છે. (૨) તીન ભુવન ચૂડા રતન-સમ શ્રીજિન કે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫ સામાયિક પાઠ (૩) આસવ ભાવ અભાવતું, ભયે સ્વભાવ સ્વરૂપ, નમો સહજ આનંદમય, અચલિત અમલ અનૂપ. (૪) “તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો.” - શ્રી મોક્ષમાળા, પદ (નારાચ છંદ). (૫) પુરાન હો, પુમાન હો, પુનીત પુણ્યવાન હો, કહે મુનીશ અંધકાર-નાશકો સુભાન હો, મહંત તોહિ જાન કે, ન હોય વશ્ય કાલકે, ન ઔર મોહિ મોખપંથ દેય તોહિ ટાલકે. . – શ્રી ભક્તામરસ્તોત્ર, ૨૩ જે યોગીપુરુષોએ ઉપરોક્ત પ્રમાણે પરમાત્માના ગુણોને સારી રીતે જાણ્યા છે અને તેમના ગુણોમાં જેમને અત્યંત પ્રીતિ થઈ છે તેઓનો સ્વભાવ જ એવો થઈ જાય છે કે પ્રભુનું તેઓ સતત સ્મરણ કરે છે.આ વાત પરમકૃપાળુ શ્રીમદ્ રાજચન્દ્રજીએ અંતિમ સંદેશમાં બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. (૧) ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તયાનમહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. આ પ્રમાણે યોગીજનો ઉપરાંત વિશિષ્ટ પુણ્યના ધારક એવા દેવોના નાયક ઈન્દ્ર, તથા બીજા પણ અનેક લોકાંતિક, સમ્યગ્દષ્ટિ દેવો તથા વિવેકી, બુદ્ધિમાન અને આત્મકલ્યાણના ઇચ્છુક એવા Page #75 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના અનેક મનુષ્યો પણ આ પરમાત્માની અનેક પ્રકારે વન્દન-સેવન-કીર્તન સ્તવનાદિ પ્રકારથી ભક્તિ કરીને પોતાનાં આત્મપરિણામોની ઉત્તરોત્તર વિશુદ્ધિ કરે છે. આ પરમાત્માના અસીમ ગુણો છે અને તે ઉત્તમોત્તમ ગુણોની યશોગાથા મોટા મોટા આચાર્યો અને ઋષિમુનિઓએ, વેદપુરાણ કહેતાં અનેક પ્રસિદ્ધ શાસ્ત્રોમાં પણ કરેલી છે. જેથી નક્કી થાય છે કે તે તે શાસ્ત્રોના કર્તા-પુરુષો દ્વારા પણ પરમાત્મા પૂજ્ય છે અને તેથી જ તેઓએ પરમાત્માના ગુણોનું સંકીર્તન અને યશોગાન વિસ્તારથી, પ્રેમથી અને અહોભાવથી પોતાનાં શાસ્ત્રોમાં કરેલ છે. આવા દેવાધિદેવ, એટલે કે નારાયણ, પ્રતિનારાયણ, રુદ્ર, સૌધર્મેન્દ્ર, અહમિન્દ્રો કે બીજા અનેકવિધ દેવો દ્વારા પણ જેઓ પોતાની ગુણાતિશયતાથી પૂજ્ય છે તેવા પરમાત્મા સિદ્ધને હું મારા હૃદયમાં અત્યંત પ્રેમથી બિરાજમાન કરું છું, જેથી મારા સર્વદોષોનો વિલય થઈ મને શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ થઈ ત્વરાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય. મોક્ષગત પુરુષોના ગુણોનો ભેદ જાણી જેઓ તેમની સાચી ભક્તિ કરે છે તેઓ અવશ્ય તેમના આરાધ્યના પદને પામે છે, યથા મોક્ષમાર્ગના નેતા છે જે, કર્મશેલના ભેદનહાર, વિશ્વતત્ત્વના જાણનારને, વંદું તર્ગુણપ્રાપ્તિદાન. – શ્રી સર્વાર્થસિદ્ધિ, મંગળાચરણ જેનું સ્વરૂપ સમજાય છે, સાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી, પરમાત્માની સંજ્ઞા થકી, ઓળખાય છે જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. (૧૩) વિશેષાર્થઃ અહીં સામાયિકનો વિષય ચાલે છે, તેથી સાધકને આ સાધના દ્વારા સમતા-સામ્યભાવ-શુદ્ધભાવ પામવાનું પ્રયોજન છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭ સામાયિક પાઠ સાધક જીવ, સિદ્ધ પરમાત્માને પોતાના હૃદયમાં નિવાસ કરવા માટે પ્રાર્થના કરે છે. કેવા છે તે સિદ્ધ ભગવાન? તેનું હવે વર્ણન કરે છે : (૧) આપણા જીવનમાં સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા અને સાચા આચરણની એકતા સિદ્ધ થાય તો સિદ્ધના સ્વરૂપની આપણને ઓળખાણ થાય. સાચું જ્ઞાન પામવા માટે સર્વજ્ઞ સદ્ગુરુએ કહ્યાં છે તેવાં જીવ-અજીવ આદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન સપુરુષ પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ અને તેના ફળરુપે શું છોડવા યોગ્ય છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું માત્ર જાણવા યોગ્ય છે તેનો યથાયોગ્ય નિર્ણય કરવો જોઈએ. જ્ઞાનના અભ્યાસ દ્વારા જે બોઘ પ્રાપ્ત કર્યો તેની અંતરમાં શ્રદ્ધા કરવી જોઈએ.આમ, સાચાં શ્રદ્ધા-જ્ઞાનસહિત પાપ-પ્રવૃત્તિ જીવનમાંથી ઘટતી જાય તે પ્રકારે પોતાની દૈનિક ચર્યા ગોઠવવી જોઈએ. તેથી જ્યારે સપુરુષાર્થ દ્વારા જીવન નિર્મળ અને શાંત બને ત્યારે તત્ત્વચિંતન દરમ્યાન પોતાના જ હૃદયમંદિરમાં જેનાં દર્શન (પ્રતીતિ, અનુભવ અંશ સહિત) થાય છે તે જ સિદ્ધનું સ્વરૂપ છે. નિશ્ચયથી તે જ પોતાનું શક્તિરૂપે રહેલું સ્વ-તત્ત્વ છે. કહ્યું છે: સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રજી, ૧૩૫ જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લશા થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. – શ્રીમદ્ રાજચન્દ્ર, ૫૪/૩ (૨) વળી સિદ્ધ ભગવાન કેવા છે ? આનંદના ભંડાર. આત્મામાં આનંદ નામનો એક ગુણ છે. પરંતુ, અશાતાવેદનીયને આધીન થવાથી તે દુઃખરૂપે પરિણમે છે અને શાતાવેદનીયને આધીન Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સાધક-ભાવના થવાથી તે સુખરૂપે પરિણમે છે. પરમાત્મા બેમાંથી એક પણ પ્રકારના કર્મને આધીન નથી તેથી તેઓનો આનંદગુણ સહજ સુખરૂપે – આનંદરૂપે પરિણમે છે. કહ્યું છે કે : દુઃખસુખરૂપ કરમફળ જાણો; નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે; આનંદઘનજીકૃત વાસુપૂજ્ય સ્તવન, ૪ પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, . અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ શ્રીમદ્ રાજચંદ્ર, ૭૩૮/૧૯ આ સિદ્ધ પરમાત્માના એક પ્રદેશમાં કોઈ પણ પ્રકારના વિકારનો સહેજ પણ અંશ હોતો નથી કારણ કે મોહનીય કર્મનો તેઓએ પૂર્ણ પરાભવ કર્યો છે. આમ તેઓ સંપૂર્ણપણે નિર્વિકારપણાને એટલે શુદ્ધ સ્વભાવને પામેલા છે. (૩) વળી કેવા છે તે સિદ્ધ પરમાત્મા? તો કહે છે કે જ્ઞાની અને યોગીજનો શુદ્ધ ધ્યાન દરમ્યાન તેમના સ્વરૂપનો (વ્યવહારથી સિદ્ધપદનો અને નિશ્ચયથી પોતાના સિદ્ધ સમાન સ્વપદનો) સ્વસંવેદન દ્વારા અનુભવ કરે છે. ઘર્મધ્યાનનો અંશ ચોથા ગુણસ્થાનથી પ્રગટે છે અને ત્યારથી તે ધર્માત્માને ધ્યાનમાં આત્મિક આનંદનો અંશ અનુભવ થાય છે. જેમ જેમ તે ધર્મધ્યાનમાં આગળ વધે છે તેમ તેમ તે આનંદ વધતો જાય છે, તેની મુખ્યતા સાતમા ગુણસ્થાને હોય છે. આ આનંદ તે જ આત્માનો (પરમાત્મપદનો – સિદ્ધસમાન પોતાના આત્મપદનો) આનંદ છે. તે આનંદ જેનો પૂર્ણપણે પ્રગટ થઈ ગયો છે તેવા Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સામાયિક પાઠ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં એકરૂપ પૂર્ણ શુદ્ધ-બુદ્ધ-નિરંજન પરમાત્મા-સિદ્ધ ભગવાન મારા હૃદયમાં – ધ્યાનમાં રહો, એવી સાધક જીવ પ્રભુને પ્રાર્થના કરે છે : સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ્ધયાનમહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જયતે. – શ્રીમદ્ રાજચન્દ્ર, ૩૯૫૪ (હરિગીત) જે કઠિન કણે કાપતા, ક્ષણવારમાં સંસારનાં, નિહાળતા જે સૃષ્ટિને જેમ, બોરને નિજ હસ્તમાં યોગીજનોને ભાસતા, જે, સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. (૧૪) વિશેષાર્થ અહીં સામાયિકનો વિષય ચાલે છે, એટલે સમતાભાવ – શુદ્ધભાવ પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે. આત્માનો એટલે કે આપણો એવો સ્વભાવ છે કે જે વસ્તુનું તન્મયતાથી ચિંતન કરીએ તેવા ભાવરૂપે, તે સમય માટે, આપણે થઈ જઈએ છીએ. વિષયી મનુષ્ય બુદ્ધિપૂર્વક વિષયનું સ્મરણ કરતાં તે સમયે વિષયરૂપ થાય છે. તેમ સાધક મનુષ્ય પરમાત્મા કે સદ્ગુરુ જેવા શુદ્ધ અવલંબનનું સ્મરણ કરવાથી તેમના ગુણોનો સંવાહક (ધારણ-ગ્રહણ કરનાર) બને છે.આ સિદ્ધાંતને અનુસરીને સાધક ભગવાનને પોતાના હૃદયમંદિરમાં નિવાસ કરવા માટે નમ્ર વિનંતી કરે છે. જેના ચિત્તમાં સિદ્ધ-પરમાત્માનો નિવાસ થાય તેને શું શું ફળ પ્રાપ્ત થાય છે ? (૧) કઠિન કો કપાય છે જે જે શુભભાવો સાધના-જીવનમાં આવશ્યક છે તેમાં દેવ-ગુરુધર્મની યથાર્થ ભક્તિ એક અગત્યનો ભાવ છે. ભગવાનની Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦. સાધક-ભાવના ભક્તિ સાચા ભાવથી કરે તેને વિશિષ્ટ પુણ્યનો સંચય પણ થાય છે. વિશિષ્ટ પુણ્યનો સંચય થવાથી પાપકર્મો અને પાપકર્મોનાં ફળ એવાં કષ્ટોનો – દુઃખોનો – પણ સહજપણે નાશ થાય છે. તેથી અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યું કે ભગવાન ભક્તની સંસાર સંબંધી આધિ, વ્યાધિ અને ઉપાધિઓનો નાશ કરે છે. સાચી ભગવદ્ભક્તિ જેવું (જેમાં ભક્ત. ભક્તિ અને ભગવાનનું સ્વરૂપ ગુરુગમ દ્વારા યથાર્થપણે ઓળખવામાં આવ્યું છે) પુણ્યસંચયનું અને આત્મશુદ્ધિનું અન્ય સાધન સામાન્યપણે નથી અને આ કાળે વિશેષપણે નથી એમ નિઃશંક માનવું. આ વિષયમાં પ્રાચીન મહાત્માઓનો અભિપ્રાય આ પ્રમાણે છે. | (અનુષ્ટ્રપ) દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્ દર્શન સ્વર્ગસોપાન, દર્શને મોક્ષસાધન. (હરિગીત) જિનવર ચરણકમળે નમે, જે પરમભક્તિ રાગથી; તે જન્મ-વેલી-મૂળ છેદે, ભાવ ઉત્તમ શસ્ત્રથી. ભાવપ્રાભૃત, ૧૫૩ (દોહરા). કબીર યહ તને જાતા હૈ, સર્કે તો ઠૌર લગાય; કૈ સેવા કર સંતકી, કે પ્રભુ કે ગુણ ગાય. (કાફી) ઈણ વિધ પરખી, મન વિશ્રામી, જિન વર ગુણ ગાવે, દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે. હો મલિજિન) – શ્રીમદ્ આનંદઘનજી Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સામાયિક પાઠ ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે સત્પરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. – શ્રીમદ્ રાજચંદ્ર (૨) હસ્તમાં બોરની જેમ સૃષ્ટિને નિહાળે છે સિદ્ધ ભગવાનના દિવ્ય અને અલૌકિક જ્ઞાનનું અહીં વર્ણન કરેલું છે. વીતરાગ-વિજ્ઞાનમાં દરેક મુદ્દાને પદ્ધતિસર અને વિજ્ઞાનની દૃષ્ટિથી સમજાવવામાં આવેલ છે. સિદ્ધ ભગવાનની જે વર્તમાન અવસ્થા છે, તે સંસારી અવસ્થામાંથી ક્રમે ક્રમે આત્મશુદ્ધિને સાધીને પોતે પ્રગટ કરેલી દશા છે. આત્મામાં શક્તિઅપેક્ષાએ જે કેવળજ્ઞાન રહેલું છે, તે જ્ઞાનને સાચી શ્રદ્ધા સાચા જ્ઞાન અને સાચા આચરણની પૂર્વ સાધના દ્વારા જ્યારે પ્રગટાવવાનો પુરુષાર્થ કરવામાં આવ્યો ત્યારે જ્ઞાનને આવરણ કરનારા મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય એમ સર્વ જ્ઞાનાવરણીય તથા મોહનીયાદિ અન્ય કર્મોનો નાશ થયો. આમ થવાથી આત્માના જ્ઞાનને રોકનારું કોઈ પ્રતિબંધક કારણ રહ્યું નહિ તેથી તે સિદ્ધ ભગવાનનું જ્ઞાન કોને ન જાણે ? અર્થાત્ સિદ્ધ આત્માનું પૂર્ણ વિકાસને પામેલું એવું જે પૂર્ણ શુદ્ધ -દિવ્ય-લોકોત્તર જ્ઞાન તેમાં જગતના સર્વ કાળના સર્વ પદાર્થો સહજપણે એકસાથે પ્રતિબિબિત થાય છે–દેખાય-જણાય-છે. આ કારણથી કહ્યું કે જે સિદ્ધ પરમાત્મા સમસ્ત સૃષ્ટિને (લોક તેમ જ અલોકને) હાથમાં રહેલા બોરની જેમ નિહાળે છે, તેવા છે. (૩) યોગીજનોને ભાસતા જે કિ અત્તતઃ શાનિરીક્ષી] અહીં સિદ્ધ-પરમાત્માનું વિશેષ સ્વરૂપ કહે છે. ચોથી લીટીમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સાધક-ભાવના જે સિદ્ધ-પ૨માત્માને પોતાના હૃદયમાં વસવાનું કહેવાય છે તે નિશ્ચયથી પોતાના શુદ્ધ આત્માને સંબોધીને જ કરેલું કથન છે, તે આ પ્રમાણે. દરેક આત્મામાં સિદ્ધ-સમાન શક્તિ રહેલ છે. પરંતુ અજ્ઞાની સંસારી મનુષ્ય મોહને આધીન થઈને પોતાની અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ શક્તિઓને જાણતો અને શ્રદ્ધતો નથી. તે મોહી મનુષ્ય પોતાનું સુખ જગતના બાહ્ય પદાર્થોમાં શોધે છે અને ભ્રાંતિગતપણે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી તેને સાચું સુખ મળશે તેવી ખોટી માન્યતામાં જ રાચે છે, માચે છે, અને જિંદગી વિતાવે છે. પરંતુ તેને ખેદ, થાક, શિથિલતા અને આકુળતાનો જ અનુભવ થાય છે. કોઈ મહાભાગ્યવાન વિવેકી પુરુષ, ધીરજ ધારણ કરીને સત્-સુખની અંતરમાં જ ખોજ કરે છે, કારણ કે સર્વજ્ઞ-સદ્ગુરુની આજ્ઞાને યથાર્થપણે સમજવાથી તે સત્-સુખનો પોતાના આત્માને વિષે જ નિર્ણય કરે છે. આવો સાચા બોધને પામેલો મહાન સાધક યોગી કહેવાય છે. અને તે જ્યારે પોતાના હૃદયમંદિરમાં જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય દ્વારા અંતર્મુખ અવલોકનની દિવ્ય કળાને હસ્તગત