________________
૨૦
સાધક-ભાવના જ્યાં અગ્નિસંસ્કાર આપવામાં આવે છે અને જ્યાં “અવગતે ગયેલા જીવો ભૂતપિશાચ તરીકે રખડતા-ભમતા માનવામાં આવે છે. તેવી સ્મશાનભૂમિઓ અને સિંહ, વાઘ, ગેંડા વગેરે વિવિધ પ્રકારનાં હિંસક પશુઓથી ભરપૂર અને સૂર્યનો પ્રકાશ પણ પૃથ્વી પર ન પહોંચે એવી ગીચ ઝાડીના ઝુંડો અને વૃક્ષોવાળાં જંગલો વગેરે સ્થળો લોકોને ભય ઉપજાવવાનાં મુખ્ય સ્થાનો છે. આવાં મહાભયંકર સ્થાનોમાં જવાનો મને પ્રસંગ પડે તોપણ હું ભયભીત ન થાઉં કારણ કે અજર-અમર અને સદાય શાન-સ્વભાવે રહેવાની શક્તિવાળા એવા મારા આત્માને હું કોઈથી પણ ભય પામવા યોગ્ય માનતો નથી. મારા આવા અવિનાશી નિજતત્ત્વની ભાવના હું વારંવાર ભાવું છું. આ ભાવના જ ભવનાશિની છે એવી મને અંતરંગ શ્રદ્ધા ઊપજેલી
જ્યારે જ્યારે જીવનમાં વિપરીતતાના એટલે કે વિપત્તિના પ્રસંગો આવે ત્યારે મારું ચિત્ત તેવા પ્રસંગોથી ચલાયમાન ન થાય પણ હિમાલયની જેમ અડગ, અડોલ, નિષ્કપ, સ્થિર રહે તેવો હું અભ્યાસ કરું છું. મારા સદ્ગુરુએ મને બોધ કર્યો છે કે અભ્યાસ દ્વારા ઘણાં ઘણાં કઠિન કાર્યો પણ સરળ થઈ જાય છે માટે હું એવી ટેવો પાડું છું કે જેથી સહનશીલતાની વૃદ્ધિ થાય.
જેમ જેમ જગતના પ્રતિબંધોની ઉપેક્ષા કરવાનો અભ્યાસ કરવામાં આવે છે, જેમ જેમ પાપવૃત્તિથી આયોજનપૂર્વક અને પ્રતિજ્ઞાપૂર્વક પાછા વળીએ છીએ, જેમ જેમ ઠંડી-ગરમી, ભૂખ-તરસ, સરોગાવસ્થા-નીરોગાવસ્થા, પેટના, માથાના, કમરના કે છાતીના દુખાવા પ્રત્યે કે તાવઉધરસ, દમ, ચક્કર, કબજિયાત વગેરે અવસ્થાઓ પ્રત્યે ઉદાસીનભાવ કેળવાય છે. તેમ તેમ દેહાધ્યાસ ઘટતો જાય છે. આનો અર્થ અધ્યાત્મસાધનાની દૃષ્ટિએ એમ થયો કે જેમ જેમ આત્માની દૃષ્ટિ, આત્માની શ્રદ્ધા, આત્માનો લક્ષ, આત્માનું સ્મરણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org