કરે છે ત્યારે તેની ચિત્તવૃત્તિ જગતના સમસ્ત બાહ્ય પદાર્થો, શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ, જગતના સંકલ્પવિકલ્પો અને શાસ્ત્રજ્ઞાનની વિકલ્પજાળને ભેદીને પોતાના શુદ્ધ શાયભાવ પ્રત્યે વળીને તેમાં લીન થતાં જ અતીન્દ્રિય જ્ઞાનાનંદરૂપી અમૃતરસને પીએ છે. આ જ આત્મદર્શન છે. પરમાત્મદર્શન છે. આત્મજ્ઞાન છે, આત્મચરિત્ર છે, આત્મસાક્ષાત્કાર છે, શુદ્ધ-રત્નત્રય છે, આત્માનુભવ છે, સ્વસંવેદન છે, સંવર-નિર્જરાની સાક્ષાત્ પ્રાપ્તિ છે, સ્વાત્મોપલબ્ધિ છે, શુદ્ધાત્માનુભૂતિ છે, સમાધિ છે, મોહક્ષોભરહિતતા આત્માનો નિજ-પરિણામ છે - બીજાં ગમે તે નામોથી કહો પણ આ જ સાધકનું Page #82 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૭૩ - અંતિમ લક્ષ્ય છે. માટે આચાર્યશ્રીએ મૂળ પાઠમાં અંતર્ગત યોગી દ્વારા જે નીરખાય છે - દેખાય છે - તદૂરૂપ થઈ અનુભવાય છે એમ કહ્યું છે. આ આત્માનુભૂતિનો માર્ગ જો કે વાણી દ્વારા પૂર્ણપણે કહી શકાતો નથી તોપણ પૂર્વે મહાજ્ઞાનીઓએ તેનો નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે, જેનો મૂળમાં અને ટીકાઓ દ્વારા ગુરુગમ સહિત વિશેષ અભ્યાસ અને પ્રયોગ કરવા જિજ્ઞાસુઓને ભલામણ છે ઃ (હરિગીત) (૧) સમ્યક્ત્વ તેમજ શાનની જે એકને સંજ્ઞા મળે; નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે સમયનો સાર' છે. - શ્રીસમયસાર, ૧૪૪ (દોહરા) (૨) ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ, ક્ષણભર જોતાં તે દીસે, તે પરમાત્મ સ્વરૂપ. શ્રીસમાધિશતક, ૩૦ (હરિગીત) જન્મોમરણના દુઃખને, નહિ જાણતા કદી જે પ્રભુ, જે મોક્ષપથ દાતાર છે, ત્રિલોકને જોતા વિભુ; કલંકહીન દિવ્યરૂપ જે, રહેતું નહિ પણ ચન્દ્રમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. (૧૫) વિશેષાર્થ : સાધક પોતાના હૃદયમાં જે પરમાત્માને નિવાસ કરવાની વિનંતી કરે છે તે પરમાત્મા કેવા ગુણોના ધારક છે તે વિષયની વિચારણા હવે આચાર્યશ્રી રજૂ કરે છે : (૧) જન્મોમરણના દુઃખને જે જાણતા નથી ‘સિદ્ધ’ શબ્દ સિધ્ ધાતુ પરથી બનેલો છે. જેઓએ પોતાના ધ્યેયને – પ્રાપ્તવ્યને આદર્શને - સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લીધું છે તેને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સાધક ભાવના સિદ્ધ અર્થાત્ કૃતકૃત્ય કહેવામાં આવે છે. આવા સિદ્ધ ભગવાને શું પ્રાપ્ત કરી લીધું છે ? તેઓએ સંપૂર્ણ સુખ અને અતીન્દ્રિય દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને આ સમસ્ત વિશ્વમાં સૌથી મહાન પદવી પ્રાપ્ત કરી લીધી છે જે સ્વાધીન છે અને શાશ્વત છે અને તેથી જ હવે તેમને જન્મ-મરણ આદિ દુઃખો નથી. - નવા નવા દેહોને ધારણ કરવાની ક્રિયાને જન્મ કહે છે અને જૂના જૂના દેહોને છોડવાની પ્રક્રિયાને મરણ અથવા મૃત્યુ કહે છે. આ બન્ને ક્રિયાઓમાં આત્માને અત્યંત દુઃખ પડે છે. જન્મના દુઃખની જગતના જીવોને સ્મૃતિ રહેતી નથી પરંતુ મરણના દુઃખને તો જગતમાં સૌ કોઈ જાણે છે અને તેથી જ કોઈ “મરણ” ને ઈચ્છતું નથી, છતાં પરાણે મરવું પડે છે. જેમ અગ્નિના સંયોગે લોઢાને ઘણના ઘા સહન કરવા પડે છે તેમ દેહના સંયોગે સંસારી જીવને જન્મ-રોગ, વૃદ્ધાવસ્થા-મરણ વગેરેનાં દુઃખો ફરજિયાત સહન કરવાં પડે છે. યથા – (હરિગીત) (૧) ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ-માનવજન્મમાં તે જીવ! તીવ્ર દુઃખો સહ્યાં, તું ભાવ રે જિનભાવના. – ભાવપાહુડ, ૮ (દોહરો) (૨) જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ, કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અહેતુ. – શ્રીમદ્ રાજચંદ્ર આમ સર્વ પ્રકારે, જે મહાન ઐશ્વર્યવાન આત્માઓએ સમગ્ર દુઃખોના નાશના ઉપાયને પ્રાપ્ત કરી લીધો છે અને જેઓને આગામી અનંતકાળમાં પણ હવે દેહધારણી પરાધીન અને તુચ્છ પ્રવૃત્તિ નહિ Page #84 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ કરવી પડે તેવા સિદ્ધ આત્માઓને ફરી ફરી સાધકો વંદન કરે છે કારણ કે મનુષ્યભવને સંપૂર્ણપણે તેમણે જ સફળ કર્યો છે. તેમની ઉત્તમોત્તમ અવસ્થાનું આત્મદૃષ્ટિથી વર્ણન કરી તેમને અભિનંદન અને અભિવંદન કરતાં જ્ઞાની પુરુષો કહે છે કે – (હરિગીત). નિજમાંહિ લોક-અલોક ગુણ, પરજાય પ્રતિબિબિત ભયે, રહિહું અનંતાનંત કાલ, યથા તથા શિવ પરિણયે, ધનિ ધન્ય હૈ જે જીવ, નરભવ પાય, યહ કારજ કિયા, તિનહીં અનાદિ ભમણ પંચ પ્રકાર તજિ, વર સુખ લિયા. છ ઢાળા, ૧૩ (૨) મોક્ષ પથ દાતાર ત્રિલોકને જોતા વિભુ પરમાત્માનું વિશેષ વર્ણન ચાલે છે. અહીં જે સિદ્ધનું વર્ણન છે તે ભૂતનૈગમનયની અપેક્ષાએ અરિહંત-તીર્થંકરનું પણ છે એમ નય-વિવલાથી સમજી લેવું. પરમાત્માના ત્રણ મુખ્ય ગુણોમાં ત્રીજો ગુણ “મોક્ષપથ-દાતાર'ના રૂપમાં છે. (૧) સર્વશ (૨) વિતરાગ અને (૩) હિતોપદેશક. પહેલા બે ગુણોના સદ્ભાવમાં જે ત્રીજો ગુણ પ્રગટ્યો છે તે દ્વારા ભગવાન સર્વ ભવ્ય જીવોને હેય-ઉપાદેયનું જ્ઞાન કરાવનારા સર્વોત્કૃષ્ટ ઉપદેશકના રૂપમાં જયવંત વર્તે છે. પૂર્વે મહાપુરુષોએ નીચે પ્રમાણે કર્યું છે, યથા (૧) જેઓ મોક્ષમાર્ગના નેતા છે, કર્મરૂપી પર્વતોને ભેદનારા છે અને વિશ્વનાં તત્ત્વોના જાણનાર છે, તેમને હું તેમના ગુણોની પ્રાપ્તિ અર્થે વંદન કરું છું. – તત્ત્વાર્થસૂત્ર ટીકા, મંગળાચરણ (૨) “મુક્તિ કેરી વિધિ કરી તમે, છો વિધાતા જ આપ” - એ પ્રમાણે શ્રીભક્તામરસ્તોત્રની ૨૫મી કડીમાં ભગવાનને મોક્ષમાર્ગના Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સાધનામાના વિધાતા કહ્યા છે. પોતાના દિવ્ય કેવળજ્ઞાનથી ભગવાન સહજપણે શોભે છે અને બીજા અનેક ગુણો પ્રગટ્યા હોવાથી ભગવાનને વિભૂતિવાળા (વિભુ) કહ્યા છે. (૩) કલંકહીન દિવ્યરૂપ તે સિદ્ધ પરમાત્મા સર્વ પ્રકારનાં પાપોથી, રજથી, અપૂર્ણતાઓથી ' રહિત છે તેથી તેમને વિદેહી-પરમાત્મા' પણ કહેવામાં આવે છે. આમ સર્વ દોષોથી વિમુક્ત અને સર્વ સદ્ગુણોથી સંયુક્ત એવા સર્વજ્ઞ પરમાત્મા છે. યથા સર્વે ઊંચા ગુણ પ્રભુ અહો ! આપમાંહી સમાયા, તેમાં કાંઈ નથી નવીનતા ધારીને છત્રછાયા, દોષો સર્વે અહીં તહીં ફરે, દૂર ને દૂર જાય, જોયા દોષે કદી નવ પ્રભુ આપને સ્વપ્નમાંય. - ભક્તામર સ્ત્રોત, ૨૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્ય મય, અગુરુ લઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ અવસર. ૧૮ – શ્રીમદ્ રાજચંદ્ર છેલ્લે આચાર્યશ્રી કહે છે કે હે પ્રભુ ! આપ ચન્દ્રના જેવા શીતળ અને સ્વરૂપમાન છો, પરંતુ તેનામાં તો કલંક છે જ્યારે આપ તો નિષ્કલંક છો. હે પ્રભુ! તમે મને ખૂબ જ પ્રિય છો અને તમો મારા હૃદયમાં વસો એવી મારી આપને નમ્ર પ્રાર્થના છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ આ વિશ્વનાં સૌ પ્રાણી પર, શુદ્ધ પ્રેમ નિસ્પૃહ રાખતા, નહિ રાગ કે નહિ દ્વેષ જેને, અસંગ ભાવે વર્તતા; વિશુદ્ધ ઇન્દ્રિય-શૂન્ય જેવા, જ્ઞાનમય છે રૂપમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં, (૧૬) વિશેષાર્થ : અહીં સામાયિકનો વિષય ચાલે છે. સાધક પોતાના મનમંદિરની અંદર પ્રભુને પધારવા માટે અને નિવાસ કરવા માટે વિનંતી કરે છે. કેવા પ્રભુને સાધક મનમંદિરમાં સ્થાપે છે ? ૧. સૌ પ્રાણી પર જેઓ શુદ્ધ પ્રેમ રાખે છે અહીં ભગવાનના ‘વિશ્વપ્રેમ' અથવા ‘કરુણામૂર્તિ' ગુણની સૂચના કરી છે. જેઓએ પોતાનું જીવનધ્યેય સિદ્ધ કર્યું છે તેવા પરમાત્માને જોકે કોઈ જીવો પ્રત્યે સ્વાર્થમય સ્નેહ કે વ્યક્તિગત સંબંધ હોતો નથી છતાં પૂર્વે બાંધેલા ‘તીર્થંકરનામ કર્મ'ના ઉદયને લીધે તેઓને જગતના નાનામોટા સમસ્ત આત્માઓ પ્રત્યે સહજ-કરુણા વર્તે છે. અને તેવા સર્વ ભવ્ય જીવોના પરમ કલ્યાણને અર્થે તેમનો વિહાર; દિવ્ય ઉપદેશ આદિ પ્રવર્તે છે. તેથી જ સંતોએ ગાયું કે : (દોહરા) ઝળઝળ જ્યોતિસ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૭૭ શ્રીમદ્ રાજચંદ્ર ૨. રાગદ્વેષ વિના અસંગભાવે વર્તતા ઉપરોક્ત વિશેષણને અહીં બીજી રીતે રજૂ કર્યું છે. આગળ કહ્યું કે જગતના સમસ્ત જીવો પ્રત્યે શુદ્ધ પ્રેમ રાખે છે. અહીં હવે ભગવાનના તે જ ગુણને ‘વીતરાગતા’ રૂપે અને ‘અસંગતા’રૂપે રજૂ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સાધક-ભાવના કરે છે. સામાન્ય દૃષ્ટિએ વિચારતાં આમાં વિરોધ લાગે છે પણ ખરેખર વિરોધ નથી. પહેલી શૈલી ભક્તની છે જ્યારે બીજી શૈલી જ્ઞાનીની છે. ભગવાન સર્વ જીવોના નિષ્કારણ બંધુમિત્ર છે એ વાત પણ સાચી છે અને ભગવાન વીતરાગ-અસંગ છે એ વાત પણ સાચી છે. બન્નેમાં, મોહનો – સ્વાર્થનો - વ્યક્તિગત સ્નેહનો અભાવ વર્તે છે, સંપૂર્ણ નિઃસ્પૃહપણું છે; છતાં સહજપણે જગત્ઝવહિતકારીપણું પણ છે. આ વાત પૂર્વાચાર્યોએ નીચે પ્રમાણે રજૂ કરી છે. ‘હિતોપદેશી આમ ભગવાન સ્વ-પ્રયોજન વિના અને રાગદ્વેષ વિના ભવ્ય જીવોને હિતકારક ઉપદેશ દે છે; જેમ કે શિલ્પીના હાથના સ્પર્શથી વાગતું મૃદંગ શાની અપેક્ષા રાખે છે ? (કંઈ અપેક્ષા રાખતું નથી.) રત્નકદંડશ્રાવકાચાર ૮. ૩. વિશુદ્ધ, ઇન્દ્રિયશૂન્ય, જ્ઞાનમય ભગવાને દર્શનમોહનો અને ચારિત્રમોહનો સંપૂર્ણપણે નાશ કર્યો છે તેથી તેમના એક પણ અંશમાં લેશમાત્ર પણ મોહ, રાગ કે અસમાધિ રહ્યાં નથી; અર્થાત્ વિકારનો અનંતાંશ પણ રહ્યો નથી તેથી તેમને સર્વથા શુદ્ધ કહ્યા. વળી ભગવાન ઇન્દ્રિયશૂન્ય અને જ્ઞાનમય છે. ભગવાને જેમ મોહનો સંપૂર્ણ નાશ કર્યો છે તેમ જ્ઞાનને આવરણ કરનાર કર્મનો પણ સંપૂર્ણ નાશ કર્યો છે. ભગવાનને કેવળ જ્ઞાન વર્તતું હોવાથી તેમને બાકીનાં ચાર જ્ઞાન હોતાં નથી અર્થાત્ તેઓ સંપૂર્ણ (કેવળ) જ્ઞાનમય છે. વળી ભગવાન અતીન્દ્રિય પણ થયા છે. તેઓ આંખોથી દેખતા નથી, ચામડીથી સ્પર્શ કરતા નથી. નાકથી સૂંઘતા નથી, જીભથી ચાખતા નથી કે કાનથી શ્રવણ કરતા નથી. તેમનું મન, અ-મન થઈ જાય છે. તર્કથી અગોચર એવું તેમનું દિવ્યજ્ઞાન Page #88 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ અમર્યાદિત છે – અનંત છે – સહજપણે સમસ્ત વિશ્વને વિના પ્રયાસે એકસાથે જાણે છે. આવું કેવળજ્ઞાનનું સ્વરૂપ માત્ર સમ્યગ્દષ્ટિ જીવના જ ખ્યાલમાં અને શ્રદ્ધામાં આવી શકે છે. અન્યને માટે તો તે આશ્ચર્ય અને અનુમાનનો જ વિષય છે. ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે, નહિ કર્મ કેરા બંધ જેને, ધૂર્ત સમ ધૂતી શકે. વિકાર સૌ વળગી જતા, મન મસ્ત થાતાં ધ્યાનમાં, તે દેવના પણ દેવ હાલા સિદ્ધ વસજો હૃદયમાં. (૧૭) વિશેષાર્થ: ભગવાનના ગુણોનું વર્ણન આ સામાયિક પાઠમાં ચાલી રહ્યું છે. ૧. ત્રિલોકવ્યાપી, સિદ્ધ, વિબુદ્ધ ભગવાનને અહીં ત્રિલોકવ્યાપી કહ્યા તે જ્ઞાનની અપેક્ષાએ કહ્યા છે ભગવાન પણ એક આત્મા છે અને તેઓ સદેહ અવસ્થામાં પોતાના દેહમાં વ્યાપીને રહે છે અને સિદ્ધ અવસ્થામાં છેલ્લા દેહથી કિંચિત્ ન્યૂનાકારે લોકાગ્રે સ્થિર થઈ જાય છે. પ્રદેશ-અપેક્ષાએ આમ હોવા છતાં, તેમનું જ્ઞાન સમસ્ત લોકમાં વ્યાપે છે તેથી તેમનું એક નામ વ્યાપક – વિષ્ણુ – પણ છે અને તેથી જ્ઞાન-અપેક્ષાએ તેમને સર્વવ્યાપી માનવામાં આવે છે. સિદ્ધ અને “વિબુદ્ધ' ભગવાનની કૃતકૃત્ય દશાનું વર્ણન કરનારાં વિશેષણો છે. અનંત કાળ માટે અનંત જ્ઞાન અને અનંત-આનંદને પ્રાપ્ત કરવારૂપ સર્વોત્કૃષ્ટ કાર્ય કર્યું તેથી તેઓ સિદ્ધ છે અને સર્વ પ્રકારના જ્ઞાનના - બોધના - તેઓ ધારણ કરનારા છે તેથી તેમને વિબુદ્ધ - પ્રબુદ્ધ પણ કહેવામાં આવે છે. આ વિશ્વમાં સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ “મોક્ષ છે અને આ પુરુષાર્થને જેમણે પૂર્ણપણે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સાધક-ભાવના સિદ્ધ કર્યોતેમણે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ પરાક્રમ કરીને સર્વોત્તમ પદવીની પ્રાપ્તિ કરી છે. આ વાત શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહી છે : નિજમાંહિ લોક-અલોક ગુણ, પરજાય પ્રતિબિબિત ભયે, રહિ હૈ અનંતાનંત કાલ, યથા તથા શિવ પરિણયે. ધનિ ધન્ય હૈ જે જીવ, નરભવ પાય, યહ કારજ કિયાં; તિનહીં અનાદિ ભ્રમણ પંચ પ્રકાર તજિ વર સુખ લિયા, (૨) કર્મ કેરા બંધ જેને ન ધુતી શકે ભગવાને મોહનો સંપૂર્ણપણે નાશ કરીને પૂર્ણ વિતરાગ દશા પ્રગટાવી છે, જેને શાસ્ત્રભાષામાં “યથાખ્યાતચારિત્ર' કહે છે. કર્મના બંધનાં પાંચ કારણો છે તેમાંથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનો ભગવાને નાશ કર્યો છે. વળી ભગવાનને શુભયોગ છે પરંતુ મોહના અભાવમાં માત્ર ઈર્યાપથિકી આસ્રવ થાય છે, પણ રાગદ્વેષ રૂપી ચીકાશના અભાવમાં કર્મો કેવી રીતે તેમના આત્માને ચોંટી શકે ? માટે અહીં કહ્યું કે ધૂર્ત (ધુતારા, છેતરનારા, આખી દુનિયાના જીવોને પોતાના ફંદમાં ફસાવનારા) એવાં કર્મોનું ભગવાન પાસે કાંઈ પણ ચાલતું નથી. આ કારણથી જ ભગવાનનું નામ જિનેશ્વર છે; અર્થાતુ ઈન્દ્રિયોને, કર્મોને અને વિકારોને જેમણે સંપૂર્ણપણે પોતાના આત્મબળે કરીને જીતી લીધા છે તેમને, જિન - જીતનાર - વિજેતા – તરીકે સમસ્ત વિશ્વ ઓળખે છે. (૩) વિકાર સૌ સળગી જતાં મન મસ્ત થાતાં ધ્યાનમાં શુદ્ધ ધ્યાનમાં જો ચિત્ત લાગી જાય તો તેનું કેવું ઉત્તમ ફળ મળે તે અહીં સમજાવ્યું છે. નિશ્ચયથી જોતાં, મોક્ષમાર્ગ તે વિકારરહિત દશાને પામવું અને તે દ્વારા આત્માની સંપર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ કરવી તે છે. જે જે સત્સાધન આપણે કરીએ તે આખરે તો શુદ્ધ ધ્યાનની પ્રાપ્તિ માટે જ છે; કારણ કે આત્માની શુદ્ધિનું સાક્ષાત્ Page #90 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ કારણ શુદ્ધ ધ્યાન છે. તેથી જ કહ્યું છે : હરિગીત) “આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને, ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે.” - નિયમસાર, ૧૧૯ સુખ ધ્યાનથી મોટું નથી, તપ અન્ય નહીં તે સારિખું, પથમુક્તિનો વિણ ધ્યાનથી, નહીં ક્યાંય બીજો કોઈ દી. – અધ્યાત્મસાર, ૧૭૭ હવે શુદ્ધ ધ્યાનની પ્રાપ્તિનો સામાન્ય ક્રમ વિચારીએ તો તે એવો છે કે, પાત્રતા સહિત, પ્રથમ સાધકે આત્માનુભવી સંત સરનો બોધ પ્રાપ્ત કરવો જોઈએ. પ્રાપ્ત કરેલા આ બોધના રહસ્યનો જેમ જેમ જીવનમાં પ્રયોગ કરવામાં આવે છે, તેમ તેમ પાપપ્રવૃત્તિ અને મોહ તૂટતાં જાય છે. અને જ્ઞાન-વૈરાગ્યની અને ચિત્તધૈર્યની વૃદ્ધિ થતી જાય છે. દિવસનો વધારે અને વધારે સમય સાધકને, હવે દેવ-ગુરુ-ધર્મના વિચારો આવતા રહે છે; તેની બુદ્ધિ પ્રશામાં પરિણમતી જાય છે. બીજાં કાર્યો કરતાં કરતાં પણ તેનું ચિત્ત આત્મા પ્રત્યે વળવા લાગે છે. આવી દશાને પામેલા સાધકને, એક દિવસ, ધ્યાન અભ્યાસના સમય દરમ્યાન, ચિત્તવૃત્તિ આત્મા પ્રત્યે વળીને તેનો પરિચય કરતી કરતી તેમાં લય પામી જાય છે. આમ જ્યારે મન ધ્યાનમસ્ત થઈ જાય છે ત્યારે તેના પેટાળમાં રહેલા વિકારોના સંસ્કારો બળી જાય છે અને આત્મા વિશિષ્ટ શુદ્ધિનો સ્વામી બને છે. (હરિગીત) સ્પર્શ તલભર તિમિર કેરો, થાય નહીં કદી સૂર્યને, ત્યમ દુષ્કલંકો કર્મનાં, અડકી શકે નહિ આપને, Page #91 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતો, એવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. (૧૮) શબ્દાર્થ જેમ સૂરજને કદાપિ અંધારું જરા પણ અડકી શકતું નથી તેમ કોઈ પણ પ્રકારનાં પાપો (હે પ્રભુ !) આપને અડકી શકતાં નથી. જે એક હોવા છતાં સર્વત્ર વ્યાપવાળો છે તેવા સમર્થ પ્રભુનું સાચું શરણ હું માગું છું. વિશોષાર્થઃ સમતાની સાધના કરનાર સાધક પ્રારંભિક ભૂમિકામાં કેવા પરમાત્માનું શરણ ગ્રહણ કરે છે તે અત્રે જણાવેલ છે. ધ્યાનનો અભ્યાસ ક્રમશઃ ધીરજપૂર્વક કેવી રીતે કરવો તેનું અહીં માર્ગદર્શન છે. સમતાની પ્રાપ્તિ નિજસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભૂતિ દ્વારા થાય છે. પરંતુ નિજસ્વરૂપની આવી આરાધના કરવા માટે બુદ્ધિની સૂક્ષ્મતા અને નિર્મળતા જોઈએ. અને આની પ્રાપ્તિ માટે પ્રથમ જેઓએ તે સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે તેવા પુરુષોના સ્વરૂપનું ધ્યાન આવશ્યક છે. જેમ બાળકને ચાલણગાડીની અને લકવાના દરદીને લાકડીના અવલંબનની જરૂર છે તેમ પ્રારંભિક અને મધ્યમ ભૂમિકાના સાધકને શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જિન પરમાત્માના ધ્યાનની જરૂર છે. યથા (દોહરો) આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દરશાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. – શ્રીમદ્ રાજચંદ્ર, ૯૫૪/૨ કેવા છે તે પ્રભુ જેમનું યોગીજનો ધ્યાન કરે છે? તે અહીં સૂર્યની ઉપમા આપીને આચાર્યશ્રી સમજાવે છે. સૂર્ય સ્વયં તેજરૂપ અને તેજનો પુંજ હોવાથી જેમ કોઈ પણ પ્રકારનો અંધકાર તેની પાસે ફરકી શકતો નથી તેવી રીતે પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદને પ્રગટ કરવાનું મહાન Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સામાયિક પાઠ સામર્થ્ય જેમણે પ્રગટ કર્યું છે તેવા પરમાત્મા અરિહંત પાસે કોઈ પણ પ્રકારનું પાપ કે કલંક ફરકી શકતું નથી. પરમાત્માને પૂર્ણ પવિત્રતાની સાથે સાથે પૂર્ણપણે પુણ્યનો યોગ હોય છે. પરમાત્માની સર્વવ્યાપકતા પરમાત્મા પોતાના આત્મપ્રદેશોની અપેક્ષાએ તો એક જ છે. અને દેહસહિત (અરિહંત) અવસ્થામાં તેમનો આત્મા તેમના દેહમાં જ વ્યાપીને રહે છે. પરંતુ તેઓએ પોતાની સાધના દ્વારા સર્વ ઘાતિયાં કર્મોનો ક્ષય કર્યો હોવાથી, કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રગટે છે. આ દિવ્ય, સંપૂર્ણ, અચિંત્ય મહાસ્યવાળા જ્ઞાનની અપેક્ષાએ તેઓ સર્વવ્યાપક છે. જેવી રીતે પૂનમની રાતે ચન્દ્રનો પ્રકાશ સમગ્ર પૃથ્વી પર સર્વત્ર વ્યાપી જાય છે છતાં ચંદ્ર કાંઈ પોતાની જગ્યા છોડીને પૃથ્વીરૂપ થઈ જતો નથી, તેવી રીતે પૂર્ણ જ્ઞાન જેમને પ્રગટ્યું છે તેવા અરિહંત પરમાત્માનું જ્ઞાન ત્રણેય લોકમાં બધે વ્યાપી જાય છે. તે જ્ઞાન સર્વવ્યાપી હોવાથી જ્ઞાનની અપેક્ષાએ અહીં ભગવાનને સર્વવ્યાપી કહ્યા છે.* આવા સર્વજ્ઞ, સર્વદર્શી, પૂર્ણ શક્તિ અને આનંદને ઘારણ કરનાર ભગવાનનું હું સાચા અંતઃકરણથી શરણ માગું છું. આગળની કડીમાં પરમાત્માનું વિશેષ સ્વરૂપ કહે છે. (હરિગીત) રવિતેજ વિણ પ્રકાશ જે, ત્રણે ભુવનને અજવાળતો, તે શાનદીપ પ્રકાશ તારા, આત્મમાં શું દીપતો; * સમુઘાત કરતી વખતે કેવળી ભગવાનના પ્રદેશો આખા લોકમાં વ્યાપી જાય છે. તે નયની અપેક્ષાએ ભગવાનને કથંચિત ત્રણે લોકમાં વ્યાપનાર કહેવામાં આવે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ જ સાઘક ભાવના જે દેવ મંગળ બોધ મીઠા, મનુજને નિત્ય આપતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. (૧૯) શબ્દાર્થ : (હે પ્રભુ !) સૂરજનો પ્રકાશ ન હોવા છતાં પણ ત્રણેય લોકને અજવાળનાર એવો જ્ઞાનરૂપી દીપક તારા આત્મામાં અત્યંતપણે કેવો શોભે છે ! જે ભગવાન મનુષ્યોને પરમ કલ્યાણકારી અને પ્રિય લાગે તેવો બોધ હંમેશાં આપનારા છે તેવા સમર્થ અરિહંત (તીર્થંકર) ભગવાનનું હું નિરંતર શરણ માગું છું. વિશેષાર્થ : અહીં તીર્થકર ભગવાનના જ્ઞાનાતિશયનું અને વચનાતિશયનું વર્ણન કરેલ છે. શાસ્ત્રમાં પરમાત્માનાં ત્રણ લક્ષણ, કહ્યાં છે : વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી. તેમાંથી છેલ્લાં બે લક્ષણોનું અહીં સ્તુતિરૂપે આચાર્યશ્રીએ વર્ણન કરેલ છે. સર્વશઃ લોકમાં, સૂરજના તેજ દ્વારા સમસ્ત જગતના અંધકારનો નાશ થવાની અને સર્વત્ર પ્રકાશ પથરાવાની વાત સુપ્રસિદ્ધ છે. અહીં ભગવાનના જ્ઞાનને દીપકની ઉપમા આપી છે અને તેને એવો અલૌકિક અને દિવ્ય દીપક કહ્યો છે જેના પ્રકાશમાં સમસ્ત વિશ્વના પદાર્થોનું ત્રિકાળવર્તી જ્ઞાન સહજપણે પ્રતિબિંબિત થાય છે. હિતોપદેશી : તીર્થંકર ભગવાનું આ એક વિશિષ્ટ લક્ષણ છે. તેઓ હિતોપદેશી છે કારણ કે સંપૂર્ણ જ્ઞાન હોવાથી તેઓથી અજાણ કોઈ જ વસ્તુ નથી તેથી તેમનો ઉપદેશ પૂર્ણ જ્ઞાનમાંથી આવે છે. ભગવાન હિતોપદેશી હોવાનું બીજું કારણ એ છે કે સંપૂર્ણ વીતરાગતાને લીધે તેમનો કોઈના પણ પ્રત્યે જરા પણ પક્ષપાત નથી. સર્વત્ર સંપૂર્ણ સમદશા જ વર્તે છે. આ કારણથી તેઓનો ઉપદેશ સૌ જીવમાત્રના કલ્યાણ અર્થે જ હોય છે, કોઈ મતપક્ષના પ્રવર્તન માટે હોતો નથી. તીર્થકર ભગવાનની વાણી જેમ હિતકર છે તેમ પ્રિયંકર એટલે Page #94 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૮૫ મીઠી છે, તે તેમના સાતિશય અને સર્વોત્કૃષ્ટ પુણ્યનું ફળ છે. સમચતુષ્ટ્ય સંસ્થાન, યશકીર્તિ, સુસ્વર, સુભગ, આદેય આદિ અનેક વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિઓનો ઉદય હોવાથી તેમની વાણી ભવ્ય જીવોને સાંભળવામાં પણ સુખકર અને હિતકર લાગે છે. (હરિગીત) જો થાય દર્શન સિદ્ધનાં, તો વિશ્વદર્શન થાય છે, જ્યમ સૂર્યના દીવા થકી, સુસ્પષ્ટ સૌ દેખાય છે; અનંત અનાદિ દેવ જે, અશાન તિમિર ટાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. (૨૦) શબ્દાર્થ : જેમ સૂર્યરૂપી દીપક દ્વારા (જગતના) સર્વ પદાર્થો સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે, તેમ સિદ્ધ (પરમાત્મા)નું દર્શન થવાથી (સમસ્ત) વિશ્વનું દર્શન થાય છે. જે દેવ અનાદિ અનંત છે અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છે તેવા સમર્થ અને સાચા દેવનું હું ખરેખર શરણ માગું છું. વિશેષાર્થ : સમતાની સાધના કરનારા વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા સાધકની ભાવના અને અનુભવ કેવાં હોય તે વિષે અહીં કથન કરેલું છે. જે સાધકે પોતાનું આત્મસ્વરૂપ યથાર્થપણે ઓળખવું હોય તેણે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ ખરેખર ઓળખવું જોઈએ. કારણ કે સિદ્ધ કે અરિહંત પરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ પરમાર્થદૃષ્ટિએ જોતાં, પોતાનું સ્વરૂપ છે. પ્રાયે કરીને આત્માર્થી મનુષ્યને આત્મજ્ઞાની સંતના સાન્નિધ્યનો અને સદ્બોધનો નિષ્ઠાપૂર્વક પરિચય થવાથી અનુક્રમે કરીને સમજાય છે કે જેમ પરમાત્મામાં અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ અનંત ગુણો પ્રગટ્યા છે તેવા જ ગુણો શુદ્ધદૃષ્ટિએ જોતાં પોતામાં પણ વર્તમાનમાં શક્તિ-અપેક્ષાએ રહેલા છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના જેમ લાકડામાં અગ્નિનો નિવાસ છે, જેમ દૂધમાં ઘીનો નિવાસ છે અને જેમ ધૂળધોયા (સુવર્ણરજ)માં સોનાનો નિવાસ છે તેમ અનંત જ્ઞાનાદિ ગુણોનો આપણામાં નિવાસ છે. જેમ યોગ્ય દૃષ્ટિથી, શાનથી અને વિધિથી ઉપરનાં દૂતોમાં અનુક્રમે કહેલાં અગ્નિ, ઘી અને સુવર્ણ પ્રગટપણે પ્રાપ્ત થઈ શકે છે તેમ સાચી દૃષ્ટિ, સાચું જ્ઞાન અને સાચા આચરણથી શક્તિરૂપે રહેલું આત્માનું સ્વત્વ વ્યક્તિ રૂપે પ્રગટ થાય છે.આવા સત્પરુષાર્થની પ્રેરણા આપણને અરિહંત કે સિદ્ધ પરમાત્માને સવગપણે અને સત્યાર્થપણે જાણવાથી મળે છે. આ સંદર્ભમાં પૂર્વે મહાત્માઓએ નીચે પ્રમાણે સૈદ્ધાંતિક ભાવ પ્રતિપાદન કરેલ છે, જે મુમુક્ષુઓ માટે પરમ આહ્વાદ અને પરમ શ્રધ્યેય છે. ” (હરિગીત) ૧. જે જાણતો, અરિહંતને, દ્રવ્યત્વ-ગુણ-પર્યયપણે; તે જાણતો નિજ આત્માને તસુ, મોહ પામે લય ખરે. – શ્રીપ્રવચનસાર (દોહરા) ૨. સિદ્ધો જૈસો જીવ હે, જીવ સોઈ સિદ્ધ હોય. કર્મ મૈલકા અંતરા બૂઝે વિરલા કોય. – બૃહદ આલોચના, ૨૭ (દોહરા) ૩. સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા નિમિત્તકારણ માંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ૧૩૫ આમ સિદ્ધ દર્શનથી આત્મદર્શન આત્મદર્શનથી કેમે કરીને કેળળદર્શન, * પ્રતિબંધક કર્મોનો અભાવ થવાથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ કેવળદર્શનથી સમસ્ત લોકાલોકદર્શન, લોકાલોકદર્શનથી વિશ્વદર્શન થાય છે, એમ પ્રતિપાદિત કર્યું. આ કડીની બીજી અને ત્રીજી લીટીમાં આત્માની અનંતજ્ઞાનની શક્તિઓને સૂર્યના દાંત દ્વારા સમજાવેલ છે. યથા – જેમ રાતનું અંધારું સૂર્યનો ઉદય થતાં સ્વયંપણે અને સહજપણે નાશ પામે છે તેમ સમ્યજ્ઞાનનો ઉદય થતાં સંસારી જીવના અજ્ઞાનરૂપી અંધકારનો સ્વયંપણે અને સહજપણે નાશ થાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં દુનિયાના લોકોને સ્વયંપણે અને સહજપણે જગતના પદાર્થો યથાર્થપણે દેખાવા લાગે છે તેમ આત્મદર્શનનો ઉદય થતાં સાધક જીવને વિશ્વના સમસ્ત પદાર્થો ખરેખર જેવા છે તેવા સ્પષ્ટપણે દેખાવા લાગે છે. આ ધ્યેય જીવનમાં સિદ્ધ થવું તેને જ સમદૃષ્ટિ | યથાર્થદૃષ્ટિ | વિવેકદૃષ્ટિ / અંતર્દષ્ટિ | દિવ્યદૃષ્ટિ / સમરસદૃષ્ટિ ઇત્યાદિ અનેક નામોથી સંબોધવામાં આવે છે. આવી દૃષ્ટિ જેણે ખરેખર સંપ્રાપ્ત કરી છે તે જ સંત છે | ઘર્માત્મા છે | જ્ઞાની છે | પ્રબુદ્ધ છે / સદ્ગુરુ છે | અધ્યાત્મષ્ટિ સંપન્ન છે | સત્પરુષ છે | આત્મરસના આસ્વાદક છે ! પરમાત્માના દાસ છે સ્વયંતૃપ્ત છે | નિઃસ્પૃહ છે “ધન્ય છે. આવા સંતો પણ જેમનું શરણ લે છે અને સંતતિની અપેક્ષાએ અનાદિ-અનંત હોવા છતાં વ્યક્તિની અપેક્ષાએ જે સાદિ-સાન્ત છે, તેવા પરમાત્મા – સર્વજ્ઞ, સર્વદર્શી, હિતોપદેશક, સર્વજગતના સહજ ઉપકારક – તેમનું હું મારા આત્માના હિતને અર્થે શરણ ગ્રહું છું અને સ્મરણ કરું છું. આવા સર્વગુણસંપન્ન તથા સર્વે પ્રકારના અજ્ઞાન રાગ-દ્વેષ આદિ સર્વ દોષો જેમના સર્વથા વિલય પામ્યા છે તે જ ભવ્ય જીવોને પરમ માર્ગદર્શક છે, પરમ હિતકર છે, પરમ પ્રેમથી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સાધક-ભાવના ઉપાસવા અને ભક્તિ કરવા યોગ્ય છે. તેથી જ આચાર્યશ્રી અહીં જાહેર કરે છે કે આવા પરમાત્માનું હું સદા શરણ ઇચ્છું છું. જે સાધકો સમતાની સિદ્ધિની સ્પૃહાવાળા હોય તેઓ પણ આવા પરમાત્માની ભક્તિ કરો એમ સર્વ મહાન આત્માઓએ કહ્યું છે –કર્યું છે. યથા – ૧. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે. દરિશન શુદ્ધતા તેહ પામે, શાન ચારિત્ર્ય-તપ-વીર્ય ઉલ્લાસથી કર્મ ઝીપી વસે મુક્તિ ધામે. – શ્રીમદ્ દેવચંદ્રજી (મંદાક્રાંતા). ૨. મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે, તેજસ્વી છો રવિસમ અને દૂર અજ્ઞાનથી ; સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદી બીજો, માનજો માર્ગ આથી. શ્રી ભક્તામર સ્તોત્ર, ૨૩ (હરિગીત) ૩. વળી મોણાગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની, જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. – નિયમસાર, ૧૩૫ (હરિગીત) જેણે હસ્યા નિજ બળ વડે, મન્મથ અને વળી માનને, જેણે હણ્યા આ લોકનાં, ભય, શોક, ચિંતા, મોહને, વિષાદ ને નિદ્રા હળ્યાં, જ્યમ અગ્નિ વૃક્ષો બાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. (૨૧) Page #98 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ e શબ્દાર્થ : જેણે પોતાની શક્તિથી કામ અને અભિમાનને છેદી નાખ્યા છે, જેણે આ દુનિયાની બીકને, શોકને, ચિંતાને, મોહને, દુર્બળતાને અને નિદ્રાને, અગ્નિ જેમ વૃક્ષોને બાળી નાખે તેમ, બાળી નાખ્યાં છે તેવા સર્વ શક્તિમાન પરમાત્માનું હું સાચું શરણ માગું છું. વિશેષાર્થ : સમતાની પ્રાપ્તિનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે તેવા ધર્મઅનુષ્ઠાનને સામાયિક કહે છે. જેમનું સાધક શરણ લે છે, જેમની વાણીનું તે શ્રદ્ધાન કરે છે, અને જેમની આજ્ઞા પ્રમાણે પોતાના જીવનનું ઘડતર કરે છે, તે પરમાત્મા કેવા કેવા સદ્ગુણોથી સંપન્ન હોય છે. તેનું આચાર્યશ્રી વર્ણન કરે છે. વીતરાગદર્શનમાં સર્વ દોષોથી રહિત હોય તેને આમ કહ્યાં છે. (હરિગીત) ભય, રોષ ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને, રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. નિયમસાર, ૬ મન્મથ અને માન : મનને જે મથી નાખે છે તે મન્મથ. તેને જ કામ કહેવાય છે. તેની ઉત્પત્તિ અંતરંગમાં વેદાદિ નોકષાયના ઉદયના નિમિત્તથી અને બહારમાં સ્ત્રી પ્રસંગાદિના નિમિત્તથી થાય છે. જ્યારે તેનો ઉદય આવે છે ત્યારે મનુષ્ય વ્યાકુળ થઈ જાય છે અને સારાસારનો વિવેક ભૂલી જાય છે. વિવેકશાન, વૈરાગ્ય, આારાદિનો સંયમ, સતત સત્કાર્યમાં લાગેલા રહેવું, પ્રાર્થના-ભક્તિ અને ગુરુકુળમાં આત્મારામી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના સાન્નિધ્યમાં રહેવાથી ક્રમે કરીને કામનો પરાભવ થઈ શકે છે, બ્રહ્મચર્યવ્રતની સિદ્ધિ થાય છે અને બ્રહ્માનંદનો અનુભવ-આસ્વાદ માણી શકાય છે. - Page #99 -------------------------------------------------------------------------- ________________ સાધકનભાવના પૂર્ણયોગી એવા પરમાત્મા જિનેશ્વરે કામને સંપૂર્ણપણે જીતી લીધો છે અને તેથી ભવ્ય જીવો તે પરમશાંત વીતરાગી પ્રભુનું શરણ ગ્રહણ કરે છે. માન એટલે અભિમાન. જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર આદિની વિશેષતા હોવાથી મુખ્ય આઠ પ્રકારનાં અભિમાન જીવોમાં આવે છે. પરમાત્માએ આત્મજ્ઞાન પ્રગટ કરી પૂર્વે તે સર્વ અભિમાનનો નાશ કર્યો હતો અને છેલ્લા ભવમાં સકળસંયમ અને યથાખ્યાત સંયમની આરાધના દ્વારા અભિમાનનો સર્વથા નાશ કરી નાખ્યો. આવા પરમાત્માની સ્તુતિમાં ભક્ત કહે (રાગ આશા - તાલ દીપચંદી) મારે છો તું હિ પ્રભુ એક, તારે મુજ સરીખા અનેક; હું તો મનથી ન મૂકું માન, તું તો માનરહિત ભગવાન. સુણો શાંતિ નિણંદ.. * ભય એટલે ડર, બીક, ભીતિ. સંસારી જીવ સાથે લાગેલી ચાર સંજ્ઞાઓ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ છે. ભય ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ સ્વરૂપનું અજ્ઞાન છે. જો દેહાત્મબુદ્ધિ જાય તો મરણાદિનો ભય લાગે નહિ. માટે સત્સંગ, સદ્ગોધ, સદ્વિચાર દ્વારા તત્ત્વનો યથાર્થ નિર્ણય કરી અવિનાશી એવા નિજ આત્માને જાણવો -શ્રદ્ધવો-અનુભવવો; તો આલોક, પરલોક, વેદના, અરક્ષા, અગુપ્તિ, મરણ અને અકસ્માત – એમ સાતેય પ્રકારના ભયથી રહિત થઈ ક્રમે કરીને નિઃસંગ થઈ, આઠમા ગુણસ્થાનના અંતે સર્વથા નિર્ભયતાને પ્રાપ્ત કરે છે. શોક એટલે ખેદ, સંતાપ, “જીવ બળવો તે. ઉપકારક વ્યક્તિ કે વસ્તુઓના વિયોગથી જે વ્યાકુળતા થાય છે તે શોક છે. મોટેથી Page #100 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૯૧ રડવું, છાતી કૂટવી, જમીન પર આળોટવું, ઊંડા શ્વાસ ભરવા તથા વિયોગ થયેલી વ્યક્તિના ગુણોનું સ્મરણ કરી વિલાપ કરવો – એ ઇત્યાદિ શોકનાં બાહ્ય ચિહ્નો છે. યોગસાધનાની દૃષ્ટિએ આ ભાવ ઈવિયોગજન્ય નામનું આર્તધ્યાન છે, જે સાધકને માટે હેય છે. ચિંતા એટલે ચિંતન ચાહે પ્રશસ્ત હો કે અપ્રશસ્ત હો, અંતઃકરણની ભિન્ન ભિન્ન પદાર્થો સંબંધી જે વૃત્તિ ઊઠે તે ચિંતા કહેવાય છે. તે અશુભ હોય તો પાપબંધનું અને શુભ હોય તો પુણ્યબંધનું કારણ બને છે. મોહ એટલે જેના વડે જીવો સત્અસનો વિવેક ચૂકી જાય તે, જેવી રીતે દારૂ પીવાથી બુદ્ધિ ભ્રષ્ટ થતાં સારાસારનો વિવેક રહેતો નથી, તેમ જે કર્મના ઉદયથી મૂઢતા વ્યાપે, વિવેક નષ્ટ થઈ જાય તેને મોહનીય કર્મ કહે છે. જેના વડે શ્રધ્ધામાં વિપરીતતા થાય તેને દર્શનમોહનીય અને જેના નિમિત્તથી અસંયમરૂપ પ્રવૃત્તિ બની રહે તે ચારિત્રમોહનીય. સાચી શ્રદ્ધા અને સાચા જ્ઞાન દ્વારા અનુક્રમે ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન મટે છે, અને સમ્યક્યારિત્ર દ્વારા સંયમ ગ્રહણ થાય છે, તેથી મોક્ષમાર્ગને બોધિસમાધિનો માર્ગ કહેવામાં આવે છે. વિષાદ એટલે નિરાશા, દુર્બળતા, ગમગીની, ઉત્સાહરહિતપણું. અંતરાય અને મોહનીય કર્મના ઉદયથી ઈષ્ટ કાર્યની સિદ્ધિ ન થતાં જે ઉદાસપણાનો અને અનુત્સાહનો ભાવ ઊપજે છે તે. નિદ્રા એટલે ઊંઘ. દર્શનાવરણીય કર્મની નિદ્રા કે નિદ્રાનિદ્રા નામની પેટાપ્રકૃતિઓના ઉદયના નિમિત્તથી એક પ્રમાદમય, અજાગ્રત, બેભાનપણાની અવસ્થા થઈ જાય છે કે જેમાં કોઈ વિવેકપૂર્વકનું કાર્ય થઈ શકતું નથી, તેને નિદ્રા કહેવામાં આવે છે. જેમ જેમ પ્રમાદનો જય કરવામાં આવે તેમ તેમ નિદ્રા ઘટતી જાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાધક-ભાવના જેવી રીતે અગ્નિ વૃક્ષોને બાળી નાખે છે તેવી રીતે જેમણે પોતાના મહાન આત્મપરાક્રમથી કામ, માન, ભય, શોક, ચિંતા, મોહ, વિષાદ અને નિદ્રાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધાં છે અને તેથી જેઓ પોતાના પૂર્ણ જ્ઞાન-આનંદાદિ ગુણોને સંપ્રાપ્ત થયા છે તેવા નિરાગી, નિર્વિકારી અને પૂર્ણ સચ્ચિદાનંદ-સ્વરૂપી પરમાત્માનું સાચું શરણ ગ્રહું છું જેથી હું પણ તેમના જેવા પદને પામી શકું. હું માગતો નહિ કોઈ આસન, દર્ભ પથ્થર કાષ્ઠનું, મુજ આત્મના નિર્વાણ કાજે, યોગ્ય આસન આત્મનું આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશમન વિણ જો, અણમૂલ આસન થાય છે, ઝટ સાધવા સુસમાધિ તો. (૨૨) શબ્દાર્થ : મારા આત્માનો મોક્ષ થવા માટે હું ઘાસ, પથ્થર કે લાકડાનું કોઈ પણ આસન માગતો નથી. જો મારો આત્મા નિર્મળ બને અને (ક્રોધાદિ) વિકારોથી રહિત થાય તો આત્મારૂપી આસન દ્વારા જ સાચી સમાધિની સિદ્ધિ થઈ શકે છે. વિશેષાર્થ : અત્રે સમાધિની પ્રાપ્તિનો વિષય ચાલે છે. ભારતીય સંસ્કૃતિમાં યોગદર્શન પ્રસિદ્ધ છે; જેમાં યમ, નિયમ,આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગોની ક્રમિક સાધનાનો નિર્દેશ કરેલ છે. ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે, અને ચિત્તની સ્થિરતા માટે યોગસાધકને આસનસ્થિરતાની ખાસ જરૂર છે. જેને પોતાનું આસન થોડી થોડી વારે બદલવું પડે તેનું ચિત્ત સ્થિર થતું નથી. અહીં આચાર્યશ્રી બાહ્ય આસનની ગૌણતા કરીને કહે છે કે ભાઈ ! તું ઘાસના, લાકડાના કે પથ્થરના ગમે તે આસન પર સ્થિરતા કર તેનો અમને આગ્રહ નથી. મૂળ તો, બહારમાં, પહેલાં શરીરને એક જ આસનમાં એક-દોઢ કલાક સ્થિરતાથી બેસાડવાનો અભ્યાસ ક્રમે Page #102 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ક્રમે સિદ્ધ કરવો જોઈએ. પહેલાં ૨૦, પછી ૩૦, ૪૫, ૬૦ કે તેથી વધારે મિનિટો સ્થિરતા થાય તો ચિત્ત પણ સારી રીતે શાંત થાય છે. પૂર્વાચાર્યોએ આસનની સ્થિરતા માટે નીચે પ્રમાણે આજ્ઞા કરી | હરિગીત) આસન-અશનનિદ્રા તણો કરી વિજય જિનવરમાર્ગથી; ધ્યાતવ્ય છે નિજ આતમા જાણી શ્રી ગુરુપરસાદથી. – શ્રીમોક્ષપાહુડ, ૩ શ્રીતત્ત્વાર્થસૂત્ર : અધ્યાય ૯ સૂત્ર ૧૦માં દશમો નિષદ્યા” નામનો પરિષહ (આસન) કરવાની આજ્ઞા છે. જે જે આસનથી સુખરૂપે મનને નિશ્ચલ કરવામાં ઉદ્યમ કરી શકાય, તે તે સુંદર આસન મુનિએ સ્વીકારવું જોઈએ (સિદ્ધ કરવું જોઈએ). – શ્રી જ્ઞાનાર્ણવ, ૨૮-૧૧ આમ પૂર્વાચાર્યોએ આસનજયને ધ્યાનની સિદ્ધિ માટે અગત્યનું અંગ કહ્યું છે, પણ બાહ્ય આસન ઘાસનું, લાકડાનું કે પથ્થરનું હોય તેની કાંઈ અગત્ય નથી. - હવે નિશ્ચનયની અપેક્ષાએ પ્રતિપાદન કરે છે કે આત્માના નિર્વાણ માટે કેવા આસનની આવશ્યકતા છે ? તો કહે છે કે આત્મારૂપી આસનની. કેવો આત્મા? સર્વ પ્રકારના કષાયો વગરનો. જેમ જેમ આત્મા રત્નત્રયની સાધનામાં આગળ વધતો જાય છે તેમ તેમ કષાયો ઘટતા જાય છે અને જેમ જેમ કષાયો ઘટાડવામાં આવે છે તેમ તેમ આત્માનો રત્નત્રયરૂપી સ્વભાવ અવસ્થામાં પ્રગટ થાય છે. રત્નત્રય પ્રગટ થવા માટે બે પ્રકારના પુરુષાર્થની આવશ્યકતા છે: Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સત્પુરુષાર્થ ક્રોધાદિ કષાયોને પાતળા કરવાનો-ઘટાડવાનો સતત ઉદ્યમ કરવો – સર્વ પ્રકારે ઉદ્યમ કરવો. સાધક-ભાવના તત્ત્વોની સાચી સમજણ કરીને આત્માની શ્રદ્ધા, સ્મરણ અને સ્થિરતાનો ઉદ્યમ કરવો - અભ્યાસ કરવો. - આ બન્ને પ્રકારના સત્પુરુષાર્થ દ્વારા આત્માનું બળ વધતું જાય છે અને કર્મોનું બળ ઘટતું જાય છે આમ જિજ્ઞાસાબળ, વૈરાગ્યબળ, વિચારબળ, જ્ઞાનબળ અને ધ્યાનબળ વધી જાય છે. ત્યારે નિર્વિકલ્પ આત્માનુભવ કરવાની સાધકની શક્તિ વધી જાય છે. જે દ્વારા તે ઉત્તમ પરમ સમાધિને પામી જાય છે. આમ આત્મશુદ્ધિ દ્વારા જ આત્મસિદ્ધિ થાય છે એમ પરમાર્થથી નક્કી કરીને તેને માટે સર્વજ્ઞ-સદ્ગુરુની આજ્ઞાએ સર્વતોમુખી પુરુષાર્થ કરવો તે જ મનુષ્યભવને સફળ કરવાનો ઉપાય છે. (હરિગીત) મેળા બધા મુજ સંઘના, નહિ લોકપૂજા કામની, જગબાહ્યની નહિ એક વસ્તુ, કામની મુજ ધ્યાનની; સંસારની સૌ વાસનાને, છોડ વ્હાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા, યોગબળ લે હોંશથી. (૨૩) શબ્દાર્થ : સંઘના મેળાઓ, લોકોની પૂજાદિ કે જગતના કોઈ બાહ્ય પદાર્થો મારાં ધ્યાન-સમાધિ માટે ઉપયોગી નથી. તેથી હે આત્મા ! આત્માના આનંદની પ્રાપ્તિ માટે સંસારની વાસનાઓને છોડીને જલદી ચારિત્રબળ પ્રગટ કર. વિશેષાર્થ : અહીં, નિશ્ચયનયની મુખ્યતાથી આત્મસમાધિની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ તેની વિચારણા ચાલે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૯૫ સામાન્ય મનુષ્યોને જગતની પાપમય પ્રવૃત્તિઓથી પાછા વાળવા માટે તીર્થોમાં મેળાઓનું આયોજન થાય છે, જેથી લોકોને કાંઈક નિર્દોષ મનોરંજન પણ મળે અને દર્શન પૂજન કે ધર્માત્માના સંગનો લાભ પણ મળે. આવા મેળાઓમાં મહાત્માઓના આદરસત્કાર-પૂજા પણ કરવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી લોકોને સત્સમાગમ, ગુણપ્રમોદ કે ગુણગ્રાહકતાનો યોગ મળી શકે તેથી વ્યવહારધર્મમાં તે કથંચિત્ કાર્યકારી છે. અહીં અધ્યાત્મની દૃષ્ટિમાં તો એકાંત મૌન સાધના કે ધ્યાનની જ મુખ્યતા છે તેથી કહે છે કે દુનિયાના આ બધાય પદાર્થો મારા કલ્યાણમાં ઉપકારી નથી. કારણ કે પરના સંપર્કથી સંકલ્પવિકલ્પની ઉત્પત્તિ થવા યોગ્ય છે, અને તે અપક્ષાએ લોકસંપર્ક કે અન્ય પરદ્રવ્યોનો બુદ્ધિપૂર્વકનો સમાગમ અધ્યાત્મશાસ્ત્રોમાં નિષેધ્યો છે ઃ યથા (હરિગીત) (૧) નિધિ પામીને જન કોઈ, નિજ વતને રહી ફળ ભોગવે, ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી, જ્ઞાનાનિધિને ભોગવે. શ્રીનિયમસાર, ૧૫૭ (દોહરા) (૨) જનસંગે વચસંગ ને, તેથી મનનો સ્પંદ; તેથી મન બહુવિધ ભમે, યોગી તજો જનસંગ -- (૩) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, શ્રી સમાધિશતક, ૭૨ વિચરશું ક્વ મહત્પુરુષને પંથ જો ? અપૂર્વ ૦ --- શ્રીમદ્ રાજચંદ્ર Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯s સાધક ભાવના આમ પરદ્રવ્યનો સંપર્ક આત્માના ધ્યાનમાં વિક્ષેપકારી હોવાથી અહીં કહ્યું કે આત્માનો આનંદ વિશેષપણે પ્રાપ્ત કરવા માટે, પાપવૃત્તિ ઘટાડવારૂપ વ્યવહારચારિત્ર અને નિયમિતપણે મન-વચન-શરીરની પ્રવૃત્તિથી વિરામ પામી, આહાર -આસન-નિદ્રાનો જય કરી, શુદ્ધ નિજરવરૂપનું જ્ઞાન ગુરુથી પ્રાપ્ત કરીને ધ્યાના અભ્યાસમાં વારંવાર પ્રયત્ન કરવારૂપ નિશ્ચયચારિત્રનો અભ્યાસ કર્તવ્ય છે. હરિગીત). આ જગતની કો વસ્તુમાં તો, સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓનો સ્વાર્થ મુજમાં છે નહીં, આ તત્વને સમજી ભલા, તું મોહ પરનો છોડ, શુભ મોનાં ફળ ચાખવા, નિજ આત્મામાં સ્થિર તું થજે. (૨૪) શબ્દાર્થ : આ દુનિયાના પદાર્થોમાં મારો જરા પણ સ્વાર્થ નથી, તેમ વળી દુનિયાના પદાર્થોનો મોહ છોડજે અને પૂર્ણપદની પ્રાપ્તિરૂપી ફળનો સ્વાદ લેવા માટે પોતાના (શુદ્ધ) સ્વરૂપમાં સ્થિરતા કરજે. વિશેષાર્થ : અહીં, સમતાની પ્રાપ્તિ માટેના પુરુષાર્થ વિષેનું પ્રકરણ ચાલે છે, કથનમાં નિશ્ચયનયની મુખ્યતા છે. આધ્યાત્મિક દૃષ્ટિ અને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરીને સમતા સાધી શકાય છે. આ બન્નેની પ્રાપ્તિ માટેની પ્રથમ શરત છે – સ્વાર્થનો ઘટાડો, નિઃસ્વાર્થપણું. જ્યાં સુધી દેહ અને ઈન્દ્રિયોના વિષયો તેમ જ સાધનો પ્રત્યે આસક્તિ રહે ત્યાં સુધી વૈરાગ્ય આવે નહિ. વૈરાગ્ય વિના સદ્ધોધની – સાચા ઉપદેશની – પ્રાપ્તિ થવી વિકટ છે. કદાચ સાચો બોધ સાંભળવા મળે તોપણ તેમાં રુચિ થાય નહિ. માટે જગતના પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ઘટાડી, તેમાંથી મને સાચું સુખ મળી શકે તેમ નથી એવો સ્વાર્થત્યાગનો WWW.jainelibrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ સાચો નિશ્ચય કરવો આવશ્યક છે. જગતના સાંસારિક પદાર્થોની પ્રાપ્તિથી સાધકની સાધનામાં બાધકતા જ ઊપજવા યોગ્ય છે, આત્માની કાંઈ સાર્થતા નથી. તેમાં જેમ જેમ સાધક આગળ વધતો જાય છે તેમ તેમ સાંસારિક કાર્યો કરવાની તેની રુચિ તેમ જ ક્ષમતા ઘટતાં જાય છે અને જગતના લોકો પણ તેને વેદિયો, અવ્યવહારુ, ભગતડો, અતડો, નિરુપયોગી અને મંદબુદ્ધિ માનવા લાગે છે તેથી જગતના જે મનુષ્યોને પોતાનું કામ સાધવું હોય તેઓ આવા સાધક સંતનો પરિચય કરતા નથી. વળી શુદ્ધ નયથી વિચારીએ તો ઉપકાર-અપકાર આદિ સર્વ માત્ર વ્યવહારથી જ છે, કારણ કે પ્રત્યેક પદાર્થ પોતે જ પોતાથી પરિણમે છે. '' સાધકના જીવનમાં જેમ જેમ તત્ત્વજ્ઞાન પરિણામ પામતું જાય છે તેમ તેમ તેને સ્વ અને પર, જડ અને ચેતનનું ભિન્નપણું ભાસતું જાય છે અને તે આત્માવલોકનની વિદ્યા પ્રાપ્ત કરે છે. તેનું ચિત્ત અંતર્મુખ રહેવા લાગે છે અને તેથી જગતના સર્વ પદાર્થો પ્રત્યેની તેની આસક્તિ તૂટતી જાય છે. જગતના પદાર્થો તેના જ્ઞાનમાં જણાઇ આવે છે પરંતુ તેમની નિરુપયોગિતા સમજાઈ ગઈ હોવાથી, તે પદાર્થો તેના આત્મામાં મોહ ઉપજાવી શકતા નથી. આમ આ નિર્મોહી સાધકની સમતામાં વૃદ્ધિ થતી જાય છે. પૂર્વાચાર્યોએ તેનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે : (૧) એ રીત તેથી આત્મને શાયક સ્વભાવી જાણીને, પરિવ છું હું મમત્વ, નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. ૯૭ (૨) જ્યમ જ્યમ સંવેદન વિષે આવે ઉત્તમ તત્ત્વ, સુલભ મળે વિષયો છતાં, જરીયે કરે ન મમત્વ, - પ્રવચનસાર, ૨૦૦ - ઇષ્ટપદેશ, ૩૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સાધક-ભાવના (૩) “આત્મા જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આમ્રવોથી નિવૃત્ત થતો જાય છે, અને જેમ જેમ આમ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાન ઘનસ્વભાવ થતો જાય છે.” – સમયસાર ગાથા ૭૪ની આત્મખ્યાતિ ટીકા મોક્ષ એટલે અનંત આનંદ અને અનંત જ્ઞાનનો જેમાં અનુભવ થાય તેવી દશા. જેટલો મોક્ષ થાય તેટલા પ્રમાણમાં જીવનમાં જ્ઞાન અને આનંદની વૃદ્ધિ થાય છે – થવી જોઈએ. અહીં આચાર્યશ્રી કહે છે કે મોક્ષનું સાક્ષાત કારણ તો સાચું ચારિત્ર છે – એટલે કે ધ્યાનના સાચા અભ્યાસ દ્વારા જેમ જેમ સંકલ્પવિકલ્પો ઘટતા જાય તેમ તેમ સ્વરૂપસ્થિરતા વધતી જાય છે અને જેમ જેમ આત્મસ્થિરતા વધતી જાય છે તેમ તેમ આત્માનો સાચો આનંદ અનુભવમાં આવતો જાય છે. આ પ્રમાણે સમતાની સિદ્ધિ માટે સ્વાર્થનો ત્યાગ, પર વસ્તુ પ્રત્યે નિર્મોહીપણું અને આત્માની સ્થિરતા આવશ્યક છે. જેટલા પ્રમાણમાં આ ત્રણની સિદ્ધિ થાય તેટલા પ્રમાણમાં તે જીવે મોક્ષમાર્ગની યથાર્થ સિદ્ધિ કરી છે તેમ નિશ્ચય કરી આપણે સૌએ તો દિશામાં મહાન પ્રયત્ન કરવો ઘટે. (હરિગીત) જે શાનમય સહજ આત્મ, તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મામાં, સંપૂર્ણ સુખને સાધવા તું, આત્મથી જો આત્મમાં (૨૫) શબ્દાર્થ જ્ઞાનમય એવું જે સહજ આત્મસ્વરૂપ તે આત્મા વડે જ દેખાય છે – અનુભવાય છે; આવો ધ્યાનસમાધિમાં સૌ સાધુઓને અનુભવ થાય છે. (તેથી) પૂર્ણ આનંદને પામવા માટે (હે સાધુ !) Page #108 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ તું આત્મા વડે આત્માને જો. તેમાં જ સ્થિરતા અને એકાગ્રતા કર. વિશેષાર્થ : ધ્યાન (સામાયિક)ના અભ્યાસ દ્વારા સાક્ષાતુ સમતાભાવને પ્રાપ્ત કરવા માટે શો પ્રયત્ન કરવો જોઈએ તેનું અહીં પ્રતિપાદન કરેલ છે. અહીં સાધુ શબ્દનો અર્થ વિશાળ દૃષ્ટિથી કરવો. મુખ્યપણે તો સાધુ શબ્દ જ્ઞાની પંચમહાવ્રતધારી માટે જ છે. પણ ગૌણપણે જે સમ્યગ્લાની સામાયિકનો અભ્યાસ કરે તેવા પુરુષને પણ તે લાગુ પડે છે." ધ્યાન-સામાયિકની સામાન્ય વિધિ : એકાંત શાંત નિરુપદ્રવી સ્થાનમાં સ્થિર આસન પર બેસવું, તાણરહિત સ્થિતિ ધારણ કરી પ્રભુ-ગુરુ-ભક્તિનું પદ બોલવું અથવા આધ્યાત્મિક વાચન દસેક મિનિટ માટે કરવું. - હવે શરીરની કે વચનની કોઈ ક્રિયા કરવી નહિ અને મનને પરમાત્મા કે સદ્ગમાં જોડવું. કઈ રીતે? તેમનું નામ, તેમનું શાંત રૂ૫, તેમના ઉત્તમોત્તમ ગુણો અને તેમના જીવનના વિવિધ પાવન પ્રસંગોને પોતાના સ્મૃતિપટ પરથી વારંવાર પસાર કરવા અને સ્મૃતિપટ પર તે કંડારાઈ જાય તેવો અભ્યાસ કરવો. આ દરમ્યાન ચિત્તની ચંચળતા નિવારવા માટે વિવિધ બાહ્ય અવલંબનોનો ઉપયોગ કરી શકાય. દા.ત., (i) મંત્રનો અંતરજાપ (i) ચિત્રપટ કે મૂર્તિનાં દર્શન (iii) શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ. મોહતિમિરાપહરણે દર્શનલાભાદવાત સંશાન. રાગદ્વેષનિવૃત્યે ચરણે પ્રતિપદ્યાતે સાધુ / - શ્રી રત્નકરંડ શ્રાવકાચાર, ૪૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવના આમ જ્ઞાન-વૈરાગ્યથી વિભૂષિત ધર્માત્મા પુરુષે સર્વ પ્રકારની સ્થૂળ પાપપ્રવૃત્તિને રોકીને સામાયિક (ધ્યાન) કરવું એવી પૂર્વાચાર્યોની આશા છે : ૧૦૦ સર્વ જીવોમાં સમતા રાખી, સંયમ શુભભાવો ધારી, અપધ્યાનોનો ત્યાગ કરે જે, સામાયિક તેને ભાખી. શ્રી પદ્મનંદિ પંચવિંશતિ આ પ્રમાણે શુભ ધ્યાનને પ્રાપ્ત કર્યું છે એવા ધર્માત્મા ધ્યાનના ઊંડાણમાં પ્રવેશ કરી શકે છે. પોતાની ચિત્તવૃત્તિના તે બે વિભાગ કરે છે ઃ એક ધ્યાન કરનારી વૃત્તિ અને બીજી જેમાં ધ્યાનની પ્રક્રિયા થઈ રહી છે તેવી ચૈતન્યસત્તા. જેમ જેમ ધ્યાનમાં સ્થિરતા વધતી જાય છે તેમ તેમ ધર્માત્મા પુરુષ પોતાની ચિત્તવૃત્તિને પોતાની ચૈતન્યસત્તા તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. જેમ જેમ આ કાર્યમાં સફળતા મળે છે તેમ તેમ શ્વાસોચ્છ્વાસની ગતિ મંદ પડે છે, વિકલ્પો પાતળા પડી જાય છે, સાત્ત્વિક પ્રસન્નતાની વૃદ્ધિ થાય છે. શરીર હલકું અથવા અંતરીક્ષમાં હોય તેમ લાગે છે અને શરીરનું જરા પણ હલનચલન વિઘ્નરૂપ ભાસે છે. ધ્યાનની આ કક્ષા સુધી જો જાગૃતિપૂર્વક પુરુષાર્થ કરવામાં આવે તો ચિત્તવૃત્તિ ચૈતન્યસત્તામાં (જ્ઞાયક સ્વભાવમાં - જ્ઞાનભાવમાં - શુદ્ધાત્મદ્રવ્યમાં) લય પામે છે અને તે જ ક્ષણે આત્મદર્શન - આત્માનુભવ - પ્રગટે છે; જેનું વર્ણન આ કડીની પહેલી બે પંક્તિઓમાં કરવામાં આવ્યું છે. અન્યત્ર તેનું વર્ણન નીચે પ્રમાણે કરેલ છે ઃ (૧) વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવન વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજૈ, અનુભવ યાકો નામ. ― - સમયસારનાટક, ૧, ૧૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૧૦૧ (૨) તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે આત્મારૂપ મૂ૦ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂળ – શ્રીમદ્ રાજચંદ્ર નિશ્ચયથી વિચારવામાં આવે તો મોક્ષનો માર્ગ આ આત્માનો અનુભવ કરવો તે જ છે. તેથી આગળની પંક્તિઓમાં આચાર્યશ્રી સાધકને તેની જ સિદ્ધિ માટે વારંવાર ધ્યાનનો અભ્યાસ કરવાની પ્રેરણા અને આજ્ઞા કરે છે. જેમ જેમ સાધક આ માર્ગમાં આગળ વધતો જાય છે તેમ તેમ કર્મબંધ ઘટતો જાય છે. સૂક્ષ્મ પાપપ્રવૃત્તિ પણ ઘટતી જાય છે; ચિત્તની પ્રસન્નતા અને પુણ્યાનુબંધી પુણ્યનો સંચય પણ વધતો જાય છે, પ્રસન્નતા, શાંતિ, જ્ઞાન, પ્રજ્ઞા, આરોગ્ય વગેરેની પણ વૃદ્ધિ થાય છે અને અંતે પરમનિર્વિકલ્પ સમાધિના બળ દ્વારા ઘાતિયાં કર્મનો નાશ થતાં પૂર્ણ દશા પૂર્ણપણે પ્રગટે છે. માટે ભવ્ય જીવો વારંવાર આવી જ્ઞાનમય ધ્યાનદશાની સિદ્ધિ માટે સતત ઉદ્યમ કરે છે, અને પૂર્વાચાર્યોએ પણ તેની જ પ્રેરણા કરી છે. (હરિગીત) (૧) તું સ્થાપ નિજને મોક્ષપંથે, દયા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર,નહિ વિહર પરદ્રવ્યો વિષે. – સમયસાર, ૪૧૨ (અનુષ્ટ્રપ) (૨) અવિદ્યા ભેદતી જ્યોતિ, પરે શાનમથી મહા; મુમુક્ષુ માત્ર એ પૂછે, ઈચ્છે અનુભવે સદા. - ઈબ્દોપદેશ, ૪૯ (દોહરો) (૩) અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોખકી, અનુભવ મોખસ્વરૂપ. – સમયસાર નાટક, ૧ ૧૮ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાધક ભાવના (હરિગીત) આ આત્મ મારો એક ને, શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે, વિશ્વની સૌ વસ્તુનો, નિજ કર્મ ઉદ્ભવ થાય છે, નિજકર્મથી વળી વસ્તુનો વિનાશ વિનિમય થાય છે. (૨) વિશેષાર્થઃ અહીં ધ્યાન (સામાયિક)નો વિષય ચાલે છે, તેમાં સાધક કઈ રીતે આત્મભાવના ભાવે છે તેનું નિરૂપણ અત્રે કરેલ છે. ધ્યાનના અનેક પ્રકારો મળે, જેમાં નિજસ્વરૂપની – નિજગુણોની ચિંત્વના વર્તે છે તે ધ્યાનને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. આચાર્યશ્રી અત્રે સાધકને તેવા શ્રેષ્ઠ ધ્યાનમાં જોડવા માટે આ પ્રમાણેની ચિંતનધારામાં દોરે છે. ' (૧) આત્માની અસંગતા હું ચૈતન્ય એક છુ. - એકલો છું – મારા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છું. જેમ જગતનાં સર્વ દ્રવ્યો પોતાના અસ્તિત્વથી છે અને પરના અસ્તિત્વથી નથી, તેમ હું મારા સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-સ્વભાવથી અતિરૂપે છું અને પર-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસિરૂપે છે; તેથી અન્યની સહાય વિના પણ હું ટકું છું, ટકી શકું છું, એવી એકત્વભાવનામાં સાધકે ટકવું જોઈએ. આ ભાવનાથી પરના કર્તા-ભોક્તાપણાના ભાવ તૂટતા જાય છે અને ચિત્તની એકાગ્રતા થતાં, દૃષ્ટિ અને વૃત્તિનો સંયમ થતાં, ધ્યાન-સમાધિની સિદ્ધિ થાય છે. (૨) આત્માની અમરતા - વર્તમાન ભૌતિક વિજ્ઞાને પુરવાર કર્યું છે કે દુનિયામાં કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ નાશ પામતું નથી, માત્ર રૂપાંતર પામે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૧૦૩ બરફમાંથી પાણી થાય અને પાણીમાંથી વરાળ થાય પણ વસ્તુ નાશ પામતી નથી. આને “Law of indestructibility of Matter” કહે છે. આ જ સિદ્ધાંત સ્વ-પદાર્થને - સ્વતત્ત્વને – આત્મત્ત્વને – લાગુ પડે છે. હું, કે જે વડે આ મુડદું – શરીર હાલ-ચાલે, ખાય-પીએ-બોલે, જાણે-દેખે, વિચારે-ધ્યાવે ઈત્યાદિ અનેક ક્રિયાઓ કરી શકે તે મારી પ્રેરણાથી થાય છે. કહ્યું છે કે – દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ૫૩ યથાસમયે હું આ દેહ છોડીને, કર્મને અનુસરીને, બીજો દેહ ઘારણ કરું છું પણ તેથી કાંઈ હું મટી જતો નથી. આમ જુદાં જુદાં શરીરને ધારણ કરનારો તો હું એનો એ જ છું, માટે શાશ્વત – નિરંતરરૂપ છું. (૩) સહજ-શુદ્ધસ્વભાવી છું સાધકે પરમાર્થષ્ટિ કેળવીને પોતાના મૂળ શુદ્ધસ્વરૂપની ભાવનાના દૃઢ સંસ્કાર કેળવવાના છે. આ માટે દ્રવ્યાર્થિકનયથી – શુદ્ધનયથી જેવું પોતાનું સ્વરૂપ છે તે લક્ષમાં લેતાં શીખવાનું છે, તે આ પ્રમાણે : જેમ કંદોઈ માવો બનાવતાં પહેલાં પણ દૂધમાં માવાના અસ્તિત્વની દૃષ્ટિ કેળવે છે, જેમ ખેડૂત બિયારણમાં ભવિષ્યના ફસલની દૃષ્ટિ કેળવે છે, જેમ નોકર મેલા કપડાને ધોયા પહેલાં પણ તેમાં સ્વચ્છતાની દૃષ્ટિ કેળવે છે તેમ સાધકે પણ વર્તમાન અવસ્થા મલિન હોવા છતાં પણ શુદ્ધ આત્માની દૃષ્ટિ કેળવવાની છે; અને પછી તે શુદ્ધિની પ્રાપ્તિ માટે સદગુરુએ બતાવેલાં બાહ્યાંતર સાધનોને આત્મલક્ષે જીવનમાં અપનાવવાનાં છે. જેમ જેમ યથાર્થષ્ટિપૂર્વક Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સાધક-ભાવના સત્સાધન કરવામાં આવે છે, તેમ તેમ આત્માની શુદ્ધિ વધતી જાય છે અને અંતે પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થતાં મોક્ષદશાની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ. ― શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ૧૨૩ ઘરનાં કામો કરતાં કરતાં પણ માતાની દૃષ્ટિ બાળક પર રહે છે, નટ નૃત્ય કરતાં કરતાં પણ દોરડા પરની દૃષ્ટિ છોડતો નથી કે પનિહારી વાતો કરતાં કરતાં પણ બેડાની દૃષ્ટિ છોડતી નથી તેમ જગત-વ્યવહારનાં કે ધર્મવ્યવહારનાં કાર્યો કરતાં કરતાં પણ સાધકે આત્મલક્ષ રહે તેવો પ્રયત્ન કરવાનો છે. આ આત્માવલોકનની વિદ્યા શીખવા માટે પાત્રતા સહિત સત્પુરુષની સમીપ રહી તેમને સમર્પણ થવું પ્રાયે જરૂરી છે, જેથી તેઓ ‘પ્રવચન-અંજન' આંજશે, ‘કૃપાદૃષ્ટિ’ કે ‘બોધ-બીજ' આપશે અને ત્યારે જ સાધકનું કાર્ય સરશે. સંતોએ કહ્યું છે કે - . (૧) જપ તપ ઔર વ્રતાદિ સબ તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહીં સંતકી પાયી કૃપા અનૂપ. (૨) પમાડવા અવિનાશી પદ સદ્ગુરુ વિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જો અંત ચહો તો સેવો સદ્ગુરુ તનમનથી. (૩) તત્ત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલોકે આંજી જી; લોયણ ગુરુ પરમાત્ર દિએ તવ, ભ્રમ નાખે સવિ ભાંજી જી...સેવોછ (૪) ફટે અશાનકા પડદા, કટે સબ કર્મ કે બંધન, વો બ્રહ્માનંદ સંતનકા, સમાગમ મોક્ષકારી હૈ; બિના સતસંગ કે મેરે, નહીં દિલ્હો કરારી હૈ. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સામાયિક પાઠ (પ) જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ આમ વિવિધ સત્સાધનોને અંગીકાર કરીને જેમ જેમ સાધકનું જ્ઞાન-વૈરાગ્યબળ વધે અને પ્રવૃત્તિઓનું બળ ઘટે તેમ તેમ આત્મસ્થિરતાનું બળ વધતું જાય છે અને ધ્યાનની સિદ્ધિ થાય છે. (૪) કર્મસિદ્ધાંતનું યથાર્થ જ્ઞાન જ્યાં સુધી વિશ્વના પદાર્થોની વ્યવસ્થાનું સાચું જ્ઞાન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સાક્ષાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ પણ ન થાય. અહીં તો ધ્યાનની સિદ્ધિના સંદર્ભમાં, જ્ઞાનીને સ્વતત્ત્વ સંબંધી જે નિર્ણય થયો છે તેને રજૂ કરતાં કહે છે કે લાભ-અલાભ, માન-અપમાન,સગવડ-અગવડ, સુખ-દુઃખ આરોગ્ય-રોગ ઇત્યાદિના કારણરૂપ જે બાહ્ય પદાર્થો તે નિયમથી પૂર્વપ્રારબ્ધ અનુસાર આવી મળે છે તેથી તેમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરતા નથી. વળી ચિત્તમાં જે અનેક પ્રકારના સંકલ્પવિકલ્પોની ઉત્પત્તિ થાય છે તે બાબત પણ જ્ઞાની તેમને કથંચિત કર્મજનિત ભાવો જાણીને તે તે ભાવનો અપરિચય કરે છે, અનભ્યાસ કરે છે, ઉપશમ કરે છે, તે ભાવોને નિજસ્વભાવ માનતા નથી અને આ રીતે તે ભાવોનું જોર ક્રમે ક્રમે ઓછું થતું જાય છે. આમ, ક્ષીણતાને પામેલા આ વિભાવોનો પરાજય કરીને જ્ઞાની-મુનિ ધ્યાન (સામાયિક)માંઅધિક અધિક સ્થિરતાને પ્રાપ્ત કરી, કર્મોને હઠાવતા જાય છે અને અંતે પૂર્ણ નિર્વિકલ્પ સમાધિબળથી સમસ્ત સૂક્ષ્મ વિકારોનો પરાભવ કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે, જે સાધકમાત્રનું અંતિમ ધ્યેય છે. ભેદજ્ઞાનના અભ્યાસમાં અને આત્મભાવના-આત્મસ્થિરતાના પ્રયોગમાં નીચેની ગાથાઓનો ભાવ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભાવવો પરમ ઉપકારી છે : સાધક-ભાવના (હરિગીત) * (૧) હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે ! (૨) મારો સુશાશ્વત એક દર્શકશાન લક્ષણ જીવ છે; બાકી બધાં સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે, (૩) છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું. (દોહરા) (૪) ઈન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ; ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્સ્વરૂપ, (૫) વિષયમુક્ત થઈ મુજ થકી, જ્ઞાનાત્મક મુજ સ્થિત; મુજને હું અવલંબું છું, પરમાનંદરચિત. (હરિગીત) જો આત્મ જોડે એકતા, આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે, સ્ત્રી પુત્ર મિત્રો સાથની ? જો થાય જુદી ચામડી, આ શરીરથી ઉતારતાં, તો રોમ સુંદર દેહ પર પામે પછી શું સ્થિરતા ? (૨૭) વિશેષાર્થ : આત્માનું ધ્યાન પામવા માટે દેહ સહિત જગતના પદાર્થોથી ભિન્ન એવા આત્માનો નિર્ણય કરવો આવશ્યક છે. એ સિદ્ધાંત આચાર્યશ્રીએ અત્રે રજૂ કર્યો છે. જગતના સર્વ જીવોમાં, અને તેમાં પણ વિચાર કરવાની જેનામાં વિશેષ શક્તિ આવિર્ભાવ પામી છે તેવા મનુષ્યમાં, નિરંતર ‘હું’....‘હું’ એવો ભાવ ઊપજ્યા જ કરે છે. આ ‘હું’નો ભાવ શું છે, તે ક્યાંથી આવે છે, તેનું સાચું કે ખોટું સ્વરૂપ શું છે, તેનો Page #116 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૧૦૭ મારી સાથે ઔપચારિક, વ્યાવહારિક કે પારમાર્થિક શો સંબંધ છે, તેનો યથાર્થ વિચાર જે કરી શકે છે તેને પરમપદની પ્રાપ્તિ થઈ શકે સુવિચારણા-તત્ત્વભાવના-ધર્મધ્યાન : ઉપરોક્ત પ્રકારની યથાર્થ વિચારણા કરવા માટે સામાન્ય મનુષ્યને જ્ઞાની-ગુરુની આવશ્યકતા પડે છે અને સાથે સાથે પોતાનું જીવન સત્યમય, અહિંસામય અને સદાચારી બને તે માટે પુરુષાર્થ કરવો પડે છે. આ બે મુખ્ય સાધનો ઉપરાંત, પૂર્વે થયેલા અનુભવી મહાન ધર્માત્માઓએ પોતાના જીવનના નિચોડરૂપે તૈયાર કરેલાં વચનોનો (સન્શાસ્ત્રોનો) જિજ્ઞાસુવૃત્તિથી અભ્યાસ કરવો એ પણ તેને વિશેષપણે ઉપયોગી, ઉપકારી અને સહાયક બને છે. સામાન્ય વિવેક : જે વિવેકી મનુષ્ય ઘર્મરૂપી પુરુષાર્થ પ્રત્યે વળે છે તેને અવશ્ય વૈરાગ્યભાવ જન્મે છે અને જગતના વ્યવહારમાં મુખ્ય ગણાતાં એવાં ધનધાન્ય, સોનુંરૂપું, સ્ત્રી-પુત્ર, મકાન-જમીન વગેરે પદાર્થો પ્રત્યેનો તીવ્ર મોહ ઘટે છે. હવે, સાત્ત્વિક પ્રવૃત્તિઓમાં અને તેવી પ્રવૃત્તિ કરનારા સંતો, સત્સંગીઓ, ધર્માત્માઓ અને પરમાત્મામાં તેને રુચિ અને રસ જાગે છે અને આમ દૃષ્ટિ બદલાતાં ક્રમે કરીને તેની જીવનદશા પણ બદલાય છે. તેના જીવનમાં હવે સત્સંગ, સદ્વાચન, સાદાઈ, સદ્ગુણસંપન્નતા, સંતોષ અને શાંતિપ્રિયતા સહિત વિશ્વમૈત્રીનો ભાવ સહજપણે આવિર્ભાવ પામે આનાથી આગળની કક્ષામાં સૂક્ષ્મ વિવેકની જરૂર પડે છે. સ્થૂળપણે, આપણી સૌથી નજીક જે પદાર્થ જન્મથી મૃત્યુ સુધી સાથે ને સાથે જ રહે છે તેને આપણે શરીર કહીએ છીએ. આ શરીર સાથે આપણો શો સંબંધ છે. તેનો વિચાર માત્ર સૂક્ષ્મ વિવેકી પુરુષ ! Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સાધક-ભાવના જ કરી શકે છે. સાસ્ત્રથી, સુયુક્તિથી, સત્સંગથી અને સ્વાનુભવથી આ બાબતનો અંતિમ નિર્ણય થવો તે જ આત્મસાક્ષાત્કાર છે, પરમાત્મદર્શન છે, આત્મદર્શન છે, પરમાર્થસત્યની અનુભૂતિ છે. નીચે પ્રમાણે વિવેકી પુરુષ અનુચિંતન કરે છે (૧) શરીર રૂપી છે. તેને મૃત્યુ સમયે છોડીને ચાલ્યું ગયું તે તત્ત્વ કયું ? (૨) ચેતન-તત્ત્વ ચાલ્યા ગયા પછી ઇન્દ્રિયો જાણી, જોઈ શકે ખરી ? (૩) એક જ કુટુંબના મનુષ્યોમાં ક્રોધ, અભિમાન, લોભ વગેરેની માત્રા કેમ આટલી બધી જુદી જુદી દેખાય છે ? (૪) સુરૂપતા-કુરૂપતા, રોગીપણું, ગરીબાઈ, અમીરાઈ, યશ-અપયશ, મૂર્ખતા-વિદ્વત્તા, સફળતા-નિષ્ફળતા, અલ્પાયુષ્ય-દીર્ધાયુષ્ય, આ બધું આકસ્મિક છે કે કોઈ નિયત નિયમને અનુસરે છે ? (૫) પૂર્વે અનેક મહાજ્ઞાનીઓએ જગતના કોઈ પણ પદાર્થોનું અવલંબન લીધા વિના શાશ્વત આનંદ પ્રાપ્ત કર્યો, તેનું રહસ્ય શું? અર્થાત્ તે ક્યાંથી આવ્યો? (૬) સર્વ પ્રકારે સાચવવા છતાં આ શરીર ભરયુવાવસ્થામાં પણ કેમ બગડી જાય છે અથવા નાશ પામે છે? (૭) ઘડપણમાં પણ તૃષ્ણા વૃદ્ધિ પામીને કેમ મનુષ્યને સતાવે છે? આ અને આવા બીજા ગૂઢ રહસ્યમય વિચારોનો પૂર્વસંસ્કારોના બળથી, સત્સંગથી, ગુરુગમથી, સલ્ફાસ્ત્રોના અર્થના ઊંડા ચિંતનમનનથી અને નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિથી જે તાગ મેળવે છે તેને દેહથી જુદો, સદાય ટકનારો અને જ્ઞાન-આનંદનો અખૂટ ભંડાર હું પોતે જ છું એવો એક અબાધિત, પ્રત્યક્ષ, અપરોક્ષ અનુભવ થાય છે. અને તેવો પુરુષ ક્રમે કરીને નિઃશંક, નિર્ભય, નિઃસંગ Page #118 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૧૦૯ અને મુક્ત થાય છે. આ ઉપર કહ્યો તેવો ક્રમ વિવેકી પુરુષો અવશ્ય આરાધે છે અને પરમ આનંદને પામીને મનુષ્યભવને સંપૂર્ણપણે સફળ કરે છે તેથી છેલ્લી બે લીટીમાં આચાર્યશ્રી દૃર્શત આપીને સમજાવે છે કે જેમ ચામડીનાં છિદ્રો - રોમરાજી ચામડી નીકળી ગયા પછી શરીર પર ટકી શકતાં નથી, તેવી રીતે જે મહાપુરુષને દેહ પ્રત્યેની મમતા નષ્ટ થાય છે તેને દેહના સંબંધે રહેલા એવા જગતના અનેકવિધ વિચિત્ર પદાર્થો પ્રત્યેની મમતા પણ ક્રમે કરીને નષ્ટ થઈ જાય છે અને તેને નિર્મોહીપણાની - સમાનતાની પ્રાપ્તિ થઈ જાય છે અને તેને જ પરમ સામાયિક કહ્યું છે. સંતોએ પણ આ વાત આપણને બોધી છે. (દોહરા) (૧) કીર-નીરવતુ જો જુદાં દેહદેહી એક સ્થાન; દારાદિની શું કથા? પ્રગટ જુદાં તે જાણ. – શ્રી પદ્મનંદિ પંચવિંશતિ, ૯૪૯ મેરો હૈ ઇક આતમ તામે મમત જુકીનો, ઔર સબૈ મમ ભિન્ન જાનિ સમતારસ ભીનો; માતા પિતા સુત બંધુ મિત્ર તિય આદિ સબૈ યહ; મોરૈ ન્યારે જાનિ યથારથ રૂપ કર્યો ગહ. – સામાયિક પાઠ, ૧૫ (૩) શ્રી ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી. અને દેહ-સ્ત્રી-પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. – શ્રીમદ્ રાજચંદ્ર, ૬૯૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ સાધકનેમાના ૧૧૦ આ વિશ્વની કો વસ્તુમાં, જો સ્નેહબંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચકમાં, ચેતન વધુ ભટકાય છે; મુજ મન વચન ને કાયનો, સંયોગ પરનો છોડવો, શુભ મોલાના અભિલાષનો, આ માર્ગ સાચો જાણવો. (૨૮) શબ્દાર્થ જગતના કોઈ પણ પદાર્થમાં જો રાગ (આદિ)નો સંબંધ થાય છે, તો (આ) ચેતન આત્મા જન્મમૃત્યુના ચકરાવામાં ફર્યા કરે છે. ઉત્તમ એવા મોક્ષપદને પામવા માટે શરીર, વચન અને મનના તરંગોરૂપી સંજોગો છોડવા એ જ સાચો માર્ગ છે. વિશેષાર્થ : સાચા ધ્યાનનો અભ્યાસ કરીને સમતાની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તે વિષયની વિચારણા ચાલે છે. આ વાત સર્વ આર્યધર્મોને સમ્મત છે કે જીવ પોતે કરેલા કર્મબંધનના ફળરૂપે ચાર ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. જીવને કર્મોનું બંધન કયાં કારણોથી થાય છે તેનાં પાંચ કારણોમાં મુખ્ય કારણ જે રાગદ્વેષાદિ ભાવો તેને અહીં આચાર્યશ્રી “સ્નેહબંધ' શબ્દ દ્વારા જણાવે છે. જેવી રીતે ભૌતિક જગતમાં ચુંબકીય ક્ષેત્રમાં આવેલી સોય ચુંબકને ચોંટી જાય છે તેવી રીતે આત્મા રાગદ્વેષાદિ ભાવો કરે તો સૂક્ષ્મ કર્મ-પરમાણુઓ, તે ભાવોને અનુરૂપ – કર્મસિદ્ધાંતના નિયમો અનુસાર તે આત્માને અવશ્ય ચોંટી જાય છે. આત્માને ચોટેલાં તે કર્મો જ્યારે ફળ આપે છે ત્યારે તે આત્માને શરીર ધારણ કરવું પડે છે અને આધિ-વ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા મરણ આદિ અનેક પ્રકારનાં દુઃખોને ફરજિયાત ભોગવવાં જ પડે છે. હા, માત્ર તફાવત એટલો છે કે જ્ઞાની પુરુષો સમભાવ રાખીને તે કર્મોના ફળને વેદે છે તેથી આત્મોન્નતિને પંથે આગળ વધે છે, જ્યારે જગતનાં સામાન્ય મનુષ્યો કર્મના ઉદયની વેળાએ સ્નેહ અને દ્વેષના ભાવો કરીને ખેદખિન્ન Page #120 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૧૧૧ થાય છે અને અનેક પ્રકારનાં ગાઢ કર્મોનું બંધન કરે છે. છેલ્લી બે પંક્તિમાં આચાર્યશ્રી ઉચ્ચ કક્ષાના સાધકની ભાવના અને પુરુષાર્થ વ્યક્ત કરે છે. તેઓ અહીં એમ આજ્ઞા કરે છે કે જેણે સમતાને સાધવી હોય તેણે પ્રથમ તો મોક્ષની અભિલાષાને દૃઢ કરવી જોઈએ. હવે, હકીકત એ છે કે જ્યાં સુધી દુનિયાના પદાર્થોનો, પ્રસંગોનો, પ્રકારોનો અને વ્યક્તિઓનો સંયોગ-સંબંધ વહાલો લાગે ત્યાં સુધી આત્મજ્ઞાનાદિનાં બાહ્ય કારણો એવાં સગુરુ- સત્સાસ્ત્ર આદિ પ્રત્યે તથારૂપ ભાવ આવે નહિ. જ્યાં સુધી સદગુરુના બોધથી સ્વ-પરનો, જડ-ચેતનનો, સારાસારનો વિવેક યથાર્થપણે જાગે નહિ ત્યાં સુધી આત્મતત્ત્વની શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ કેવી રીતે થવા સંભવે? તેથી અહીં સૂક્ષ્મ બોધના દાતાર એવા શ્રી ગુરુ કહે છે કે : (૧) જડ-પરમાણુઓના સમૂહરૂપ, આત્મા સાથે લાગેલા અને એકક્ષેત્રાવગાહે રહેલા એવા આ શરીરને હે ભવ્ય જીવ ! તું પરરૂપ જાણીને તેનો મોહ અને રાગ છોડી દે, છોડી દે. તે રૂપી છે, સ્પર્શ-રસ-ગંધ-વર્ણના ગુણોવાળું અને પળમાં વણસી જનારું છે, માટે તેના સંયોગ-સંબંધને પર રૂપે જ જાણ, માન અને અભ્યાસ. (૨) વચનપ્રવૃત્તિનું માધ્યમ એવી ભાષા અને કલ્પનાઓનું માધ્યમ એવું દ્રવ્ય) મન-આ બન્નેનો સમાવેશ, વીતરાગ-વિજ્ઞાનમાં, જડ (પુદ્ગલ) પદાર્થોમાં કરેલ છે. જેટલા જેટલા જડ પદાર્થો છે તે બધા આત્માને માટે માત્ર સંયોગરૂપ છે, માટે પર-સ્વરૂપ છે, માટે હેય છે અને તેથી તે સર્વપદાર્થોનો અપરિચય કરવો, ત્યાગ કરવો એ જ અસંગપદની પ્રાપ્તિનો ઉપાય જ્ઞાનીઓએ દીઠો છે. જ્ઞાનીઓએ અનુભવેલો અને ઉપદેશેલો સર્વ સંયોગોનો, પરપદાર્થોનો અને પરભાવોનો ત્યાગ તે જ નિજભાવને-શુદ્ધભાવને નિર્વિકલ્પ Page #121 -------------------------------------------------------------------------- ________________ સાધક ભાવના સ્વઉપયોગને પ્રાપ્ત કરવાનો ઉપાય છે. પ્રથમ સાધના નિષેધાત્મક અને બીજી સાધના વિધેયાત્મક છે. આ સાચા માર્ગને જાણીને જ્ઞાનીજનો તેનું શુદ્ધબુદ્ધિથી અનુસરણ કરે છે. ૧૧૨ (હરિગીત) સંસારરૂપી સાગરે જે, અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા, તોડ સંયમ જોરથી, વળી બાહ્યથી આત્મા છે જુદો, ભેદ મોટો જાણવો, તલ્લીન થઈ ભગવાનમાં, ભવપંથ વિકટ કાપવો. (૨૯) શબ્દાર્થ : વાસનાની જાળ (જીવને) સંસારરૂપી સમુદ્રમાં અને અધોગતિમાં લઈ જાય છે, તેને હે પ્યારા (સાધક) ! તું સંયમના બળથી તોડ. વળી આત્મા બહારના પદાર્થોથી જુદો છે આ મોટો ભેદ છે. (માટે) પરમાત્મામાં તલ્લીન થઈને વિકટ (એવો) આ જીવનપંથ વિતાવવો. વિશેષાર્થ : સાધકે પોતાના જીવનમાં સમતાની પ્રાપ્તિ કેવી રીતે કરવી તે વિષય અત્રે પ્રસ્તુત છે. જીવનમાં કોઈ પણ કાર્ય વારંવાર કરવાથી તેની ટેવ પડી જાય છે. આ ટેવ સારી પણ હોઈ શકે છે અને હાનિકારક પણ હોઈ શકે છે. સામાન્ય મનુષ્ય આ ભવમાં અને આગલા ભવોમાં ઇન્દ્રિયોના પદાર્થોમાં લુબ્ધ થઈ જવાની ટેવ પાડેલી છે, જેને જ્ઞાનીઓ વાસનાના સંસ્કાર કહે છે. ચાલુ ભાષામાં આને ‘Force of habit' અથવા ‘વ્યસનથી લાચાર છું.'' ઇત્યાદિ શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. - જે મનુષ્ય કલ્યાણના માર્ગે આગળ વધવા માગે છે તેણે આવા કુસંસ્કારના બળનો દૃઢતાથી પ્રતિકાર કરવો પડશે. આ માટેનું સાધન સાચું જ્ઞાન અને બળવાન સંકલ્પ કરવો તે છે. સત્સંગના યોગે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સામાયિક પાઠ સદ્ધોધ ગ્રહણ કરવાથી ખ્યાલ આવે છે કે, ઇન્દ્રિયના વિષયો આપણને સાચું સુખ આપી શકતા નથી; માત્ર મોહપાશમાં નાખીને,વિકારોની ઉત્પત્તિ કરાવી નવાં કર્મોના બંધનનો જ હેતુ બને છે. આ બાંધેલાં કર્મો ફરી પાછાં ઉદયમાં આવતાં મનુષ્યને ચાર ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકીને દુઃખો જ સહન કરવો પડે છે અને અધોગતિમય જીવન જીવવું પડે છે. ઈન્દ્રિયોની ગુલામીમાંથી છૂટીને સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે આચાર્યશ્રી અત્રે પ્રેરણા કરે છે. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી જેણે વિષયોને દુઃખરૂપ નક્કી કર્યા છે તેવો પુરુષ, ઈન્દ્રિયોના વિષયોમાં જતાં મનને વિવેકપૂર્વકના બળ દ્વારા પાછું વાળીને પરમાત્મામાં અને સદ્ગમાં લગાડીને પવિત્ર કરે છે; અને ક્રમે કરીને શુદ્ધ ચૈતન્યરૂપ એવા પોતાના આત્મામાં સ્થિર કરવાનો અભ્યાસ કરે છે. આમ આત્મજાગૃતિથી, ધીરજથી, સહનશીલતાથી, વૈરાગ્યથી અને સદ્ગુરુની આજ્ઞાના આરાધન દ્વારા પ્રગટાવેલા સંકલ્પબળથી સંયમને ક્રમે ક્રમે સિદ્ધ કરે છે. ભેદજ્ઞાન અને પરમાત્મામાં લીનતા એવો સિદ્ધાંત છે કે જે વ્યક્તિ કે વસ્તુમાં પોતાપણાની માન્યતા હોય તે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે ચિત્તવૃત્તિ ખેંચાય છે અને કથંચિત તેમાં તલ્લીન પણ થઈ જાય છે. તેથી પરમાત્મામાં લીન થવા માટેની પ્રાથમિક શરત એ છે કે જગતના સમસ્ત જડ અને ચેતન પદાર્થોથી પોતે જુદો છે એવો નિર્ણય સાધક કરે. વિનય-સરળતા સંતોષાદિ સદ્ગુણોથી વિભૂષિત એવો રૂડો સાધક સદ્દગુરુના બોધને યથાર્થપણે ગ્રહણ કરીને જગતના સમસ્ત પદાર્થોથી, સૂક્ષ્મ એવા કર્મ-પરમાણુઓથી અને કર્મના ફળના નિમિત્તથી થતા ક્રોધાદિ પરભાવોથી જુદા એવા શુદ્ધ-બુદ્ધ સહજજ્ઞાનાનંદ Page #123 -------------------------------------------------------------------------- ________________ સાધકભાવના સ્વભાવવાળા પોતાના સ્વરૂપનો શબ્દથી, અર્થથી અને વેદનથી નિર્ણય કરે છે અને આ જ ભેદજ્ઞાન કહેવાય છે. સ્વપર-વિવેકશાન કહેવાય છે. જેમ કોઈ મોટા અને ઊંચા પર્વતની ટોચ ઉપર વીજળી તૂટી પડે અને તેમાં ઉપરથી નીચે સુધી મોટી ફાટ પડી જાય તેમ આ ભેદજ્ઞાનની સિદ્ધિ થવાથી જગતના સમસ્ત પદાર્થો પ્રત્યેની રુચિ વિરામ પામે છે અને ચિત્ત વારંવાર નિજ સ્વરૂપ' પ્રત્યે વળવા લાગે છે. યથા जायन्ते विरसा रसा विघटते गोष्ठी कथा कौतुकम् शीर्यन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरेऽपि च । जोषं वागपि धारयत्यबिरतानन्दात्मशुद्धात्मनः ૧૧૪ चिन्तायामपि यातुमिच्छति समं दोषैर्मनः पञ्चताम् ॥ પદ્મનંદિ પંચવિંશતિ, ૧૫૪ - એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મામાં (નિજ-શુદ્ધ આત્મામાં) એકાગ્ર થવાનો પ્રયત્ન તે જ જ્ઞાનીજનોનું ધ્યાન છે, સામાયિક છે, સમતા છે. આ સાધનાની સિદ્ધિ માટે અનેક પ્રકારે ઉદ્યમ કરવાની જરૂરિયાત છે. આખા દિવસ દરમિયાન વારંવાર પરમાત્માનું સ્મરણ કરવાની ટેવ પાડવી જોઈએ. આખો દિવસ પરમાત્માનું સ્મરણ કર્યું હોય તો ધ્યાનમાં બેસતાં ચિત્તવૃત્તિ સહેલાઈથી એકાગ્ર થાય છે; અને સમાધિની પ્રાપ્તિ થઈ શકે છે. જે વિવેકી મનુષ્ય પરમાત્મસ્મરણનો અભ્યાસ સિદ્ધ કરે છે - Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સામાયિક પાઠ તેને પરમાત્મપદની પ્રાપ્તિ દૂર રહેતી નથી. જ્ઞાનીઓએ તેનો જ ઉપદેશ કર્યો છે. (હરિગીત) તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. – શ્રી સમયસાર જૂગટિયા મન જૂગટું, ને કામીને મન કામ, આનંદઘન પ્રભુ, વિનવે, એમ ઘરો પ્રભુકા ધ્યાન. – શ્રીમદ્ આનંદઘનજી મહારાજ સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તદ્ ધ્યાન મહીં, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ તે, વર તે, જય તે. – શ્રીમદ્ રાજચંદ્ર (હરિગીત) કર્મો કર્યા જે આપણે, ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ, માર્ગ એકે છે નહિ. પરનું કરેલું કર્મ જો, પરિણામ આપે મુજને, તો મુજ કરેલા કર્મનો સમજાય નહિ કંઈ અર્થને. (૩૦) સંસારનાં સૌ પ્રાણીઓ, ફળ ભોગવે નિજ કર્મનું. નિજકર્મના પરિપાકનો, ભોક્તા નહિ કો આપણું લઈ શકે છે અન્ય તેને, છોડ એ ભ્રમણા બૂરી, પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થા, તુજ આત્માનો આશ્રય કરી. (૩૧) વિશેષાર્થ : જીવને કઈ રીતે કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે તે વાત અત્રે આચાર્યશ્રી સમજાવે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સાધક-ભાવના ભૂતકાળમાં અન્નાનાદિને વશ થઈને આપણે જે જે કર્મો કર્યા, રાગાદિ ભાવોથી આપણા આત્માને મલિન કર્યો તેના ફળરૂપે, તે ભાવોને અનુરૂપ કર્મોના પરમાણુઓ આપણને ચોંટી ગયેલ છે. જ્યાં સુધી તે કર્મોને જ્ઞાનપૂર્વકના તપાદિ દ્વારા બાળી નાખવામાં ન આવે ત્યાં સુધી તે કર્મો આત્માથી છૂટાં પડતાં નથી. હવે જ્યારે એ બાંઘેલાં કર્મોનો ઉદયકાળ આવે છે ત્યારે તે ઉદયને ત્રણ લોકની કોઈ પણ સત્તા રોકી શકતી નથી. ઉદયમાં આવેલાં તે કર્મો જ્ઞાનીને પણ ઉદયમાં આવે અને અજ્ઞાનીને પણ ઉદયમાં આવે છે. અજ્ઞાની જીવો તે કર્મોના સુખ દુઃખરૂપી ફળને પોતારૂપે માને છે અને અનુભવે છે તેથી તેઓ સુખી-દુઃખી થઈ સંસારપરિભ્રમણ કરે છે. જ્ઞાની જીવો, કર્મના ઉદયને પોતાનું સ્વરૂપ માનતા નથી. તેથી તેનાથી જુદા પડીને સમતાભાવમાં રહે છે અને સુખદુઃખરૂપે પરિણમતા નથી. કર્મના ઉદયના કાળે આત્મજાગૃતિપૂર્વક રહેવા માટેનું ભેદજ્ઞાનનું બળ તેઓ કેળવે છે અને તેથી સમતામાં રહી પૂર્વકર્મોને ખપાવે છે અને આમ તેઓ સંસારપરિભ્રમણનો નાશ કરે છે. હવે, કર્મનો બીજો સિદ્ધાંત કહે છે કે જે જીવે જેવા ભાવે કર્મ બાંધ્યું હોય, તે જ જીવને તે કર્મ, તેવા ભાવે સામાન્ય પણે ઉદયમાં આવે છે. કોઈ માણસ કર્મ કરે અને બીજાને બંધન થાય કે ઉદયમાં આવે એવો ગોટાળો કર્મના સિદ્ધાંતમાં કદાપિ થતો જ નથી. કદાચ કૉપ્યુટરની ભૂલ થાય પણ અહીં વિશ્વની પરમાર્થ-વ્યવસ્થામાં તો ભૂલ થતી જ નથી. જો એવી ભૂલ થઈ જાય તો તો કોઈના પાપથી કોઈ દુઃખી થાય અને કોઈના સત્યુષાર્થથી કોઈનો મોક્ષ થાય. આમ બનતું જ નથી. વીતરાગવિજ્ઞાનમાં જણાવેલી વ્યવસ્થા યથાસ્થિતપણે ત્રણેય કાળે આ વિશ્વમાં જયવંત છે. આપણી અલ્પબુદ્ધિથી આપણને ફેરફાર લાગે, પણ તત્ત્વદૃષ્ટિથી જોતાં તેમાં Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સામાયિક પાઠ સંપૂર્ણ સુવ્યવસ્થા છે. કર્મસિદ્ધાંતનું યથાર્થ જ્ઞાન જેને સદ્ગરગમ દ્વારા થાય છે, તેની બ્રાન્તિ ભાંગી જાય છે અને સાચા જ્ઞાનનો ઉદય થતાં આત્મદર્શન અને આત્મસમાધિનો તેને લાભ થયા વિના રહેતો નથી. જે જીવે જે કર્મ બાંધ્યું હોય તે કર્મનું ફળ તેને જ ભોગવવું પડે છે. આપણે કરેલા કર્મનું ફળ આપણે જ ભોગવવું પડે, તેના ઉદયકાળે તેમાં બીજા લોકો ભાગ પડાવવા આવી શકતા નથી. આવું પરમાર્થસત્ય જે ભવ્ય પુરુષના હૃદયમાં સારી રીતે સમજાઈ જાય છે, તે મહાન ઘર્માત્મા બની જાય છે; નિઃશંક, નિર્ભય, નિઃસંગ અને નિર્વિકલ્પ થઈ સમસ્ત વિશ્વના પ્રપંચોથી રહિત બની પોતાના આત્માના સાતિશય જ્ઞાન-આનંદનો અનુભવ કરી શકે છે. એને જ પ્રાપ્ત કરવા હવે આચાર્યશ્રી પ્રેરણા અને આજ્ઞા કરે છે. પ્રભુતા એટલે મોટાઈ. અહીં પ્રભુતાનો અર્થ છે જ્ઞાન-આનંદ-ઐશ્વર્યાદિ અનેક ગુણોથી વિભૂષિત એવા પરમાત્મા. વળી પરમાત્મામાં ગુણો જેવા વર્તમાનમાં પ્રગટ છે તેવા જ ગુણો સાધક આત્મામાં અપ્રગટ રૂપે-શક્તિ-રૂપે રહેલા છે. જો હવે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને વિશેષે કરીને એકાગ્રતાનો ધ્યાનનો) અભ્યાસ કરવામાં આવે તો તે શક્તિરૂપે રહેલા ગુણો વ્યક્તિરૂપે પ્રગટે. આત્માનું પોતાનું સાચું સ્વરૂપ સદ્ગુરુ પાસેથી જાણીને, પાત્રતા પ્રગટ કરીને, આત્મામાં એકાગ્ર થવાનો – આત્માનો આશ્રય કરાવાનો – પુરુષાર્થ તું કર એવી આચાર્યશ્રી આપણને આજ્ઞા કરે છે. આમ, આત્માના કર્તા-ભોક્તા-પણાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને, બધી કલ્પનાઓને બાજુમાં મૂકીને આત્મત્વ પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો સૌને માટે હિતકર છે, એમ અહીં કહ્યું. વિશેષ નોંધઃ સામાન્ય સાધકોને શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્રની ૭૧થી ૮૬ ગાથાઓ મનનપૂર્વક વાંચવાથી ઘણો લાભ થશે, આત્માનું કર્તા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભોક્તાપણું સારી રીતે સમજાશે. (હરિગીત) શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી, ગુણ અસીમ છે આપના, આ દાસ તારો હૃદયથી, ગુણ ગાય તુજ સામર્થ્યના. પ્રગટતા જો ગુણ બધા, મુજ આત્મમાં સદ્ભાવથી, શુભ મોક્ષને વરવા પછી, પ્રભુ વાર ક્યાંથી લાગતી ? (૩૨) શબ્દાર્થ : પરમાત્માના ગુણો અનંત અને ન કળી શકાય તેવા છે. આમ છતાં શ્રી અમિતગતિ આચાર્ય કહે છે કે, હે પ્રભુ ! તારો આ સેવક તારા માહાત્મ્યના ગુણો ભાવપૂર્વક ગાય છે. જો સાચા ભાવથી આત્માના બધા ગુણો પ્રગટ થાય છે તો પછી ઉત્તમ એવા મોક્ષને પ્રગટતાં, હે પ્રભુ ! હવે શું વાર લાગવાની છે ! સાધક-ભાવની વિશેષાર્થ : પરમાત્માના અચિંત્ય માહાત્મ્યના કથન દ્વારા તથા ઉત્તમ ભાવનાથી આત્મગુણો અનો મોક્ષ પ્રગટે છે એમ કહી આચાર્યે મૂળ સામાયિક-પાઠનો અહીં ઉપસંહાર કર્યો છે. હે પ્રભુ ! આપના ગુણોનો અંત નથી. આપ પ્રગટ પૂર્ણ શુદ્ધ આત્મા છો, અને આપના બધાય ગુણો સોળે કળાએ પ્રગટ્યા છે જેથી એક એક ગુણ લઈને તેનું વર્ણન કેવી રીતે કરું ? અને ક્ તો તેનો પા૨ પણ કેવી રીતે આવે ? વળી મારાં બળ-બુદ્ધિ-આયુષ્ય તો અલ્પ છે, તે, આપના અગમ-અગોચર-અલખ અતીન્દ્રિયઅલૌકિક સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરી શકે ? આમ હોવા છતાં તારું જ દાસપણું સ્વીકાર્યા સિવાય અને સાચા ભાવપૂર્વક તારી ભક્તિ કરવા સિવાય મારી પાસે આ કાળે બીજો શો ઉપાય છે ? પ્રખર પ્રજ્ઞા, ઉગ્ર તપ, ઉત્કૃષ્ટ સંયમ કે એવાં બીજાં તત્કાળ-મોક્ષદાયક સાધનોમાં પ્રવર્તવાની મારી શક્તિ નથી. તેથી તારી સત્યાર્થ ભક્તિ જ મને ઉત્તમ પદની પ્રાપ્તિ કરાવશે એવી મારી દૃઢ માન્યતા છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૧૧૯ કહ્યું છે કે : કસોટું – પ્રથમ જગતના પદાર્થોથી ઉદાસીનતા. હાસોટું – પછી પ્રભુ-ગુરુની સાચી શરણાગતિ. સોડદું – પછી પ્રભુતુલ્ય નિજશક્તિનું જ્ઞાન. હું :- પછી પ્રભુ-તુલ્ય નિજ સ્વરૂપનો સાક્ષાત્કાર. (૨) કળિયુગમાં ધોરી માર્ગ છે જિન પરમાત્મા ! આપે મુક્તિ માટે જે ચારિત્ર બતાવ્યું છે, તે ખરેખર મારાથી આ પંચમકાળમાં પાળી શકાતું નથી; તેથી પૂર્વોપાર્જિત પુણ્યથી મને આપનામાં જે દૃઢ ભક્તિ છે તે જ મને સંસારસાગરથી પાર ઉતારવા નાવ સમાન છે. – શ્રી પદ્મનંદિપંચવિશંતિ, ૯૩૦ (૩) સર્વોપરી સાધન ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય થયો છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. – શ્રીમદ્ રાજચંદ્રજી, ૨૦૧ હવે આગળની પંક્તિઓમાં મોક્ષની ઉત્પત્તિનું પરમાર્થ કારણ સમજાવે છે. મોક્ષ આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા છે. જેમ જેમ સાચી સાધના દ્વારા આત્માનો વિકાસ થતો જાય છે તેમ તેમ આત્માના ગુણોને ઢાંકનારાં કર્મરૂપી આવરણો દૂર થતાં જાય છે. અને જેમ જેમ આત્માના ગુણો પ્રગટતા જાય છે તેમ તેમ તેની શુદ્ધ દશા પ્રગટતી જાય છે, અને આત્મા મુક્તિના માર્ગમાં આગળ વધતો જાય છે, તેથી આચાર્યદવ કહે છે કે હું તો મારા આત્માને સદ્ભાવનાથી, આત્મભાવનાથી, તત્ત્વભાવનાથી ભાવિત કરું છું કારણ કે આ ભાવનાના દૃઢ સંસ્કાર થતાં શુદ્ધ આત્માનું નિર્વિકલ્પ ધ્યાન લાગે છે અને જો આવું ઉત્તમ-શુકલ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સાધક-ભાવના ધ્યાન લાગે તો પછી મોક્ષદશા ઉત્પન્ન થવામાં શું વાર લાગે? અર્થાતુ. ભાવના ભવનાશિની છે. કહ્યું છે: (૧) ભાવે જિનવર પૂજીએ, ભાવે દિજે દાન, ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. (૨) આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. આમ સગુણોનો જીવનમાં વિકાસ કરે અને તત્ત્વદૃષ્ટિ કેળવી સતત આત્મભાવનાનો અભ્યાસ કરે તે જીવને ત્વરાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે, એમ જણાવી હવે આચાર્યશ્રી સામાયિક-પાઠની પૂર્ણાહુતિ કરતાં અંતમંગળરૂપી આર્શીવચન કહે છે. (દોહરા). બત્રીસ ચરણનું આ બન્યું, મંગળ સુંદર કાવ્ય; અનુભવતાં એક ધ્યાનથી મોક્ષગતિ જીવ જાય. સ્વ અને પર-એમ જગતના સર્વ જીવોને પરમ મંગળ કરનારું એવું બત્રીસ હરિગીત છંદનું આ કાવ્ય બન્યું છે તેમાં સમસ્ત શાસ્ત્રોના સારરૂપ “સમતા”નો અભ્યાસ કેવી રીતે કરવો તે અનુભવથી સિદ્ધ કરીને બતાવ્યું છે. જે ભવ્ય જીવો તેને શબ્દથી, અર્થથી અને વેદનથી યથાર્થપણે જાણશે તેમને અનંતજ્ઞાન, અનંત આનંદરૂપ મોક્ષપદની પ્રાપ્તિ થશે. ૐ. એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે, થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે. મારું જીવ્યું સફળ તવ લેખું રે. મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવન દોરી અમારી રે. Page #130 -------------------------------------------------------------------------- ________________ અમૂલ્ય તક માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. આવો અવસર નહીં આવે ફરી વાર, નહીં આવે ફરીવાર. સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ ભળ્યો. આવો અવસર. (૧) માનવનો જન્મ છે, મુક્તિનું બારણું મહાવીરનો ધર્મ છે, મુક્તિનું બારણું સુંદર આ દેહ મળ્યો, ગુરુવરનો સ્નેહ મળ્યો. આવો. (૨) માનવના જન્મને દેવતાઓ ઝંખતા. સ્વર્ગના વિલાસ એને ઘણીવાર ડંખતા પ્રેમનો પ્રકાશ મળ્યો, ઉરનો ઉજાસ મળ્યો. આવો. (૩) જન્મને સુધારવો એ છે માનવીના હાથમાં ધર્મનો પ્રકાશ છે, માનવીની સાથમાં. રૂડો અવસર મળ્યો, જિનવરનો ઘર્મ મળ્યો. આવો.. (૪) પ્રણિપાત સ્તુતિ હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે, અનંતકૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #131 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધાત્માની શુદ્ધાત્માને અરજ અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. હે પરમેશ્વર ! શુદ્ધાત્મા ! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય ! મારા હૃદયમાં આવ. હે શીલના સ્વામી ! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તે આપ્યું છે તે હું ન ચાહું. તું નિષ્પાપ, પૂર્ણપવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી મારાં પાપ ધો. હે આનંદ ! મને આનંદથી ભરપૂર કર. મને તારી તરફ ખેંચ હે દેવ ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે ? હું પાપમાં બૂડી રહ્યો છું. હર ઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારું કંપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા અને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. તારી સર્વ આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું માટે દર સમય મને બચાવ. પડવા ન દે. મને તારામાં રાખ. તું મારામાં રહે. તારી કૃપાનજર થઈ તે પૂરી કર. તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી Page #132 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાઠ ૧૨૩ મને બહાર ન મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝિલાવ. તારો સર્વ મહિમા મને દેખાડ. તું આનંદ છે, તું પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તે નિર્ભય છે, તું એક, શુદ્ધ અને નિત્ય છે, તું અબાધિત છે; તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર. દૈહિક કામનાથી અને વિશ્વની બીકથી મારા દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વ વિદો દૂર કર, જેથી સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું. મારી સર્વ શુભેચ્છા તારા વચનપસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર, મને જૂઠા હઠવાદથી અને જૂઠા ઘર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ. તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ. તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં. કોઈને દુઃખનું કારણ ન થાઉં માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશાં બચાવ. Page #133 -------------------------------------------------------------------------- ________________ - જે છું ૪ { v $ s ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. '૧૬. સંસ્થાનાં પ્રકાશનોની સૂચિ ગુજરાતી પ્રકાશનો ચારિત્ર સુવાસ.. •••••••••••••.૧૫. આપણો સંસ્કાર વારસો. .............. .................૧૬.૦૦ યોગ, સ્વાથ્ય અને માનવ મૂલ્યો.. ..........૧૫.૦૦ તીર્થસૌરભ.......... .............૨૦.૦૦ શ્રીમદ્ રાજચંદ્રની જીવન સાધના......... ............૧0.00 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (અનુપલબ્ધ).............. ..................૨૫.૦૦ પુષ્પમાળા...................... .................૦પ.00 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-હસ્તલિખિત............... ...................૧૦.૦૦ સાધક-સાથી..... ............... .૪૦.૦૦ સાધના સોપાન... ....................૧૦.૦૦ સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ.. .................૪૦.૦૦ અધ્યાત્મ જ્ઞાન પ્રેવેશિકા. •••••••••••••• .............૧૦.૦૦ બોધસાર... ..................૦પ.00 સાધક ભાવના...................... ...................૧૬.૦૦ અધ્યાત્મ પાથેય... .૧0.00 અધ્યાત્મ પંથની યાત્રા............... .................૨૦.00 રત્નકરંડ શ્રાવકાચાર (અનુપલબ્ધ)........ બારસ અણુંખા (અનુપલબ્ધ)... દૈનિક ભક્તિક્રમ.. .૪0.00 ભક્તિમાર્ગની આરાધના....... ............. ૨૨.00 રાજવંદના...................... ................૦૫.00 બૃહદ્ આલોચનાદિ સંગ્રહ....... લાવનાર સંગ્રહ.. ................. ૧0.00 દિવાળી-પુસ્તિકાઓ... ................08.00 અંગ્રેજી પ્રકાશનો Aspirant's Guide................ ........25.00 Adhyatma-Gnan-praveshika.. 05.00 Prayer and its Power................ .....................30.00 Jain Approach to self-Realization.................... 30.00 Our Cultural Heritage............. 30.00 Diwali-Booklets..... ..05.00 Atmasiddhi.............. . 60.00 હિન્દી પ્રકાશનો અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા.... ...૦૮.૦૦ ચારિત્ર સુવાસ ... ........૧૮.૦૦ ૧૭. ૧૮. ૧૯. ૨૧. 1. tion o ૨. Page #134 -------------------------------------------------------------------------- ________________ કે સમતા હું, ના જે બકે છે , * નો સિત્ર . " wત્મ ના થાના કેન્દ્ર, ત્મિક સાધના Sele 5 કાબા-છે ke પ્રીમદ્ રાજચં 382007 શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા. જિ. ગાંધીનગર-૩૮૨૦૦૦ (ગુજરાત) ફોન : 23276219, 23206483-84 ફેક્સ : 23276142